'મને લાગતું હતું કે ક્યારેય પુરુષો સાથે રેપ ન થઈ શકે'

ઇમેજ સ્રોત, ALEX FEIS-BRYCE
- લેેખક, ઍલનોર લૉરી
- પદ, બીબીસી ન્યૂઝ
ઍલેક્સ ફિઇસ-બ્રાઇસ 18 વર્ષના હતા ત્યારે એક અજાણ્યા શખ્સે પાર્ટીમાં તેમનો રેપ કર્યો હતો. ઍલેક્સ નાના શહેરમાં રહેતા હતા અને પોતે ગૅ છે એ વાતનો ખુલાસો કર્યો તેના થોડા જ સમયમાં આ ઘટના ઘટી હતી.
"કદાચ બીજી વખત હું કોઈ ગૅ બાર કે પબમાં ગયો હતો, જ્યાં મારી અને મારા મિત્રની મુલાકાત અમારા જેવા લોકો સાથે થઈ."
"તેમણે અમને ઘરે આયોજિત પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. હું નવોસવો હતો અને મિત્રો બનાવવા માગતો હતો, હું હળવા-મળવા માગતો હતો. હું તૈયાર થયો, પરંતુ મારા મિત્રે છેલ્લી ઘડીએ ઇરાદો બદલી નાખ્યો."
એ સમયે માન્ચેસ્ટરમાં અભ્યાસ કરતા ઍલેક્સને એક જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ઍલેક્સને લાગે છે કે ત્યાં તેમને ડ્રગ્સ આપવામાં આવ્યો હતો.
ઍલેક્સ કહે છે, "એ જગ્યાના માલિકે મને ડ્રિંક બનાવી આપ્યું, એ પછી મને ઘેન ચડવા લાગ્યું. તેઓ મને બેડરૂમમાં લઈ ગયા."
"થોડી જ વારમાં તેઓ ત્યાં આવ્યા અને મારી સાથે દુષ્કર્મ આચર્યું. મને લાગતું હતું કે જાણે મને બેડ સાથે જકડી દેવામાં આવ્યો છે."
બીજા દિવસે "બચી નીકળવાની ઇચ્છા થઈ. યુનિવર્સિટી સુધી મૂકી જવા માટે લિફ્ટ આપવાની તે શખ્સની ઑફરને ઍલેક્સે સ્વીકારી લીધી અને જે કંઈ બન્યું તેને ભૂલી જવાનો પ્રયાસ કર્યો.

'મને લાગતું કે મારો કોઈ વિશ્વાસ નહીં કરે'
ઍલેક્સના કહેવા પ્રમાણે, "મને લાગતું હતું કે પુરુષો સાથે રેપ ન થઈ શકે, આથી કદાચ મારી સાથે કંઈ થયું જ નથી. હું એવું વિચારવા ટેવાયેલો હતો કે માત્ર મહિલાઓ સાથે જ દુષ્કર્મ થાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આથી મારા માટે બધું બહુ મુશ્કેલ બની ગયું અને પોલીસને રિપોર્ટ ન કરી શક્યો, કારણ કે મને લાગતું હતું કે મારી વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે."
ઍલેક્સ સર્વાઇવર્સ યુકે નામની સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ છે, જે દુષ્કર્મ, જાતીય હુમલા કે સતામણીનો ભોગ બનેલા પુરુષો, બાળકો કે જેમની જાતીયતા નિશ્ચિત ન હોય તેવા લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે.
મોટા ભાગે મહિલાઓ જ જાતીય હિંસાનો ભોગ બને છે, પરંતુ ક્રાઇસ સરવે ફૉર ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સના અનુમાન પ્રમાણે, દર 100માંથી એક પુરુષ જાતીય હુમલા કે હુમલાના પ્રયાસનો સામનો કરે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગત વર્ષે "બ્રિટનના કાયદાકીય ઇતિહાસના સૌથી મોટા રેપિસ્ટ" રેનહાર્ડ સિનાગાને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો, તે માન્ચેસ્ટરની ક્લબની બહારથી યુવાનોને પોતાના ફ્લેટે આવવા માટે આકર્ષતો અને ત્યાં તેમને ડ્રગ્સ આપીને તેમના પર જાતીય હુમલો કરતો હતો અને તેનું ફિલ્માંકન પણ કરતો હતો. આવી રીતે તેણે 48 પુરુષોને નિશાન બનાવ્યા હતા.

પુરુષો પર જાતીય હુમલા
રેનહાર્ડ સિનાગા જે બાર પાસેથી પોતાના શિકારને ઉઠાવતો તે બારની પાસેથી જ ઍલેક્સનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સર્વાઇવર યુકેના અભ્યાસ મુજબ, પુરષોની સરખામણીમાં ગૅ કે બાયોસેક્સ્યુઅલ (પુરુષ તથા મહિલા એમ બંને તરફ આકર્ષાતી વ્યક્તિ) પર જાતીય હુમલો થવાની શક્યતા વધુ હોય છે.
505 ગૅ તથા બાયોસેક્સ્યુઅલ પુરુષો પરના અભ્યાસ પરથી સંસ્થાને જાણવા મળ્યું કે લગભગ 47 ટકા ટકા પ્રતિભાગીઓ સાથે જાતીય હુમલો થયો હતો, જેમાંથી ત્રીજા ભાગના લોકોએ કહ્યું કે જે કંઈ બન્યું, તેના વિશે તેઓ કોઈને કહી શકે તેમ નહોતા.
ઍલેક્સ કહે છે કે જાતીય જીવનમાં જ આપણી પર જાતીય હુમલો થઈ શકે છે તે વાતને સ્વીકારવી રહી.
તેઓ કહે છે, "ગૅ તથા બાયોસેક્સ્યુઅલ પુરુષો વ્યભિચારી હોય છે અથવા તો તેમનું વર્તન શિકારી હોય છે એવી ભાવનાને પ્રોત્સાહન આપવા નથી માગતા, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે સહમતી સાથેના જાતીયસંબંધો માટેની QUEER (ગૅ, લૅસ્બિયન, બાયોસેક્સ્યુઅલ કે ટ્રાન્સજેન્ડર) જગ્યાઓએ પર સતર્ક રહેવું ઘટે."
"ગૅ બાર, સોના પાર્લર કે કેમસેક્સ (ડ્રગ્સ આપીને બાંધવામાં આવતા શારીરિક સંબંધ)માં મર્યાદાભંગ થવાની શક્યતા વધુ રહે છે. સંશોધનની પડકારજનક છતાં બહુ મહત્ત્વપૂર્ણ બાબત એ નોંધવી રહી કે અમે કોઈ ચોક્કસ પ્રકારની જાતીય રીતને લાંછન લગાડવા નથી માગતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઑગસ્ટ-2020માં સંસ્થા દ્વારા એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે જાતીય સતામણીનો ભોગ બનેલી સાતમાંથી માત્ર એક વ્યક્તિએ જ પોલીસને આ વિશે જાણ કરી હતી.
જેમણે ફરિયાદ કરી હતી, તેમાંથી લગભગ 25 લોકોને લાગ્યું હતું કે તેમની વાતને અવિશ્વાસની નજરે જોવામાં આવી હતી અથવા તો તેમની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
ઍલેક્સ કહે છે, "સહમતી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. દાખલા તરીકે કેમસેક્સ. અથવા તો એવા પ્રકારના જાતીય સંબંધ જે જાતીયવૃત્તિથી વિપરીત હોય અથવા તો સામાન્ય ન હોય. દાખલા તરીકે એક કરતાં વધુ પાર્ટનર સાથે સેક્સ."
"આ સંજોગોમાં જો કોઈ જાતીય હિંસાનો ભોગ બને તો પણ તેના વિશે પોલીસને જણાવે તેની શક્યતા ખૂબ જ ઓછી હોય છે."
ગેલપ નામની સ્વૈચ્છિક સંસ્થા પણ LGBTQ+ લોકો સાથે થયેલી જાતીય સતામણી કે હિંસાના પીડિત લોકોને મદદ કરવાનું કામ કરે છે.
સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ લેની મૉરિસના કહેવા પ્રમાણે, "સામાન્ય રીતે જાતીયહિંસાને જે રીતે રજૂ કરવામાં આવે છે અથવા તો તેની ચર્ચા થાય છે તે રીતે ગૅ કે બાયોસેક્સ્યુઅલ પુરુષો પોતાના અનુભવોને જોતા નથી. આથી બહુ થોડા લોકો તેમને મદદ કરવા માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાની મદદ લે છે."
"અમારા અભ્યાસ પરથી અમને માલૂમ પડ્યું છે કે કેટલાક (પીડિતો) ક્યારેય પોતાનો અનુભવ જાહેર નહીં કરે અને તેમની સાથે જે કંઈ થયું તેનો સામનો કોઈ પણ જાતની યોગ્ય અન્ય વ્યાવસાયિક સહાય વગર જાતે જ કરવાનો પ્રયાસ કરશે."

ઇમેજ સ્રોત, Getty Images
મૉરિસ ઉમેરે છે, "આપણે એ વાત પર ધ્યાન આપવું ઘટે કે જાતીય હુમલા અંગેની ચર્ચામાં તમામ પ્રકારના પીડિતોનો સમાવેશ થાય અને જાતીય હિંસાનો ભોગ બનનારને શક્ય તેટલી મદદ મળી રહે."
લી (બદલાવેલું નામ) 15 વર્ષના હતા ત્યારે તેમને પોતાની જાતીયતા વિશે જાણ થઈ હતી, આ બાબત સ્વીકારવી તેમના માટે મુશ્કેલ બની ગઈ હતી અને તેમણે ખુદને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ત્યાં તેમના પુરુષ કાઉન્સેલરે એક વર્ષ કરતાં વધુ સમય સુધી તેમની સાથે જાતીય સતામણી કરી હતી - અનુભવની પીડા વર્ષો સુધી લીના માનસ પર રહી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
"એક દાયકા સુધી મને લાગ્યું કે જાતીય હુમલો કે જાતીય હિંસા સામાન્ય છે અને મેં મારી જાતની પરવા કરવાનું છોડી દીધું હતું. મારે મારા વિચારોથી બચવું હતું, પરંતુ રાહત આપનારે જ મને દર્દ આપ્યું હતું."
"એ અરસામાં મેં મારા માટે બીજી મુશ્કેલીઓ ઊભી કરી દીધી, મેં ડ્રગ્સનો દુરુપયોગ શરૂ કરી દીધો અને અંદરખાને રહેલી અસહજતાને દૂર કરવા માટે સેક્સ તરફ વળી ગયો. મને એમ લાગતું હતું કે આમ કરવાથી હું સ્થિતિનો સામનો કરી શકીશ."
બાદમાં જ્યારે તેમણે મદદ માટે સંપર્ક સાધ્યો ત્યારે તેમને એ ખબર ન પડી કે તેમની સાથે એવું તે શું થયું હતું, જેને જાતીય હુમલો ગણી શકાય.
"તેણે મારી સાથે હિંસા આચરી ન હતી, તેણે મને મુક્કા કે લાત માર્યા નહોતાં કે તેણે મારી સાથે રેપ કર્યો ન હતો, તેણે જે કર્યું તે અહિંસક હતું તેમ સમજવું કદાચ મારી ભૂલ હતી - આને મારી મંજૂરી માની લેવામાં આવી અને બધું ચાલુ રહ્યું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
















