ઈમરાન ખાન અફઘાનિસ્તાનને ભારતથી દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે?

ઇમરાન ખાન અને અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની

ઇમેજ સ્રોત, AFGHAN PRESIDENCY/HANDOUT

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

પાકિસ્તાન-અફઘાન વચ્ચે કજિયો જેટલો જૂનો છે, એટલી જ જૂની મિત્રતા ભારત-અફઘાનિસ્તાનની છે.

અફઘાનિસ્તારને હંમેશાં ભારત પર વિશ્વાસ કર્યો અને પાકિસ્તાનને આ સારું નથી લાગ્યું.

2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકાએ તાલિબાનને નિશાન બનાવ્યું હતું અને નવી સરકાર બનાવી ત્યારથી પાકિસ્તાન ત્યાં પગ જમાવવાની કોશિશ કરી રહ્યું છે.

19 નવેમ્બરે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પહેલી વાર અફઘાનિસ્તાનના પ્રવાસે ગયા અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ તેને ઐતિહાસિક બાબત ગણાવી. ઈમરાન ખાને આ પ્રવાસમા કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે બધું કરી છુટશે.

રાષ્ટ્રપતિ ઘની અને વડા પ્રધાન ઇમરાન ખાને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને હજુ વધુ મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઘનીએ ઇમરાન ખાનનું કાબુલસ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કર્યું.

ઈમરાન ખાને સંયુક્ત પત્રકારપરિષદમાં કહ્યું, "મેં આ પ્રવાસ ત્યારે કર્યો જ્યારે અફઘાનિસ્તાનમાં હિંસા વધી રહી છે."

"અમે આ પ્રવાસથી સંદેશ આપવા માગીએ છીએ કે પાકિસ્તાન સરકાર અને જનતા અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે ગંભીરતા દાખવે છે."

"જો અફઘાનિસ્તાનને લાગે છે કે અમે કોઈ પણ મોરચા પર શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરી શકીએ છીએ તો અમને તેઓ કહી જ શકે છે. કેમ કે અફઘાનમાં હિંસાને કારણે પાકિસ્તાન પર અસરગ્રસ્ત થઈ રહ્યું છે."

જોકે ઈમરાન ખાન આ પ્રવાસને માત્ર શાંતિ બહાલ કરવાની કોશિશ તરીકે નથી જોતા પરંતુ અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે વધતી નિકટતા તરીકે જોઈ રહ્યા છે.

શું ઈમરાન ખાનની સરકાર અફઘાનિસ્તાનને ભારતથી દૂર લઈ જવામાં સફળ રહેશે કે કેમ?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

line

ભારત અને અફઘાનિસ્તાનની મિત્રતા

મોદી અને અફઘાન નેતા

ઇમેજ સ્રોત, PIB

2014ના મે મહિનામાં અફઘાનિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

તેમાં પાકિસ્તાન સહિત અન્ય સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ આવ્યા હતા ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ હતા.

એ જ સમયે અફઘાનના હેરાતમાં ભારતના વાણિજ્યદૂતાવાસ પર હુમલો થયો હતો.

હામિદ કરઝઈએ નવી દિલ્હીમાં જાહેરમાં કહ્યું હતું,"મોદી સરકારનું માનવું છે કે હેરાતમાં ભારતના વાણિજ્યદૂતાવાત પર હુમલો પાકિસ્તાનસ્થિત આંતકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ કર્યો હતો."

હામિદ કરઝઈને ખબર હતી કે પાકિસ્તાના વડા પ્રધાન નવાઝ શરીફ પણ દિલ્હીમાં હાજર છે.

હડસન ઇન્સ્ટિટ્યૂટમાં ઇનિશિએટિવ ઑન ધ ફ્યૂચર ઑફ ઇન્ડિયા ઍન્ડ દક્ષિણ એશિયાનાં ડાયરેક્ટર અપર્ણા પાંડેએ પોતાના પુસ્તક 'પાકિસ્તાન ફોરેન પૉલિસી : ઍસ્કેપિંગ ઇન્ડિયા'માં લખ્યું કે અફઘાનિસ્તાન અને ભારતની મિત્રતાને પાકિસ્તાન પોતાના અસ્તિત્વના જોખમ તરીકે લે છે.

line

પાકિસ્તાનને અફઘાનિસ્તાન અને ભારતની મિત્રતાનો ડર?

જનરલ અયૂબ ખાન પોતાના બે દીકરા સાથે

ઇમેજ સ્રોત, GAUHAR AYUB KHAN

ઇમેજ કૅપ્શન, જનરલ અયૂબ ખાન પોતાના બે દીકરા સાથે

આ પુસ્તકમાં અપર્ણા પાંડે લખે છે, "પાકિસ્તાનને અફઘાનિસ્તાન અને ભારતની મિત્રતાનો ડર હંમેશાં સતાવે છે. "

"તેની સ્થાપના જે વિચારધારા પર થઈ છે તેમાં તેઓ ભારત અને અફઘાનિસ્તાને પોતાના અસ્તિત્વના સંકટ તરીકે જુએ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રાચિન સભ્યતાઓથી સંબંધ ચાલતો આવ્યો છે. જ્યારે પાકિસ્તાન તેને પોતાના માટે ખતરો માને છે."

"ભારતના આ સંબંધ સામે પાકિસ્તાન પોતાની વંશીય અને ભાષાની ઓળખને આગળ કરતું રહ્યું પણ એ સફળ ન રહ્યું."

"તેમણે તેના પર ધાર્મિક રાષ્ટ્રવાદને પણ પ્રભાવી કરવાની કોશિશ કરી. આવું પહેલા બંગાળીઓ અને પછી પશ્તુન-બલૂચો સાથે કર્યું પરંતુ તે કોશિશ નિષ્ફળ રહી. "

"ભારતે 1971માં પૂર્વ પાકિસ્તાનનું સમર્થન કર્યું અને અલગ બાંગ્લાદેશ બનાવ્યો. ત્યાર બાદ પાકિસ્તાની નેતાઓના મનમા ડર બેસી ગયો કે ભારત પાકિસ્તાનના હજુ વધુ ભાગલા કરવા માગે છે."

અફઘાનિસ્તાન પશ્તુનો અને બલૂચોના આંદોલનનું સમર્થન કરતું હતું. વળી બીજી તરફ પાકિસ્તાનને ભારત-અફઘાનિસ્તાનની મિત્રતાનો પણ ડર સતાવે છે. આ સિવાય અફઘાનિસ્તાન વિશ્વનો એકમાત્ર દેશ હતો જેણે યુએનમાં પાકિસ્તાનના સામેલ થવા સામે વિરોધ કર્યો હતો.

line

ફૅડરેશન બનાવવાની નિષ્ફળ કોશિશ

અફઘાન સંસદની ઇમારત

ઇમેજ સ્રોત, AFGHAN PRESIDENCY / HANDOUT

અફઘાનિસ્તાને અફઘાન-પાકિસ્તાનની સરહદ નિર્ધારિત કરનારી ડૂંરડ લાઈનને માનવાથી ઇન્કાર કરી દીધો હતો. આ જ રેખાને બંને દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવે છે.

1950-60ના દાયકામાં પાકિસ્તાની નેતાઓએ અફઘાનિસ્તાન સાથે મળીને એક ફૅડરેશન બનાવવાની કોશિશ કરી હતી.

પાકિસ્તાનના પ્રથમ સૈન્યશાસક જનરલ અયુબ ખાન મુસ્લિમ દેશ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને તુર્કી સાથે એક ફૅડરેશન બનાવવાની કોશિશ કરી રહ્યા હતા. પાકિસ્તાનને લાગતું હતું કે આનાથી તેમની વ્યૂહાત્મક સમસ્યાઓને ઉકેલ આવી જશે.

પાકિસ્તાનને લાગે છે કે જો અફઘાનિસ્તાન આ ફૅડરેશનમાં સામેલ થઈ જશે તો તેઓ પશ્તુનોના અલગતાવાદી આંદોલનનું સમર્થન નહીં કરી શકે અને સાથે જ ભારતની સરખામણીમાં અફઘાનિસ્તાનમાં તેમની હાજરી પણ વધી જશે. જોકે અફઘાનિસ્તાને આ ફૅડરેશનમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો.

અપર્ણા પાંડે લખે છે કે પાકિસ્તાન ઇચ્છતુ હતું કે અફઘાનિસ્તાનમાં એવી સરકાર હોય જે પાકિસ્તાન સમર્થક હોય અને ભારત વિરોધી હોય.

