કઝાકિસ્તાન : એ દેશ જ્યાં પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં રમખાણો થયાં, વિદેશથી બોલાવવી પડી સેના

વિરોધ પ્રદર્શનો અને પોલીસ ફાયરિંગનાં દૃશ્યો કઝાકિસ્તાનનાં છે. જ્યાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવો એટલી હદે વધ્યા કે લોકો રસ્તા પર આવી ગયા.

ભાવ વધારાના વિરોધમાં ભયંકર પ્રદર્શનો આખરે હિંસામાં ફેરવાઈ ગયાં. પેટ્રોલના ભાવ વધારાને કારણે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે કઝાકિસ્તાને તેને કંટ્રોલ કરવા માટે વિદેશથી સેના મંગાવવી પડી છે.

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિની વિનંતી પર સરકારવિરોધી પ્રદર્શનો વચ્ચે રશિયન સેના કઝાકિસ્તાન પહોંચી ગઈ છે.ઘણા દિવસોના વિરોધપ્રદર્શન પછી, કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્માતીમાં મશીનગનના અવાજો સંભળાયા.અધિકારીઓએ પોલીસ અને પ્રદર્શનકારીઓનાં મોત અંગે પુષ્ટિ કરી છે.

આવાં ભયંકર પ્રદર્શનની શરૂઆત ક્યારે થઈ?

કઝાકિસ્તાનમાં હિંસાની શરૂઆત રવિવારે થઈ. જ્યારે અહીં એલપીજી ગૅસના ભાવ બમણા થઈ ગયા. એલપીજી અહીં મુખ્ય ઇંધણ છે. લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો અને હજારો લોકો ભાવના વિરોધમાં રસ્તા પર ઊતરી આવ્યા.

સરકારની દલીલ હતી કે તે ભાવને આગામી છ મહિનામાં ફરી કાબૂમાં લઈ લેશે, જોકે આ જાહેરાતની સ્થાનિક લોકો પર કોઈ અસર ન પડી અને હિંસક દેખાવો ફાટી નીકળ્યા.

કઝાકિસ્તાનમાં હાલમાં જે પાર્ટી સત્તા પર છે, તે 100 ટકા બહુમતી સાથે સત્તા પર આવી છે. અહીં વિપક્ષ જ નથી. કઝાકિસ્તાનનું સૌથી વધુ વસતી ધરાવતા અલ્માતી વિસ્તારમાં સૌથી અસર થઈ છે. જ્યાં મોટા પાયે ઇમારતો અને વાહનોને આગ ચાંપવામાં આવી.

હિંસા એટલી તો ભીષણ હતી કે રાતના સમયે લોકો રસ્તા પર બુમો પાડતા બચાવ માટે ભાગી રહ્યા હતા. બહાર ફાયરિંગ અને વિસ્ફટકોના અવાજ સંભળાઈ રહ્યા હતા.

સરકાર વિરોધી પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયાં અને પરિસ્થિતિ એ હદે વણસી ગઈ કે રશિયા સહિતના પડોશી દેશોએ અહીં પોતાની સેના મોકલવી પડી છે. અંદાજે 2500 જેટલા વિદેશી સૈનિકો કઝાકિસ્તાન પહોંચ્યા છે. અમેરિકાએ પણ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તે કઝાકિસ્તાનની આંતરિક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

પ્રદર્શનમાં કેટલા લોકોનાં મોત?

કઝાક ગૃહમંત્રાલયે એક નિવેદનમા કહ્યું કે 26 જેટલા હથિયારધારી પ્રદર્શકારીઓનાં મોત થયાં છે, જ્યારે કે 3000થી વધુ પ્રદર્શકારીઓની અટકાયત કરાઈ છે. લોકો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં 18 જેટલા સુરક્ષા જવાનોનાં મોત થયા છે છે, જ્યારે કે 750થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસે અલ્માતી ગામના સરરહદ પર સુરક્ષા ગોઠવી દીધી છે, જેથી ગામમાં લૂટફાટ થતા રોકી શકાય. અહીં પેટ્રોલ પંપની બહાર લાંબી લાઇનો જોઈ શકાય છે. લોકોને જીવ જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. મૉલ્સ, દુકાનો, રેસ્ટોરાં, કાફે બંધ થઈ ગયા છે. ઇન્ટરનેટ અને એટીએમ જેવી સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. રિપોર્ટ છે કે પ્રદર્શનો ત્યારે હિંસક બન્યા જ્યારે સરકારે પ્રદર્શનકારીઓ પર દમનપૂર્ણ વલણ અપનાવ્યું.

સરકારે કહ્યું વિદેશી આતંકીઓને કારણે પ્રદર્શનકઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસ્યમ જોમાર્ટ તોકાયેવ (Kassym-Jomart Tokayev) આજે ટેલિવિઝનના માધ્યમથી રાષ્ટ્રજોગ સંબોધન કરી રહ્યા છે. તેમણે દેશમાં હિંસા માટે વિદેશથી તાલીમ પામેલા કથિત આતંકવાદીઓને જવાબદાર ગણાવ્યા છે. જોકે સરકારે હજી આ મામલે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. બુધવારે તેમણે રશિયન સમર્થિત સુરક્ષા સંગઠન - સીએસટીઓને મદદ માટે અપીલ કરી હતી. જેમાં રશિયા, કઝાકિસ્તાન, બેલારુસ, તઝિકિસ્તાન અને અર્મેનિયા સામેલ છકઝાકિસ્તાનની ઉત્તરે રશિયા અને પૂર્વે ચીન આવેલું છે. યુરોપમાં આવેલો તે વિશાળ દેશ છે, જે એક સમયે સોવિયત સંઘનો ભાગ હતો. વિશ્વના 3 ટકા તેલના કૂવા અને કોલસા તેમજ ગેસ કૂવા અહીં આવેલા છે. અહીં મોટી સંખ્યામાં મુસ્લિમો છે, જ્યારે રશિયન્સ અહીં લઘુમતીમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો