You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધવિરામ : શું ઇઝરાયલ ખરેખર અલ-અક્સા અને શેખ જર્રા પાસેથી હઠી ગયું છે?
- લેેખક, રિયાલિટી ચેક
- પદ, બીબીસી ન્યૂઝ
અંદાજે બે અઠવાડિયાના હિંસક સંઘર્ષ બાદ આખરે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધવિરામનું એલાન થયું.
12 દિવસ ચાલેલી આ હિંસામાં હમાસે ઇઝરાયલ પર 4,000થી વધારે રૉકેટ છોડ્યાં અને ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ગાઝામાં 1500 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આ હિંસાને કારણે ગાઝામાં કમસે કમ 243 લોકોનાં મોત થયાં છે, જેમાં 100થી વધુ મહિલાઓ અને બાળકો હતાં.
ઇઝરાયલની મેડિકલ સર્વિસનું કહેવું છે કે તેમને ત્યાં હમાસના હુમલામાં 12 લોકોનાં મોત થયાં છે, જેમાં બે બાળકો પણ સામેલ હતાં.
સીઝફાયર શું છે?
સરળ શબ્દોમાં કહીએ સીઝફાયર કે યુદ્ધવિરામ બંને પક્ષો દ્વારા હંમેશાં માટે અથવા એક ચોક્ક્સ સમય સુધી યુદ્ધ રોકવાની ઘોષણા છે.
જોકે સીઝફાયર બાદ પણ એ બિલકુલ શક્ય છે કે ભવિષ્યમાં યુદ્ધ ફરીથી થઈ શકે છે.
અતીતમાં એવું થયું છે કે ઇઝરાયલ અને હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ફરીથી લડાઈ શરૂ કરી દીધી હતી.
આ વખતે બંને પક્ષ શુક્રવારે સ્થાનિક સમયાનુસાર રાત્રે બે વાગ્યાથી લડાઈ રોકવા પર સહમત થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીઝફાયરના એલાનથી પહેલાં જ હમાસના ઇઝરાયલમાં રૉકેટ છોડવાના અને ઇઝરાયલ દ્વારા ગાઝામાં હવાઈ હુમલાના સમાચાર આવ્યા હતા.
સીઝફાયરની શરતો શું છે?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની શરતોને લઈને બહુ ઓછી જાણકારી જાહેર કરાઈ છે.
બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામને લઈને પડદા પાછળ વાતચીત થતી રહી છે.
સીઝફાયરની આ આખી પ્રક્રિયામાં અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર, ઇજિપ્ત અને કતારની મોટી ભૂમિકા રહી છે.
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ઇઝરાયલ હિંસા રોકવા માટે 'પારસ્પરિક અને વિના શરતે' યુદ્ધવિરામ માટે રાજી થઈ ગયું છે.
ગાઝામાં હમાસના એક નેતાએ બીબીસીને જણાવ્યું કે ઇઝરાયલ કબજાવાળા પૂર્વ જેરુસલેમમાં સ્થિતિ અલ-અક્સા મસ્જિદ અને પાસેના શેખ જર્રા વિસ્તારમાંથી 'ખસવા માટે' તૈયાર થઈ ગયું છે. જોકે ઇઝરાયલે આ દાવાથી ઇનકાર કર્યો છે.
શેખ જર્રા પૂર્વ જેરુસલેમનો એ વિસ્તાર છે, જ્યાંથી પેલેસ્ટાઈનના પરિવારોને હઠાવીને યહૂદી વસ્તી વસાવવાના દબાણને કારણે હિંસા થઈ.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો દાવો છે કે ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલા 'ખાસ સફળ' અને તેણે હમાસ સાથે તેનાં 'સમીકરણ બદલી નાખ્યાં.'
સમાચાર છે કે ઇઝરાયલે ગાઝા પટ્ટી સુધી માનવીય મદદ પહોંચાડવા માટે એક ક્રૉસિંગ પૉઇન્ટ ખોલી દીધો છે. ઇઝરાયલમાં અવરજવર માટે લગાવાયેલા મોટા ભાગના કટોકટીય પ્રતિબંધો હઠાવી દીધા છે અને કેટલાક દિવસોમાં શરૂ થઈ જશે.
યુદ્ધવિરામ ક્યાં સુધી ચાલશે?
આ યુદ્ધવિરામની કોઈ સમયસીમા નક્કી નથી કરાઈ અને દુનિયાભરના નેતાઓ આશા રાખી રહ્યા છે કે આ હંમેશાં માટે રહેશે.
ઇજિપ્તે કહ્યું કે આ સીઝફાયર પર નજર રાખવા માટે તેલ અવીવ અને ગાઝામાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, આ પ્રતિનિધિમંડળ યુદ્ધવિરામને હંમેશાં માટે યથાવત્ રાખવાની રીત શોધશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે આ યુદ્ધવિરામ પ્રગતિની 'સાચી તક' લાવ્યું છે.
યુરોપીય સંઘ તરફથી એક નિવેદનમાં કહેવાયું કે "અમે આ યુદ્ધવિરામ સુધી પહોંચવા માટે ઇજિપ્ત, સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને એ બધાનાં વખાણ કરીએ છીએ, જેમણે તેમાં પોતાની ભૂમિકા નિભાવી."
ચીને આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષ ગંભીરતાથી આ યુદ્ધવિરામનું પાલન કરશે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને પણ યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે અને સાથે જ એ પણ કહ્યું કે બંને પક્ષોએ યુદ્ધ રોકવા માટે કોઈ 'દૂરગામી ઉકેલ' શોધવો જોઈએ.
એક તથ્ય એ પણ છે કે આ યુદ્ધવિરામથી ઇઝરાયલ અને પેલેસ્ટાઈનીઓ વચ્ચેનો વિવાદ અને મામલા ઉકેલાઈ જશે.
બંને પક્ષો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે ઘણી કોશિશો અગાઉ પણ થઈ છે, પણ તેમાં કોઈ સફળતા મળી નહોતી.
તેમાં ભવિષ્યમાં જેરુસલેમની સ્થિતિ, કબજાવાળા પશ્ચિમ તટમાં યહૂદીઓની વસ્તીનું ભવિષ્ય, પેલેસ્ટાઈનના શરણાર્થીઓ અને અલગ પેલેસ્ટાઈન બનવા જેવા મુદ્દા સામેલ છે.
અગાઉનાં યુદ્ધવિરામોમાં શું થયું હતું?
વર્ષ 2014ના યુદ્ધમાં જ્યારે ઇઝરાયલ સેના ગાઝામાં પ્રવેશી ગઈ ત્યારે યુદ્ધવિરામની ઘણી કોશિશો થઈ. ત્યારબાદ ત્યાં હિંસા રોકાઈ હતી.
વર્ષ 2007માં પણ ઇજિપ્તની મધ્યસ્થતાથી બંને પક્ષોમાં યુદ્ધવિરામ થયું હતું, પણ નવેમ્બર 2008 એ તૂટી ગઈ અને પછીના મહિને ઇઝરાયલે ગાઝામાં ભારે હુમલો કરી દીધો હતો.
એ સમયે ઇઝરાયલના રક્ષામંત્રી બેની ગન્ઝે કહ્યું હતું કે 'જમીની હકીકત' જ નક્કી કરશે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે આગળ શું થશે.
તેમણે એ પણ કહ્યું કે ઇઝરાયલી સેના પોતાના નાગરિકોની રક્ષા માટે તત્પર રહેશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો