અર્ણવ ગોસ્વામી: અદાલતે અજીબોગરીબ હરકતો ન કરવા કેમ કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મયંક ભાગવત
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
બૉમ્બે હાઈકોર્ટે 'રિપબ્લિક ટીવી'ના એડિટર-ઇન-ચીફ અર્નવ ગોસ્વામીને વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અર્નવે વચગાળાના જામીનની અપીલ કરતાં બૉમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મુંબઈ પોલીસે એક ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકને આપઘાત માટે ઉશ્કેરવાના મામલે બુધવારે તેમની ધરપકડ કરી હતી. બાદમાં તેમને અલીબાગ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસે રિમાન્ડની અપીલ કરી હતી જોકે, કોર્ટે પોલીસ રિમાન્ડની માગ ફગાવી દેતાં અર્નવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.
આ પહેલાં અર્ણવ ગોસ્વામીના વકીલ અબાદ પોંડાએ કહ્યું કે એમણે જામીન માટે અરજી કરી છે જેની ગુરૂવારે સુનાવણી થઈ શકે છે.
2018માં ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને એમનાં માતા કુમુદ નાઇકે આત્મહત્યા કરી હતી. એ કેસમાં બુધવારે સવારે અર્ણવ ગોસ્વામીની મુંબઈસ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
અર્ણવે પોલીસે બળપ્રયોગ કર્યાનો આરોપ મૂક્યો હતો પરંતુ અદાલતે તે ફગાવી દીધો છે.
આત્મહત્યા કરનાર ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકે અર્ણવ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતેશ સારદાએ 5.40 કરોડની ચૂકવણી નહીં કરી હોવાનો અને તેને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો આરોપ પોતાની સ્યુસાઇડ નોટમાં કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં ફિરોઝ અને નીતેશ બે અલગ અલગ કંપનીઓના માલિક છે.
અન્વય નાઇક અને તેમના માતા મે 2018માં અલીબાગ તાલુકાના કાવીર ગામમાં મૃત સ્થિતિમાં મળી આવ્યા હતા.
2019માં રાયગઢ પોલીસે આ કેસ બંધ કરી દીધો હતો. એ પછી નાઇકના પુત્રી અદન્યાની ફરિયાદ પર ગૃહમંત્રી અનિલ દેશમુખે કેસ ફરી ખોલવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
અર્ણવ ગોસ્વામીને મુંબઈની પાસે રાયગઢ જિલ્લામાં અલીબાગ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.
બુધવારે પોલીસે આ આત્મહત્યા માટે ઉશેકરણીના આ કેસની તપાસ કરનાર એક પોલીસ અધિકારીની પણ ધરપકડ કરી છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ એ પોલીસ અધિકારીએ પણ તપાસનો સામનો કરવો પડશે.
આ કેસ ઉપરાંત અર્ણવ ગોસ્વામી અને તેમના પત્ની તથા અન્ય બે લોકો સામે પોલીસની ધરપકડમાં અડચણ ઊભી કરવાની પણ ફરિયાદ મુંબઈ પોલીસે કરી છે.
અર્ણવ ગોસ્વામીની ધરપકડને લઈને વિપક્ષ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યો છે ત્યારે મૃતક ઇન્ટિરિયર ડિઝાઇનરના પરિવારે આ ધરપકડનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે 2018ની વર્ષ તેઓ કદાપિ નહીં ભૂલે.
બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સમેત અનેક નેતાઓએ અર્ણવ ગોસ્વામીની ધરપકડ પર મહારાષ્ટ્ર સરકારની નિંદા કરી છે તો મહારાષ્ટ્ર સરકારે કાયદાનુસાર કાર્યવાહી કરી હોવાનું કહ્યું છે.
અનેક લોકો આને પ્રેસની આઝાદી પર હુમલો ગણાવે છે તો અનેક લોકો આને અર્ણવ ગોસ્વામીનો અંગત પ્રશ્ન પણ કહે છે.
અર્ણવ ગોસ્વામીએ અદાલતમાં પોલીસકર્મીઓએ મારપીટ કરી હોવાની વાત કરી હતી. એ પછી એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા જ્યાં એક સિવિલ સર્જને એમને મારપીટના આરોપ સાબિત કરવા કહ્યું. એ પછી અદાલતે મારપીટ થઈ હોવાનો આરોપ ફગાવી દીધો હતો.

અદાલતમાં શું થયું?

ઇમેજ સ્રોત, SATISH BATE/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
અર્ણવ ગોસ્વામીની ધરપકડ બાદ અદાલતમાં રાતમાં છ કલાક લાંબી સુનાવણી થઈ.
મુંબઈથી ધરપકડ પછી અર્ણવ ગોસ્વામીને અલીબાગ લઈ જવામાં આવ્યા.
ધરપકડ બાદ મુંબઈ અને રાયગઢમાં હાઈ-વૉસ્ટેજ ડ્રામા પછી અઆર્ણવ ગોસ્વામીને બુધવારે બપોરે ત્રણ વાગે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા.
અદાલતમાં લઈ જવામાં આવ્યા ત્યારે એમણે પોલીસે મારપીટ કરી હોવાનો આરોપ મૂક્યો.
આ આરોપને પગલે અદાલતે અર્ણવની ફરી મેડિકલ તપાસ કરવાનું કહ્યું. આદેશ પ્રમાણે પોલીસે ફરી મેડિકલ તપાસ કરાવી અને ફરીથી અદાલત સામે રજૂ કરવામાં આવ્યા.
સરકારી વકીલ અને અર્ણવ ગોસ્વામીએ અદાલત સામે પોતપોતાનો પક્ષ રજૂ કર્યો.
અદાલતે ડૉક્ટરે કરેલ નિરીક્ષણને પણ ધ્યાનમાં લીધું.
બીજી વાર કરવામાં આવેલી મેડિકલ તપાસ પર દોઢ કલાક સુધી સુનાવણી ચાલી.
બીજી વાર મેડિકલ તપાસ પછી અર્ણવ ગોસ્વામીને જ્યારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે મૅજિસ્ટ્રેટે એમને સીધા ઊભાં રહેવા અને અજીબોગરીબ વર્તન ન કરવા માટે કહ્યું.
અદાલતની આ ચેતવણી પછી અર્ણવ શાંતિથી બેસી રહ્યા. આ ચેતવણી અગાઉ તેઓ અદાલતમાં આવતાંની સાથે જ બૂમો પાડી રહ્યા હતા અને પોલીસે મારપીટ કરી હોવાનું કહી રહ્યા હતા.
તેમના સંબંધીઓ આ ઘટનાનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.
અદાલતમાં સરકારી વકીલે પોલીસ કસ્ટડીની માગણી કરી. અર્ણવના વકીલે આરોપ મૂક્યો કે આ તપાસ બેબુનિયાદ છે. સામે, રાયગઢ પોલીસનું કહેવું હતું કે અર્ણવ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા અને એમણે સવારે ધરપકડનો વિરોધ કર્યો.
ધરપકડમાં અડચણ બાબતે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
જોકે, અદાલતે પોલીસ તરફથી રજૂ કરવામાં આવેલા તથ્યો પર વિચારણા કરવાનો ઇન્કાર કર્યો.
અદાલતે કહ્યું કે પોલીસ કસ્ટડી માટે નક્કર પુરાવાની જરૂર હોય છે જે પોલીસ રજૂ કરી શકી નથી.
અદાલતે પોલીસ કસ્ટડીની માગણી ઠુકરાવીને અર્ણવ સમેત ત્રણ આરોપીઓ, ફિરોઝ શેખ, નીતેશ શારદીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધાં.
એમના વકીલ ગૌરવ પારકરે અદાલતમાં કહ્યું કે ન્યાયિક કસ્ટડીનો આદેશ એમના અસીલની એક મોટી જીત છે.
અર્ણવ ગોસ્વામીએ જામીનની અરજી કરી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












