એટલાન્ટા ગોળીબાર : છ એશિયાઈ મહિલા સહિત આઠનાં મૃત્યુ, સંદિગ્ધની ધરપકડ

જ્યોર્જિયાના ત્રણ સ્પામાં થયેલા ગોળીબારમાં છ એશિયા મૂળની મહિલાઓ સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, ELIJAH NOUVELAGE

ઇમેજ કૅપ્શન, જ્યોર્જિયાના ત્રણ સ્પામાં થયેલા ગોળીબારમાં છ એશિયા મૂળની મહિલાઓ સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાના જ્યોર્જિયાના ત્રણ સ્પામાં થયેલા ગોળીબારમાં છ એશિયા મૂળની મહિલાઓ સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં છે.

પોલીસનું કહેવું છે કે એટલાન્ટાની ઉત્તરે આવેલા એકવર્થના મસાજ પાર્લરમાં ચાર લોકોની હત્યા થઈ છે, જ્યારે અન્ય ચાર લોકોની હત્યા શહેરમાં આવેલાં બે મસાજ પાર્લરમાં થઈ છે.

દક્ષિણ કોરિયાએ પુષ્ટિ કરી છે કે માર્યા ગયેલા ચાર લોકો કોરિયાના મૂળના છે.

અધિકારીઓનું કહેવું છે કે આ મામલામાં 21 વર્ષીય યુવકની ધરપકડ કરાઈ છે, આ ત્રણેય હુમલા પાછળ તેનો હાથ હોવાની શંકા છે.

line

એશિયાઈ લોકો નિશાના પર?

અમેરિકામાં ગોળીબારની તાજી ઘટના મામલે 21 વર્ષીય એક યુવકની ઘરપકડ કરાઈ છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ગોળીબારની તાજી ઘટના મામલે 21 વર્ષીય એક યુવકની ઘરપકડ કરાઈ છે.

આ હુમલા કેમ કરવામાં આવ્યા છે, એ અંગે હજી સુધી કોઈ કારણ જાણી શકાયું નથી.

જોકે કોવિડ-19 સંક્રમણ બાદ એશિયન-અમેરિકન્સ વિરુદ્ધ 'હેટ ક્રાઇમ'ની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકો કોવિડ-19ના પ્રસાર માટે એશિયન્સને જવાબદાર ઠેરવે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને તેમના ભાષણમાં 'એશિયન-અમેરિકન્સ પર થતાં હુમલા'ને વખોડી કાઢ્યા હતા.

અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમા કહેવું જલદી ગણાશે કે પીડિતોને વંશીય ઓળખના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા કે નહીં.

line

જ્યોર્જિયામાં એક કલાકમાં અનેક હુમલા

એક કલાકમાં થયેલા ત્રણ હુમલામાં મૃત્યુ પામેલ આઠ પૈકી છ એશિયા મૂળના છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, એક કલાકમાં થયેલા ત્રણ હુમલામાં મૃત્યુ પામેલ આઠ પૈકી છ એશિયા મૂળના છે.

પહેલી ઘટના એકવર્થમાં સ્થિત યંગ્સ એશિયલ મસાજ પાર્લરમાં અંદાજે સાંજે પાંચ વાગે(અમેરિકાના સમય પ્રમાણે) ઘટી.

પોલીસ કાર્યાલયના પ્રવક્તા કૅપ્ટન જે બેકરે કહ્યું કે ઘટનાસ્થળ બે લોકોના મૃત્યુ થઈ ગયા અને ત્રણ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં બે અન્ય લોકોના મૃત્યુ થયા. મૃત્યુ પામનારમાં બે એશિયન મહિલા છે. આ સિવાય એક વ્હાઇટ મહિલા અને પુરુષ અને એક હિસ્પેનિક વ્યક્તિ ઘાયલ થયા છે.

ઠીક એક કલાકની અંદર પોલીસને ઉત્તર-પૂર્વ એટલાન્ટાથી ફોન આવ્યો અને ખબર પડી કે ગોલ્ડ સ્પામાં "લૂંટ" ચાલી રહી છે.

પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે "અહીં અમને ત્રણ મહિલાઓની લાશ મળી જેમનું ગોળી વાગવાથી મૃત્યુ થયું."

અહીં પોલીસ અધિકારીઓને રસ્તાની બીજી બાજુ આવેલા અરોમાથેરેપી સ્પાથી ફોન કરીને બોલાવવામાં આવ્યા અહીં પણ એક મહિલાનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.

સીસીટીવી ફૂટેજની મદદથી તપાસમાં એક સંદિગ્ધની તસવીર જાહેર કરી હતી. જેને એટલાન્ટના દક્ષિણમાં અંદાજે 150 મિલ દૂર આવેલા ક્રિસ્પ કાઉન્ટીના રૉબર્ટ આરોન લૉન્ગથી તેની ધરપકડ કરવામાં આવી. રોબર્ટ જ્યોર્જિયાના વુડસ્ટૉકનો રહેનારો છે.

કૅપ્ટન બેકરે કહ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વ્યક્તિ ત્રણ જગ્યાઓ પર શૂટિંગમાં સામેલ છે.

line

હુમલાને લઈને કોણે શું પ્રતિક્રિયા આપી?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં હજી એ કહેવું ખૂબ વહેલું છે કે જે લોકોને નિશાન બનાવવામાં આવ્યા, શું એમને તેમના વંશ અને જાતીયતાને લઈને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઍડવોકેસી સમૂહ 'સ્ટૉપ એએપીઆઈ હેટ' જે એશિયન મૂળના અમેરિકનો અને પૅસિફિક આઇલૅન્ડ્સ પરના લોકો પર હુમલાઓ પર નજર રાખે છે, તેનું કહેવું છે કે "હજી એ સ્પષ્ટ નથી કે આ ગોળીબારની ઘટનાઓ શું નફરતથી પ્રેરિત હતા કે નફરત સાથે સંકળાયેલા હતા. પરંતુ હાલ એશિયન મૂળના અમેરિકન સમુદાયમાં ઘણું દુખ અને ડર છે."

એશિયન અમેરિકનના અધિકારો સાથે જોડાયેલી સંસ્થા સ્ટોપ એપીપીઆઈ હેટે ટ્વીટ કરીને આ ઘટનાને અકથનીય ત્રાસદી ગણાવી હતી.

ટ્વીટમાં લખવામાં આવ્યું છે, "તમામ એશિયાઈ અમેરિકન સમાજમાં ડર અને પીડા છે, જેને જોવું જોઈએ."

નાગરિક અધિકાર બાબતોના વકીલ બેન ક્રમ્પે ટ્વિટર પર લખ્યું, ઍટલાન્ટામાં જે દુખદ હત્યાઓ થઈ.

line

અત્યાર સુધી એશિયન મૂળના લોકો ઉપર હુમલા

એશિયન મૂળના અમેરિકનો પર હુમલાની વધતી ઘટનાઓએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું છે

ઇમેજ સ્રોત, SAN FRANCISCO CHRONICLE VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, એશિયન મૂળના અમેરિકનો પર હુમલાની વધતી ઘટનાઓએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેચ્યું છે

છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકામાં કેટલીક સેલેબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સે સોશિયલ મીડિયા પર આ મુદ્દે ટિપ્પણી કરી છે.

હાલમાં થયેલા હુમલાઓ

•સૅન ફ્રાન્સિસકો, કૅલિફોર્નિયામાં થાઈલૅન્ડના 84 વર્ષની એક વ્યક્તિ પર સવારની ટહલ સમયે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું છે.

•કૅલિફોર્નિયાના ઓકલૅન્ડમાં 91 વર્ષની એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારવામાં આવ્યો હતો.

•89 વર્ષનાં એક ચીની મૂળનાં મહિલાને ન્યૂ યૉર્કના બ્રૂકલિનમાં થપ્પડ મારવામાં આવી હતી અને બે લોકો દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી. ન્યૂ યૉર્ક ટાઇમ્સ મુજબ એશિયન અમેરિકન રેસ્ટોરાંના કર્મચારીઓએ હિંસા અને સતામણીના ડરથી વહેલાં ઘરે જવા નીકળવાનું નક્કી કર્યું છે.

•ન્યૂ યૉર્ક સબવેમાં એક અજાણી વ્યક્તિએ ફીલીપીન્સ મૂળની 61 વર્ષીય અમેરિકન વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો.

•કૅલિફોર્નિયામાં એશિયન અમેરિકન કસાઈ દુકાનદારના પાર્કિંગ સ્થળ પર એક મરેલી બિલાડી મળી આવી હતી જેની પોલીસ હેટક્રાઇમની શ્રેણીમાં તપાસ કરી રહી છે.

•ટ્રમ્પના સમર્થક એક ટેકનિકલ એક્ઝેક્યૂટિવે કૅલિફોર્નિયામાં એશિયન અમેરિકન પરિવારને વંશીય ટિપ્પણી કરીને અપમાનિત કર્યું હતું.

•કેટલાક એશિયન મૂળના અમેરિકન મકાન માલિકો કહે છે કે તેમને વંશીય અપશબ્દો બોલવામાં આવે થે અને ઘરો પર પથ્થર મારવામાં આવ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો