અનીતાનો દિલ તોડનારો વીડિયો, જે પોતાના પરિવાર સાથે દરિયામાં સમાઈ ગઈ

અનીતા ઈરાનજાદ

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT

ઇમેજ કૅપ્શન, અનીતા ઈરાનજાદ
    • લેેખક, જિયાર ગોલ
    • પદ, બીબીસી ફારસી સેવા

કુર્દ મૂળની ઈરાની બાળકીનો એક વીડિયો દર્શાવે છે કે ઇંગ્લિશ ચેનલ પાર કરવાની કોશિશમાં એક પરિવાર કેવી રીતે વિદેશમાં સારી જિંદગીનાં સપનાં સેવ્યાં હતાં.

આ વીડિયો ક્લિપમાં નવ વર્ષની બાળકી ક્યારેક હસે છે, ક્યારેક રોવે છે. એ કહે છે- 'મારું નામ અનીતા ઈરાનજાદ છે, હું સારદસ્તની છું.'

આ તેમના ગૃહનગરમાં જ શૂટ થનારી એક શોર્ટફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ હતો. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં તેમના પિતા રસૂલ ઈરાનઝાદ કહે છે, 'હું એક અભિનેત્રી બનવા માગું છું... એમ કહે.'

આ વીડિયોમાં માત્ર એક પિતાનો ગર્વ જ નથી, પણ આશાઓ પણ છે. રસૂલ ઇચ્છે છે કે તેમની પુત્રી પોતાનું સપનું સાકાર કરે. પણ આ એક રાજકીય રીતે શોષિત અને પછાત વિસ્તારની એક છોકરી માટે બહુ મોટું સપનું હતું.

આ પરિવાર પશ્ચિમ ઈરાનના એક કુર્દ બહુમતીવાળા કસબા સારદસ્તનો રહેવાસી છે.

આ વીડિયોના શૂટિંગ બાદ એક વર્ષ બાદ રસૂલ, તેમનાં પત્ની શિવા પનાહી અને ત્રણ બાળકો- અનીતા, છ વર્ષનો પુત્ર આર્મિન અને પંદર મહિનાની બાળકી આર્તિન યુરોપની ખતરનાક યાત્રાએ નીકળી ગયાં.

પરંતુ સારી જિંદગીની પરિવારની આશાનો 27 ઑક્ટોબરે ઇંગ્લિશ ચેનલમાં બહુ જ દુખદ અંત આવ્યો.

ખરાબ હવામાનમાં બ્રિટન તરફ આગળ વધતી તેમની નાની હોડી ડૂબવા લાગી. અનીતા અને ત્રણ બાળકો નાની કેબિનમાં ફસાયેલાં હતાં. તેમની પાસે લાઇફ જૅકેટ નહોતાં.

35 વર્ષીય રસૂલે ઑગસ્ટમાં પોતાના પરિવાર સાથે ઈરાન છોડી દીધું હતું. તેમનાં સગાંઓ તેનું કારણ જણાવતા ગુસ્સે થાય છે. જોકે ઘણા લોકો એવું માને છે કે રસૂલ અન્ય કોઈ જગ્યાએ પોતાની જિંદગી ફરીથી શરૂ કરવા માગતા હતા.

line

નવી જિંદગીની શરૂઆતની ઇચ્છા

આર્તિન

ઇમેજ સ્રોત, FAMILY HANDOUT

ઇમેજ કૅપ્શન, આર્તિન

ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતમાં સારદસ્ત એક નાનો કસબો છે. આ ઈરાનની સીમા પાસે છે. અહીં લોકોનું જીવિત રહેવું જ એક સંઘર્ષ છે. સપનાંને પૂરાં કરવા માટે આ બહુ મુશ્કેલ જગ્યા છે.

અહીં કોઈ મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ નથી. બેરોજગારી દેશમાં સૌથી વધુ છે. અહીંની કુર્દ મૂળની વસતી માટે આગળ વધવા માટેની તકો પણ સીમિત છે.

ઘણા લોકો ઇરાકના કુર્દિસ્તાનથી સામાનની તસ્કરીનું કામ કરે છે. આ બહુ ફાયદાનો કે સુરક્ષિત સોદો નથી. ઘણા લોકો એક ટ્રિપ પર માત્ર દસ ડૉલર જેટલું કમાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સેંકડો તસ્કરોને ઈરાની બૉર્ડર ગાર્ડોએ ગોળી મારી દીધી છે. ઘણા લોકો દુર્ગમ પહાડો પરથી પડીને મરી ગયા છે કે શિયાળામાં બરફની નીચે દફન થઈ ગયા છે.

આ વિસ્તારમાં સૈન્યબળોની પણ ઉપસ્થિતિ છે. 1979ની ઈરાની ક્રાંતિ પછી ઈરાનનાં સુરક્ષાબળો અને હથિયારબંધ કુર્દ સમૂહ વચ્ચે ઘર્ષણ થતું રહે છે. ઈરાન પોતાના અધિકારો માટે લડતાં આ કુર્દ બળોને વિદેશીથી મદદ મેળવનારા અલગાવવાદી માને છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઈરાનની 8.2 કરોડ વસતીમાં અંદાજે દસ ટકા કુર્દ છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર દેશની જેલોમાં બંધ અડધાથી વધુ રાજકીય કેદી કુર્દ છે.

ઈરાનમાં ગત વર્ષે થયેલાં સરકારવિરોધી પ્રદર્શનો બાદ ઈરાનની એજન્સીઓ મોટા પાયે કુર્દ લોકોને પ્રતાડિત કર્યા છે.

આ પ્રદર્શન ઇરાકથી જોડાયેલા પશ્ચિમ સીમા પાસેના કુર્દ બહુમતીવાળાં શહેરોમાં શરૂ થયાં હતાં અને ઈરાનનાં ઘણાં મોટાં શહેરો સુધી પહોંચ્યાં હતાં.

શિવાનીના એક મિત્રે બીબીસીને જણાવ્યું કે રસૂલ સરકારી એજન્સીઓથી બચવા માગતા હતા.

આ મિત્ર અનુસાર શિવાના પરિવાર પાસે જે કંઈ પણ હતું એ બધું તેઓએ વેચી માર્યું હતું અને યુરોપ જવાના તસ્કરોને પૈસા આપવા માટે તેઓએ મિત્રો અને પરિજનો પાસેથી ઉધારી કરી હતી.

તેઓ બ્રિટન પહોંચવા માગતા હતા, જે કુર્દ પ્રવાસીઓની મનપસંદ જગ્યા છે.

તેમનું માનવું હતું કે બ્રિટન યુરોપના અન્ય દેશો કરતાં સીમિત સંખ્યામાં પ્રવાસીઓને સ્વીકારે છે, આથી ત્યાં તેમના માટે ઘણી સારી તકો હશે.

આ પરિવારનું પહેલું ઠેકાણું તુર્કી હતું. રસૂલના મિત્રોએ બીબીસીને એક વીડિયો ક્લિપ મોકલી છે, જેમાં તેઓ કુર્દી ભાષામાં ગીતો ગાઈ રહ્યાં છે. આ સમયે તેમનો પરિવાર યુરોપ લઈ જવા માટે તસ્કરોની રાહ જોતો હતો.

રસૂલ ગાતાં હતા, "મારા દિલમાં દર્દ છે, બહુ ગમ છે... પરંતુ હું શું કરું, મારે મારા કુર્દિસ્તાનને છોડવું છે અને જવાનું છે...."

રસૂલ જ્યારે આ ગીતા ગાતાં હતા ત્યારે તેમનો પુત્ર આર્મિન હસતો હતો. તેમની દીકરી આર્તિન આવીને તેમના ખોળામાં બેસી જાય છે.

કુર્દ લોકોની એક જાણીતી કહેવત છે- 'પહાડો સિવાય અમારા કોઈ મિત્ર નથી.'

line

પૈસા આપીને મુસાફરીનું જોખમ કેમ?

ઇબ્રાહિમ મોહમ્મદપુર
ઇમેજ કૅપ્શન, ઇબ્રાહિમ મોહમ્મદપુર

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઉસ્માનિયા સલ્તનતનો અંત થઈ ગયો હતો. વિજેતા પશ્ચિમ દેશોએ કુર્દોને આઝાદીનો વાયદો કર્યો હતો, પરંતુ ક્ષેત્રીય શક્તિઓેએ ક્યારેય એ કરારનો સ્વીકાર ન કર્યો.

આઝાદ રાષ્ટ્રની જગ્યાએ કુર્દોની જમીન મધ્ય પૂર્વના નવા સ્વતંત્ર થયેલા દેશોમાં વહેંચાઈ ગઈ.

બાદમાં જ્યારે પણ કુર્દોએ ઈરાન, તુર્કી, સીરિયા કે કે ઇરાકમાં આઝાદીનો અવાજ ઉઠાવ્યો ત્યારે તેને ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યો.

પહેલા તુર્કી ઈરાની શરણાર્થીઓની પસંદગીની જગ્યા હતું. પણ ગત સાત વર્ષમાં ત્યાં પણ માહોલ બદલાઈ ગયો છે અને હવે એ કુર્દ શરણાર્થીઓનું ઠેકાણું રહ્યું નથી.

પ્રવાસીઓ અંગે એવો રિપોર્ટ છે કે તુર્કીનાં સૈન્યબળોએ પોલીસ સ્ટેશનમાં કુર્દ શરણાર્થીઓનું ઉત્પીડન કર્યું કે પછી તેમને ઈરાન પાછા મોકલી દીધા.

ઇસ્તંબુલમાં ઈરાની મૂળના ઘણા લોકોની રાજકીય હત્યા અને અપહરણની ઘટનાઓ ઘટી છે.

એવામાં રસૂલ અને શિવા પોતાના પરિવાર સાથે તુર્કીથી આગળ વધવા માટે આતુર હતાં.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સપ્ટેમ્બરમાં તેઓને એક ચોર મળી ગયો અને તેને તેમણે અંદાજે 28 હજાર ડૉલર ચૂકવ્યા. આ તસ્કર તેમને તુર્કીથી ઈટાલી અને પછી લૉરીથી ઉત્તર ફ્રાન્સ લઈ ગયો.

ફ્રાન્સના તટીય શહેર ડનકર્કમાં એક ચેરિટી સાથે કામ કરનારાં સ્વયંસેવક શાર્લટ ડેકાન્ટર શિવાને કુર્દ શરણાર્થીઓના કૅમ્પમાં જગ્યા મળી હતી. તેઓ ત્યાં ખાવાનું વહેંચવા ગયાં હતાં.

તેઓ તેમની જિંદાદિલીથી ઘણાં પ્રભાવિત થયાં હતાં.

'તે એક નાની મહિલા હતી. બહુ દયાળુ અને મીઠાબોલી. મેં કુર્દ ભાષામાં કેટલાક શબ્દો કહ્યા તો તે બહુ જોરથી હસવા લાગી. તે ચોંકી ગઈ હતી.'

જોકે ફ્રાન્સમાં શિવા અને રસૂલ દુર્ઘટનાનો શિકાર થઈ ગયાં. તેમનો બધો સામાન લૂંટી લીધો હતો.

24 ઑક્ટોબરે કૈલેમાં રહેતા એક મિત્રે સંદેશ મોકલીને શિવાને જણાવ્યું કે હોડીથી યાત્રા કરવી ખતરનાક સાબિત થશે, પણ લૉરીથી જવા માટે તેમની પાસે પૂરતા પૈસા નહોતા.

ટેક્સ્ટ સંદેશમાં તેઓએ કહ્યું, "હું જાણું છું કે આ ખતરનાક છે, પણ અમારી પાસે કોઈ વિકલ્પ નથી."

તેઓ કહે છે કે તે શરણ મેળવવા માટે કેટલી ઉતાવળી હતી.

'મારા દિલમાં હજારો ગમ છે, પણ હવે જ્યારે અમે ઈરાન છોડી દીધું છે તો હું મારી જૂની જિંદગીને ભૂલી જવા માગું છું.'

line

જોખમી મુસાફરીની શરૂઆત

ઈરાનના કુર્દ લોકો

રસૂલના પરિવાર સાથે ફ્રાન્સ જનારા એક મિત્ર જણાવે છે કે 26 ઑક્ટોબરે ડનકર્કમાં તસ્કરે તેમને જણાવ્યું હતું કે આગળના દિવસે ઇંગ્લિશ ચેનલ પાર કરી લેશે.

તેઓ સવારેસવારે એક તેલ ડેપો પાસે દુર્ગમ સ્થાનથી બીચ જવા માટે નીકળ્યા હતા. આ જગ્યા લૂન પ્લાઝ બીચ પર છે.

હવામાન બહુ ખરાબ હતું, અંદાજે દોઢ મીટર ઊંચી લહેરો આવી રહી હતી. હવા ત્રીસ કિમી પ્રતિકલાકની ગતિથી વાતી હતી.

રસૂલના એક મિત્રે આ ખતરનાક યાત્રા ન કરવાનો નિર્ણય લીધો.

તેઓ કહે છે, "હું ડરી ગયો હતો, મેં ન જવાનો નિર્ણય લીધો. મેં રસૂલને કહ્યું કે તે આ જોખમ ન ઉઠાવે, પણ તેણે કહ્યું કે તેની પાસે કોઈ વિકલ્પ નથી."

ઈરાનમાં રહેતા તેમના સંબંધીઓ અનુસાર રસૂલે તસ્કરોને અંદાજે સાડા પાંચ હજાર બ્રિટન પાઉન્ડ આપ્યા હતા.

સારદસ્તના રહેવાસી અભિનેતા અને ડૉક્યુમેન્ટરી ફિલ્મમેકર 47 વર્ષીય ઇબ્રાહીમ મોહમ્મદપુર પણ પોતાના 27 વર્ષીય ભાઈ મોહમ્મદ અને 17 વર્ષના પુત્ર સાથે એ હોડીમાં સવાર હતા.

ઇબ્રાહીમ કહે છે કે આ હોડી માત્ર સાડા ચાર મીટર લાંબી હતી અને તેમાં માત્ર આઠ લોકોની જગ્યા હતી, છતાં તેમાં 23 લોકોને ઠાંસીઠાંસીને ભર્યા હતા.

ઇબ્રાહીમ કહે છે, "ઈમાનદારીથી કહું તો અમે બધા આંધળા થઈ ગયા હતા, કેમ કે આ યાત્રામાં અમે ઘણું બધું વેઠ્યું હતું. પહેલા મને વિચાર આવ્યો કે આ હોડી પર નથી બેસવું, પણ પછી મન કહેવા લાગ્યું કે બેસી જાવ, જેથી આ દુખથી છુટકારો મળે."

line

અચાનક હોડી ડૂબવા લાગી...

ઈરાનના કુર્દ

ઇમેજ સ્રોત, HENGAW

ઇમેજ કૅપ્શન, રસૂલ ઈરાનજાદ પોતાના પંદર મહિનાના પુત્ર આર્તિનને કાખમાં લઈને ઊભા છે, 35 વર્ષીય મોહમ્મદ પનાહી, અનીતા અને છ વર્ષનો આર્મિન

હોડીમાં સવાર 16 વર્ષીય યાસીન કહે છે કે માત્ર તેઓએ અને અન્ય બે લોકોએ લાઇફજૅકેટ પહેર્યું હતું. રસૂલના પરિવારમાંથી કોઈએ જૅકેટ પહેર્યું નહોતું.

આ હોડીમાં સવાર બધા 22 મુસાફરો સારદસ્તના કુર્દ હતા, જ્યારે નાવિક ઉત્તર ઈરાનનો શરણાર્થી હતો.

અગાઉ બ્રિટનની યાત્રા કરી ચૂકેલા આ ઈરાની પ્રવાસી કહે છે કે તસ્કર એ વ્યક્તિને હોડી ચલાવવા માટે કહે છે, જેની પાસે તેને આપવા માટે સૌથી ઓછા પૈસા હોય છે.

શિવા અને બાળકો કાચની કૅબિનમાં ચાલ્યાં ગયાં હતાં. તેમને આ સુરક્ષિત અને થોડી ગરમી લાગી, પણ આ જ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ.

ઇબ્રાહીમ અનુસાર અંદાજે આઠ કિલોમીટરની યાત્રા બાદ હોડીમાં પાણી ભરાઈ ગયું હતું.

તેઓ કહે છે, "અમે પાણી બહાર કાઢવાની કોશિશ કરતા હતા, પણ નિષ્ફળ રહ્યા. અમે પાછા કૈલે જવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહ્યા."

તેમના ભાઈ મોહમ્મદ કહે છે કે હોડીમાં સવાર લોકો ડરવા લાગ્યા. તેઓ હોડીમાં એક તરફથી બીજી બાજુ જતા હતા અને અચાનક હોડી ડૂબી ગઈ.

ગયા મહિને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગયા મહિને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

બાદમાં શું થયું એ સ્પષ્ટ રીતે કહી શકવું મુશ્કેલ છે, કેમ કે જીવિત લોકોનાં નિવેદન તેને લઈને કોઈ સ્પષ્ટ નથી.

બધા કહે છે કે શરૂઆતમાં શિવા અને બાળકો કૅબિનમાં ફસાયેલાં હતાં.

ઇબ્રાહીમ કહે છે કે રસૂલ પાણીમાં ગયા અને તેમને બચાવવાની કોશિશ કરી અને પછી બહાર આવીને મદદ માટે બૂમ પાડી.

યુનિવર્સિટીના વિદ્યાર્થી પેશરા કહે છે કે તેઓએ કાચની કૅબિનને તોડવાની કોશિશ કરી પણ તેઓ નિષ્ફળ રહ્યા.

તેઓ કહે છે કે તેમણે માસૂમ આર્તિનને પાણીમાં તરતો જોયો હતો.

શિવાના ભાઈ રાસો કહે છે કે તેઓએ સાંભળ્યું છે કે રસૂલે આર્તિનને બહાર કાઢ્યો હતો અને પછી અન્યને કાઢવા માટે ફરીથી પાણીમાં ગયા હતા.

ઇબ્રાહીમની આંખોમાં એ પળને યાદ કરતાં આંસુ આવી જાય છે.

તેઓએ અનીતાને પાણીમાં તરતી જોઈ હતી અને તેનો હાથ પકડવામાં સફળ રહ્યા હતા.

તેઓ કહે છે, "મેં પાણીમાં એ બાળકીનો હાથ પકડ્યો હતો, હું વિચારતો હતો કે તે જીવિત છે. એક હાથથી મેં હોડી પકડી હતી અને બીજા હાથથી તેનો હાથ. હું વારંવાર તેને હલાવતો રહ્યો કે કોઈ હકરત થાય, પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી."

તેઓ રડતાં કહે છે, "હું ક્યારેય પોતાને માફ નહીં કરી શકું."

line

ઇંગ્લિશ ચેનલ પાર કરવાનું વધતું ચલણ

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

ઇબ્રાહીમના ભાઈ મોહમ્મદ અનુસાર, રસૂલ રડતાં-રડતાં પાણીમાંથી નીકળ્યા હતા અને પછી તેઓએ જાતને લહેરો સાથે વહેવા દીધી.

ફ્રાન્સીસી અધિકારીઓ અનુસાર, સ્થાનિક સમયાનુસાર સવારે 9.30 વાગ્યે પાસેથી નીકળેલી એક હોડીએ ઍલાર્મ વગાડ્યું. 17 મિનિટ બાદ પહેલું બચાવજહાજ સ્થળ પર પહોંચ્યું.

કેટલાક અધિકારીઓ અનુસાર કેટલાક લોકોને હૃદયરોગના હુમલાની સ્થિતિમાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેનાથી વધુ જાણકારી તેઓએ ન આપી.

અમે જેની સાથે વાત કરી એ જીવિત બચેલા લોકોનું માનવું છે કે રસૂલ, તેમનાં પત્ની શિવા, પુત્રી અનીતા અને આર્મિન મરી ગયાં હતાં. અન્ય પંદર લોકોને હૉસ્પિટલ લઈ જવાયા. બેબી આર્તિનનો હજુ સુધી કોઈ પત્તો નથી. જોકે તેને પણ મૃત માની લેવામાં આવી છે.

યાસીન કહે છે કે તેઓએ આર્તિનને લહેરો વચ્ચે વહેતી જોઈ હતી.

એક ઈરાની નાગરિક, જેમને હોડીનો કૅપ્ટન માનવામાં આવે છે, તેને ફ્રાન્સમાં જજ સામે રજૂ કરવામાં આવ્યો છે. તેમના પર હત્યાનો આરોપ છે.

શિવાના ભાઈ અને બહેન યુરોપમાં રહે છે, તેઓ મૃતદેહને જોવા માટે ડનકર્ક પહોંચ્યાં.

ઇંગ્લિશ ચેનલની ખતરનાક યાત્રા કરનારા પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે.

2018માં નાની હોડીથી 297 લોકો બ્રિટન પહોંચ્યા હતા, 2019માં 1840 લોકો પહોંચ્યા હતા.

બીબીસીના વિશ્લેષકો અનુસાર આ વર્ષે અંદાજે 8 હજાર લોકો બ્રિટનની મુસાફરી કરી ચૂક્યા છે.

2019 બાદ અત્યાર સુધીમાં કમસે કમ દસ લોકોનાં મૃત્યુ આ જોખમભરી મુસાફરી દરમિયાન થયાં છે.

તેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ ઈરાનના છે.

શરણાર્થીઓ માટે કામ કરતી સંસ્થાઓ અને ફ્રાન્સીસી અધિકારીઓનું કહેવું છે કે બ્રિટનમાં શરણ લેતા પહેલાં લોકોને અરજી કરવાની સુવિધા આપવી જોઈએ.

ઇબ્રાહીમ કહે છે કે જીવિત લોકોને ખરાબ સપનાંઓ આવે છે.

તેમ છતાં યાસીન કહે છે કે તેઓ ફરી વાર ચેનલ પાર કરવાની કોશિશ કરશે.

'અમે બધા બહુ દુખી હતા, હું બહુ ડરી ગયો હતો, પણ હું એક સુરક્ષિત સ્થળે પહોંચવા માગું છું. હું ફરી વાર પ્રયત્ન કરીશ.'

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો