You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામોફોબિયા અંગે પાકિસ્તાનનો UNમાં ઠરાવ, ભારતે શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્ર UNની મહાસભામાં મંગળવારે 'ઇન્ટરનેશનલ ડે ટુ કૉમ્બૅટ ઇસ્લામોફોબિયા' એટલે કે ઇસ્લામોફોબિયાવિરોધી દિવસ મનાવવા અંગે પાકિસ્તાને પ્રસ્તાવ મૂક્યો હતો, જે પસાર થયો હતો પણ ભારતે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારતે કહ્યું કે ધર્મવિશેષ અંગેનો ડર એ હદે પહોંચી ગયો છે કે આ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવાની સ્થિતિ આવી ગઈ છે.
ભારતે કહ્યું કે ધર્મો અંગે યેન કેન પ્રકારેણ ડરનો માહોલ ઊભો કરાઈ રહ્યો છે, ખાસ કરીને હિંદુઓ, બૌદ્ધ અને શીખ ધર્મની વિરુદ્ધ.
193 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે 15 માર્ચે 'ઇસ્લામ પ્રત્યેના ડરની વિરુદ્ધ લડાઈ'નો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે.
આ ઠરાવ પસાર થઈ જતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યાં હતાં.
સમાચાર સંસ્થા પીટીઆઈ પ્રમાણે આ પ્રસ્તાવને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇરાક, જૉર્ડન, કઝાકિસ્તાન, કુવૈત, કિર્ગિસ્તાન, લેબનન, લીબિયા, મલેશિયા, માલદીવ, માલી, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ, તુર્કી, તુર્કમેનિસ્તાન, યુગાંડા, યુએઈ, ઉઝબેકિસ્તાન અને યમને ટેકો આપ્યો હતો.
ભારતનો પક્ષ
આ પ્રસ્તાવ પસાર થતાં યુએનમાં ભારતના પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ કહ્યું કે આ પ્રસ્તાવ બાદ અન્ય ધર્મો પ્રત્યેના ડર અંગે પણ પ્રસ્તાવો આવી શકે છે.
તેમણે કહ્યું કે, "1.2 અબજ લોકો હિંદુ ધર્મને અનુસરે છે. બૌદ્ધ ધર્મને અનુસરનારા 53.5 કરોડ લોકો છે અને ત્રણ કરોડથી વધારે શીખ દુનિયાભરમાં ફેલાયેલા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ સમય છે કે આપણે એક ધર્મને બદલે તમામ ધર્મો પ્રત્યે ફેલાયેલા ડરના માહોલને સમજીએ."
"સંયુક્ત રાષ્ટ્ર આ પ્રકારના ધાર્મિક મામલાઓથી ઉપર ઊઠે, એ જરૂરી છે; એવા મામલા જે દુનિયાને વહેંચી શકે છે."
આ પ્રસ્તાવ પસાર થયો એ બાદ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની વિરુદ્ધની ગતિવિધિઓની નિંદા કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો