કોરોના વાઇરસ : બ્રાઝિલમાં ત્રણ લાખ 30 હજાર મૃત્યુ, ચૂક ક્યાં થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેક હોર્ટન
- પદ, બીબીસી રિયાલિટી ચેક
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 30 હજાર લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા છે. દુનિયામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં બ્રાઝિલ બીજા ક્રમે છે. પહેલા ક્રમે અમેરિકા છે.
નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે કોરોના વાઇરસના કેસમાં છેલ્લા કેટલાય દિવસ સુધી જોવા ન મળ્યો હોય, તેવો ઉછાળો હવે જોવા મળે છે.
બ્રાઝિલમાંથી મળી આવેલો કોરોના વાઇરસના નવા વૅરિએન્ટ હાલ વિશ્વભરમાં ચિંતાનું કારણ છે.
રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ કોરોના વાઇરસની ગંભીરતાને ઓછી આંકી છે, પણ હવે આખા દેશમાં રસીકરણ કાર્યક્રમ પર ભાર આપવાનું કહી રહ્યા છે. તેમના ટીકાકારોના મતે ઘણું મોડું થઈ ગયું છે.

કોરોના વાઇરસ વિશે બોલસેનારોએ શું કહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ કોરોના વાઇરસની મહામારીને અટકાવવા માટે જે પગલાં ભરવા જોઈતાં હતાં, તેમણે કોરોના વાઇરસને ‘સામાન્ય નાનો ફ્લૂ’ ગણાવ્યો હતો.
રાષ્ટ્રીય લૉકડાઉનને તેમણે રદ કર્યું, કહ્યું આ પ્રકારનાં પગલાં લેવાથી ગરીબ વધારે ગરીબ થશે. જે રાજ્યના રાજ્યપાલ અને મેયરે લૉકડાઉન લાગુ કર્યું, તેમને 'જુલમી' કહ્યા હતા.
કોરોના વાઇરસની રસીની અસરકારકતા અને સુરક્ષા પર જે શંકા કરશે તેને કોરોના વાઇરસની રસી આપવામાં નહીં આવે.
ફાઇઝરની રસીની મજાક ઉડાવતાં કહ્યું કે 'તે લોકોને ક્રોકોડાઇલ(મગર) બનાવી દેશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાખો વૅક્સિન ખરીદવાની તકને રદબાતલ કરી દીધી. લોકોને કહ્યું કે સ્થિતિ વિશે “રોવાનું બંધ કરી દો.”
તેઓ લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમની સરકાર હવે આગળ આવી છે અને 200 મિલિયન લોકોને કોરોના વાઇરસની રસી આપવાની શરૂઆત કરી છે.
જો બ્રાઝિલના રેકૉર્ડની લેટિન અમેરિકા અને દુનિયા સાથે સરખામણી કરીએ તો?

દુનિયાના ચારમાંથી એક મૃત્યુ બ્રાઝીલમાં
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લેટિન અમેરિકાના દેશોમાં સૌથી વધારે મૃત્યુ બ્રાઝિલમાં થયાં છે.
છેલ્લા અઠવાડિયામાં, નોંધાયું છે કે દુનિયામાં કોરોના વાઇરસના કારણે જે મૃત્યુ થયાં છે, તેમાં ચારમાંથી એક મૃત્યુ બ્રાઝિલમાં થયું છે.
બ્રાઝિલ વસતીના પ્રમાણમાં પેરુ અને મેક્સિકોની પાછળ છે, પરંતુ દૈનિક નોંધાતા કેસની બાબતમાં બ્રાઝિલ ઝડપથી આગળ વધી રહ્યું છે.
મહામારીના કોઈ પણ મહિનામાં જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, તેનાથી બમણા લોકો માર્ચમાં મૃત્યુ પામ્યા છે અને તેમાં વધારો હાલ પણ ચાલુ છે. વધુ ટ્રાન્સમિસિબલ વૅરિયન્ટના કારણે ચેપમાં વધારો થઈ રહ્યો છે.
હાલમાં જ વૉશિંગટન યુનિવર્સિટી દ્વારા આંકવામાં આવેલા એક અંદાજ પ્રમાણે બ્રાઝિલમાં કુલ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા આગામી જુલાઈ માસ સુધીમાં પાંચ લાખને પાર પહોંચી શકે છે.
સ્થાનિક નેતાઓનું કહેવું છે કે મિક્સ મૅસેજ અને રાષ્ટ્રીય કક્ષાએ લૉકડાઉન સામે પ્રતિકાર હોવાના કારણે સ્થાનિક પ્રતિબંધોનો અમલ કરવો અઘરું બન્યું છે.
દેશનાં ઘણાં રાજ્યોની હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટનાં બેડ ફૂલ થઈ ગયા છે અથવા ફૂલ થવાના આરે છે.

બ્રાઝિલમાં ICUની કૅપેસિટી

ઇમેજ સ્રોત, AFP
ડ્યૂક યુનિવર્સિટીના ન્યુરોસાયન્સના બ્રાઝિલિયન પ્રોફેસર ડૉ. મિગ્યુઅલ નિકૃલેલિસે બીબીસીને કહ્યું, “આખા દેશમાં હૉસ્પિટલોનું તંત્ર પડી ભાંગ્યું છે. ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે જાહેર આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે.”
“જો આપણે મોટા પ્રમાણમાં રસી મેળવી શકીએ તો આપણે સ્થિતિ પર કાબૂ મેળવી શકીશું.”

રસીની તંગી
રસીકરણનું અભિયાન હાથ ધરવામાં બ્રાઝિલનો રેકૉર્ડ સારો રહ્યો છે અને લેટિન અમેરિકાના અન્ય ઘણા દેશોની સરખામણીમાં, તેમની પાસે આરોગ્ય સુવિધાઓનું માળખું સારું છે.
પરંતુ તેના કોરોના વાઇરસના રસીકરણના અભિયાનમાં ચીલી અને ઉરુગ્વેના કરતાં પણ પાછળ છે. આ બધા દેશો ટેબલમાં ટોપ પર છે.
બ્રાઝિલના લોકોનો રસીમાં વિશ્વાસ વિશ્વમાં સૌથી વધારે છે, પરંતુ સપ્લાય ધીમો રહ્યો છે.
બ્રાઝિલના માઇક્રોબાયૉલૉજિસ્ટ નતાલિયા પેસ્ટર્નક કહે છે, "આપણી પાસે એક મહાન ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, જે વિશ્વનો શ્રેષ્ઠમાંનો એક છે. જો આપણી પાસે પૂરતા ડોઝ હોય, તો આપણે જાણતા હોવા જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ, આપણી પાસે કુશળતા અને માળખું છે. આપણે ફક્ત રસીઓની જરૂર છે."
માર્ચ મહિનાના અંત સુધીમાં ટાર્ગેટના અડધા જ ડોઝ એટલે કે 46 મિલિયન ડોઝ બ્રાઝિલમાં મોકલવામાં આવ્યા છે.
બ્રાઝિલે હવે તેની સમગ્ર વસ્તીને રસી આપવા માટે પૂરતા ડોઝનો ઑર્ડર આપ્યો છે, પરંતુ ટીકાકારો કહે છે કે આ કરાર ઘણા મોડા થયા છે, કારણકે આ જ વસ્તુ ખરીદી કરનારા બીજા મોટા દેશો લાઇનમાં તેમનાથી આગળ ઊભા છે.

ઇમેજ સ્રોત, EPA
ઑગસ્ટમાં, બ્રાઝિલની સરકારે ફાઇઝરની રસીના 70 મિલિયન ડોઝ ખરીદવાની ઑફરને નકારી દીધી હતી.
બ્રાઝિલે હાલમાં જ ફાઇઝરની રસીના 100 મિલિયન ડોઝનો ઑર્ડર આપ્યો છે, પરંતુ આમાંથી મોટાભાગની રસી વર્ષના બીજા ભાગમાં પણ આવશે નહીં.
ભૂતકાળમાં રાષ્ટ્રપતિ બોલ્સેનારોએ ચીનની કંપની સિનોવૅકની રસીની ટીકા કરી હોવા છતાં સરકારે તેની જ રસીના 100 મિલિયન ડોઝનો ઑર્ડર આપ્યો છે.
નવેમ્બરમાં, તેમણે કહ્યું હતું કે બ્રાઝિલમાં રસીની ટ્રાયલ અટકાવવી એ 'બોલ્સેનારોનો બીજો વિજય' છે.
બ્રાઝિલમાં ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીનું દેશમાં ઉત્પાદન થઈ રહ્યું છે.
સરકાર કહે છે કે તેમાંથી તેમને લાખો ડોઝ મળશે, પરંતુ રસી બનાવવા માટે જરૂરી તત્ત્વોના અભાવ હોવાને કારણે પ્રારંભિક તબક્કામાં બ્રાઝિલની લૅબ્સમાં વૅક્સિનનું ઉત્પાદન મર્યાદિત પ્રમાણમાં થયું છે.

બ્રાઝિલિયન વૅરિએન્ટ્સ દ્વારા ઊભા થતા જોખમો
બ્રાઝિલની જાહેર આરોગ્ય સંસ્થા ફિઓક્રુઝે કહ્યું છે કે તેણે દેશમાં કોરોના વાઇરસના 92 વૅરિએન્ટ્સ શોધ્યા છે.
ખાસ કરીને, P.1 વૅરિએન્ટ ચિંતાનું કારણ બની ગયો છે કારણકે તે કોરોના વાઇરસના મૂળ સ્ટ્રેઇન કરતાં વધારે ચેપી હોવાનું માનવામાં આવે છે અને તે લેટિન અમેરિકા અને વિશ્વમાં ફેલાયેલું છે.
વૈજ્ઞાનિકો માને છે કે હાલની રસીઓ હજી પણ બ્રાઝિલિયન વૅરિએન્ટ સામે કામ કરવી જોઈએ, જો કે એટલું સારું નથી, અને ભવિષ્યમાં નવા જુદા પ્રકારો બહાર આવી શકે છે.
ડૉ. નિકોલીસ કહે છે, "બ્રાઝિલ એ એકમાત્ર વિશ્વવ્યાપી મહામારીનું કેન્દ્ર નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયે મહામારીને કાબૂમાં લેવા માટે જે પ્રયત્નો કર્યા છે, તેના માટે તે ખતરો છે. અમે દર અઠવાડિયે નવા પ્રકારો શોધીએ છીએ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














