You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરમાં પૂર અને ભૂસ્ખલનને લીધે 100થી વધુ લોકોનાં મૃત્યુ
ઇન્ડોનેશિયા અને તિમોર લેસ્તે (પૂર્વ તિમોર)માં રવિવારે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 100ને વટાવી ગઈ છે.
તાજા સમાચાર મુજબ ઇન્ડોનેશિયા અને તિમોર લેસ્તેમાં કમ સે કમ 101 લોકોનું મૃત્યુ થું છે.
સતત વરસાદને કારણે પાણી બંધને પાર કરી ગયું, જેના કારણે દ્વીપો પર હજારો ઘર બરબાદ થઈ ગયાં છે.
પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પૂર્વ ઇન્ડોનેશિયાના ફ્લોર્સ દ્વીપથી લઈને પડોશી દેશ તિમોર લેસ્તે સુધી ફેલાયેલો છે.
એકલા ઇન્ડોનેશિયામાં જ 80 લોકોનું મૃત્યુ થયું છે અને ડઝનબંધ લોકો લાપતા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
ઇન્ડોનેશિયાની બચાવકાર્ય એજન્સીના પ્રવક્તા રાદિત્ય જાતીએ પત્રકારોને જણાવ્યું, "કીચડ અને પૂરને કારણે બચાવ કાર્યમાં બાધા આવી રહી છે."
"અલગઅલગ સ્થળોએ લોકો ફસાયેલા છે. કેટલાક સ્થળોએ લોકો ઘરમાંજ રહી રહ્યા છે. તેમને દવા, ભોજન અને બ્લૅન્કેટની જરૂર છે."
જોકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ શોક વ્યક્ત કરતા લોકોને અધિકારીઓના સૂચનોનું પાલન કરવાની વિનંતી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરસાદની ઋતુમાં ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલન સામાન્ય ઘટનાઓ છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, 40 લોકોનું જાવા દ્વીપના સુમેડાંગ શહેરમાં અચાનક આવેલા પૂરમાં 40 લોકોનું મૃત્યુ થયું છે.
છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં બોર્નિયોમાં ભૂસ્ખલનમાં કમ સે કમ 11 લોકોનું મૃત્યુ થયું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો