કૅનેડા-અમેરિકાની સરહદે મૃત્યુ પામેલા ગુજરાતી પરિવારની ઓળખ થઈ, પટેલોમાં વિદેશ જવાની આવી ધૂન કેમ?

કૅનેડાનાં ઓટ્ટાવા ખાતેના ભારતીય દૂતાવાસે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે 19 જાન્યુઆરી, 2022ના રોજ બૉર્ડર પરથી મળી આવેલા ચાર મૃતદેહો ગુજરાતી પરિવારના જ છે.

દૂતાવાસે જણાવ્યું છે કે કૅનેડાના સ્થાનિક સત્તાધીશોએ ચાર મૃતકોની ઓળખ કરી લીધી છે. જેમાં જગદિશ પટેલ, વૈશાલી પટેલ, વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલનો સમાવેશ થાય છે.

પટેલ પરિવાર

ઇમેજ સ્રોત, KARTIK JANI

નોંધનીય છે કે સમાચાર માધ્યમોમાં દાવો કરાઈ રહ્યો હતો કે આ પરિવાર ગુજરાતના ડીંગુચા ગામનો હતો અને કલોલમાં રહેતો હતો. તેઓ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો પણ કરાયો હતો.

મૃતકોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે અને કૅનેડા ખાતે ભારતના કૉન્સ્યુલેટ જનરલ તેમની સાથે સતત સંપર્ક સાધીને આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટરો દ્વારા મેડિકલ તપાસ બાદ મૃત્યુનું કારણ 'વધારે સમય સુધી બાહ્ય તત્ત્વોના સંપર્ક'માં રહેવાનું જણાવાયું છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ ઉપરાંત ભારતીય હાઈ કમિશન અને કૉન્સ્યુલેટ દ્વારા કૅનેડિયન એજન્સીઓ સાથે મળીને આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા હતા.

અધિકારીઓનું કહેવુ છે કે આ તમામનાં મૃત્યુ બુધવારે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવાથી ઠરી જવાથી થયાં હતાં

line

પરિવારે પોતે 'અજાણ' હોવાની વાત કરી હતી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પટેલ પરિવાર ગુમ થયો અને મૃત્યુના અહેવાલો આવી રહ્યા હતા ત્યારે બીબીસી ગુજરાતીએ આ પરિવારના મોભી અને ગુમ થયેલા જગદીશ પટેલના પિતા બળદેવભાઈ સાથે વાત કરી હતી.

બળદેવભાઈ પટેલ જણાવે છે, "દસ દિવસ પહેલાં મારો દીકરો જગદીશ કૅનેડા જવા માટે નીકળ્યો હતો. મને ફોન કરીને જણાવ્યું હતું કે એને કૅનેડાના વિઝા મળી ગયા છે. એ, એની પત્ની વૈશાલી, દીકરી વિહંગા અને દીકરો ધાર્મિક એમ ચારેય જણ કૅનેડા ગયાં."

જગદીશ પટેલ સાથે તેમને છેલ્લા પાંચ-છ દિવસથી કોઈ સંપર્ક નહોતો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બળદેવભાઈ ખેડૂત છે અને તેમની પાસે 20 વીઘા જમીન છે. બળદેવભાઈને ખેતીમાં મદદ કરનારા જગદીશ સંતાનોના સારા ભણતર માટે કલોલમાં સ્થાયી થયા હતા અને ત્યાં ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાન ચલાવતા હતા.

જગદીશ અને એના પરિવારે કૅનેડાના વિઝા માટે ક્યારે અરજી કરી એ અંગે પોતે અજાણ હોવાનું બળદેવભાઈ જણાવ્યું હતું.

line

ગેરકાયદે પ્રવેશની વ્યક્ત કરાઈ હતી આશંકા

કૅનેડાના એમર્સન નજીક એક પુરુષ, સ્ત્રી, કિશોર અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા
ઇમેજ કૅપ્શન, કૅનેડાના ઍમર્સન નજીક જ્યાં મૃતદેહો મળી આવ્યા એ જગ્યા

અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ અને ડી.જી. વિજિલેન્સ સૅલમાં વર્ષો સુધી કામ કરનારા રિટાયર્ડ એ.સી.પી દીપક વ્યાસ સાથે પણ બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વ્યાસે જણાવ્યું હતું "જો કૅનેડાની ઍમ્બેસીમાંથી આટલા દિવસ સુધી મૃતકોની કોઈ ભાળ ના આવી હોય તો એક વાત બહુ જ સ્પષ્ટ છે કે આ લોકો કોઈની મદદથી વિઝિટર વિઝા પર કૅનેડા ગયા હોવા જોઈએ અને ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન ઠંડીથી મૃત્યુ પામ્યા હોવા જોઈએ. બાકી વિદેશની સરકાર એમની ઓળખ કરીને ભારતને જવાબ આપી દે."

તેમણે ઉમેર્યું હતું, "આવા કિસ્સામાં કોઈ છેતરપિંડી થાય તો ભાગ્યે જ પોલીસ ફરિયાદ થાય છે. આ રીતે આ રૅકેટ ચાલે છે."

તો ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ પણ નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશની આ ઘટના હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

line

ઘટના શું હતી? પટેલ પરિવાર ત્યાં કઈ રીતે પહોંચ્યો હતો?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગત સપ્તાહે બુધવારે સ્થાનિક સમયાનુસાર 9.30 વાગ્યાની આસપાસ કૅનેડાની પોલીસને અમેરિકાની કસ્ટમ્સ અને બૉર્ડર પેટ્રોલ ટીમે એ વાતની જાણકારી આપી હતી કે તેમણે આ વિસ્તારમાંથી પસાર થઈને આવેલા અમુક લોકોની ધરપકડ કરી છે. આ વિસ્તાર એક કુખ્યાત બૉર્ડર ક્રોસિંગ સાઇટ છે.

અમેરિકાના અધિકારીઓએ કૅનેડાની ટીમને જાણકારી આપી હતી કે એક વ્યક્તિ પાસે બાળકો માટેની વસ્તુઓ મળી હતી. પરંતુ તેમની પાસે બાળક નહોતું.

મનિતોબા રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)નાં આસિસ્ટન્ટ કમિશનર જેન મેકલેચીએ જણાવ્યું હતું આ સમૂહ "બરફના તોફાનમાં કોઈ પણ મદદ વગર અંતહિન મેદાનમાં ઠંડી, ઘોર અંધકાર અને હવાનો સામનો કરી રહ્યો હતો."

એ જ સપ્તાહે જારી કરાયેલ નિવેદનમાં મિનેસોટામાં અમેરિકાના ફેડરલ અધિકારીઓએ ફ્લોરિડાના રહેવાસી સ્ટિવ શૅન્ડ નામની 47 વર્ષીય વ્યક્તિ સામે માનવતસ્કરીનો ગુનો દાખલ કર્યો હતો.

અધિકારીઓએ આ અંગે આગળ માહિતી આપતાં જણાવ્યું હતું કે શૅન્ડ બૉર્ડરના ગ્રામીણ વિસ્તારમાં 15 પૅસેન્જરવાળી વાન ડ્રાઇવ કરતા પકડાયા હતા. તેમની પાસે ભોજન અને પાણી પણ હતાં. તેમની સાથે મળી આવેલા બે મુસાફરો દસ્તાવેજ વગરના ભારતીયો હતા.

આ તમામ લોકોને જ્યારે બૉર્ડર પેટ્રોલ સ્ટેશને લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે અમેરિકાના એજન્ટોને ભારતીય નાગરિકોનો એક સમૂહ અચાનક મળી આવ્યો. જેમણે એજન્ટોને જણાવ્યું કે તેઓ 11 કલાકથી ચાલી રહ્યા છે અને કોઈ તેમને લેવા આવે તેની રાહ જોઈ રહ્યા છે.

આ વ્યક્તિઓ પૈકી એકની બૅગમાં બાળકનાં કપડાં, રમકડાં અને દવા હતાં. તેમણે કહ્યું કે તેઓ આ સામાન ચાર વ્યક્તિના પરિવાર માટે લઈને ચાલી રહ્યા હતા, પરંતુ રાત્રે તેઓ વિખૂટા પડી ગયા હતા.

line

પટેલોમાં વિદેશ જવાની આવી ધૂન કેમ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાંથી પરદેશ જનારા અને ત્યાં નામ કમાનારા લોકોમાં પાટીદાર સમુદાય મોખરે ગણાય છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટીદાર સમુદાયમાં વિદેશ જવાની ભારે ધૂન છે એમ માનવામાં આવે છે. ઉત્તર ગુજરાતના પટેલ સમાજના આગેવાન અને નિવૃત્ત શિક્ષક આર.એસ. પટેલ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.

આર. એસ. પટેલે જણાવ્યું, "ઉત્તર ગુજરાતના યુવાનો અમેરિકા અને કૅનેડા જવા માટે ગમે તે રસ્તો અપનાવે છે. ઉત્તર ગુજરાતનાં 42 ગામના ગોળના મોટા ભાગના યુવાનો પરદેશમાં સ્થાયી થયા છે એટલે એ લોકોને 'ડૉલરિયા ગોળ' પણ કહેવામાં આવે છે. આવા યુવાનોનાં લગ્ન ઝડપથી થઈ જાય છે."

નોંધનીય છે કે ઉત્તર ગુજરાતમાં પટેલોનાં ગામ પ્રમાણે ગોળ બન્યા છે. ગોળ એ પરસ્પર કન્યાની લેવડદેવડ માટે નક્કી કરેલું નાતીલાઓનું જૂથ છે.

આર.એસ. પટેલ ઉમેરે છે, "પૈસા કમાવા માટે જે છોકરાઓ પરદેશ જાય એને ત્યાં પહેલાંથી જ સ્થાયી થયેલા 42 ગોળના પટેલો તરત જ નોકરીએ રાખી લે છે. એ રીતે બે પાંદડે થવાની લાયમાં અહીંના યુવાનો પરદેશ જતા રહે છે. ઓછું ભણેલા લોકો પણ જીવના જોખમે પરદેશ જાય છે."

બીબીસી ગુજરાતીએ આ ઘટના અંગે ડીંગુચાની મુલાકાત લીધી હતી.

અમુક લોકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે ગામના જે પરિવારમાંથી એકાદ વ્યક્તિ પણ જો અમેરિકા ન ગઈ હોય તો એ પરિવાર સાથે લગ્નવ્યવહાર કરવામાં બીજા લોકો અચકાય છે.

એક 50 વર્ષની વ્યક્તિએ બીબીસી ગુજરાતીને પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું, "મારા દીકરાની ઉંમર 35 વર્ષની થઈ ગઈ છે પણ હજુ સુધી એનું સગપણ થયું નથી. મારા પરિવારમાંથી કોઈ અમેરિકા રહેતું નથી."

આ ગામમાં મોટું થનાર દરેક બાળક કોઈ બીજા દેશમાં સ્થાયી થવાનું સ્વપ્ન સેવે છે. અહીંનાં લગભગ બાળકને, ગામલોકોને અમેરિકાના વિઝાના નિયમો અને વિઝાના પ્રકારો વિશે માહિતી છે.

વિઝિટર વિઝાથી ગ્રીન કાર્ડ સુધીની સફર કેવી રીતે કરવી એ અંગેની યોજના પણ લગભગ પાસે છે. ગામમાં મોટા ભાગે વયોવૃદ્ધ લોકો રહે છે કેમ કે યુવાનો મોટા ભાગે વિદેશ ગયા છે.

ગામમાં રહેતી એક વ્યક્તિએ જણાવ્યું,"માત્ર એ લોકો જ ગામમાં રહી જાય છે કે જેમની પાસે અમેરિકા જવાના પૈસા નથી."

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો