You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મલેશિયાની હાઈકોર્ટે ખ્રિસ્તીઓને 'અલ્લાહ' શબ્દ વાપરવા છૂટ કેમ આપી?
ઈશ્વરને પ્રાર્થના સમયેના સંબોધન વેળા 'અલ્લાહ' શબ્દોનો ઉપયોગ કરવા માટે મલેશિયાની કોર્ટે ખ્રિસ્તીઓને છૂટ આપી છે.
મલેશિયામાં એક નીતિ હતી કે ખ્રિસ્તીઓ પ્રાર્થનામાં 'અલ્લાહ' શબ્દ નહોતા વાપરી શકતા. પણ દાયકાઓ લાંબી કાનૂની લડત બાદ આખરે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.
ખ્રિસ્તી સમુદાયની એક વ્યક્તિ પાસેથી કેટલીક સામગ્રી જપ્ત કરાઈ હતી જેમાં 'અલ્લાહ' શબ્દ પણ સામેલ હતો. તેમણે બાદમાં કોર્ટમાં લડત ચલાવી હતી.
મલેશિયામાં બિન-મુસ્લિમ લોકો આ શબ્દ વાપરતા હતા તે મુદ્દે હિંસા અને તણાવના બનાવો પણ નોંધાયા હતા.
મલેશિયામાં બે તૃતિયાંશ વસતિ મુસ્લિમોની છે પણ ખ્રિસ્તીઓ પણ મોટા પ્રમાણમાં છે.
ખ્રિસ્તી સમુદાયોની દલીલ છે કે તેઓ અરબીમાંથી મલયમાં પ્રવેશેલા 'અલ્લાહ' શબ્દનો ઉપયોગ કરે છે. તેમનું કહેવું છે કે તેઓ સદીઓથી તેમના ઈશ્વરની આરાધના માટે આ શબ્દ વાપરે છે જેથી આ નીતિ તેમના અધિકારોનું હનન કરે છે.
મલેશિયાનું બંધારણ ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે પણ તાજેતરના વર્ષોમાં ધાર્મિક તણાવની ઘટનાઓ બનતી રહી છે.
'ગેરકાનૂની અને ગેરબંધારણીય'
વર્ષ 2008માં મલેશિયાના અધિકારીઓએ એક ખ્રિસ્તી વ્યક્તિ જીલ આયર્લૅન્ડ લૉરેન્સ બિલ પાસેથી ઍરપૉર્ટ પર મલય ભાષાની કૉમ્પેક્ટ ડિસ્ક (સીડી) જપ્ત કરી હતી, જેમાં ડિસ્કના રૅકર્ડિંગના ટાઇટલમાં 'અલ્લાહ' શબ્દ વાપરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પછી વર્ષ 1986માં બિલે ખ્રિસ્તીઓ પ્રકાશનોમાં આ શબ્દ નથી વાપરી શકતા તેના સામે કાયદાકીય લડતની શરૂઆત કરી.
એક દાયકાથી વધુ સમય બાદ કુઆલા લૂમ્પુર હાઈકોર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે ધાર્મિક આસ્થાના આધારે ભેદભાવ ન થાય એ જીલ આયર્લૅન્ડ લૉરેન્સ બિલનો અધિકાર છે.
પોતાના ચુકાદામાં જસ્ટિસ નૂર બીએ કહ્યું, 'અલ્લાહની સાથે સાથે અન્ય ત્રણ શબ્દો, કાબા (મક્કામાં ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ), બૈતુલા (ખુદાનું ઘર), સોલત (પ્રાર્થના)નો પણ ખ્રિસ્તીઓ ઉપયોગ કરી શકે છે.'
જસ્ટિસ નૂર બીએ કહ્યું કે આ ચાર શબ્દો પરની રોક ગેરકાનૂની અને ગેરબંધારણીય હતી.
"પોતાનો ધર્મને પાળવા માટેની સ્વતંત્રતા હેઠળ ધાર્મિક સામગ્રી રાખવાનો અધિકાર પણ હોવો જોઈએ."
આ પહેલી વખત નથી જ્યારે મલેશિયન કોર્ટ 'અલ્લાહ' શબ્દના ઉપયોગ મામલે વિભાજિત જોવા મળી હોય.
એક અન્ય કેસમાં જેમાં સ્થાનિક કૅથલિક અખબાર - ધ હેરાલ્ડ - દ્વારા સરકાર સામે કેસ કરવામાં આવ્યો હતો. સરકારે તેમને એવું કહ્યું હતું કે તેઓ તેમની મલય ભાષાની આવૃત્તિમાં ખ્રિસ્તીઓના ઈશ્વરને સંબોધવા માટે 'અલ્લાહ' શબ્દ ન વાપરી શકે. જેને અખબારે કોર્ટમાં પડકાર્યો હતો.
વર્ષ 2009માં એક સ્થાનિકે કોર્ટે હેરાલ્ડના તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે તેઓ આ શબ્દનો ઉપયોગ કરી શકે છે જેને પગલે મુસ્લિમ અને ખ્રિસ્તીઓમાં ધાર્મિક તણાવ પણ જોવા મળ્યો હતો.
ડઝન જેટલા ચર્ચ અને કેટલાક મુસ્લિમ પ્રાર્થનાગૃહો પર હુમલા થયા હતા અને આગચંપી પણ થઈ હતી.
વર્ષ 2013માં કોર્ટ ઑફ આપીલ દ્વારા નિર્ણય ફેરબદલ કરીને પ્રતિબંધને ફરી લાગુ કરી દેવાયો હતો.
સ્થાનિક મીડિયા 'ધ સ્ટાર' અનુસાર ગુરુવારે મલેશિયાના મૌફાકત નાસીઓનલ (એક રાજકીય ગઠબંધન) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે હાઈકોર્ટના નિર્ણયને કોર્ટ ઑફ અપીલને રિફર કરવામાં આવે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો