રશિયાના ધનિકનાં જેટ વિમાન જપ્ત કરાયાં
બ્રિટિશ સરકારે રશિયાના ધનિકનાં બે જેટ વિમાન જપ્ત કર્યાં છે. નોંધનીય છે કે આ ધનિકો પર અગાઉથી જ ઘણી બધી બાબતોને લગતા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, PA Media
રશિયાના અબજપતિ યુજીન શ્વિડલરનાં બે જેટ વિમાનની ફાર્નબોરૉ અને બિગિન હિલ ઍરપૉર્ટ પર પાછલાં ત્રણ અઠવાડિયાંથી તપાસ કરાઈ રહી છે.
બ્રિટનના ટ્રાન્સપૉર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે કહ્યું કે, "એક તરફ જ્યારે યુક્રેનમાં નિર્દોષ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે ત્યારે પુતિનના મિત્રોને સવલતો ન મળવી જોઈએ."
શ્વિડલર પર ચેલ્સી ફૂટબૉલ ક્લબના માલિક રોમન અબ્રામોવિચ સાથે સંબંધ હોવાના કારણે પ્રતિબંધ મુકાયા છે.
બ્રિટિશ સરકારે જણાવ્યું કે તેમની કુલ સંપત્તિ 1.2 બિલિયન પાઉન્ડ છે. જ્યારે બે વિમાનોની કિંમત 45 મિલિયન પાઉન્ડ છે.

યુક્રેનમાંથી પોલૅન્ડમાં સ્થળાંતરિત થતા લોકોની સંખ્યા ઘટી

ઇમેજ સ્રોત, Reuters
પોલિશ બૉર્ડર ગાર્ડે શનિવારે જણાવ્યું કે શુક્રવારે 30,500 યુક્રેનિયનોએ પોલૅન્ડમાં સ્થળાંતર કર્યું હતું. આ સંખ્યા અગાઉના દિવસ કરતાં 6.4 ટકા ઓછી છે.
તેમણે કહ્યું કે યુક્રેનમાંથી સ્થળાંતર કરીને પોલૅન્ડમાં પ્રવેશી રહેલા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
શનિવારે સ્થાનિક સમય પ્રમાણે છ વાગ્યા સુધીમાં 6,100 લોકોએ સરહદ ઓળંગી હતી. જે શુક્રવારના આ જ સમયગાળા દરમિયાન સ્થળાંતરિત થયેલા લોકોની સંખ્યા કરતાં 11 ટકા ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એજન્સીએ જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયા બાદથી પોલૅન્ડમાં 22 લાખ લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે. યુક્રેનમાંથી પોલૅન્ડ પહોંચેલા ઘણા લોકો ત્યાંથી અન્યત્રે સ્થળાંતરિત થઈ ગયા હોવા છે. તેમ છતાં વૉરસો યુનિવર્સિટીના માઇગ્રેશનના નિષ્ણાત મસીએજ દસઝિકનું અનુમાન છે કે હજુ પણ પોલૅન્ડમાં 12-13 લાખ લોકો મોજૂદ છે.
આ સિવાય એજન્સીએ જણાવ્યું હતું કે પોલૅન્ડ મારફતે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ ત્રણ લાખ કરતાં વધુ લોકો પ્રવેશી ચૂક્યા છે.

અધિકારીના આકલના મુખ્ય મુદ્દાઓ

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ યુએસ સૈન્ય અધિકારીએ વોર્સોમાં રાષ્ટ્રપતિ જો બાઇડન પોલૅન્ડમાં તહેનાત અમેરિકન સૈનિકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમને અવગત કર્યા હતા.
અધિકારીએ નામ ન આપવાની શરતે પત્રકારોને માહિતી આપી હતી. જેમાં તેમની દલીલ હતી કે યુક્રેનિયન દળો યુદ્ધના શરૂઆતના દિવસોમાં રશિયા દ્વારા કબજે કરાયેલા દક્ષિણ શહેર ખેરસનને ફરીથી કબજે કરી શકે છે.
- રશિયાએ યુદ્ધના પ્રથમ 30 દિવસમાં 1,250 મિસાઈલો છોડી
- રશિયાએ તાજેતરના અઠવાડિયામાં તેમના હવાઈ હુમલાને તેજ કર્યો છે, હાલમાં તે દરરોજ સરેરાશ 300 હવાઈ હુમલા કરી રહ્યું છે
- યુએસ અધિકારીએ યુક્રેનના એ દાવાને સમર્થન આપ્યું હતું કે જેમાં તેમણે બંદરીય શહેર બર્દાન્સ્કમાં રશિયન ટૅન્કોનું પરિવહન કરતા જહાજને તોડી પાડ્યું હતું
- કિએવની આસપાસના સૈનિકો રાજધાની પર જમીન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાતું નથી
- કિએવની પશ્ચિમે આવેલા ઉપનગર મકારીવ પર કબજા માટેની બંને પક્ષે લડાઈ ચાલી રહી છે
- રશિયન સૈનિકો ઉત્તરમાં ખારકિએવ પર તેમના હુમલામાં આગળ વધી શક્યા નથી
- રશિયન સૈનિકો ઇઝીમ પાસે યુક્રેનનો ઘેરો તોડવામાં સફળ થયા અને દક્ષિણે ડોનબાસ તરફ આગળ વધ્યા છે

રશિયન સંરક્ષણમંત્રીને 'હાર્ટ ઍટેક'?

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનના ગૃહમંત્રીના સલાહકાર એન્ટોન ગેરાશચેન્કોએ દાવો કર્યો છે કે રશિયાના સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગુને હાર્ટ ઍટેક આવ્યો હતો.
સર્ગેઈ શોઇગુ 11 માર્ચથી જાહેરમાં જોવામાં આવ્યા ન હતા, છેક 24 માર્ચે ગુરુવારે પુતિન દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં દેખાયા હતા.
"શોઇગુને હાર્ટ ઍટેક યુક્રેન પરના આક્રમણની સંપૂર્ણ નિષ્ફળતા માટે પુતિન દ્વારા સખત ઝાટકણી કાઢવાને પગલે આવ્યો હતો," એમ ગેરાશચેન્કોએ ફેસબુક પર લખ્યું હતું અને ઉમેર્યું કે તેઓ હાલમાં હૉસ્પિટલમાં "આરામ હેઠળ" છે.
જોકે શોઇગુની કથિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે રશિયા તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
યુક્રેનના બૉક્સિંગ મૅચ માટે સૈન્ય છોડ્યું
યુક્રેનના હેવીવેઇટ બૉક્સિંગ ચૅમ્પિયન ઓલેક્ઝાન્ડર યુસીકે પુષ્ટિ કરી છે કે તે બ્રિટનના એન્થોની જોશુઆ સાથે બૉક્સિંગની મૅચની તૈયારી કરી રહ્યા છે.
ગત વર્ષની જીત બાદ યુનિફાઇડ હેવીવેઇટ ચૅમ્પિયનનો ખિતાબ અંકે કરનાર યુસીક જુલાઇમાં જોશુઆ સામે બૉક્સિંગ રિંગમાં બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે.
35 વર્ષીય યુસીકે બૉક્સિંગ મૅચ માટે બુધવારે વતન યુક્રેન છોડી દીધું, જ્યાં તેઓ રશિયન આક્રમણથી દેશને બચાવવામાં મદદ કરી રહ્યા હતા.
રશિયન આક્રમણ બાદ માર્ચમાં યુક્રેનના સૈન્યમાં યુસીકની ભરતી થઈ હતી.
"મેં એન્થોની જોશુઆ સાથે ફરીથી મેચની તૈયારી શરૂ કરવાનું નક્કી કર્યું," એમ યુસીકે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












