સેક્સને કારણે સેન્સર થયેલી એ ‘ક્લાસિક ફિલ્મ’ જેમાં સેક્સ બતાવાયું જ નહોતું

નન

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, નીલ આર્મસ્ટ્રૉંગ
    • પદ, બીબીસી કલ્ચર

વર્ષ 1939માં લખાયેલી નવલકથા 'બ્લૅક નાર્સિસસ' પર એક ફિલ્મ બની હતી અને વિવાદ થયો હતો. હવે એ જ કહાણી ટીવી પર પણ પ્રસારિત થઈ રહી છે.

"ઑક્ટોબરના આખરી સપ્તાહમાં સિસ્ટર્સે દાર્જિલિંગ છોડી દીધું. તેઓ મોપૂના જનરલના મહેલમાં રહેવાં માટે આવ્યાં હતાં જેમને કૉન્વેટ ઑફ સેન્ટ ફેઇથ નામથી ઓળખવામાં આવતા હતા."

રુમર ગૉડેનની નવલકથા 'બ્લૅક નાર્સિસસ'ની શરૂઆતમાં એવું કંઈ જ નથી જેનાથી લાગે કે આના પર બનેલી ફિલ્મને સેન્સર કરવામાં આવી હશે અથવા પ્રતિબંધ લગાવાયો હશે અને વિશ્વના મહાન ડાયરેક્ટરમાંથી એક માર્ટિન સ્કૉર્સેસે તેને 'એક કામુક ફિલ્મ' માની હશે.

એ ફિલ્મને અંગ્રેજ ડાયરેક્ટર માઇકલ પૉવેલ અને હંગેરીમાં જન્મેલા લેખક-નિર્માતા એમરિક પ્રેસબર્ગરે બનાવી હતી.

આ જોડીએ ઘણી સફળ અને પ્રભાવી ફિલ્મ બનાવી છે જેમાં 'બ્લૅક નાર્સિસસ'ને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. એ જ કહાણી હવે ટીવી પર બતાવવામાં આવી રહી છે જેને બીબીસી અને એફએક્સ પ્રોડક્શન મળીને બનાવી રહ્યા છે. તેમાં જેમા આર્ટર્ટન અને આઇસ્લિંગ ફ્રેંકોસીએ કામ કર્યું છે.

'બ્લૅક નાર્સિસસ' એ ગૉડેનનું ત્રીજી પુસ્તક હતું અને પહેલી વાર બેસ્ટસેલર બન્યું હતું. વિવેચકો તેને સુંદર, સૂક્ષ્મ અને તાજગીસભર ગણાવ્યું હતું. હવે ત્રણ ભાગોમાં બનેલા ટીવી સંસ્કરણનાં લેખિકા અમાંડા કોએનું કહેવું છે કે તેઓ તેને 'ધ શાઇનિંગ વિથ નન્સ' સમજે છે.

90 વર્ષની વયે ગૉડેનનું 1998માં નિધન થઈ ગયું હતું. તેઓ ઇંગ્લેન્ડમાં જન્મ્યા હતા પરંતુ બાળપણનો મોટો ભાગ તેમણે ભારતમાં વિતાવ્યો હતો. તેમના પિતા અહીં એક સ્ટીમર કંપનીમાં વ્યવસ્થાપન કરતા હતા. ગૉડેને 60થી વધુ પુસ્તકો લખ્યા છે જેમાંથી ઘણા પુસ્તકો પર ફિલ્મો બની છે.

'બ્લૅક નાર્સિસસ' ગૉડેનનું સૌથી પ્રખ્યાત પુસ્તક છે. તેનું એક કારણ તેના પર 1947માં બનેલી ફિલ્મની લોકપ્રિયતા છે.

line

પહાડી મહેલમાં કૅથલિક નનો

નન અને વ્યક્તિ

ઇમેજ સ્રોત, Alamy

આ એંગ્લો-કૅથલિક નનોની કહાણી છે જેમને દૂર હિમાલય પર 8 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલા મહેલમાં મોકલવામાં આવ્યાં હતાં.

તેમને સ્થાનિક દેશી લોકો માટે એક સ્કૂલ અને દવાખાનું ખોલવા માટે કહેવાયું હતું પછી ભલે સ્થાનિકો ઇચ્છતા હોય કે ન ઇચ્છતા હોય.

યુવા પરંતુ ઓછા અનુભવી સિસ્ટર ક્લોડગને આ મિશનના પ્રમુખ બનાવાયાં હતાં. તમામ નનોમાં સિસ્ટર રૂથને સંભાળવાં સૌથી મુશ્કેલ હતું.

આ મહેલ એક ઊંડી ખીણના કિનારે બનેલો હતો. ત્યાં ઝડપી પવનો પણ ફૂંકાતા હતા. સ્થાનિક લોકો આ મહેલને મહિલાઓનાં ઘર તરીકે ઓળખતા હતા, કેમ કે ત્યાં એ પહેલાંના ત્યાંના રાજાએ પોતાનું હરમ રાખ્યું હતું. ત્યાં કેટલીક આત્માઓ ભટકતી હતી.

આ મહેલમાં રહેતાં રહેતાં નનો સાંસારિક ઇચ્છાઓથી ઘેરાઈ જાય છે. એક નન શાકભાજીની જગ્યાએ ફૂલના છોડ લગાવે છે અને તેમને બગીચા સાથે પ્રેમ થઈ જાય છે.

બાળકોને સંભાળતાં એક નન પોતાનાં ખુદનાં બાળક માટે તરસે છે. સિસ્ટર ક્લોડગ યુવા પ્રેમ સંબંધની યાદોમાં પરેશાન રહે છે અને સિસ્ટર રુથ ગામમાં રહેતા એક લંપટ અંગ્રેજ મિસ્ટર ડીન માટે વાસનાથી ભરાઈ જાય છે.

ગામની એક સુંદર યુવતી કાંચી જ્યારે આ નનો દ્વારા શિક્ષિત યુવાઓનું મગજ ફેરવી નાખે છે તો તેમની દબાયેલી લાલસા વધુ તીવ્ર બને છે. આખરે આ દબાયેલી ઇચ્છાઓનો બંધ તૂટી જાય છે.

line

કહાણીમાં મસાલો

કૅથરિન બાયરન

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, કૅથરિન બાયરન

નવલકથામાં યૌન પ્રસંગોને વિસ્તાર નથી અપાયો પરંતુ જ્યારે પૉવેલે તેને વાંચી તો તેમને લાગ્યું કે ફિલ્મી પડદે આ કહાણી ઘણી કામુક લાગશે.

પૉવેલના ક્રિએટિવ પાર્ટનર પ્રેસબર્ગર ગૉડેનને લંચ પર લઈ ગયા અને ફિલ્મ બનાવવાની પોતાની યોજના વિશે જણાવ્યું.

ગૉડેનની જીવની અનુસાર તેમને લાગ્યું કે "જો તેઓ સેન્સરની મંજૂરી મેળવી લે છે તો 'બ્લૅક નાર્સિસસ'ની કહાણી પડદા પર આવશે."

1946માં જ્યારે પૉવેલ અને પ્રેસબર્ગરે ફિલ્મ પર કામ શરુ કર્યુ ત્યારે એ એક સફળ જોડી હતી. તેઓ 'ધ લાઇફ ઍન્ડ ડૅથ ઑફ કર્નલ બ્લિંપ' (1943) અને 'અ કૅન્ટબરી ટેલ' (1944) બનાવી ચૂક્યા હતા.

'અ મૅટર ઑફ ધ લાઇફ ઍન્ડ ડૅથ'ની રિલીઝના સમયમાં જ તેમને પહેલી વખત રૉયલ ફિલ્મ પરફૉર્મન્સ માટે પસંદ કરવામાં આવ્યા હતા.

તેમણે તરત જ નિર્ણય કર્યો કે 'બ્લૅક નાર્સિસસ'નું શૂટિંગ ભારતમાં કરવું મુશ્કેલ અને મોંઘુ પડશે.

વીડિયો કૅપ્શન, યુકેમાં બોરિસ જૉન્સન પર કેમ છે રાજીનામાનું દબાણ?

બ્રિસ્ટલ યુનિવર્સિટીના પ્રોફેસર સારા સ્ટ્રીટનું કહેવું છે કે પૉવેલે આને સકારાત્મક રીતે લીઘું. તેમને લાગ્યું કે સ્ટુડિયોના નિયંત્રિત વાતાવરણમાં તેઓ શાનદાર ફિલ્મ બનાવી શકશે. હિમાલય બતાવવા માટે તેમણે પશ્ચિમી સસેક્સમાં હોરશામ માટે લિયોનાર્ડલીમાં ચીડના જંગલની પસંદગી કરી હતી.

ક્લોડગની ભૂમિકા માટે ડેબોરો અને રૂથ માટે કૅથરિન બાયરનની પસંદગી થઈ. પૉવેલને બંને અભિનેત્રીઓ સાથે સંબંધ હતા. તેમણે પોતાની આત્મકથામાં દાવો કર્યો છે કે એક વખત બાયરને તેમના પર બંદૂક તાકી દીધી હતી -"નગ્ન મહિલા અને ભરેલી બંદૂક પ્રેરક બાબત છે."

બાયરને આ કહાણીને ફગાવી દીધી હતી. તેમનાં અનુસાર "જ્યારે મને 'બ્લૅક નાર્સિસસ' ઑફર કરવામાં આવી ત્યારે માઇકલ પૉવેલે મને એક પત્ર મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે અમે આપને સિસ્ટર રૂથની ભૂમિકા આપીએ છીએ. મુશ્કેલ એ છે કે તમને ભવિષ્યમાં આવી ભૂમિકા ક્યારેય નહીં મળશે. તેઓ એકદમ સાચા હતા."

ફિલ્મ રિલીઝના કેટલાક વર્ષો બાદ આજે પણ બાયરનને 'માથાફરેલ નન' તરીકે યાદ કરાય છે.

સ્ટ્રીટે તપાસ કરાવી કે 44 દિવસ કામ માટે બાયરનને માત્ર 900 પાઉન્ડ ચૂકવાયાં હતાં. 55 દિવસોના શૂટિંગ માટે કેરને 16 હજાર પાઉન્ડ મળ્યાં હતાં.

line

ક્લાસિક ફિલ્મ

નન

ઇમેજ સ્રોત, FX

બ્રિટનના દર્શકોને ફિલ્મ ઘણી પસંદ આવી. વિવેચકો તેને લઈને થોડા આશ્ચર્યમાં હતા (જોકે સિનેમેટોગ્રાફર જૅક કાર્ડિફને ઑસ્કર મળ્યો હતો) અને રૂમર ગૉડેનને તેનાથી નફરત હતી.

અમેરિકી કૅથલિક લીઝન ઑફ ડિસન્સીની નારાજગી દૂર કરવા માટે સિસ્ટર ક્લોડગનાં નન બનતાં પહેલાંનાં જીવનનાં ફ્લૅશબેકનો ભાગ ફિલ્મમાંથી દૂર કરી દીધો હતો. અને કેટલાક દૃશ્યો પણ કાપવામાં કરવામાં આવ્યા હતા.

ફિલ્મને શરૂઆતમાં આયર્લૅન્ડમાં પ્રતિબંધિત કરાઈ હતી કેમ કે સેન્સર બોર્ડને લાગતું હતું કે યૌન માહોલથી ભરેલી ફિલ્મથી કૉન્વેટ જીવન મજાક બનશે.

1970ના દાયકામાં તેની ફરી સમીક્ષા થઈ અને હવે તેને ક્લાસિક માનવામાં આવે છે, સ્કૉર્સેસ અને ફ્રાંસિસ ફોર્ડ કોપોલા તેના ચાહકોમાં સામેલ છે.

સ્કૉર્સેસને બાળપણથી જ પૉવેલ અને પ્રેસબર્ગરની ફિલ્મો પસંદ છે. તેમનું કહેવું છે કે જ્યારે પણ તેઓ ફિલ્મની શરૂઆતમાં ધ આર્ચર્સ (પૉવેલ અને પ્રેસબર્ગરની પ્રૉક્શન કંપની)નો લોગો જુવે છે તો તેમને લાગે છે કે તેઓ કંઈક ખાસ જોઈ રહ્યા છે.

સ્કૉર્સેસે એક ઑડિયો કૉમેન્ટ્રીમાં 'બ્લૅક નાર્સિસસ'ને "પ્રથમ સાચી કામુક ફિલ્મમાંથી એક" ગણાવી.

જેમને એમાં શંકા હોય તેમને ફિલ્મના અંતનું એ દૃશ્ય જોવું જોઈએ જેમાં સિસ્ટર ક્લોડગ ઉન્માદથી ભરેલા સિસ્ટર રૂથનાં કક્ષમાં જાય છે, જ્યાં તેઓ પોતાની આદત મુજબ લાલ રંગના વસ્ત્રોમાં હોય છે.

માથા પર પરસેવો બાઝેલો છે અને રૂથ પોતાનાં નાજુક હોઠ પર લાલ લિપસ્ટિક લગાવતી વખતે ક્લોડગને ટોણો મારે છે.

આ દૃશ્યનું ફિલ્માંકન ક્લૉઝ-અપ શૉટમાં કામુક અંદાજમાં કરવામાં આવ્યું છે. અમેરિકામાં આ દૃશ્ય કાપી દેવામાં આવ્યું હતું.

સ્ટ્રીટ કહે છે કે, આ દૃશ્ય એકદમ કામુક છે પરંતુ ફિલ્મમાં તે એ વાતનો ડર રજૂ છે કે રૂથ જે પ્રકારની વ્યક્તિ બની ગયાં છે તેમ બીજાં નનો પણ થઈ શકે છે.

આર્ટર્ટન સિસ્ટક ક્લોડગ બન્યાં છે અને ફ્રેંકોસી સિસ્ટર રૂથની ભૂમિકામાં છે. તેમાં દિવંગત ડાયરા રિગની પણ એક નાની ભૂમિકા છે.

line

નવા યુગ માટે 'બ્લૅક નાર્સિસસ'

દૃશ્ય

ઇમેજ સ્રોત, FX

આ એક નાની શ્રેણી પૉવેલ અને પ્રેસબર્ગરની ક્લાસિક ફિલ્મને શ્રદ્ધાંજલિ આપે છે. મેલોડ્રામામાં કેટલીક બાબતોને હળવાશથી લેવામાં આવી છે અને બ્રિટિશ સામ્રાજ્યના પતન જેવી કેટલીક થીમને વધારે સ્પર્શ કરવામાં આવ્યો છે.

કલાકારોની પસંદગી પણ સરસ છે. સહાયક ભૂમિકા નિભાવનારાં કેટલાય કલાકારો પોતાની છાપ છોડે છે.

ઉદાહણ તરીકે સિસ્ટર બ્લેંચની ભૂમિકા નિભાનવારાં પૅટ્સી ફેરાન અને ફૂલોનાં ચાહક સિસ્ટર ફિલિપ્પાની ભૂમિકા નિભાવનારા કૅરેન બ્રાયસન છે. જેઓ મોપૂના ખેતરો વિશે જાણી લે છે.

મિસ્ટર ડીનની ભૂમિકા એલેસાંદ્ર્ નિવોલાએ નિભાવી છે જેઓ આ ફિલ્મ સાથે પહેલાંથી જ પરિચિત હતા. તેમની પત્ની એમિલી માર્ટિમર 2010માં જ્યારે સ્કૉર્સેસની સાઇકૉલૉજીકલ થ્રિલર શટર આઇલેન્ડ માટે કરી રહ્યા હતા ત્યારે તેમણે એમિલીને હૉમવર્ક તરીકે આ ફિલ્મ જોવા માટે કહ્યું હતું.

નિવોલાએ બીબીસી કલ્ચરને જણાવ્યું,"શટર આઇલેન્ડનું જે રીતે શૂટિંગ કરવાં માગતાં હતાં તેમાં એક મોટી પ્રેરણા 'બ્લૅક નાર્સિસસ'ની હતી. તેઓ ઇચ્છતાં હતાં કે ફિલ્મના તમામ કલાકાર એ ફિલ્મને પહેલાં જુએ. મને યાદ છે કે તેઓ (મૉર્ટિમર) ઘર આવીને બોલ્યા કે માર્ટી ઇચ્છે છે કે આપણે આ ફિલ્મ જોઈએ."

"આ રીતે મેં પહેલી વાર ફિલ્મ જોઈ. આ એકદમ વિચિત્ર હતું. મને યાદ છે કે તેમાં તમામ પ્રકારની કામુકતા હતી પરંતુ કોઈ પણ પ્રકારનું સ્પષ્ટ પ્રદર્શન નહોતું."

ખરેખર આ ફિલ્મ યૌન બાબતે એટલી સાંકેતિક છે કે તેને ટીવી પર રવિવારે બપોરે બતાવાઈ તો પણ કોઈ ફરિયાદ ન આવી.

"કોએ કહે છે,"મેં એવી ઘણી વાતો લખી છે જેમાં યૌન સામગ્રી ઘણી સ્પષ્ટ છે. મારા પરિવારમાં આ મજાક ચાલતી હતી કે હું કંઈ એવું લખતી નથી જેને મારાં બાળકો અથવા માતા જોઈ શકે."

"મને લાગે છે કે તેને દરેક જુએ છે. પરંતુ એક રીતે આ સૌથી કામુક બાબતો છે જેના પર મેં કામ કર્યું છે કેમ કે તેમાં દબાયેલી કામુકતા છે."

"કહાણીઓ એક ભાગ ધ શાઇનિંગ વિધ નન્સની જેમ છે. મોપૂ ઑવરલૂક હૉટેલ જેવી છે, એક ખૂબ જ અલગ જગ્યા છે જ્યાં નનો પોતાની રીતે થોડીક પાગલ થવાં લાગે છે."

line

સમાનતા અને અંતર

પૉવેલ અને પ્રેસબર્ગરની ફિલ્મ અને ટીવી શ્રેણીમાં નિરંતરપણું એક તત્ત્વ છે. ટીવી શ્રેણીના એક સહ-નિર્માતા એન્ડ્ર્યૂ મૅકડૉનલ્ડ, પ્રેસબર્ગરના પૌત્ર છે. તથા ક્રૂના એક સભ્ય ગૉડેનનાં પૌત્રી છે.

તેનું કેટલુંક શૂટિંગ નેપાળમાં થયું છે. પરંતુ ટીવી શ્રેણીમાં અંદરના દૃશ્યો ચીડના જંગલમાં બનેલા સેટ પર ફિલ્માવવામાં આવ્યાં છે.

તેમાં એક મહત્ત્વનું અંતર છે. આ ફિલ્મ હાલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ બ્રિટબૉક્સ પર ઉપલબ્ધ છે જ્યાં તે એક વૉર્નિંગ સાથે આવે છે. તેને યૌન અથવા ધાર્મિક સામગ્રી મામલેની બાબત સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ બદલાતા સમાજિક મૂલ્યો સાથે સંબંધિત છે. "આ ક્લાસિક ડ્રામામાં બ્લૅકફૅડ પ્રદર્શન છે જે વાંધાજનક લાગી શકે છે."

અંગ્રેજ અભિનેત્રી જીન સિમન્સે મૂળ ફિલ્મમાં કાંચીની ભૂમિકા કરી હતી. તે ફિલ્મમાં માત્ર એક ભારતીય કલાકાર હતાં - સાબૂ, જેઓ યુવા જનરલ બન્યા હતા અને સિસ્ટર્સ પાસેથી શિક્ષણ મળવવા માગતા હતા. (તેઓ બ્લૅક નાર્સિસસ નામનું અત્તર પસંદ કરતા હતા - જેના પરથી ફિલ્મને નામ મળ્યું હતું.)

નવા ટીવી સંસ્કરણમાં વિભિન્ન નસલનાં કલાકારો સામેલ છે. ઉદાહરણ તરીકે કાંચીની ભૂમિકા દીપિકા કુંવરે નિભાવી છે જેઓ બ્રિટિશ-નેપાળી અભિનેત્રી છે.

આ શ્રેણી નિશ્ચિતરૂપે નવા વાચકોને ગૉડેનના પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરશે. ટીવી શ્રેણી સાથે આ પુસ્તકનું નવું હાર્ડબૅક સંસ્કરણ પણ આવ્યું છે. તેની ભૂમિકા કોએએ લખી છે.

તેઓ આ નવલકથાને "સ્ત્રીઓની ભવ્ય કવિતા" કહે છે, જેમાં સેક્સ છે, આધ્યાત્મિક કરુણા છે અને વટાણાનો છોડ લગાવવાની તડપ છે. હું આ પ્રકારે બીજી નવલકથા વિશે ન વિચારી શકું."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન