પ્રતીક કુહાડ : બરાક ઓબામા પણ જેમના ગીતના ચાહક છે તે સંગીતકાર

ઇમેજ સ્રોત, SAMBIT BISWAS
- લેેખક, માર્ક સૅવેજ
- પદ, બીબીસી મ્યુઝિક રિપોર્ટર
ગયા ડિસેમ્બરમાં પ્રતીક કુહાડ નવી દિલ્હીસ્થિત તેમના પારિવારિક ઘરે હતા ત્યારે તેમના ફોન પર અચાનક સેંકડો મૅસેજનો મારો થયો.
લોકો પૂછતા હતા, "તમે જોયું? આ બહુ મોટા સમાચાર છે "
પ્રતીક એક ગાયક છે. તેઓ કહે છે, "મને શરૂઆતમાં તો ખબર જ ન પડી કે તેઓ શેની વાત કરતા હતા.''
ઇન્ટરનેટ પર થોડી ક્લિક કર્યા પછી તેમને આખી વાત સમજાઈ. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના એક ગીત 'કૉલ્ડ/મૅસ'ને તેમનાં મનપસંદ ગીતોની વાર્ષિક યાદીમાં સામેલ કર્યું હતું.
આ ગીત હજુ યુએસ ચાર્ટ પર પણ પહોંચ્યું નહોતું પરંતુ ઓબામાના મનપસંદ 35 ગીતોમાં તે સામેલ થઈ ગયું. આ યાદીમાં બ્રુસ સ્પ્રિંગસ્ટીન, ડૅબેબી, લિઝો અને બિયોન્સ જેવાં કલાકારોનાં ગીતો પણ સમાવિષ્ટ હતાં.
કુહાડ કહે છે, "કૉલ્ડ/મૅસ ગીત તેમના સુધી કઈ રીતે પહોંચ્યું તેની મને કોઈ ખબર નથી." પરંતુ બરાક ઓબામાએ આ ગીતને બિરદાવ્યું તેના કારણે તેમની કારકિર્દીને જોરદાર વેગ મળ્યો છે.
તેઓ કહે છે, "આ બહુ નવાઈની વાત છે. આ ગીત એકદમ છવાઈ ગયું."
'કૉલ્ડ/મૅસ' સૌથી પહેલાં 2016માં રિલીઝ થયું હતું. ભારતીય સંગીત વિશે તમે જે પ્રચલિત સાંસ્કૃતિક માન્યતાઓ ધરાવતા હોવ તેના કરતાં તે સાવ અલગ પ્રકારનું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં બોલીવૂડ કે પંજાબી ભાંગડાની કોઈ છાંટ નથી. તેના બદલે તે બે પ્રેમીઓની લાગણી વ્યક્ત કરતું એક શાંત, મંત્રમુગ્ધ કરી દેતું ઇન્ડિ બૅલે (સ્વતંત્ર ગીત) છે. આ ગીતમાં જેમની વાત છે તે પ્રેમીઓના સંબંધમાં ઓટ આવી છે પરંતુ તેઓ તેમાંથી બહાર નીકળી શકતા નથી.
કુહાડના ગીતના શબ્દો છે, "આ વિશ આઈ કુડ લિવ યુ, માય લવ, બટ માય હાર્ટ ઈઝ અ મૅસ."
કુહાડ આ ગાય છે ત્યારે તેના સ્વરમાં આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાતું કંપન અનુભવાય છે. "માય ડૅઝ ધૅય બિગિન વિથ યૉર નૅમ, નાઇટ્સ ઍન્ડ વિથ યૉર બ્રિથ."
તેમણે ચાર વર્ષ અગાઉ કૉન્સર્ટમાં ગાવાનું શરૂ કર્યું હતું અને થોડા જ સમયમાં તેઓ લોકો પર છવાઈ ગયા. તેઓ કહે છે, "એક વખત શો દરમિયાન કોઈએ આ ગીત અગાઉ સાંભળ્યું નહોતું. મને પ્રચંડ પ્રતિસાદ મળ્યો. મને લાગ્યું, 'ઓકે, આ ગીત બહુ મહત્ત્વનું સાબિત થવાનું છે."
આ સફળતાથી પ્રેરિત થઈને તેમણે 'કૉલ્ડ/મૅસ'ની આસપાસ છ ટ્રૅકની સોંગ-સાઇકલ રચી. આ ગીતો એક EP(ઍક્સટેન્ડેડ પ્લે, જે એક મિની-આલ્બમ પ્રકારનું હોય છે) માટે રચવામાં આવ્યાં હતાં.
તેઓ કહે છે, "આ બધાં ગીતોમાં એ જ સંબંધની વાત કરવામાં આવી હતી જેમાં હું સંકળાયેલો હતો. તેથી તેની શરૂઆત એક આશાભર્યા પ્રેમના ગીતથી થાય છે અને અંતે તેમાં હૃદયભગ્ન થાય છે."

'ભારત માટે એક સિદ્ધિ'

ઇમેજ સ્રોત, Getty Images
ઓબામાએ આ ગીતનો ઉલ્લેખ કર્યો તે પહેલાં જ અનેક લોકોની અપેક્ષા વિરુદ્ધ EPને ભારતમાં પ્રચંડ સફળતા મળી ચૂકી હતી.
30 વર્ષીય ગાયક-ગીતકાર કહે છે, "ભારતમાં એક એવો પૂર્વગ્રહ પ્રવર્તે છે કે તમારે સંગીતકાર તરીકે સફળ થવું હોય તો હિંદીમાં જ ગાવું પડે. અંગ્રેજી ગીતોથી તમે કદાચ દિલ્હી અને મુંબઈના અમુક વર્ગ સુધી પહોંચી શકો. તેમાં તમારા ચાહકોનો નાનકડો વર્ગ બની શકે, પરંતુ 'કૉલ્ડ/મૅસ'એ આ ધારણા ખોટી પૂરવાર કરી."
ગયા વર્ષના અંત સુધીમાં કુહાડ દિલ્હીના 'ગાર્ડન ઑફ ફાઈવ સૅન્સીસ' ખાતે 9000 શ્રોતાઓ સામે ગાઈ રહ્યા હતા. તેમણે 30 દિવસની એક મોટી ટૂર પૂરી કરી હતી.
તેઓ કહે છે, "તે ખરેખર એક સિદ્ધિ હતી. કારણ કે ભારતમાં હજુ મોંઘી ટિકિટ ખરીદીને મ્યુઝિક કોન્સર્ટમાં જવાનું કલ્ચર નથી આવ્યું."
આ સંગીત જલસાઓ કુહાડની આઠ વર્ષની સખત મહેનતના પરિણામસ્વરૂપ હતા. 2011માં તેમણે પ્રથમ ગીત 'સમથિંગ રૉંગ' રિલિઝ કર્યું ત્યારથી તેમની લોકપ્રિયતા ધીમેધીમે વધી રહી હતી.
જયપુરમાં જન્મેલા અને ત્યાં જ ઉછરેલા સંગીતકાર કુહાડે સૌથી પહેલાં છ વર્ષની ઉંમરે ગિટાર હાથમાં પકડ્યું હતું. તેઓ હસીને કહે છે, "મેં શરૂઆતમાં માત્ર પાંચ સૅશન પછી ગિટાર છોડી દીધું કારણ કે મને તે બહુ મુશ્કેલ લાગ્યું હતું."
ત્યાર બાદ હાઇસ્કૂલમાં તેમણે એક ગિટાર ક્લાસમાં નામ નોંધાવ્યું અને તેમાં પણ નિષ્ફળ રહ્યા.
આમ છતાં તેમને જ્યારે તક મળી ત્યારે તેમણે સંગીતમાં રસ લેવાનું ચાલુ રાખ્યું. 1990ના દાયકાના અંત સુધી તેમના વિસ્તારમાં હજુ ઇન્ટરનેટ પહોંચ્યું નહોતું. તેથી તેમને સંગીતનું સૌથી સારું શિક્ષણ તેમનાં બહેનની એક બહેનપણી પાસેથી મળ્યું.