આ તેની રાષ્ટ્રીય નીતિ અને આંતરરાષ્ટ્રીય નીતિ બંને માટે જરૂરી હતું પરંતુ પાકિસ્તાન અફઘાનિસ્તાનના નેતાઓને એ સમજાવવામાં નિષ્ફળ રહ્યું કે તેઓ ભારતવિરોધી વલણ કેમ અપનાવે?

line

ઇસ્લામિસ્ક પશ્તુનોનું સમર્થન

અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન, અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની

પાકિસ્તાન જ્યારે અફઘાનિસ્તાનને સમજાવાવમાં નિષ્ફળ રહ્યું તો તેણે બીજી રણનીતિ અપનાવી અને 1970ના દાયકાથી એવા સમૂહોનું સમર્થન શરૂ કરી દીધું જે ત્યાંની સરકારને અસ્થિર કરવા માટે કામકાજ કરે.

પાકિસ્તાનને લાગતું હતું કે આ સમૂહ ક્યારેક તો સત્તામાં આવશે અને ભારત વિરુદ્ધ કામ કરવા લાગશે.

આ નીતિ હેઠળ પાકિસ્તાને પહેલાં ઇસ્લામિસ્ક પશ્તુનોનું સમર્થન કર્યું જેઓ રાષ્ટ્રવાદી પશ્તુતોનો મુકાબલો કરી શકે.

પાકિસ્તાને 'જમાત-એ-ઇસ્લામી અફઘાનિસ્તાન ઑફ બુર્હાનુદ્દીન રબ્બાની' અને 'હિઝ્બ-એ-ઇસ્લામી ઑફ ગુલબુદ્દીન હેકમત્યાર'નું સમર્થન શરું કર્યું.

આવું તેણે અફઘાનિસ્તાન પર સોવિયેટ સંઘના હુમલા પહેલાં શરૂ કરી દીધું હતું. ત્યારે અમેરિકાએ પણ પાકિસ્તાનની કોઈ મદદ નહોતી કરી હતી.

પાકિસ્તાન આવું સોવિયેટ સંઘના અંત અને 1990ના દાયકામાં અમેરિકાનાં હિતો ખતમ થયા પછી પણ કરતું જ રહ્યું.

આ વર્ષોમાં પાકિસ્તાને 1980ના દાયકામાં અફઘાન મુજાહિદ્દીનનોનું સમર્થન કર્યું.

1990ના દાયકામાં તાલિબાનનું સમર્થન કરવાનું શરૂ કર્યું. બાદમાં તાલિબાન હક્કાની નેટવર્ક સાથે જોડાયું અને પાકિસ્તાન સાથે એનો સંબંધ રહ્યો.

line

મૈત્રીસંધિ

અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ

ઇમેજ સ્રોત, REUTERS/AHMAD MASOOD

ઇમેજ કૅપ્શન, અફઘાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ

ભારત અને અફઘાનિસ્તાનનો સંબંધ 1950ના દાયકાની શરૂઆતમાં મૈત્રીસંધિ પર હસ્તાક્ષર સાથે શરૂ થયો.

તે સિવાય બંને દેશઓમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ એક સમૃદ્ધ પાયો રહ્યો છે.

આજની તારીખે ભારત અને અફઘાનિસ્તાનમાં સૌથી મોટું ક્ષેત્રીય દાતા છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને વિદેશમંત્રી અબ્દુલ્લા અબ્દુલ્લાએ ભાતરમાં જ અભ્યાસ કર્યો છે.

ભારત અફઘાનિસ્તાનમાં વિકાસનાં ઘણાં કામો કરી રહ્યું છે. માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલાં કેટલાંક મોટાં કામ કર્યાં છે. તેમાં સંસદની ઇમારત તથા કેટલાક ડૅમ અને રોડ પણ સામેલ છે.

ભારત અફઘાનિસ્તાનના સૈન્યઅધિકારીઓને તાલીમ પણ આપે છે અને ભારતે જ અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ તૈયાર કરવામાં યોગદાન આપ્યું છે.

બંને દેશોના સંબંધની મહત્ત્વની કડી પારસ્પરિક હિતો તો છે જ પણ અફઘાનિસ્તાન ભારત માટે મધ્ય એશિયાનો ગેટ-વે પણ છે.

મધ્ય એશિયાનાં બજારો સુધી પહોંચવા અને ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે અફઘાનિસ્તાન હંમેશાં મહત્ત્વનો દેશ રહ્યો છે.

જોકે પાકિસ્તાન બંને દેશોને ટ્રાન્ઝિટ માર્ગ વાપરવાની મંજૂરી નથી આપતું એટલે વેપાર ઈરાન મારફતે કરવો પડે છે.

line

પાકિસ્તાનની ભૂમિકાને લઈને સવાલ

નેતા

ઇમેજ સ્રોત, GOVT OF PAKISTAN

અબ્દુલ્લા અબ્દુલાની સરખામણીમાં અફઘાનિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ અશરફ ઘની પાકિસ્તાનને પોતાનું નિકટતમ ગણી રહ્યા છે. તેનું કારણ પણ છે.

ડૉ. અબ્દુલ્લા અહમદ શાહ મસુદના નિકટ રહ્યા છે જેમણે તાલિબાન વિરુદ્ધ નૉર્ધન ઍલાયન્સનું નેતૃત્ત્વ કર્યું હતું.

અહમદ મસૂદ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને સવાલ પણ ઉઠાવતા રહ્યા છે.

અબ્દુલ્લા અબ્દુલ્લા તાઝિક છે. તેઓ પશ્તુન નેતા નથી અને તેમણે ભારતમાં કેટલાંક વર્ષ વિતાવ્યાં છે. તેથી તેમને ભારતનું સમર્થન સમજી શકાય છે. બીજી તરફ ડૉ. ઘની પશ્તુન નેતા છે અને ભારત સાથે તેમના આ પ્રકારે સંબંધો નથી રહ્યા.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે અશરફ ઘની પાકિસ્તાનની વધારે નિટક રહ્યા છે.

2015માં બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે મુશર્રફને કહ્યું હતું કે તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે અફઘાનિસ્તાનમાં હામિદ કરઝઈની સરકારને અસ્થિર કરવાની કોશિસ કરી હતી કેમ કે હામિદ ભારતના સમર્થક છે અને પાકિસ્તાનની પીઠમાં ખંજર મારી રહ્યા હતા.

line

હિતોની રક્ષા

પાકિસ્તાન આર્મીના લિડર

ઇમેજ સ્રોત, EPA

મુશર્રફે અશરફ ઘનીના રાષ્ટ્રપતિ બનવા પર કહ્યં હતું, "હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. અશરફ ઘની સાથે પાકિસ્તાન છે."

"જ્યાં સુધી કરઝઈ રાષ્ટ્રપતિ રહ્યા ત્યાં સુધી પાકિસ્તાનનાં હિતોને નુકસાન કરતા રહ્યા. સ્પષ્ટ છે કે અમે અમારા હિતોની રક્ષા માટે કામ કરીએ છીએ."

"અશરફ ઘનીના આવ્યા બાદ અફઘાનિસ્તાને ખુદને સંતુલિત કર્યું છે અને પાકિસ્તાન તેમની સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યું છે."

2001માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન પર હુમલા બાદ પાકિસ્તાન માટે આ સૌથી મુશ્કેલ સમય હતો.

અફઘાનમાં 2001થી 2008 સુધીનો સમય પાકિસ્તાન માટે સૌથી મુશ્કેલ રહ્યો.

પરંતુ સપ્ટેમ્બર 2014માં ઘનીના હાથમાં દેશની કમાન આવી તે તેમણે ન માત્ર ભારત સાથેનાં હથિયારોની ડીલને રદ કરી પરંતુ પૂર્વ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનવિરોધી લડવૈયાને ટક્કર આપવા પોતાના સૈનિકોને પણ મોકલ્યા હતા.

મુશર્રફને રાષ્ટ્રપતિ અશરફ ઘનીનો એ નિર્ણય ઘણો સારો લાગ્યો હતો જેમાં તેમણે પોતાના છ આર્મી કૅડેટને તાલીમ માટે પાકિસ્તાનની ઑફિસર અકાદમીમાં મોકલ્યા હતા.

બીજી તરફ હામિદ કરઝઈ ભારતના પક્ષમાં સ્પષ્ટ રીતે સમર્થનમાં રહ્યા.

કરઝઈએ પોતાના સૈનિકોને તાલીમ માટે ભારત મોકલ્યા હતા. કરઝઈનો આ નિર્ણય મુશર્રફ માટે એક ઝટકા સમાન હતો. તેમને લાગ્યુ હતું કે અફઘાનિસ્તાનના સૈનિકો પાકિસ્તાન વિરોધી થઈ જશે.

line

'તાલિબાનને રાષ્ટ્રપતિ કરઝઈના કારણે મજબૂત કર્યુ'

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

મુશર્રફે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ 2001માં તાલિબાનને રાષ્ટ્રપતિ કરઝઈના કારણે મજબૂત કર્યુ હતું.

તેમણે કહ્યું હતું,"કરઝઈની સરકારમાં બિન-પશ્તુનોની બોલબાલા હતી અને આ સરકાર ભારતની સાથે હતી. તેથી સ્પષ્ટ છે કે અમે ઇચ્છતા હતા કે આ સરકાર સાથે મૂકાબલા માટે કોઈ બીજો સમૂહ તૈયાર થાય જે ભારતને પડકાર આપી શકે. પછી અમે તાલિબાનનો સંપર્ક કર્યો."

રાષ્ટ્રપતિ અશરફ ઘનીને લાગતું હતું કે તેઓ પાકિસ્તાનની મદદથી તાલિબાનને વાતચીત માટે તૈયાર કરશે પરંતુ સત્તા હાથમાં લીધાના વર્ષ બાદ ઘનીએ પણ પાકિસ્તાન મામલે નિરાશા વ્યક્ત કરી.

25 એપ્રિલ 2016ના રોજ ઘનીએ અફઘાન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું કે પાકિસ્તાન તાલિબાનને વાતચીત માટે તૈયાર કરશે એ મામલે તેઓ પાકિસ્તાન પાસેથી આશા નથી રાખી શકતા.

19 એપ્રિલે કાબુલમાં થયેલા હુમલાથી ઘની ઘણા દુખી હતી. તેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ પણ થયા હતા.

તેને ઘનીની નિષ્ફળતા તરીકે જોવામાં આવ્યું કે તેઓ પાકિસ્તાનના નિકટ હોવા છતાં તેને સમજાવી ન શક્યા.

line

અફઘાનિસ્તાનમાં હિંસા અટકી નથી

મહિલા અને બાળકો

ઇમેજ સ્રોત, Reuters

જોકે હવે પાકિસ્તાન, તાલિબાન અને અમેરિકા વચ્ચે વાતચીત શરૂ થઈ પરંતુ અફઘાનિસ્તાનમાં હિસાં અટકી નથી.

આ પૂર્વે ઈમરાન ખાને સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે વાતચીત કરાવવાની કોશિશ કરી હતી પરંતુ કોઈએ તેને મહત્ત્વ નહોતું આપ્યું.

ઈમરાન ખાને પોતાનાં કેટલાંક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે તેઓ સાઉદી અને ઈરાન વચ્ચેના મતભેદો ટાળવા માટે મધ્યસ્થી કરવાની કોશિશ કરી રહ્યા છે.

પાકિસ્તાનના જાણીતા પત્રકાર નજમ શેઠીને લાગે છે કે તેઓ ઈમરાન ખાનની કોઈ પણ વિદેશનીતિ પ્રભાવી નથી રહી.

તેમણે 'નયા દૌર'ના એક કાર્યક્રમમાં 19 નમેમ્બરે કહ્યું હતું કે ઈમરાન ખાન સાથે આજની તારીખમાં ન તો સાઉદી સમર્થનમાં છે ના યુએઈ.

સેઠીએ કહ્યું, "તમે ઈરાન સાથે ઊભા રહીને શું મેળવી લેશો? ત્યાંથી પાકિસ્તાનને શું મળશે? મળી શકે તો તે સાઉદી, યુએઈ, યુરોપ અને અમેરિકાથી મળી શકતું હતું પરંતુ તમામ સાથે સંબંધો સારા નથી."

"મલેશિયાના જે વડા પ્રધાન તેનું સમર્થન કરતા હતા તેઓ હવે સત્તામાં નથી. તેઓ મુસ્લિમ દેશોના નેતા બનવા માગે છે પરંતુ તેમની આ ઇચ્છા તેમને કંઈક જ પ્રાપ્ત નહીં કરાવે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો