તાલિબાન જ્યારે ‘દાઢીની લંબાઈ, બુરખો અને નમાજ’ના આધારે લોકોની જિંદગીનો ફેંસલો કરતું

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મહમૂદ જાન બાબર
    • પદ, બીબીસી ઉર્દૂ માટે

વીસ વર્ષ બાદ ફરીથી તાલિબાને અફઘાનિસ્તાન કબજે કરી લીધું છે અને અફરાતફરી મચી છે.

અમેરિકાએ સેના પરત ખેંચી લેવાની જાહેરાત કરી એ પછી તરત જ તાલિબાન આક્રમક બન્યું હતું અને ગણતરીના સમયમાં જ તાલિબાને એક પછી એક શહેરો કબજે કરી આખરે રાજધાની કબજે કરી લીધી છે.

અગાઉ અમેરિકાના ખૂફિયા વિભાગે દાવો કર્યો હતો કે તાલિબાન ત્રણ મહિનાની અંદર દેશની રાજધાની કાબુલ ફતેહ કરી શકે છે. જોકે, એ અગાઉ જ તાલિબાને અફઘાનિસ્તાન પર આધિપત્ય મેળવી લીધું છે.

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને બીબીસીએ તાલિબાનની સત્તા વખતે અફઘાનિસ્તાનમાં કેવી સ્થિતિ હતી તેની જાણકારી આપવા માટે એક સિરીઝ શરૂ કરી છે. તેની આ પ્રથમ કડી છેઃ

આ વાત છે સન 1997ની. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાનો પ્રારંભિક સમયગાળો. અમે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદની નજીક પહોંચી રહ્યા હતા તે સાથે જ અમારા દિલની ધડકનો તેજ થઈ રહી હતી. બચપણથી અત્યાર સુધીમાં યાદ રહી હોય તે બધી દુવાઓ મનોમન રટી રહ્યા હતા.

તે વખતની સ્થિતિમાં સરહદ સાવ રેઢી પડી હતી અને અમે કોઈ જાતના દસ્તાવેજોની ચકાસણી વિના જ એન્ટ્રી પૉઇન્ટમાં દાખલ થઈ ગયા હતા. અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરીને આગળ રસ્તા પર ડાબી બાજુ બનેલી એક માળની એક ઇમારત સામે અમારી ગાડી ઊભી રાખી.

આ એ જગ્યા હતી તેના વિશે અમને જાણ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં દાખલ થવા માટે તાલિબાન પોતાની રીતે અહીં અમારી તપાસ કરીને પછી મંજૂરી આપવાનું હતું.

અમારા વાહનમાં અફઘાન યુદ્ધની સ્થિતિથી પરિચિત પેશાવરના ઘણા વરિષ્ઠ પત્રકારો બેઠા હતા. પેશાવરથી અહીં સુધીની સફર દરમિયાન અમે તાલિબાનના કડક આદેશો અને સરકારી કાનૂનોથી ડરીને ચાલવાની વાતો કરતા આવ્યા હતા.

હું ઉંમરમાં સૌથી નાનો હતો અને પત્રકારત્વમાં પણ સૌથી જુનિયર હતો એટલે પાછળની સીટ પર સંકોચાઈને બેઠો હતો.

line

નમાઝ અને દાઢી માટે પૂછપરછ

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમે ઊભા રહ્યા એટલે એક લાંબી દાઢી અને કાળી પાઘડી પહેરેલો તાલિબાનનો સરહદી કમાન્ડર અમારી ગાડી પાસે આવ્યો અને અંદરની તરફ નજર કરી.

અમે સૌ ચુપચાપ તેમની સામે જોતા રહ્યા. અમારી કલ્પના હતી તેવી કોઈ કડક પૂછપરછ એમણે અમારી કરી નહીં. અમે સાંભળ્યું હતું તેવી રીતે કોઈ દાબ પણ દાખવ્યો નહોતો.

જોકે તેણે અમને નમાઝ અને દાઢી વિશે પૂછ્યું હતું અને કહ્યું હતું કે તમારે નમાઝ પઢવી અને દાઢી રાખવી જરૂરી છે.

તેના જવાબમાં અમારા સિનિયર સાથીઓએ કહ્યું કે પેશાવરના પત્રકારો ઇસ્લામનો ઉપદેશ પાળવાની કોશિશ કરે છે અને નમાઝ પણ પઢે છે.

અફઘાનિસ્તાન વારંવાર જઈ આવેલા અને દાઢી નહીં રાખનારા એક વરિષ્ઠ પત્રકાર અશરફ ડાર અને જે તે તાલિબાન કમાન્ડર વચ્ચે થયેલી વાતચીત મને આજેય યાદ છે.

આ હાફિઝ-એ-કુરાન (જેને કુરાન મોઢે હોય) એવા આ પત્રકારે કહ્યું કે દાઢી વગરના હોય તે પણ અચ્છા મુસલમાન હોઈ શકે. પોતે કુરાનનાં કોઈ પણ આયાત તમને સંભળાવી શકું છું એમ પણ કહ્યું.

line

તાલિબાનનો ગાઇડ અમારી સાથે જોડાયો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આટલી વાતચીત પછી તાલિબાન કમાન્ડરે બીજી કોઈ માથાકૂટ ના કરી અને પશ્તોમાં પોતાના બીજા સાથીઓને કહ્યું કે આ મહેમાન છે અને તેમને પહોંચવાનું છે ત્યાં જવામાં મોડું થઈ રહ્યું છે. તેમણે પોતાના એક સાથીને અમારી ગાડીમાં બેસાડી દીધો અને આગળ જવા માટે રવાના કરી દીધા.

આ સરહદ પાર કરવા માટે હવે બહુ ચિંતિત હતા, પણ ત્યાંથી આસાનીથી પ્રવેશ મળી ગયો અને ત્યાંથી આગળ વધીને અમે તૂરખમ થઈને જલાલાબાદ તરફ રવાના થયા.

પેશાવરથી અમે વહેલી સવારે નીકળ્યા હતા. તેની આગલી રાત્રે જ પેશાવર પ્રેસ ક્લબમાં નોટિસ બોર્ડ પર સૂચના લખી દેવામાં આવી હતી કે એક વાહન અફઘાનિસ્તાન જવાનું છે, જેમને જવું હોય તે વહેલી સવારે આવી જજો.

મુજાહિદીન યુદ્ધમાં તબાહ થઈ ચૂકેલા અફઘાનિસ્તાન પર તાલિબાનોએ બહુ ઝડપથી અને સરળતાથી કબજો કરી લીધો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો થયો તે પછી તેમના વિશે અજબગજબની વાતો ફેલાવા લાગી હતી.

તાલિબાનના કબજામાં પછી અફઘાનિસ્તાનમાં શાંતિસ્થાપના માટે કેવી કેવી રીતો ચાલી રહી છે તેની અજબગજબ વાતો સાંભળવા મળતી હતી.

સૌને નવાઈ પણ લાગી રહી હતી કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મદરેસાના વિદ્યાર્થીઓમાંથી તૈયાર થયેલું સંગઠન તાલિબાન આટલી ઝડપથી કેવી રીતે શક્તિશાળી થઈને સત્તા કબજે કરી શક્યું હતું.

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન : 'ત્રણ દીકરા બૉમ્બથી મરી ગયા, હવે હું નહીં જીવી શકું'

અફઘાનિસ્તાન પર કબજો કરી લીધા પછી અફઘાન લોકો માટે જાતભાતના નિયમો અને અજબગજબના કાયદાઓ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. પુરુષોએ દાઢી રાખવી, સંગીત, કબૂતર અને પતંગબાજી બંધ અને મહિલાઓએ ફરજિયાત બુરખો પહેરવો તેવા આદેશ જાહેર કરી દેવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ જેવી પણ હોય, પરંતુ પાકિસ્તાનમાં આ બધા સમાચારોને કારણે સૌ એકબીજાને ત્યાં ના જવા માટે સલાહ આપવા લાગ્યા હતા.

લોકો કહેતા કે અફઘાનિસ્તાન જશો નહીં, તાલિબાન પકડી લેશે તો પાછા ફરવા નહીં મળે.

પુરુષોની દાઢી માટે તાલિબાને ઇસ્લામી કાયદા અનુસાર નિયમો નક્કી કર્યા હતા. તેના વિશે સાંભળીને હું વિચારમાં પડી ગયો હતો, કેમ કે મારી દાઢી બહુ નાની હતી. મારું દિલ ફફડતું હતું કે તાલિબાનોનાં ધોરણો પ્રમાણે મારી દાઢી નહીં હોય તો શું થશે.

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન : એ મહિલા જેમને ગોળી વાગી તો પણ અધિકારો માટે લડત આપી

ગાડીમાં અંદરનો માહોલ અને એકબીજાને પોતાની વાતો જણાવીને સિનિયર પત્રકારો આમ તો મોટીમોટી બહાદુરીનો દેખાવ કરી રહ્યા હતા, પણ એ બધી વાતોને કારણે અનિશ્ચિતતા પણ ઊભી થઈ રહી હતી.

સૌને ચિંતા થવા લાગી હતી કે દાઢી ના હોય તેવા આપણા સાથી પત્રકારોને તાલિબાનો રોકી લેશે તો શું થશે.

ખેર, અમારી ગાડી આગળ વધી અને ચેકપોસ્ટ પાછળ રહી ગઈ એટલે સૌને શાંતિ થઈ અને પેશાવરમાં હતી તેવી નિરાંત થઈ.

મને ત્યારે ખ્યાલ આવ્યો કે તાલિબાનો કદાચ પત્રકારોને ખાસ કશું કહેતા નથી અથવા કોઈક કારણસર પોતાના નિયમોમાં તેમના માટે થોડી છૂટ રાખતા હશે.

અમે આ પ્રવાસમાંથી પરત ફર્યા તેના થોડા દિવસો પછી જ ખબર પડી હતી કે તાલિબાન અમારો પ્રવાસ આ રીતે કરાવીને દુનિયાને પોતાના માનવાધિકાર વિશે જણાવવા માગતા હતા.

દુનિયાને જાણ ના હોય તેવી બાબતો અમારા મારફત દુનિયાને જાણવા મળે તે હેતુ સાથે પત્રકારોને આ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો.

line

લોકો ખૂલીને વાત નહોતા કરતા

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમારી સાથે ગાઇડ તરીકે જોડાયેલો તાલિબ સારું ભણેલોગણેલો લાગતો હતો. તે અમારા તમામ સવાલોનો જવાબ આપી રહ્યો હતો. તેમાંથી મને કેટલુંક યાદ છે.

જોકે તેની દરેક વાતના અંતે તે ખાસ એવું કહેતો રહેતો હતો કે તાલિબાનોના આવવાથી અફઘાનિસ્તાનના લોકો ખુશ છે. તે લોકો સતત અશાંતિ અને લૂંટફાટની સ્થિતિથી કંટાળી ગયા હતા.

અમે કદાચ તૂરખમથી જલાલાબાદ જવાના રસ્તે બટીકોટ વિસ્તારમાં હતા ત્યારે તે વિસ્તારની વાતો તેણે અમને જણાવી હતી. આ વિસ્તારના લોકોની હાલત પહેલાં કેવી હતી તેની વાતો તેણે અમને જણાવી.

તાલિબાન સત્તામાં આવ્યા તે પછી લૂંટફાટ, અત્યાચાર બંધ થઈ ગયા છે અને હવે શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અહીં થઈ છે તે વાત વારંવાર કહી રહ્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અમે પસાર થઈ રહ્યા હતા તે વિસ્તારમાં લોકો ભાગ્યે જ ઘરની બહાર નીકળતા જોવા મળતા હતા. ખેતરોમાં પણ બહુ થોડા લોકો કામ કરતા જોવા મળ્યા હતા. બુરખા સાથે કેટલીક મહિલાઓની આવનજાવન જોવા મળતી હતી.

વચ્ચે એક જગ્યાએ અમને દુકાનો પણ જોવા મળી તો અમે કહ્યું કે અહીં ઊભા રહીને અમે સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માગીએ છીએ. સાથે જ થોડી વસ્તુઓ ખરીદવી છે એમ અમે જણાવ્યું.

તાલિબે બહુ ખુશ થઈને ગાડી રોકાવી. અમે ત્યાં હાજર રહેલા લોકોને મળ્યા અને દુકાનદારો પાસેથી થોડી ખરીદી કરવાના બહાને તેમની સાથે વાતચીત પણ કરી.

મેં આ વાતચીતમાં એ જાણવાની કોશિશ કરી હતી કે સામાન્ય લોકો તાલિબાનો વિશે શું માને છે અને તેમના આવવાથી ખરેખર ખુશ છે કે માત્ર દાવો થઈ રહ્યો છે.

મેં એક દુકાનદાર પાસે જઈને પૂછ્યું કે તાલિબાન કેવા છે અને તેમના આવવાથી લોકો ખુશ છે કે નહીં. તે હસ્યો પણ મૌન રહ્યો. તો મેં કહ્યું કે હું પેશાવરથી આવ્યો છું અને પત્રકાર છું.

તો પણ તેણે ખાસ કોઈ વાત કરી નહીં. પણ એ વાતમાં સૂર પૂરાવ્યો કે પહેલાં કરતાં સ્થિતિ સુધરી છે. લૂંટફાટ બંધ થઈ છે અને શાંતિ થઈ છે.

મને યાદ છે કે મેં મારા સિનિયર પત્રકારમિત્રને પૂછ્યું હતું કે આ દુકાનદાર કેમ પોતાના દિલની વાત ખૂલીને નથી કરી રહ્યા. તેમણે પોતાના અનુભવને ધ્યાનમાં રાખીને મને જણાવ્યું તે મને કાયમ યાદ રહી ગયું.

તેમણે કહ્યું કે 'તમે તાલિબાનની ગાડીમાં તેમની સાથે આવ્યા હો ત્યારે આ દુકાનદાર કેવી રીતે તમને એ બધી વાતો જણાવી શકે જે કોઈ ભરોસાપાત્ર માણસને જ જણાવી શકાય.'

દુકાનદાર પાસેથી કશું જાણવા નહીં મળે એમ નિરાશ થઈને હું રસ્તાની એક બાજુ બેઠેલા મોટી ઉંમરના અને મોટીમોટી પાઘડી પહેરેલા પુરુષો પાસે ગયો.

line

દાઢીની લંબાઈ માપવાની વાતથી હાસ્ય

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

તેમની સાથે વાતચીત કરી ત્યારે એક વૃદ્ધ વાત કરવા માટે તૈયાર હતા.

તેમણે કહ્યું કે તાલિબાન જેવા હોય તેવા પણ પહેલાં હતા તેવા લડાયકો કે મુજાહિદીન કરતાં તો સારા જ છે. અગાઉનાં લડાયક જૂથોના કબજા વખતે અફઘાનિસ્તાનમાં દરેક વિસ્તારમાં ચેકપોસ્ટ રહેતી હતી અને ત્યાંથી કોઈને આગળ જવા દેવામાં આવતા નહોતા.

મેં સવાલ પૂછ્યો કે દુનિયાભરનાં અખબારો અને ટીવી ચેનલોમાં એવા સમાચારો ચાલે છે કે તાલિબાનના શાસનમાં માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે તેનું શું. પુરુષોને દાઢી રાખવાનો અને મહિલાઓને બુરખો પહેરવા માટેના આદેશો આપીને મજબૂર કરાયાં છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

આ સાંભળીને બીજા એક વૃદ્ધે કહ્યું કે હા, જીવતા રહેવા અને શાંતિથી રહેવા સાથે કેટલીક મર્યાદાઓ પણ પાળવી પડે. આવા નિયમોથી લોકોને કોઈ ફરક પડતો નથી. આ વિસ્તારમાં રહેતા લોકો માટે આ કોઈ મહત્ત્વના મુદ્દા નથી, કેમ કે અહીં મોટા ભાગે પખ્તૂન લોકો રહે છે અને તે આ બધી પરંપરા પાળતા જ આવ્યા છે, જેની વાત તાલિબાન કરી રહ્યા છે.

તાલિબાનો પુરુષોની દાઢી કેટલી લાંબી છે તેનું માપ લે છે એવું પૂછ્યું ત્યારે મોટા ભાગના વૃદ્ધો મને જોઈને હસવા લાગ્યા અને બીજો કોઈ જવાબ આપ્યો નહીં.

તે વખતે મને લાગ્યું કે બે કે ત્રણ કારણસર આ લોકો કશું જણાવવા માગતા નથી. કદાચ તેઓ ખરેખર ખુશ છે અને તેમને શાંતિ મળી તેનું મૂલ્ય હશે. અથવા પછી તાલિબાનો જાણી જશે અને સજા મળશે એવા ડરથી મૌન હતા અને ખુશ દેખાવાની કોશિશ કરી રહ્યા હતા.

અથવા પછી તેમણે કહ્યું તે પ્રમાણે આ વિસ્તારના પખ્તૂન રિવાજો પ્રમાણે જ આદેશો આપવામાં આવ્યા તેનાથી તેઓ ખુશ જ હશે.

આગળ સફરમાં અમે તાલિબાનના એક કેન્દ્ર પર પહોંચ્યા, જ્યાં આસપાસમાં ખાસ કોઈ વસતી નહોતી.

line

તાલિબાન તરફથી માહિતી

તાલિબાન મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

એ કયો વિસ્તાર હતો તે હવે યાદ રહ્યું નથી, પરંતુ એ કેન્દ્ર ખાતેથી સમગ્ર વિસ્તારમાં અને તૂરખમ બૉર્ડર સુધી લોકોને મદદ પહોંચાડવામાં આવતી હતી.

અહીં અમને ઉતારો આપવામાં આવ્યો તે પછી અમને પત્રકારોને સત્તાવાર માહિતી આપવામાં આવી.

તાલિબાનની નીતિઓ શું છે અને કેવી રીતે કામકાજ ચાલે છે તે વિશે તાલિબાનના એક વરિષ્ઠ નેતાએ પત્રકારોને માહિતી આપી હતી.

નેતાએ માહિતી આપી તે પછી અમારામાંથી કેટલાક પત્રકારમિત્રોએ સવાલો પણ પૂછ્યા હતા. હું તો આ બધા સવાલો મોં વકાસીને સાંભળતો જ રહ્યો, કેમ કે એવા એવા સવાલો પૂછવામાં આવી રહ્યા હતા, જે પૂછવાની મેં કલ્પના પણ ના કરી હોય.

સ્ત્રીઓને પરાણે બુરખામાં રાખવામાં આવે છે અને પુરુષોને દાઢી રાખવાની ફરજ પડાય છે ત્યાંથી માંડીને યુવાનોને પસંદ પતંગબાજી પ્રતિબંધિત કરી દેવાઈ છે તે સુધીની બધી બાબતોના સવાલો પૂછવામાં આવ્યા હતા.

આ બધા સવાલોના તાલિબાનના એ નેતાએ બહુ શાંતિ અને સંયમ સાથે જવાબો આપ્યા. કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે તેવા સમાચારો આપવામાં આવે છે તેમાં પૂરી સચ્ચાઈ નથી એમ તેમણે જણાવ્યું.

તેમણે મોટા ભાગના આરોપો નકારી કાઢ્યા હતા.

જોકે અમુક કારણસર તાલિબાનો વિશે જે વાંચ્યું હતું અને સાંભળ્યું હતું તે સાચું જ હતું તેની જાણ થઈ પણ ગઈ હતી.

પત્રકારો સાથે વાતચીત કરી રહેલા તાલિબાની નેતા વચ્ચે વચ્ચે હસતા પણ હતા અને અમને લાગ્યું કે તેમને પણ કદાચ મજાક પસંદ હશે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

પરત ફરતી વખતે અમને તેનો પુરાવો પણ મળી ગયો હતો, કેમ કે અમારી સાથે તાલિબાન ગાર્ડ હતો તેની જીભ પણ ખૂલી હતી અને અમને જોક્સ સંભળાવવા લાગ્યો હતો.

અમારી વચ્ચે વધારે વાતચીત થઈ એટલે તૂરખમમાં તેની વિદાય લેવાની વાત આવી ત્યારે મેં તેને એક સવાલ પૂછી જ લીધો.

મેં કહ્યું કે અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરનારા દરેક પુરુષોની દાઢી ફાનસના શીશામાં નાખીને કેટલી લાંબી છે તેને ચેક કરવામાં આવે છે તે કઈ જગ્યાએ થાય છે?

આ સાંભળીને તે હસવા લાગ્યો અને કહ્યું કે શું તમને ક્યાંય એવું જોવા મળ્યું ખરું. મેં કહ્યું કે દાઢી વિના મને કોઈ જોવા ના મળ્યું. તેથી આવું ખરેખર થાય છે કે કેમ તે જાણવા મળ્યું નથી.

તે હસ્યો અને હાથ જોડીને અમને વિદાય આપી. એ રીતે અમે પેશાવર પાછા ફર્યા.

આ સમગ્ર સફર દરમિયાન અફઘાનિસ્તાનમાં અમે જે પણ વિસ્તારમાં ફર્યા ત્યાં બધે શાંતિ દેખાતી હતી. પરંતુ તે શાંતિની પાછળ એક ભયની છાયા પણ હતી.

લોકો અમને મળ્યા હતા, પણ એટલી સંખ્યામાં નહીં કે સંપૂર્ણ અફઘાન સમાજમાં શું સ્થિતિ છે તેનો અંદાજ આવી શકે.

જોકે બાદમાં પણ તાલિબાનને મળવાનું થયું ત્યારે તેનો ખુલાસો એવો રહેતો હતો કે તેમના વિરોધીઓ અને મીડિયા તેમને એવી રીતે નથી દર્શાવતા જેવા તેઓ ખરેખર છે.

line

રોજબરોજ બદલાવા લાગ્યું તાલિબાનનું વલણ

અફઘાનિસ્તાન, તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

તાલિબાન એ વાતનો જશ લેતા હતા કે તેમના હાથમાં અફઘાનિસ્તાનની સત્તા આવી તે પછી શાંતિ થઈ હતી.

મુજાહિદીન અને લડાયક જૂથોના દિવસોમાં લોકોએ અશાંતિ અને લૂંટફાટ જોઈ હતી. તેમના માટે તાલિબાનને કારણે આવેલી શાંતિ મહત્ત્વની હતી. તાલિબાનના કટ્ટર વિરોધીઓ પણ કહેતા હતા કે તેમનો કબજો ના થયો હોત તો અફઘાનિસ્તાનમાં ન જાણે કેટલા લાખ લોકો મુજાહિદીનના વખતમાં શરૂ થયેલા ગૃહયુદ્ધમાં માર્યા ગયા હોત.

આ એક સફર દ્વારા તાલિબાનની સત્તાનો પૂર્ણ રીતે અંદાજ લગાવવો મુશ્કેલ હતો. પરંતુ તે વખતે હજી તાલિબાનની સત્તાની શરૂઆત થઈ હતી અને તેનો એક અંદાજ મળ્યો હતો.

તે વખતે પાકિસ્તાનના પત્રકારો પર એવી છાપ પાડવાની કોશિશ થઈ હતી કે અફઘાન લોકો તેમનાથી ખુશ છે. લોકોના જાનમાલ અને ઇજ્જતને લૂંટતા તેમણે બચાવ્યા છે.

જોકે તે પછી જે ઘટનાઓ બની તેના કારણે એવું સાબિત થયું કે તાલિબાન સામે પણ અફઘાન જનતામાં ફરિયાદો ઊભી થવા લાગી હતી. તેના કારણે તેના માટે રહેલું જનસમર્થન પણ ઓછું થયું હતું.

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાન : મહિલા પોલીસ પર બળાત્કારના આરોપો, શું છુપાવી રહી છે અફઘાન સરકાર?

સ્ત્રીઓના અભ્યાસ અને તેમને મુક્ત રીતે હરવાફરવા પર પ્રતિબંધનો સમાવેશ થતો હતો. મહિલાઓએ બુરખો પહેરવો, પુરુષોએ દાઢી રાખવી, નમાઝ પઢવી વગેરે આદેશોને કારણે તથા રમતગમત પર પ્રતિબંધોને કારણે નારાજી થઈ હતી.

ખાસ કરીને મહિલાઓને જાહેરમાં 'ઇસ્લામી' સજા આપવાની ઘટનાઓને કારણે તાલિબાનોને લોકોનું સમર્થન ઘટવા લાગ્યું હતું.

સત્તાના પાછળના દિવસોમાં મહિલાઓને ભરબજારમાં પથ્થરોથી મારી નાખવાની ઘટના બની હતી અને ટૂંકા વસ્ત્રો પહેરીને ફૂટબૉલ રમનારી ટીમના સભ્યોનાં માથાં મૂંડી નાખવામાં આવ્યાં હતાં.

સંગીત અને મનોરંજનજગતના લોકોને સજા ફટકારવામાં આવી હોવાના સમાચારો પણ પાકિસ્તાન પહોંચવા લાગ્યા હતા.

આવી ઘટનાઓ જાણવા મળી ત્યારે મનમાં સવાલ થયો કે શું આ એ જ તાલિબાનો છે, જેમણે પ્રારંભિક દિવસોમાં પોતાની સકારાત્મક છાપ પેદા કરવાની કોશિશ કરી હતી.

પાકિસ્તાનના પત્રકારો સામે સારા દેખાવા માટે કોશિશ કરનારા તાલિબાનો શા માટે આવું કરવા લાગ્યા તેનો સવાલ પેદા થયો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો