ચીનમાં ફાટી નીકળેલ કોરોના વિશ્વ સામે ફરી મોટું સંકટ સર્જશે?

    • લેેખક, મારિકો ઓઈ
    • પદ, એશિયા બિઝનેસ સંવાદદાતા

યુદ્ધ, ફુગાવો અને હવે ચીનમાં ફરીથી કોવિડ લૉકડાઉન. આ વાત વૈશ્વિક પુરવઠાતંત્ર માટે એક વાસ્તવિક વંટોળ જેવી સ્થિતિ છે. આનાથી એ વાત અંગે પ્રશ્ન ઊભો થયો છે કે બીજા દેશોમાંથી વસ્તુઓ કેવી રીતે તમારા અને અમારા સુધી પહોંચશે.

ચીનમાં જ્યારે કોઈ દખલ સર્જાય છે તો તેની અસર સમગ્ર દુનિયા પર ઘણી અસર પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં જ્યારે કોઈ દખલ સર્જાય છે તો તેની અસર સમગ્ર દુનિયા પર ઘણી અસર પડે છે

ચીનમાં જ્યારે કોઈ દખલ સર્જાય છે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડે છે કારણ કે વિશ્વમાં ત્રીજી સૌથી મોટી મૅન્યુફૅક્ચરિંગ ક્ષમતા ચીનમાં જ મોજૂદ છે.

જો તમે ઓનલાઇન કોઈ વસ્તુ ખરીદી રહ્યા હો તો તે વસ્તુ શેંચેનમાં બની હોવાની શક્યતા વધુ છે.

ચીનના દક્ષિણ-પૂર્વમાં મોજૂદ આ શહેરની વસતિ 1.75 કરોડ છે, જ્યાં ચીનના લગભગ અડધા ઓનલાઇન એક્સપૉર્ટરો મોજૂદ છે.

આ જ કારણે જ્યારે કોરોનાના કેસોમાં વધારો થયો તો શેંચેનમાં રવિવારે છ દિવસનું લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું. આના કારણે વિશ્વના અન્ય વેપારોને પણ ભારે ફટકો પડ્યો છે.

નોંધનીય છે કે શાંઘાઈ, જિલિન અને ગુઆંગજૂ જેવાં મોટાં શહેરો અને પ્રાંતોમાં પણ કોરોના અંગેનાં નિયંત્રણો લાગુ કરાયાં છે.

line

બંદર પર જહાજોની ભીડ

વિશ્વનાં માલવાહક જહાજોની નિગરાની કરનારા પ્રોજેક્ટ 44 અનુસાર, ચીનનાં ઘણાં બંદરો પર હાલથી જહાજોની સંખ્યામાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિશ્વનાં માલવાહક જહાજોની નિગરાની કરનારા પ્રોજેક્ટ 44 અનુસાર, ચીનનાં ઘણાં બંદરો પર હાલથી જહાજોની સંખ્યામાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે

વિશ્વનાં માલવાહક જહાજોની નિગરાની કરનારા પ્રોજેક્ટ 44 અનુસાર, ચીનનાં ઘણાં બંદરો પર હાલથી જહાજોની સંખ્યામાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે.

પ્રોજેક્ટ 44ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એડમ કૉમ્પને કહ્યું, "યેંતિયન બંદર પર ઊભેલાં જહાજોમાં આપણ 28.5 ટકાનો વધારો જોવા મળ્યો છે જે યુરોપ અને ઉત્તર અમેરિકા ખાતે સામાન નિકાસ કરનાર સૌથી મોટું બંદર છે."

આ એ જ બંદર છે જે પાછલા વર્ષ કોવિડના કારણે બંધર કરી દેવાયું હતું અને તેના કારણે ક્રિસમસમાં સામાનની ડિલિવરીમાં મોડું થયું હતું.

કોરોના પ્રતિબંધ એ સમયે લાદવામાં આવ્યા જ્યારે ફેબ્રુઆરીમાં ચીનના લૂનર ન્યૂ યરની રજાઓ બાદ ચીનમાં મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ વધવાની શરૂઆત થઈ હતી.

ચીનના નવા કોવિડ પ્રતિબંધ ખૂબ કડક છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ પરિસ્થિતિ લાંબા ગાળા સુધી નથી રહેવાની.

line

કંપનીઓની શું છે તૈયારી?

ચીનનાં અમુક ક્ષેત્રોમાં સામૂહિક કોવિડ ટેસ્ટિંગ લાગુ કરાઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનનાં અમુક ક્ષેત્રોમાં સામૂહિક કોવિડ ટેસ્ટિંગ લાગુ કરાઈ છે

બ્રિટિશ ચૅમ્બર ઑફ કૉમર્સ ચાઇનાના મૅનૅજિંગ ડિરેક્ટર સ્ટીફ લિંચ કહે છે કે, "આ બેધારવાળી તલવાર છે."

"ચીને ખૂબ ઝડપથી આ કર્યું જેના કારણે તકલીફ સર્જાઈ છે પરંતુ તેની સરખામણીમાં સ્થિતિ ખૂબ જલદી સામાન્ય થશે."

એવું લાગે છે કે કંપનીઓ હાલ ખૂબ સારી રીતે તૈયાર છે.

લિંચ જણાવે છે કે, "આપણે એવાં લૉકડાઉન જોઈ ચૂક્યાં છે તેથી કંપનીઓએ એક મજબૂત પુરવઠાતંત્રની વ્યવસ્થા તૈયાર કરી છે."

ઉદાહરણ માટે ઈ-કૉમર્સની સૌથી મોટી કંપની એમેઝોને ચીનસ્થિત ઘણી ઇન્વેન્ટ્રી ખરીદી છે, જેથી ઓમિક્રૉનના મામલા વધવા દરમિયાન કોઈ પણ તકલીફથી બચી શકાય. હાલના પ્રતિબંધોથી કોઈ મોટી સમસ્યા આના માટે પેદા થશે તેવું નથી લાગતું.

એમેઝોનના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે, "અમે આ પ્રતિબંધોબાદ પોતાના ઉપલબ્ધ માલને આ ક્ષેત્રના પાડોશી ગોડાઉનમાં મોકલવા માટે સક્ષમ છીએ."

અન્ય એક ઉદાહરણ ફૉક્સકૉનનું છે જે એપલ આઇફોનનું નિર્માણ કરે છે. આ કંપનીએ પોતાની મૅન્યુફૅક્ચરિંગ સાઇટ ખસેડી લીધી છે જ્યારે તેમણે પોતાના કર્મચારીઓને એક બબલ સિસ્ટિમમાં કામ કરવાનું કહ્યું છે. જે અંતર્ગત તેમના કૅમ્પસમાં લોકો રહેશે અને કામ કરશે.

હેંગ સેંગ બૅન્ક ચાઇનના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડેન વાંગ કહે છે કે, "ફૉક્સકૉન માટે કદાચ આ સરળ હોય."

"પરંતુ તે અન્ય નિર્માતાઓ જેઓ મોટા ભાગે આ ક્ષેત્રમાં છે અને પાર્ટ મોકલવા માટે અન્ય પરિવહન પર નિર્ભર છે તેમના માટે આ ખૂબ મુશ્કેલ બનશે કારણ કે ચીનની અંદર પરિવહન પણ પ્રતિબંધિત છે."

line

ચીનની વર્તમાન નીતિ

ચીનમાં હાલની પરિસ્થિતિ તેની ઝીરો કોવિડ પૉલિસીના કારણે બની છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં હાલની પરિસ્થિતિ તેની ઝીરો કોવિડ પૉલિસીના કારણે બની છે

ચીનમાં હાલની પરિસ્થિતિ તેની ઝીરો કોવિડ પૉલિસીના કારણે બની છે.

ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશના શીર્ષ નેતાઓ સાથે એક બેઠકમાં કહ્યું હતું કે દેશ આ નીતિ પર ટકી રહેશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે મહામારીના પ્રતિબંધોને કારણે આર્થિક તકલીફો નહીં ઊભી થાય.

એવા સંકેત મળ્યા છે કે આના કારણે ભારે ખર્ચ વધી રહ્યા છે અને ઘણી મોટી કંપનીઓ ચીનના બજારોમાં પોતાની હાજરી પર પુનર્વિચાર કરી રહી છે.

સિંગાપુરની સૌથી મોટી માલ પરિવહન કંપની હાઉલિયોના મુખ્ય કાર્યકારી અધિકારી અલવિન ઇયા કહે છે કે ઉદ્યોગ હવે બહુ સ્થિતિસ્થાપક થઈ ગયા છે અને ચીન સિવાય અન્ય વિકલ્પો તરફ પણ જોઈ રહ્યા છે.

તેઓ કહે છે કે, "ઘણા મુખ્ય ખેલાડીઓએ પોતાનાં સંસાધનો અને યોજનાઓને વૈવિધ્યસભર બનાવી છે અને તેઓ પોતાના તમામ વિકલ્પોને એક જ સ્થાને નથી રાખી રહ્યા."

"દક્ષિણ-પૂર્વના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આપણે સંભવિત પરિણામો સામે આવતાં જોઈ શકીએ છીએ, વિયેતનામ, મલેશિયા અને ઇન્ડોનેશિયાની ફેકટરીઓમાં ઑર્ડરની સંખ્યામાં વધારો થયો છે."

જેનેટાના ચીફ એનાલિસ્ટ પીટર સેન્ડ આ વાત અંગે સંમતિ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે કે, "કંપનીએ પોતાની કટોકટીવાળી યોજનાઓ અંતર્ગત પોતાની ઇન્વેન્ટ્રીથી માંડીને પાડોશી દેશોમાં ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો કરાયો છે. જેથી એ ગ્રાહકો માટે ઉત્પાદન બંધ થઈ જાય જ્યાં તેની માગ વધુ છે કારણ કે આ સૌથી મોંઘો વિકલ્પ હોઈ શકે છે."

અમેરિકન ચૅમ્બર ઑફ કૉમર્સ ઇન ચાઇનાના માઇકલ હાર્ટે કહ્યું છે કે તેના ઘણા સભ્યો પોતાના કામને ત્યાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છે પરંતુ તેમની સંખ્યા હજુ પણ ઓછી છે.

"પરંતુ જે લોકો પોતાનાં કામ અન્ય સ્થળોએ મોકવાનું વિચારી રહ્યા છે તેમની સંખ્યા ગત વર્ષે 22% હતી અને તેમણે કોવિડ પ્રતિબંધોની વાત કરી હતી જે તેના આગળના વર્ષ કરતાં 5% વધુ હતું."

line
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો