યુરો કપ ફાઇનલ : ઇંગ્લૅન્ડ પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું, તો મેસ્સી પર સૌની નજર

લિયોનલ મેસ્સી

ઇમેજ સ્રોત, @CopaAmerica

ઇમેજ કૅપ્શન, લિયોનલ મેસ્સી

ફૂટબૉલના બે મહામુકાબલામાં ફાઇનલ મૅચ માટેના દાવેદારો નક્કી થઈ ગયા છે, હાલ કોપા અમેરિકા કપ 2021 અને યુરો કપ 2020 બંને યોજાઈ રહ્યા છે.

કોપા અમેરિકા ફાઇનલની વાત કરીએ તો તેમાં આર્જેન્ટિના ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે. સેમિફાઇનલમાં કોલંબિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવી ફાઇનલ પ્રવેશ લીધો છે.

જ્યારે બીજી તરફ બ્રાઝિલ પણ ફાઇનલમાં પહોંચી ચૂક્યું હોવાથી આર્જેન્ટિના 11મી જુલાઈએ તેની સામે ફાઇનલ મૅચ રમશે.

દરમિયાન યુરો કપની વાત કરીએ તો ઇટાલી ફાઇનલમાં પહોંચી ગયું છે. સ્પેનને 4-2થી હરાવીને તેણે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે તે 12મી જુલાઈએ ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં ટકરાશે.

આમ બંને ટુર્નામેન્ટ માટેની ફાઇનલ્સના દાવેદારો નક્કી થઈ જતાં ફૂટબૉલ ચાહકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.

યુરો કપની વાત કરીએ તો ઇટાલી ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. જ્યારે કોપા અમેરિકા કપની વાત કરીએ તો 14 વખતના ચૅમ્પિયન આર્જેન્ટિનાએ 29મી વખત ટુર્નામેન્ટની ફાઇનલ મૅચમાં પ્રવેશ લીધો છે.

line

મેસ્સીના ધમાકેદાર ગોલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોપા અમેરિકા કપમાં આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચેની સેમિફાઇનલમાં મૅચની સાતમી મિનિટમાં જ લા માર્ટિનેઝે આર્જેન્ટિનાને સરસાઈ અપાવી દીધી હતી, પરંતુ 61મી મિનિટમાં લૂઇસ ડિયાઝે કોલંબિયા માટે બરાબરી માટેનો ગોલ કરી દીધો હતો.

આથી ફૂલ-ટાઇમ સુધીમાં કોઈ અંતિમ ગોલ ન થતાં બાદમાં પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય કરાયો હતો.

આર્જેન્ટિના તરફથી મેસ્સી, પરેડેસ અને લા માર્ટિનેઝે ગોલ કર્યા, પરંતુ કોલંબિયા તરફથી ક્વાડ્રાડો અને બોર્ઝા જ ગોલ કરી શક્યા હતા, જેથી આર્જેન્ટિના 3-2થી મૅચ જીતી ગયું હતું.

વીડિયો કૅપ્શન, સોનમ મલિક : ટોક્યો ઑલિમ્પિકમાં કુસ્તીમાં ચૅમ્પિયન બની શકશે? કેવી છે તૈયારી?

ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ ચાર ગોલ લિયોનલ મેસ્સીએ કર્યા છે અને ફાઇનલમાં તેઓ શાનદાર પ્રદર્શન કરશે એવી આશા સેવાઈ રહી છે.

બીજી તરફ UEFA યુરો કપમાં ઇટાલીએ સ્પેનને પણ પેનલ્ટી શૂટઆઉટમાં જ હરાવ્યું. ઇટાલીએ 33 મૅચમાં અજેય રહેવાનો વિક્રમ પણ કર્યો છે.

તેની બીજી સેમિફાઇનલ જે ઇંગ્લૅન્ડ અને ડેનમાર્ક વચ્ચે યોજાઈ હતી, તેમાં ઇંગ્લૅન્ડે ડેનમાર્કને 2-1થી હરાવ્યું હતું.

line

પહેલી વાર ઇંગ્લૅન્ડ ફાઇનલમાં

લૉગો

ઇમેજ સ્રોત, @EURO2020

ઇમેજ કૅપ્શન, લૉગો

આમ ઇંગ્લૅન્ડ પહેલી વાર યુરો કપની ફાઇનલમાં પ્રવેશ્યું છે. સેમિફાઇનલમાં વેમ્બલી સ્ટેડિયમમાં ડેનમાર્કના મિશેલ ડેમ્સગાર્ડે 30મી મિનિટે ગોલ કરીને સરસાઈ લીધી હતી, પરંતુ 39 મિનિટમાં સાઇમન કેયારના આત્મઘાતી ગોલથી ઇંગ્લૅન્ડની ટીમ પણ બરાબરી પર આવી ગઈ હતી.

પ્રથમ હાફ બાદ સ્કોર 1-1 હતો. બીજા હાફમાં બંને ટીમો એક પણ ગોલ ન કરી શકી અને તેથી મુકાબલો એક્સ્ટ્રા ટાઇમથી નક્કી થયો હતો.

ઇંગ્લૅન્ડની ટીમે પ્રથમ વાર યુરો કપની ફાઇનલમાં જગ્યા મેળવી છે, તે વર્ષ 1968 અને 1996માં ત્રીજા સ્થાન પર રહી હતી.

ઇંગ્લૅન્ડ માટે હવે તેના સ્થાનિક દર્શકો સામે પહેલી વાર યુરો કપ જીતવાની તક છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો