US ચૂંટણી પરિણામ : ટ્રમ્પ યોજશે 'મોટી પત્રકારપરિષદ'

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતગણતરી પૂર્ણ થવા પર છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. ભારતીય મૂળનાં કમલા હેરિસની USનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનવાની કહાણી

  2. અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા જો બાઇડનની ત્રણ દાયકાની રાજકીય સફર

  3. ટ્રમ્પનો ફરી 'ગોટાળા'નો આરોપ

    અમેરિકામાં સવાર થઈ ગઈ છે અને સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ચૂંટણીમાં 'ગોટાળા'નો આરોપ લગાવ્યો છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોઈ પુરાવા વિના ટ્વીટ કર્યું કે પેન્સિલ્વેનિયાની મતગણતરીમાં કોઈ રીતે ગોટાળો કરાયો છે.

    તેમણે ઘણાં ટ્વીટ કર્યાં, જેમાં એક ટ્વીટમાં લખ્યું કે "ઇલેક્શન ડે, મંગળવારે રાતે આઠ વાગ્યા બાદ 10 હજારથી વધુ ખોટા મત મેળવવામાં આવ્યા જે સંપૂર્ણ રીતે આરામથી પેન્સિલ્વેનિયા અને અન્ય રસાકસીવાળાં રાજ્યોમાં પરિણામ બદલે છે."

    પોસ્ટલ મત અંગે કોર્ટે કહ્યું કે પેન્સિલ્વેનિયા ચૂંટણીદિવસ બાદ પણ આવેલા બૅલેટ મતને ગણી શકે છે, શરત માત્ર એટલી છે કે એ દિવસે કે તેનાથી અગાઉ પોસ્ટ માર્ક લાગેલા હોય.

    જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીમને એક કાયદાકીય મામલામાં જીત મળી છે અને તેમને પેન્સિલ્વેનિયાની મતગણતરી પર ઝીણવટભરી નજર રાખવાની મંજૂરી મળી ગઈ છે.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે મતગણતરી દરમિયાન 'ખરાબ ચીજો' થવાનો દાવો કર્યો છે, પરંતુ પોતાનાં ટ્વીટ્સમાં તેઓએ કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

    ટ્રમ્પના ટ્વીટ કર્યાના અડધા કલાક બાદ ટ્વિટરે તેમના ટ્વીટ પર ચેતવણીની લેબલ લગાવી દીધું છે. તેમાં લખ્યું છે, "ટ્વીટમાં રજૂ કરેલી કેટલીક કે બધી સામગ્રી વિવાદિત છે અને કદાચ આ ચૂંટણી કે અન્ય નાગરિક-પ્રક્રિયાને ગુમરાહ પણ કરી શકે છે."

    ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇમેજ સ્રોત, Getty Images

  4. અમેરિકામાં કેમ થઈ રહી છે ભારતના ઈવીએમની ચર્ચા?

  5. બ્રેકિંગ, બાઇડનના વિજય બાદ અસલ સંઘર્ષ – સૅન્ડર્સ

    ડેમૉક્રેટિક પક્ષમાંથી રાષ્ટ્રપતિની ઉમેદવારી હાંસલ કરવાનો પ્રયાસ કરી ચૂકેલા બર્ની સૅન્ડર્સે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે ‘બાઇડનનો વિજય લગભગ નક્કી’ ગણાવ્યો છે.

    આ વીડિયો સંદેશ તેમણે ટ્વીટ કર્યો અને સાથે જ લખ્યું, "આપણે જાણીએ છીએ કે સંઘર્ષ હજુ ખતમ નથી થયો. સંઘર્ષ હવે શરૂ થયો છે." અમેરિકન રાષ્ટ્રપતિચૂંટણીમાં વિજય મેળવવા માટે 270 ઇલેક્ટોરલ કૉલેજ મતની જરૂર પડે છે અને બાઇડન 253 ઇલેક્ટોરલ કૉલેજ મતો જીતી ચૂક્યા છે.

    પરિણામ જાહેર થાય એ પહેલાં જ બર્ની સૅન્ડર્સે પોતાના વીડિયો સંદેશમાં વિજય બાદની રણનીતિનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે "બહુ મોટી સંભાવના છે કે બાઇનડ લગભગ 50 લાખ મતોના માર્જિનથી આ ચૂંટણી જીતી લેશે." તેમણે કહ્યું, "આ ચૂંટણી માત્ર જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પમાંથી ચૂંટવા માટેની નહોતી. આ ચૂંટણી ત્યાં સુધી પણ સિમિત નહોતી કે બન્ને નેતા અમેરિકાના મહત્ત્વના મુદ્દા પર શું વિચારે છે, પણ આ ચૂંટણી આનાથી પણ વધારે ગંભીર હતી." "આ લોકતંત્રને બચાવવા માટેની ચૂંટણી હતી અને દેશમાં કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા માટેની ચૂંટણી હતી."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. અમેરિકાની ચૂંટણીઃ શું પોસ્ટલ બૅલેટથી મતદાનમાં છેતરપિંડી થઈ શકે?

  7. અમેરિકાની ચૂંટણી ફરી જીતનાર ભારતીય મૂળનું આ 'સમોસા કૉકસ' ગ્રૂપ શું છે?

  8. બ્રેકિંગ, ફિલાડેલ્ફિયામાં મતગણતરી કેન્દ્ર પર બે હથિયારધારીઓ સામે કેસ

    ફિલાડેલ્ફિયાના કન્વેશન સેન્ટર ખાતે મત ગણાઈ રહ્યા છે, તેની નજીક બે વ્યક્તિ હથિયાર લઈને પહોંચતા તેમની પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    ગુરુવારે એફબીઆઈને ટીપ મળી હતી કે હથિયારો સાથે એક જૂથ વર્જિનિયા શહેરમાં ફરી રહ્યું છે.

    એફબીસાઈએ તેના આધારે બે લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસે પેન્સિનવેલિયામાં હથિયાર રાખવાની પરવાનગી ન હતી.

    એબીસી ન્યૂઝ અનુસાર તેમની ગાડી પર ભ્રામક થિયરીઓ ઊભી કરનાર ક્યૂએનનનું સ્ટિકર ચોંટાડવામાં આવ્યું હતું.

    શુક્રવારે બૉમ્બની ધમકી મળતાં પોલીસે લોકોને કન્વેશન સેન્ટર પાસેના વિસ્તારમાંથી ખદેડ્યા હતા. તપાસમાં કોઈ બૉમ્બ મળ્યો ન હતો.

    બૅલેટની ગણતરી ચાલી રહી છે આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન બંનેના સમર્થકો વિરોધપ્રદર્શન યોજી રહ્યા છે.

    પેન્સિલવેનિયામાં 20 ઇલેક્ટોરલ વોટ છે. જેના કારણે ચૂંટણીમાં જીત માટે મહત્ત્વનું રાજ્ય બન્યું છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  9. અમેરિકાના વિવિધ રાજ્યોમાં કોણ આગળ ચાલી રહ્યું છે?

    ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને જીતના 270ના આંકડાને પહોંચવા માટે 17 ઇલેક્ટોરલ વોટની જરૂરિયાત છે.

    બાઇડન મહત્ત્વના રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે :

    પેન્સિલ્વેનિયામાં બાઇડન 28,883 મતથી લીડ કરી રહ્યા છે. ત્યાં સૌથી વધારે ઇલેક્ટોરલ વોટ છે. જે 20 છે. જો બાઇડન અહીંથી જીતી જાય તો તે 270 ઇલેક્ટોરલ મતનો આંકડો પાર કરી દેશે.

    એરિઝોનામાં પણ બાઇડન ટ્રમ્પથી 29,861 મતથી આગળ ચાલી રહ્યા છે.

    નેવાડામાં ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને 22,657 મતની લીડ મેળવી છે.

    જ્યોર્જિયામાં બાઇડન 4395 મતથી આગળ ચાલી રહ્યા છે, ત્યાંના અધિકારીઓએ હાલ ફરી મતગણતરીની જાહેરાત કરી છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે લોકોની સમક્ષ આવ્યા ન હતા. પરંતુ તેમણે બાઇડનને ટ્વિટર પર ચેતવણી આપી હતી કે તે પોતાની જાતને વિજેતા જાહેર ન કરે કારણ કે કાયદાકીય પગલાંઓની હજી શરૂઆત થઈ છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Reuters

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ કોરોનાથી સંક્રમિત, અમેરિકામાં 1 લાખ 27 હજાર કેસ

    અમેરિકામાં જ્યાં એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે કોરોના કેસ પણ સામે આવી રહ્યા છે. જો બાઇડને કોરોના વાઇરસ સામે તાત્કાલિક પગલાંઓ લેવાની જાહેરાત કરી છે. અમેરિકામાં કોરોના વાઇરસના 1 લાખ 27 હજાર કેસ નોંધાયા છે. જે હાલ સુધીના સૌથી વધારે કેસ છે. સતત ત્રીજા દિવસે અમેરિકામાં આટલા કેસ નોંધાયા છે.

    અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 10 લાખને નજીક પહોંચવામાં છે અને 2 લાખ 36 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

    અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ માર્ક મીડોવ્સ કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Huw Evans Picture Agency

  11. બાઇડને લોકોને ધૈર્ય રાખવા માટે કહ્યું

    મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બાઇડન ધૈર્ય રાખવાની વાત કરી છે. તેમણે કહ્યું, "આપણે શાંત રહેવું જરૂરી છે. અને પ્રક્રિયા મુજબ કામગીરી થવા દેવી જોઈએ."

    "તમારા મતની ગણતરી કરવામાં આવશે, લોકો તેને રોકવા માટે કેટલા સખત પ્રયત્નો કરે છે તેની મને પરવા નથી, હું તે થવા નહીં દઉં."

    અંતે બાઇડન પોતાના કૅમ્પેનની થીમ 'એકતા' તરફ પાછળ ફરી રહ્યા છે.

    "આપણી સામે ગંભીર સમસ્યાઓ છે. આપણી પાસે પક્ષીય લડાઈઓનો સમય નથી. કોઈ કારણ નથી કે આપણે 21 મી સદીની માલિકી ન મેળવી શકીએ, ફક્ત આપણે કોણ છીએ તે યાદ રાખવાની જરૂર છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. બ્રેકિંગ, અમે ચૂંટણીમાં જીત તરફ : બાઇડન

    પેન્સિલવેનિયામાં બાઇડનની લીડ ગતિ પકડી રહી છે. જ્યારે ટ્રમ્પની સરખામણીએ તે 28,833 મતથી આગળ છે, બાઇડન અનેક રાજ્યોમાં આગળ ચાલી રહ્યા છે.

    તેમની લીડને જોઈને કહ્યું કે જીત તેમની થવા જઈ રહી છે.

    બાઇડને કહ્યું કે તે સ્પષ્ટ બહુમતીથી ચૂંટણીમાં જીત મેળવશે કારણ કે આખો દેશ તેમની સાથે છે. અમને 7.4 કરોડ મત મળ્યા છે જે ઐતિહાસિક છે.

    જોકે, તેમણે હાલ પણ પોતાની જાહેરાતની ઘોષણા નથી કરી. બાઇડને કહ્યું કે તેમને ભરોસો છે કે તે એરિઝોના અને જ્યોર્જિયા પણ જીતવા જઈ રહ્યા છે, જ્યાં બે દાયકાઓથી રિપબ્લિકન પાર્ટીને જીત મળી હતી.

    સાથે જ તેમને 300 ઇલેક્ટોરલ કૉલેજ જીતવાની આશા છે. બાઇડને રાષ્ટ્રપ્રમુખ બનશે તેના પહેલાં દિવસે કોરોના વાઈરસને લઈને એક્શન લેશે.

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

  13. 'ગુસ્સે' થયેલા 'ટ્રમ્પ ખૂબ જ ટીવી જોઈ રહ્યા છે'

    ટીવી પર અને શેરીઓમાં પણ અમુક જ સહયોગીઓ સમર્થનમાં આવી રહ્યા છે એથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે અને નારાજ છે એમ અમેરિકાના રાષ્ટ્રપતિના નજીકના સૂત્રોએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું છે.

    તે કહે છે કે તેઓ ખૂબ જ ટીવી જોઈ રહ્યા છે, ફોન કરી રહ્યા છે. શુક્રવારે તેમણે ઓવલ ઑફિસ અને ઘરની વચ્ચે પોતાનો સમય પસાર કર્યો.

    જ્યારે ટ્રમ્પ કૅમ્પેન પોતાની કાયદાકીય લડાઈ વિશે વાત કરી રહ્યું છે, પરંતુ તેમને પાસે કોઈ ચોખ્ખી રણનીતિ નથી. કેટલાંક સહયોગીઓનું માનવું છે કે આ પહેલાં વિચારવું જોઈતું હતું, પરંતુ કોઈ પણ રાષ્ટ્રપતિની સાથે વાતચીત કરવા માગતું ન હતું.

    કેસ માટેના આગામી પગલા માટે, જ્યાં સુધી કોઈ અન્ય મોટા રાજ્યમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પુરાવા નથી મળતા, આ બધુ પેન્સિલવેનિયા પર આવે છે. જો માર્જિન ઘણું ઓછું છે, સુપ્રીમ કોર્ટમાં એક સફળ પડકાર ટ્રમ્પની મદદ કરી શકે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ

    ઇમેજ સ્રોત, Getty Images

  14. પેન્સિલ્વેનિયાના મેયર બોલ્યા, "જનતા પોતાની ઇચ્છાથી ચૂંટે છે નેતા"

    પેન્સિલ્વેનિયામાં જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં 13 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. એરિઝોના, નેવાડા અને જ્યોર્જિયામાં પણ બાઇડન ટ્રમ્પની સરખામણીએ આગળ ચાલી રહ્યા છે. જ્યોર્જિયામાં મતની ગણતરી ફરીથી કરાવવાની ઘોષણા કરવામાં આવી છે.

    ડેમૉક્રેટિક નેતા અને ફિલાડેલ્ફિયાના મેયર જિમ કૈનીએ ધીરજ જાળવી રાખવા માટે નાગરિકોનો આભાર માન્યો છે.

    તેમણે કહ્યું, "જ્યાં સુધી છેલ્લાં વોટની ગણતરી ન કરી લેવામાં આવે તો મતની ગણતરીનું કામ રોકાશે નહીં."

    તેમણે કહ્યું, "રાષ્ટ્રપ્રમુખે કોઈ પુરાવા વિના ચૂંટણીમાં ફ્રોડ થવાનો ખોટો આરોપ લગાવ્યો છે. પરંતુ અમે જે ફિલાડેલ્ફિયામાં જોયું છે તે ગણતંત્ર છે. અહીં કામ પ્રક્રિયા મુજબ થાય છે અને જનતા પોતાની ઇચ્છાથી નેતા પસંદ કરશે."

    આખા અમેરિકા સહિત દુનિયાની નજરમાં હાલ પેન્સિલ્વેનિયામાં થઈ રહેલાં મતની ગણતરી ટકેલી છે. અહીંના પરિણામ એ નક્કી કરી શકે છે કે વ્હાઇટ હાઉસમાં કોણ પહોંચશે.

    ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે પેન્સિલ્વેનિયામાં હાલ સુધી 98 ટકા મતની ગણતરીનું કામ પૂર્ણ થયું છે. હાલ 40 હજાર મતની ગણતરીનું કામ બાકી છે અને જે મિલિટરી મત પોસ્ટ દ્વારા આવવાના છે તે મંગળવાર સુધી પહોંચશે.

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  15. બ્રેકિંગ, ટ્રમ્પની ચેતવણી, બાઇડન પોતાને વિજેતા ન કહે

    રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિરોધી જો બાઇડનને ચેતવણી આપી છે કે તે પરિણામ આવતા પહેલાં પોતાને વિજેતા જાહેર ન કરે.

    થોડા સમય પહેલાં તેમણે ટ્વીટર પર લખ્યું, "આ દાવો હું પણ કરી શકુ છું."

    "બાઇડને જીતનો દાવો ન કરવો જોઈએ. કાયદાકીય પ્રક્રિયા હાલમાં જ શરૂ થઈ છે."

    જોવામાં આવે તો ટ્રમ્પ બે વખત મતની ગણતરીનું કામ પૂર્ણ થાય તે પહેલાં પોતાને વિજેતા જાહેર કરી ચૂક્યા છે. તે એ જગ્યાએથી પણ પોતાને જીતતા બતાવી રહ્યા છે જ્યાંથી બાઇડન આગળ હતા.

    મતની ગણતરી અને ઓબઝર્વરને રોકવા જેવા મુદ્દે ટ્રમ્પની ટીમ પહેલાં જ કોર્ટમાં ગઈ છે. અનેક મહત્ત્વના રાજ્યોમાં ટ્રમ્પની ટીમે મતની ગણતરી રોકવાની માગ કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  16. US ચૂંટણી પરિણામ : જ્યોર્જિયામાં મિલિટરીના મત પલટી શકે છે બાજી

  17. અમેરિકાની ચૂંટણી અંગેના બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું ફરીથી સ્વાગત છે. 7 નવેમ્બરની તમામ અપડેટ્સ આપ અહીં જોઈ શકશો. ગઈ કાલની અપડેટ માટે સ્ક્રોલ ડાઉન કરશો.

  18. બ્રેકિંગ, બાઇડન પેન્સિલ્વેનિયામાં પણ ટ્રમ્પથી આગળ

    પેન્સિલ્વેનિયામાં બાઇડનને હવે ટ્રમ્પ પર 5587 મતોની લીડ મળી ગઈ છે. રાજ્યમાં 95 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે. જાણકારોનું માનવું છે કે વધેલા પોસ્ટલ મત બાઇડનના પક્ષમાં જઈ શકે છે. જો બાઇડન આ રાજ્ય જીતી લે તો વિજય માટે જરૂરી 270 મત હાંસલ કરી લેશે. આ પહેલાં બાઇડને જ્યૉર્જિયામાં લીડ મેળવી લીધી હતી. અહીં 99 ટકા મતોની ગણતરી કરી લેવાઈ છે. લગભગ 8197 મતપત્ર બાકી છે. સાથે જ સૈન્ય અને વિદેશ મતપત્રો પણ ગણી લેવાયા છે. આ ઉપરાંત બાઇડન નૅવાડામાં કે જ્યાં 89 ટકા મતોની ગણતરી કરી લેવાઈ છે, ત્યાં આગળ ચાલી રહ્યા હતા. ચૂંટણીઅધિકારીઓનું કહેવું છે કે ગુરુવાર સાંજ સુધી તેમની પાસે લગભગ 190,000 મતપત્રો ગણવા માટે બાકી હતા. ઍરિઝોનામાં બાઇડન 1.6 ટકા મતોથી આગળ ચાલે છે. નોર્થ કૅરોલાઇના અને અલાસ્કામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે.

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

  19. અમેરિકાની ચૂંટણીની મતગણતરી વચ્ચે ગ્રેટા થનબર્ગે કહ્યું - 'ચિલ ડોનાલ્ડ ચિલ'

    અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ હશે? આ સવાલનો જવાબ જાણવા ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને દુનિયાના કરોડો લોકો બેચેન છે.

    આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું, 'સ્ટોપ ધ કાઉન્ટ' એટલે કે મતગણતરી રોકી દો.

    આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં પર્યાવરણવિદ ગ્રેટા થનબર્ગે લખ્યું, 'શું બકવાસ છે. ડોનાલ્ડે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખવું જોઈએ અને પછી કોઈ મિત્ર સાથે જૂના જમાનાની ફિલ્મ જોવા જવું જોઈએ. ચિલ ડોનાલ્ડ ચિલ!'

    બદલો Instagram કન્ટેન્ટ
    Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    Instagram કન્ટેન્ટ પૂર્ણ

  20. મહત્ત્વના રાજ્ય જ્યૉર્જિયામાં જો બાઇડન ટ્રમ્પથી એક હજાર મત આગળ નીકળ્યા

    અમેરિકાની ચૂંટણીનાં પરિણામો અંગેની બીબીસીની સિસ્ટમ અનુસાર જો બાઇડન મહત્ત્વના રાજ્ય જ્યૉર્જિયામાં 1000 મતથી ડોનાલ્ડ ટ્રમ્પની આગળ ચાલી રહ્યા છે.

    હાલ જ્યૉર્જિયામાં છેલ્લાં 1 ટકા મત ગણાઈ રહ્યા છે. બાઇડનને પહેલાં 917 મતની સરસાઈ મળી હતી જે હવે 1096 મતની છે.

    જ્યૉર્જિયામાં કુલ 16 ઇલેક્ટોરલ વોટ છે.

    જો બાઇડન જ્યૉર્જિયા જીતી જાય તો જીત માટેના 270 મતથી 1 મત દૂર રહેશે. હાલ જો બાઇડન ઍરિઝોના અને નૅવાડામાં હાલ આગળ ચાલી રહ્યા છે.

    મતદાન ગણતરીની તસવીર

    ઇમેજ સ્રોત, EPA

    ઇમેજ કૅપ્શન, મતદાન ગણતરીની તસવીર