તેઓ કહે છે, "તેઓ બેંગલોરમાં રહેતાં હતાં, જે બહુ મોટું શહેર છે. તેઓ મારી બહેનને કૅસેટ ટૅપ મોકલતા હતા. તેથી મને 'સૅવેજ ગાર્ડન' અને 'બ્યૂટિફૂલ સાઉથ'ને સાંભળવાની તક મળી. તે સમયે મેં પૉપ મ્યુઝિકમાં લોકપ્રિય નામ ગણાતા 'બૅકસ્ટ્રીટ બોય્ઝ' અને 'બોયઝોન'ને પણ સાંભળ્યા. આ ઉપરાંત પિંક ફ્લૉય્ડ અને નિર્વાણા જેવા ક્લાસિક રૉકનો પણ પરિચય થયો."
2008માં તેમણે NYU (ન્યૂયૉર્ક યુનિવર્સિટી)ની કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો અને ગણિત તથા ઇકૉનૉમિક્સમાં જોઇન્ટ ડિગ્રી મેળવી. તેઓ મૂળભૂત રીતે કન્સલ્ટન્ટ બનવા અથવા ફાઇનાન્સના ક્ષેત્રમાં કામ કરવા માગતા હતા.
જોકે, અમેરિકામાં ભણતી વખતે તેઓ ઇલિયટ સ્મિથ, લૉરા માર્લિંગ અને નિક ડ્રૅક જેવાં ગાયકો-ગીતકારોના સંગીતથી પરિચિત થયા. તેમણે વધારે મન લગાવીને ગિટાર વગાડવાનું શરૂ કર્યું, પોતાનાં ગીતો લખ્યાં અને શહેરની આસપાસ સંગીતના કાર્યક્રમોમાં જવા લાગ્યા.

'ઢીલાં પોચાં ગીતો'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તે સમયે પણ સંગીત એ તેમના માટે કારકિર્દી બનાવવાનો કે ગંભીરતાથી આગળ વધવાનો વિષય ન હતો. તેમણે કન્સલ્ટિંગ ક્ષેત્રે એક નોકરી પસંદ કરી લીધી પરંતુ થોડા મહિના પછી તેમને લાગ્યું કે કૉર્પોરેટ જીવન તેમને માફક નહીં આવે.
"કોઈ બાબત જામતી ન હતી અને મને મારા વિશે શંકા થવા લાગી," એમ તેઓ કહે છે. અનિશ્ચિતતાના તે સમયગાળામાં એક ગીતનું સર્જન થયું, "ધેર ઇઝ સમથિંગ રૉંગ વિથ ધ વે આઈ થિંક."
તેઓ પોતાની નોકરી છોડીને નવી દિલ્હી પરત આવી ગયા ત્યાર બાદ આ તેમનું પ્રથમ ગીત હતું.
'સમથિંગ રૉંગ' એ સ્વતંત્ર રીતે રિલિઝ થયેલું ગીત હતું જેણે તેમને સંગીતક્ષેત્રના નકશા પર મૂકી દીધા.પરંતુ આજે તેમને તે ગીત સાંભળવું પણ નથી ગમતું.
તેઓ હસતાહસતા કહે છે, "તે રૅકર્ડ અંગે હજુ પણ મુંઝવણ અનુભવાય છે. મને લાગે છે કે તે બહુ ઢીલું પોચું ગીત હતું અને ખરેખર બહુ નબળી કક્ષાનું પ્રોડક્શન હતું."
તેઓ તેમના ત્યાર પછીની રિલીઝ, 2013ના 'રાત રાઝી'ને 'પ્રથમ સિરિયસ રિલિઝ' ગણાવવાનું પસંદ કરે છે.
આ ગીત હિંદીમાં હતું અને તેમાં તેમની ફિંગર-પિક્ડ ગિટાર સ્ટાઈલ તથા પડોશના સામાન્ય છોકરા જેવા સૂરને હાઈલાઈટ કરવામાં આવ્યા છે.
પરંતુ ત્યાર પછી સંગીત ઉદ્યોગના લિજેન્ડ ગણાતા જૅફ ભાસ્કરને તેમને ઉપયોગી સલાહ આપી જેનાથી તેમને પોતાની લેખનકળા નિખારવામાં મદદ મળી.
આ પ્રોડ્યુસરે કૅન્યે વૅસ્ટ, ટૅલર સ્વિફ્ટ, રિહાના અને મેડોના જેવાં ખ્યાતનામ કલાકારો સાથે કામ કરેલું છે. તેમણે ભારતમાં એક માસ્ટરક્લાસ આપતી વખતે કુહાડનાં ગીતો સાંભળ્યાં અને તેમને જણાવ્યું કે તેમણે પોતાનાં ગીતોમાં વધારે "મૅલોડિક મુવમેન્ટ" લાવવાની જરૂર છે.
તેઓ કહે છે, "આ સલાહે મને ખરેખર વિચારતો કરી દીધો. કારણ કે મેં ક્યારેય મૅલડી પર મહેનત નહોતી કરી."
"જેમ કે હું શબ્દો અંગે સભાનપણે વિચારતો રહું છું. તેને ડિલિટ કરું છું, નવા શબ્દ ઉમેરું છું અને તેના પર સતત નજર રાખું છું. પરંતુ મૅલડી આપોઆપ આવે છે. હું તેના વિશે બહુ વિચારતો નથી. "
"તેથી હું હવે મિડલ ગ્રાઉન્ડ પર પહોંચ્યો છું તેમ કહી શકાય. કેટલીક વખત હું મૅલડીને તેની રીતે વહેવા દઉં છું, પરંતુ અમુક વખત મારે તેનો અભ્યાસ કરવો પડે છે. અગાઉ હું આવું કરતો ન હતો. તેથી મને લાગે છે કે તે ફીડબૅકથી મને બહુ મદદ મળી છે."
તમને તે સલાહની અસર કૉલ્ડ/મૅસ EP પર જોવા મળશે.

બોલીવૂડથી અલગ રચના
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે 'વી ગ્રૉ ઑલ્ડ વીથ ધીઝ ફૉલ્ડ્સ ઑફ ટાઇમ/મૉલ્ડ ઇચ અધર ઇનટુ પરફેક્ટ વાઈન' ગીતને ધ્યાનપૂર્વક સાંભળતા ન હોવ તો પણ તેમના સૂરમાં જે આરોહ-અવરોહ છે તેમાં વ્યક્ત થતી પ્રેમ, દુઃખ અને સંઘર્ષની ગાથાને અનુભવી શકાય છે.
2018માં રિલીઝ થયેલા EP એ ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ગયા વર્ષે 'સ્પોટીફાઈ લોન્ચ' થયું ત્યારે કુહાડ ભારતના મૉસ્ટ- સ્ટ્રીમ્ડ આર્ટિસ્ટ બન્યા હતા.
ત્યાર પછી કુહાડે જિમ સાર્ભ અને ઝોયા હુસેનને ચમકાવતો સિનેમેટિક વીડિયો રિલીઝ કર્યો ત્યારે આ ગીતની લોકપ્રિયતા અનેકગણી વધી ગઈ. તેમાં પ્રેમસંબંધના ભાવનાત્મક ઉતાર-ચઢાવને પ્રદર્શિત કરાયા છે.
આ ગીતે ભારતીય સંગીત ઉદ્યોગમાં પ્રવર્તથી 'યથાવત' સ્થિતિને પણ પડકારી છે.
કુહાડ જણાવે છે, "તમે બોલિવૂડમાં જે મ્યુઝિક વીડિયો જુઓ છો તે મોટા ભાગે નાટ્યાત્મક હોય છે. તેમાં રંગો અને મોટા સેટનો વધારે પડતો ઉપયોગ થાય છે અને બધું બહુ લાઉડ હોય છે."
"પરંતુ 'કૉલ્ડ/મૅસ' સાવ અલગ હતું. તેનાં પાત્રો એકદમ વાસ્તવિક હતા, કોઈએ વિચિત્ર કપડાં પહેર્યા નહતો, તેના શૉટ્સમાં મુંબઈના વાસ્તવિક જીવનને આલેખવામાં આવ્યું હતું."
"તે રિલીઝ કરવામાં આવ્યું તે સાથે જ તેને લાઈવ શોમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો."
EPએ કુહાડનું નામ ભારતમાં ઘરે ઘરે જાણીતું કરી દીધું પરંતુ તે સરહદોની બહાર ફેલાયું ન હતું તે બાબત હતાશાજનક હતી.

પોતાનું મનપસંદ ગીત

ઇમેજ સ્રોત, ARSH GREWAL
તેઓ કહે છે, "અમારામાંથી ઘણાને લાગ્યું કે કૉલ્ડ/મૅસને જોઈએ તેવી ખ્યાતિ ન મળી, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે."
તેથી જ ગાયક-ગીતકારે આ વખતે શિયાળામાં EPને ફરીથી રિલીઝ કરવા માટે યૂએસ લૅબલ ઇલેક્ટ્રા સાથે એક ડીલ કરી હતી. તેનો હેતુ "આગામી આલ્બમ માટે ગ્રાઉન્ડવર્ક તૈયાર કરવાનો હતો."
તે રેકર્ડ અંગે કામ શરૂ થઈ ગયું છે. કુહાડે પોતાના ઘરના સ્ટુડિયોમાંથી બીબીસી સાથે વાત કરી હતી જ્યાં તેઓ બધા ડૅમોનું રૅકર્ડિંગ કરે છે.
તેમણે આગામી વર્ષે રિલીઝ કરવાના પૂર્ણ કદના પ્રોજેક્ટની તૈયારી માટે "20થી 30 ગીત (તથા એટલીજ સંખ્યામાં આલ્બમ ટાઇટલ) અલગ તારવ્યા છે."
દરમિયાન, તેમણે એક સ્વીટ, રૉમેન્ટિક ગીત 'કસૂર'ને વાઈરલ હિટ કરવામાં સફળતા મેળવી છે. આ ગીતનો વીડિયો 24 કલાકની અંદર 80 લાખ વખત જોવામાં આવ્યો હતો.
આ ક્લિપમાં કુહાડના ચાહકો ફોન પર ફિલ્માંકન કરતી વખતે જુદાંજુદાં નિવેદનો વાંચતાં અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. જેમ કે, "તમારા પ્રથમ પ્રેમ વિશે વિચાર કરો" અથવા "તમને અત્યારે યાદ આવતી હોય તેવી કોઈ વ્યક્તિનો વિચાર કરો", વગેરે.
તે પ્રૉટોટિપિકલ લૉકડાઉન વીડિયો લાગે છે પરંતુ કુહાડ કહે છે કે તેનું આયોજન લગભગ એક વર્ષ અગાઉ થયું હતું.
તેઓ કહે છે, "ઘણા બધા લોકોએ ક્રાઉડ-સૉર્સિંગ વીડિયો કર્યા છે. પરંતુ કસૂર સૌથી અલગ તરી આવ્યું છે કારણ કે તેમાં બારીકી પર બહુ ધ્યાન અપાયું છે."
"લગભગ 500 લોકોએ રિએક્શનના વીડિયો મોકલી આપ્યા હતા. મારા ડિરેક્ટરે દરેક વીડિયોનો અભ્યાસ કર્યો અને દરેક ફ્રેમની અંદર દરેક લાગણીને નિહાળી. તે એક બહુ મુશ્કેલ એડિટિંગનું કામ હતું."
કુહાડની ઊભરી રહેલી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ ગીત બહુ યોગદાન આપે તેમ લાગે છે. પરંતુ શું તેમનું ફેવરિટ ગીત શું છે?
"હા!" તેઓ સ્મિત કરતા કહે છે."મારું એક મનપસંદ ગીત છે જેમાં એક કપલ છે અને સવાલ એ છેકે, "તમે છેલ્લે કિસ ક્યારે કરી હતી?", ત્યાર પછી તરત જ તે કપલ કિસ કરે છે. તે બહુ ક્યુટ છે."
કોલ્ડ/મેસEP હવે બહાર પડી ગયું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












