ક્લાયમેટ ચેન્જ : એ ચાર વસ્તુ જેના થકી તમે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકો છો
- લેેખક, ડેનિયલ ક્રૅમર અને જો વાઇટવૅલ
- પદ, બીબીસી ન્યૂઝ
ક્લાયમેટ ચેન્જને નાથવા માટે વૈશ્વિક નેતાઓએ વૈશ્વિકસ્તરે પગલાં લેવાં પડશે.
પણ વ્યક્તિગત રીતે આપણે પણ ક્લાયમેટ ચેન્જને રોકવા માટે કંઈક યોગદાન કરી શકીએ છીએ. કાર્બન ઉત્સર્જન રોકવા માટે તમે વ્યક્તિગત રીતે આ પગલાં લઈ શકો છો.

1.ઘરને વિદ્યુતરોધક બનાવવું

ઇમેજ સ્રોત, Getty Images
ગરમી ઘટાડવા માટે હીટપમ્પ લગાવવા સિવાય તમે ઘરે કેટલાક બદલાવ કરી શકો છો, જે પૃથ્વીને ક્લાયમેટ ચેન્જથી બચાવવા માટે મદદરૂપ થઈ શકે છે.
ઇમ્પિરિયલ કૉલેજના શિક્ષણવિદ્ ડૉ. નેઇલ જેનિંગ્સ કહે છે, "ઘરમાં ગૅસ અથવા ઑઇલથી સંચાલિત સિસ્ટમ બદલીને ઇલેક્ટ્રિક હીટપમ્પ વાપરવાથી મોટો બદલાવ થઈ શકે છે."
"રોજિંદા જીવનમાં જ્યારે લાઇટ-પંખાની જરૂર ન હોય ત્યારે તેને બંધ રાખવાથી આપણે નાણાંની સાથેસાથે ક્લાયમેટ ચેન્જ પર થતી અસર મામલે પણ ઘણું યોગદાન આપી શકીએ છીએ."
યુકેની સરકાર વર્ષ 2022ના એપ્રિલથી હીટપમ્પ લગાવવા માટે 5 હજાર પાઉન્ડની ગ્રાન્ટ આપશે.
આપણે ઘરમાં વિદ્યુતરોધક ક્ષમતા વધારીને દીવાલો, છત તથા બારીઓમાંનું ઇન્સ્યુલેશન સારું કરી શકીએ છીએ.
ઍનર્જી સેવિંગ્સ ટ્રસ્ટ અનુસાર લિકૅજનો ઉપાય સૌથી સસ્તો અને અસરકાર છે, જેનાથી ઊર્જા બચાવી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં તમે એ ગૅપ બંધ કરી શકો છો જેમાંથી ઠંડી હવા અંદર આવી જાય છે અને ગરમ હવા બહાર જતી રહેતી હોય. બારી, બારણાં અથવા દીવાલના છેડે આવી જગ્યાઓ હોય છે, તેને બંધ કરવી.
ઈએસટી અનુસાર આ પ્રકારના ઉપાયથી ઘરના વાર્ષિક બિલમાં 25 પાઉન્ડનો ફાયદો થઈ શકે છે.
ગ્રીન ઍનર્જી પ્રોવાઇડર અથવા ગ્રીન ટૅરિફ ઘરોમાંથી થતા કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. જોકે હાલના સમયમાં ઊર્જાની કિંમતોમાં આવેલા ઉછાળાનો અર્થ છે કે ઘણાએ તેમની ઑફર પાછી લઈ લીધી છે.

2. ખોરાકનો બગાડ અટકાવો અને લાલ માંસના સેવનને ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
પાલતુ કૃષિ-પશુધન તમામ ગ્રીનહાઉસ ગૅસમાં 14 ટકા જવાબદાર છે. જેમાં ગાય, બળદ જેવાં પશુઓ સૌથી વધુ જવાબદાર છે.
તેમાં સૌથી વધુ અસરકાર ઉપાય માંસ તથા ડેરી ચીજવસ્તુઓના વપરાશને નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે. તમારા ખોરાકમાં ખાસ કરીને લાલ માંસ અને ઘેટાંના માંસનો ઘટાડો કરવો પડશે.
વીગન લોકો માટે સારા સમાચાર છે. જોકે કેટલીક અન્ય બાબતો પણ ધ્યાને લેવા જેવી છે.
જીવવિજ્ઞાની પ્રો. માર્ગારેટ જીલ (એબર્ડીન યુનિવર્સિટી) કહે છે, "વાત એ નથી કે તમે કોઈ એક વસ્તુને જ એ રીતે સારી છે કે ખરાબ તેવી શ્રેણીમાં મૂકી દો."
તેઓ કહે છે, "કોઈ પણ ખોરાકનું કાર્બન ઉત્સર્જન એના પર આધાર રાખે છે કે તેને કઈ રીતે બનાવવામાં આવે છે, તે ક્યાંથી આવે છે અને તે સિઝનનું છે કે નહીં."
ક્લાયમેટ ચેન્જના ઉપાયો પર સંશોધન કરતાં ડૉ. જોનાથન ફોલેય કહે છે કે તમે ઓછો ખોરાક રાંધો અને ઘરે ખોરાકનો બગાડ ન થાય તેના માટે પગલાં લઈને નાણાં બચાવી શકો છો.
વૅસ્ટ રિસોર્સિઝ ઍક્શન પ્રોગ્રામ અનુસાર વિશ્વમાં 25થી 30 ટકા ખોરાકનો બગાડ થાય છે.

3. કારનો ઓછો ઉપયોગ, હવાઈયાત્રામાં પણ ઘટાડો

વૈશ્વિકસ્તરે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના ત્રીજા ભાગ માટે વાહનવ્યવહાર જવાબદાર છે.
ડૉ. જેનિંગ્સ કહે છે, "કાર વગર રહેવું તે વાહનવ્યવહારથી થતા ઉત્સર્જનને ઘટાડવા માટેનો સૌથી અસરકારક ઉપાય છે."
જોકે, દરેક માટે કાર ત્યજી દેવી શક્ય નથી. ખાસ કરીને જો તમે સારા જાહેર પરિવહન ધરાવતા વિસ્તારમાં ન રહેતા હોવ અથવા તો નાઇટ શિફ્ટમાં કામ કરતા હોવ જ્યારે જાહેર પરિવહન ચાલુ ન હોય.
નાના ઉપાયો પણ અસર ઉપજાવી શકે છે, જેમ કે નજીકની દુકાન સુધી ચાલીને જવું, સાઇકલ ચલાવવી તથા મુસાફરીમાં મિત્ર કે પાડોશી સાથે શૅરિંગમાં જવું.
ઇલેક્ટ્રિક કાર પણ એક સારો વિકલ્પ બની રહ્યો છે. પણ તે ખર્ચાળ છે. વળી તે કારને ચાર્જ કરવામાં વપરાતી વીજળી જો ગ્રીન ઍનર્જી થકી ઉત્પાદિત થઈ છે તો જ તે ગ્રીન ટ્રાવેલ છે. જેમ કે સૌરઊર્જા, પવનઊર્જા.
જોકે વધુ મુસાફરી કરતા અથવા પ્રવાસ માટે ઉત્સાહિત લોકો માટે કાર્બન ઉત્સર્જન એક મહત્ત્વની બાબત છે, કેમ કે વ્યક્તિગત રીતે તેઓ ઉત્સર્જન મામલે વધુ સક્રિય ગણાય છે.
ડૉમેસ્ટિક ફ્લાઇટ મુસાફરદીઠ સૌથી વધુ ઉત્સર્જન કરે છે.
જ્યારે ટ્રેનની મુસાફરી ફ્લાઇટ કરતા પાંચમા ભાગ કરતાં પણ ઓછી અસર છોડે છે. જોકે તે ખર્ચાળ હોય છે. પરંતુ ઍડવાન્સમાં બુકિંગ કરવું મદદરૂપ થઈ શકે છે.
ડૉ. જેનિંગ્સ કહે છે, "જે લોકો વધુ મુસાફરી કરે છે તેમણે ઓછી ફ્લાઇટયાત્રા કરવા પર વિચારવું જોઈએ."

4. ખરીદી કરતાં પહેલાં વિચારો

ઇમેજ સ્રોત, Alamy
યુએનના પર્યાવરણના કાર્યક્રમના રિપોર્ટ અનુસાર એક જિન્સ બનાવવા માટે 3781 લિટર પાણી વપરાય છે. જેમાં કપાસના ઉત્પાદન, કાપડના મૅન્યુફૅક્ચરિંગ, ટ્રાન્સપૉર્ટેશન અને વૉશિંગની બાબતનો પણ સમાવેશ થાય છે.
તમે કપડાને નાનું-મોટું રિપેર કરાવી તેને લાંબો સમય વાપરી શકો છો. તમારે તરત નવાં કપડાં ન ખરીદવા જોઈએ. વળી તેને ફેંકી દેવા કરવા તેને ડૉનેટ કરવા જોઈએ. વળી સારી ગુણવત્તાનાં કપડાં ખરીદવાં જોઈએ તેથી તે ટકાઉ હોય અને લાંબો સમય ચાલી શકે.
કેટલીક કંપનીઓ કપડાં ભાડે પણ આપે છે. તેમની સંખ્યા વધી રહી છે. તેનાથી ફૅશન ઉદ્યોગમાં કાપડનો બગાડ અટકે છે. તમે સૅકન્ડ હૅન્ડ કપડાં ખરીદવાનો વિકલ્પ પણ અપનાવી શકો છો.
વળી ઘર માટે યોગ્ય ઉપકરણો પસંદ કરીને પણ તમે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકો છો.
ડૉ. જેનિંગ્સ કહે છે કે તમે ઍનર્જી બચાવતા ઉપકરણો ખરીદી શકો છો, જેમ કે વૉશિંગ મશીન બદલવાનું થાય તો નવું મશીન એકદમ ઍનર્જી (ઊર્જાની) બચત કરે એવું હોવું જોઈએ.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












