અઝરબૈજાન-આર્મેનિયા : નાગોર્નો-કારાબાખના મુખ્ય શહેર પર 'અઝેરી સેનાનો કબજો'

ઇમેજ સ્રોત, KAREN MINASYAN
અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે નાગોર્નો-કારાબાખના એક મુખ્ય શહેર પર તેમણે કબજો કરી લીધો છે.
રવિવારે ટેલિવિઝન પર પ્રસારિત એક સંદેશમાં રાષ્ટ્રપતિ ઇલહામ અલિયેવે કહ્યું છે કે શુશા નામના શહેરને અઝેરી સેનાએ કબજામાં લીધું છે. આર્મેનિયાઈ ભાષામાં આ શહેરનું નામ શુશી છે.
જોકે આર્મેનિયાએ અઝરબૈજાનના આ દાવાને ખારિજ કરી દીધો છે અને કહ્યું કે લડાઈ હજી જારી છે.
આ વિવાદિત પ્રદેશમાં સંઘર્ષની વચ્ચે આ શહેર અઝરબૈજાન માટે રણનીતિની દૃષ્ટિએ અતિમહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
નાગોર્નો-કારાબાખ 1,700 સ્ક્વેર માઇલનો પહાડી વિસ્તાર છે, જે સોવિયત સંઘના વિઘટન પહેલાં સ્વાયત્ત ક્ષેત્ર બની ગયું હતું અને અઝરબૈજાનનો હિસ્સો હતો. પરંપરાગત રીતે અહીં ઈસાઈ આર્મિનિયાઈ અને તુર્ક મુસલમાન રહે છે.
આ પ્રદેશને લઈને આર્મેનિયા અને અઝરબૈજાન ત્રણ દાયકા પહેલાં પણ સંઘર્ષ કરી ચૂક્યા છે. આ પછી બંને વચ્ચે સંઘર્ષવિરામ થયો પણ કોઈ પણ પ્રકારની શાંતિસમજૂતી નથી થઈ શકી.
સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે ફરીથી હિંસા શરૂ થઈ ગઈ અને એ માટે બંનેએ એકબીજાને દોશી ઠેરવ્યા હતા.

હાલની સ્થિતિ શું છે?
નાગોર્નો-કારાબાખની રાજધાની સ્તેપ્નાકિયર્ત (જેને અઝરબૈજાનમાં ખાનકેન્દી નામથી ઓળખવામાં આવે છે)ની ઉપરની તરફની પહાડી પર શુશા શહેર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે સ્તેપ્નાકિયર્તથી આર્મેનિયા જવાના રસ્તા પર આવેલું છે.
જો આ શહેર અઝરબૈજાનના કબજામાં આવી જાય તો અહીંથી સ્તેપ્નાકિયર્ત પર હુમલો કરવો અઝેરી સેના માટે સરળ બની જશે.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે કહ્યું છએ કે શુશાની 'આઝાદીનો દિવસ' અઝરબૈજાનના લોકોના ઇતિહાસમાં લખાશે. નાગોર્નો-કારાબાખ પર અઝરબૈજાને કબજાનો વાયદો દોહરાવતાં કહ્યું કે 'અમને કોઈ તાકત રોકી નથી શકતી.'
થોડા દિવસો પહેલાં બીબીસી સંવાદદાતા ઓર્લા ગુએરિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હવે આર્મેનિયા પાસે વધારે દિવસો બચ્યા નથી.
જોકે આર્મેનિયા શુશા પર કબજાના અઝરબૈજાનના આ દાવાને ખોટો ગણાવે છે.

ઇમેજ સ્રોત, KAREN MINASYAN
આર્મેનિયાના સંરક્ષણમંત્રાલયના અધિકારી અર્તસ્રન હોવાનિસ્યાને ફેસબુક પેજ પર લખ્યું, "શુશીમાં લડાઈ જારી છે, રાહ જુઓ અને આપણા સૈનિકો પર વિશ્વાસ રાખો."
નાગોર્નો-કારાબાખના સ્વઘોષિત રાષ્ટ્રપતિ અરાયિક હારુત્યુન્યાનના એક વિદેશનીતિ સલાહકારે બીબીસીને કહ્યું, "અમે કહી શકીએ છીએ કે હાલમાં શુશી જંગનું મેદાન બનેલું છે. ત્યાં અઝરબૈજાનની સેના છે અને કારાબાખની સેના છે. અમે પ્રદેશના એકેએક ઘર માટે લડી રહ્યા છીએ."
અઝરબૈજાનની જાહેરાત પહેલાં આર્મેનિયાના સંરક્ષણમંત્રાલયના પ્રવક્તા શુશાન સ્ટેપન્યાને લખ્યું, "આજે રાત્રે શુશીમાં ભયાનક લડાઈ થઈ રહી છે."
તેમણે લખ્યું કે આ લડાઈમાં અઝરબૈજાનના અનેક સૈનિકોના જીવ ગયા છે. તેમની અનેક ટૅન્ક અને ગાડીઓ નષ્ટ થઈ છે.
શુશા શહેરનું મહત્ત્વ શું છે ?

ઇમેજ સ્રોત, Matthias Schumann/Getty
શુશા શહેરનું મહત્ત્વ
શુશા શહેર અઝરબૈજાન અને આર્મેનિયા બંને માટે અલગઅલગ સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે.
1980ના અંત અને 1990ની શરૂઆતમાં બંને વચ્ચે જે યુદ્ધ થયું હતું તેની પહેલાં સુધી અહીંની વસતિ મુખ્ય રૂપથી અઝેરી હતી પરંતુ યુદ્ધના કારણે અહીં હજારો લોકોએ પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું.
આર્મેનિયા માટે આ એ જગ્યા છે જ્યાં પવિત્ર મનાતું ઐતિહાસિક ગઝાનચેત્સોત્સ ચર્ચ છે.
આ આર્મેનિયાનું અપોસ્ટોલિક ચર્ચ છે એટલે સૌથી જુનૂં અને સૌથી મોટા ગિરજાઘરોમાં સામે છે.
ગત મહિને આર્મેનિયાએ અઝરબૈઝાન પર આ ચર્ચ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે બંને પક્ષોનું કહેવું હતું કે તેઓ સામાન્ય લોકો અને જગ્યાને નિશાન નથી બનાવી રહ્યા.
રવિવારે આ યુદ્ધને 43 દિવસ થઈ ગયા. બંને દેશો વચ્ચે 27 સપ્ટેમ્બરે શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી કેટલા લોકોનો ભોગ લેવાયો એ વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ. નાગોર્નો-કારાબાખના અધિકારીઓનું કહેવું છે કે યુદ્ધ દરમિયાન સેનાના ઓછામાં ઓછા 1200 લોકોનો ભોગ લેવાયો છે. તેમનું કહેવું છે કે યુદ્ધમાં સામાન્ય નાગરિકોનાં પણ મૃત્યુ થયાં છે.
અઝરબૈજાને અત્યાર સુધી યુદ્ધમાં માર્યા ગયેલા લોકોનો આંકડો જાહેર નથી કર્યો. તેમનું કહેવું છે કે યુદ્ધમાં 80થી વધારે નાગરિકોનું મૃત્યુ થયું છે. આમાં ગત મહિને બર્દામાં મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા 21 નગારિકો પણ સામેલ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગત મહિને કહ્યું હતું કે અત્યાર સુધી યુદ્ધમાં આશરે પાંચ હજાર લોકોનો ભોગ લેવાયો છે.

પ્રતિક્રિયા શું છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અઝરબૈજાનના રાષ્ટ્રપતિની જાહેરાત બાદ રાજધાની બાકૂમાં સડક પર નીકળીને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે તુર્કીના રાષ્ટ્રપતિ રિચેપ તૈયપ અર્દોઆને પોતાના અઝેરી ભાઈઓને શુભકામના પાઠવી. તુર્કીના કોચેલીમાં લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે શુશામાં જે થઈ રહ્યું છે તે સંકેત આપે છે કે બીજા વિસ્તારો જે દુશ્મનના કબજામાં છે તેમને પણ આઝાદ કરાવી લેવામાં આવશે.
તુર્કી અઝરબૈજાનનું મિત્ર માનવામાં આવે છે અને આ લડાઈમાં તેનો સાથ આપવાની વાત પણ કરી ચૂક્યું છે.
શનિવારે અર્દોઆને રશિયાના રાષ્ટ્રપતિ પુતીને કહ્યં કે "આર્મેનિયાને અઝરબૈજાનની જમીનથી નીકળી જવું જોઈએ. તેમણે કહ્યું, સમાધાન માટે આર્મેનિયાએ વાતચીતની ટેબલ પર આવવા માટે આશ્વસ્ત થવું પડશે. "
ત્યાં જ આ મામલામાં રશિયાની સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે જે પ્રમાણે પુતીને અર્દોઆનને કહ્યું છે, "તેમણે અઝરબૈજાન અને આર્મેનિયા, બંનેના નેતાઓ સાથે વાત કરી હતી અને માનતા હતા કે જીવ બચાવવા માટે જલદીથી જલદી સંઘર્ષને ખતમ કરવો જોઈએ અને આ મામલાને રાજનીતિક અને કૂટનીતિક સમાધાન શોધાવું જોઈએ. "
તુર્કીના કેચિરિન જિલ્લાની એક ઇમારતમાં તુર્કી અને અઝરબૈજાનના રાષ્ટ્રીય ઝંડા સાથસાથે બંને દેશોના રાષ્ટ્રપતિ અર્દોઆન અને ઇલહામ અલીયેવની તસવીરો લગાવવામાં આવી છે.
બંને દેશો વચ્ચે સંઘર્ષની શરૂઆતથી જ કેટલીક વખત યુદ્ધવિરામ માટે મધ્યસ્થતાની કોશિશ કરવામાં આવી છે.
રશિયા, આર્મેનિયાના મિત્ર છે પરંતુ અઝરબૈજાન સાથે તેમના સારા સંબંધ છે. રશિયાએ બે વખત યુદ્ધવિરામ માટે મધ્યસ્થતા કરી પરંતુ બંને વખત યુદ્ધવિરામ કારગર નહીં થઈ શકે. યુદ્ધવિરામ લાગુ થવાના મિનિટો પછી આ તૂટ ગયું. બંને પક્ષોના આરોપ છે કે યુદ્ધવિરામને બીજા પક્ષે મિનિટોમાં તોડી નાખ્યું.

નાગોર્નો-કારાબાખ વિશે ખાસ વાતો

ઇમેજ સ્રોત, BARCROFT MEDIA
- નાગોર્નો-કારાબાખ 4,400 વર્ગ કિલોમિટર એટલે 1,700 વર્ગ મીલનો પહાડી વિસ્તાર છે.
- પારંપરિક રીતે અહીં ખ્રિસ્તી આર્મેનિયન અને તુર્ક મુસ્લિમો રહે છે.
- સોવિયેટ સંઘના વિઘટન પહેલાં આ એક સ્વાયત્ત ક્ષેત્ર બની ગયું હતું જે અઝરબૈજાનનો ભાગ હતો.
- આંતરરાષ્ટ્રીય સ્તર પર આ વિસ્તારને અઝરબૈજાનના ભાગના રૂપમાં માન્યતા આપવામાં આવી છે પરંતુ અહીંની મોટાભાગની વસતિ આર્મેનિયન છે.
- આર્મેનિયા સહિત સંયુક્ત રાષ્ટ્રના કોઈ સભ્ય સ્વ-ઘોષિત અધિકારીને માન્યતા નથી આપતું.
- 1980 ના દાયકાના અંતથી 1990ના દાયકા સુધી યુદ્ધમાં 30 હજારથી વધારે લોકોના જીવ ગયા હતા. તે દરમિયાન અલગાવવાદી તાકાતને અમુક વિસ્તાર પર કબજો કરી લીધો.
- તે દરમિયાન અલગતાવાદી તાકાતોએ નાગોર્નો-કારાબાખના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. 1994માં અહીં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, ત્યાર બાદ ગતિરોધ ચાલુ છે અને અવારનાવર આ ક્ષેત્રમાં તણાવ પેદા થઈ જાય છે.
- 1994માં અહીં યુદ્ધવિરામ થયું ત્યાર બાદ અહીં ગતિરોધ ચાલુ છે.
- તુર્કી ખુલીને અઝરબૈજાનનું સમર્થન કરતું હતું.
- અહીં રશિયાનું એક સૈન્ય ઠેકાણું છે.
- આ વિસ્તારને લઈને 27 સપ્ટેમ્બર 2020ના એક વખત ફરી અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું.
- સમાચાર એજન્સી એએફપી પ્રમાણે અત્યાર સુધી યુદ્ધમાં 1,200 લોકોનું મૃત્યુ થયું છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા આના કરતાં વધારે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














