અમેરિકામાં શું મહિલાઓ ગર્ભપાતનો અધિકાર ગુમાવી દેશે? સુપ્રીમ કોર્ટમાં 'અપેક્ષિત નિર્ણય' મામલે ચિંતા કેમ?

અમેરિકન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે અમેરિકન મહિલાઓ ગર્ભપાત અંગેનો અધિકાર ગુમાવી દે તે અંગેના સમાચારનો દસ્તાવેજ સાચો હોવાની પુષ્ટિ કરી છે.

આ લીક થયેલ ડૉક્યુમૅન્ટ વર્ષ 1973ના અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય કે જેમાં ગર્ભપાતને કાયદેસર માનવામાં આવ્યો હતો, ને ઉલટાવાશે તેવા ભયને વધુ મજબૂત કરી દીધો હતો. જો આવું થાય તો જુદાં જુદાં રાજ્યો તેના પર પ્રતિબંધ લાદી શકશે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, આ લીક થયેલ ડૉક્યુમૅન્ટ વર્ષ 1973ના અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય કે જેમાં ગર્ભપાતને કાયદેસર માનવામાં આવ્યો હતો, ને ઉલટાવાશે તેવા ભયને વધુ મજબૂત કરી દીધો હતો. જો આવું થાય તો જુદાં જુદાં રાજ્યો તેના પર પ્રતિબંધ લાદી શકશે

જોકે જૉન રૉબર્ટ્સે જણાવ્યું હતું કે આ દસ્તાવજે કોર્ટના અંતિમ નિર્ણયનું પ્રતિનિધિત્વ નથી કરતો.

આ લીક થયેલ દસ્તાવેજે વર્ષ 1973ના અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય કે જેમાં ગર્ભપાતને કાયદેસર માનવામાં આવ્યો હતો, તેને ઉલટાવાશે તેવા ભયને વધુ મજબૂત કરી દીધો હતો. જો આવું થાય તો જુદાં જુદાં રાજ્યો તેના પર પ્રતિબંધ લાદી શકે છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો નિર્ણય અપેક્ષિત દિશામાં જ આવે તો અન્ય અધિકારો પર પણ અસર પડી શકે છે.

લીક થયેલ ડૉક્યુમૅન્ટ કે જેના પર 'ફર્સ્ટ ડ્રાફ્ટ'નું લેબલ છે, કોર્ટની બહુમતીના નિર્ણયને પ્રતિબિંબિત કરે છે.

જસ્ટિસ સૅમ્યુઅલ અલિટો દ્વારા લખાયેલ આ ડ્રાફ્ટમાં 1973ના રો વિરુદ્ધ વેડના નિર્ણય, જેના કારણે અમેરિકામાં ગર્ભપાત કાયદેસર છે, તેને 'આશ્ચર્યજનકપણે શરૂઆતથી જ ખોટો' ગણાવાયો હતો.

આ ડ્રાફ્ટ એ અંતિમ નિર્ણય નથી, અને મતોમાં ફેરફાર આવી શકે છે. પરંતુ જો આ નિર્ણય બદલી દેવાશે તો અમેરિકાનાં લગભગ અડધોઅડધ રાજ્યો ગર્ભપાતને ગેરકાયદેસર જાહેર કરી દેશે.

પોતાના એક નિવેદનમાં ચીફ જસ્ટિસ રૉબર્ટ્સે, આ ડ્રાફ્ટના લીક થવાની ઘટનાને એક અત્યંત આશ્ચર્યજનક ઉલ્લંઘન ગણાવ્યું હતું. નોંધનીય છે કે સૌથી પહેલાં તે અમેરિકન વેબસાઇટ પૉલિટિકોમાં જોવા મળ્યો હતો.

આ ઘટના ધ્યાને આવ્યા બાદ ચીફ જસ્ટિસે સમગ્ર ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના માર્શલને હુકમ કર્યો છે.

મંગળવારે, ઓક્લાહોમાના ગવર્નરે ગત વર્ષે ટેક્સાસમાં પસાર કરાયેલા કાયદાના આધારે ગર્ભપાતવિરોધી એક હુકમ પર સહી પણ કરી દીધી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મંગળવારે, ઓક્લાહોમાના ગવર્નરે ગત વર્ષે ટેક્સાસમાં પસાર કરાયેલા કાયદાના આધારે ગર્ભપાતવિરોધી એક હુકમ પર સહી પણ કરી દીધી છે

તેમણે ઉમેર્યું કે, "આનાથી કોર્ટના કામકાજમાં વિઘ્ન નહીં આવે."

ડ્રાફ્ટ જાહેર થવાની સાથે ગર્ભપાતવિરોધી અને તેનું સમર્થન કરનારાં જૂથો તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.

ગર્ભપાતવિરોધી સંસ્થા અમેરિકન્સ યુનાઇટેડ ફૉર લાઇફે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ "ગર્ભપાતનું સમર્થન કરતાં ઍક્ટિવિસ્ટોની આકાંક્ષાઓ અને તેમનો સાથ આપતાં મીડિયા સંસ્થાનોની ફિકર ન કરે."

પ્લાન્ડ પૅરેન્ટહૂડ - પ્રજનનસંબંધિત સેવાઓ પૂરી પાડનાર અમેરિકાની સૌથી મોટી સંસ્થા-એ જણાવ્યું કે, "તેઓ સલામત અને કાયદેસર ગર્ભપાતના હક માટે ઝઝૂમતી રહેશે."

આ સંસ્થાના અનુમાન અનુસાર જો આ નિર્ણય પલટાવી દેવામાં આવે તો 3.6 કરોડ જેટલાં મહિલાઓ સલામત ગર્ભપાતના અધિકારને ગુમાવી શકે છે.

આ નિર્ણય ફરી વાર કોર્ટના વિચાર માટે એટલા માટે સામે આવ્યો છે કે મિસિસિપ્પી રાજ્ય તેને પલટાવવા માગે છે. આ અંગે જૂન માસના અંતમાં કે જુલાઈ માસની શરૂઆતમાં અંતિમ નિર્ણય આવી શકે છે.

જો આ નિર્ણય પલટાવી દેવાય તો ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદા 13 જેટલાં રાજ્યોએ તો પસાર પણ કરી દીધા છે. આ સિવાય અન્ય રાજ્યો પણ તેમને અનુસરે તેવી સંભાવના છે.

મંગળવારે, ઓક્લાહોમાના ગવર્નરે ગત વર્ષે ટેક્સાસમાં પસાર કરાયેલા કાયદાના આધારે ગર્ભપાતવિરોધી એક હુકમ પર સહી પણ કરી દીધી છે. આ કાયદા અનુસાર કોઈ પણ ત્રાહિત નાગરિક ગર્ભવતી મહિલાના ગર્ભપાતમાં છ અઠવાડિયાં કરતાં વધુ સમય બાદ મદદરૂપ થવાના કિસ્સામાં ગુનો દાખલ કરાવી શકશે તેવી જોગવાઈ ધરાવે છે.

line

રાષ્ટ્રપતિ બાઇડને ચિંતા વ્યક્ત કરી

બાઇડને કહ્યું કે તેઓ હાલ અપાઈ રહેલ ગર્ભપાતના અધિકાર અંગે કાયદો ઇચ્છે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાઇડને કહ્યું કે તેઓ હાલ અપાઈ રહેલ ગર્ભપાતના અધિકાર અંગે કાયદો ઇચ્છે છે

રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે જો આ નિર્ણય આ જ સ્વરૂપમાં અંતિમ નિર્ણય બને તો તેની દૂરગામી અસરો હશે.

તેમણે કહ્યું, "50 વર્ષો પછી આપણે એ વાત અંગે નિર્ણય લેવા જઈ રહ્યા છીએ કે મહિલાને નિર્ણય લેવાનો અધિકાર નથી, આ વાત મને ચિંતિત કરી મૂકે છે."

"પરંતુ આ મુદ્દે અપનાવાયેલ તર્ક એ વધુ ચિંતાજનક બાબત છે, કારણે કે તેના કારણે અંગત નિર્ણયને લગતા ઘણા મુદ્દા પર પ્રશ્નચિહ્ન લાગી જશે."

બાઇડને કહ્યું કે તેઓ હાલ અપાઈ રહેલ ગર્ભપાતના અધિકાર અંગે કાયદો ઇચ્છે છે.

ઘણા અધિકારો અમેરિકાના બંધારણમાં સમાવાયા છે, પરંતુ ગર્ભપાત સુધી પહોંચનો અધિકાર એ માત્ર 'ઉલ્લેખ ન કરાયેલા અધિકાર'માં સામેલ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચુકાદાનો ડ્રાફ્ટ લખનાર જજના મતે ઘણા અધિકારો અમેરિકાના બંધારણમાં સમાવાયા છે, પરંતુ ગર્ભપાત સુધી પહોંચનો અધિકાર એ માત્ર 'ઉલ્લેખ ન કરાયેલા અધિકાર'માં સામેલ છે

તેમણે કહ્યું, "જો આ કાયદો બને, અને જે લખાયું છે તે જ જળવાય, તો પસંદગીનો અધિકાર છે કે કેમ તે અંગે જ પ્રશ્ન ઊભો થઈ શકે છે."

"આ અન્ય હકો પર પણ અસર કરશે જેમ કે લગ્ન કરવાનો અધિકાર, આ સિવાય અન્ય બાબતોની પસંદગી અંગેના અધિકાર."

ઉત્તર અમેરિકાના રિપોર્ટ એન્થની ઝુરખરે કહ્યું કે આ મુદ્દાનાં બીજ જસ્ટિસ સેમ્યુઅલ અલિટોએ દર્શાવેલ તફાવતમાં રોપયેલાં છે.

જેમાં તેમણે લખ્યું છે કે ઘણા અધિકારો અમેરિકાના બંધારણમાં સમાવાયા છે, પરંતુ ગર્ભપાત સુધી પહોંચનો અધિકાર એ માત્ર 'ઉલ્લેખ ન કરાયેલા અધિકાર'માં સામેલ છે.

રિપોર્ટર જણાવે છે કે આ જ પ્રકારનો તર્ક સમલૈંગિક લગ્ન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અને ગર્ભનિરોધકના કેટલાક પ્રકારો અંગે પણ આપી શકાય છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો