કોરોના વાઇરસ: કોવિડ-19ની એ પાંચ બાબતો જે તેને ખતરનાક બનાવે છે

ઇમેજ સ્રોત, JEWEL SAMAD/AFP via Getty Images
- લેેખક, જૅમ્સ ગૅલાઘર
- પદ, આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા
એક નાનકડા વાઇરસથી આખીય દુનિયાને અસર કરી છે. આખીય દુનિયા જાણે કે થંભી ગઈ છે.
પહેલા પણ વાઇરસનું જોખમ હતું, આ પહેલા પણ આપણે મહામારીઓનો સામનો કર્યો છે, જોકે આખીય દુનિયાને કોઈ નવા સંક્રમણનો સામનો કરવા માટે આમ થંભી જવું નહોતું પડ્યું. તો કોરોના વાઇરસમાં એવું શું છે?
તેની બાયૉલૉજીમાં એવી શું ખાસ વાત છે કે આપણા જીવન અને આપણા શરીર માટે તે જોખમી બની જાય છે?

દગાખોરીમાં મહારત

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં કોરોના વાઇરસ દગો આપવામાં માહેર છે. સંક્રમણના પ્રાથમિક તબક્કામાં કોરોના વાઇરસ તમારા શરીરને દગો આપવામાં સફળ થઈ જાય છે.
કોરોના વાઇરસ આપણા ફેફસાં અને શ્વાસનળીમાં મોટા પાયે હાજર હોય છે. જોકે આપણી ઇમ્યૂન સિસ્ટમને લાગે છે કે શરીરમાં બધુ જ બરાબર છે.
યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજમાં પ્રોફેસર પૉલ લેહનર કહે છે કે આ ગજબનો વાઇરસ છે, તે તમારા નાકમાં વાઇરસની ફેક્ટરી બનાવી લે છે. અને તમને લાગે છે કે તમે ઠીક છો. આપણા શરીરની કોષિકાઓ ઇન્ટરફર્નર નામનું કેમિકલ રિલીઝ કરે છે. જ્યારે આ કેમિકલ્સમાં કોઈ વાઇરસ કબ્જો કરે છે ત્યારે આપણા શરીરને વાઇરસની હાજરીની ચેતવણી મળે છે.
જોકે કોરોના વાઇરસમાં આવી ચેતવણીને અટકાવવાની જોરદાર ક્ષમતા છે.

ગાડી ઠોકીને ભાગી જનાર ખતરનાક ડ્રાઇવર જેવો

ઇમેજ સ્રોત, SCIEPRO/SCIENCE PHOTO LIBRARYvia getty images
પ્રોફેસર લેહનર કહે છે કે આ કામ વાઇરસ એટલી સરસ રીતે કરે છે કે તમને ખબર જ નથી પડતી કે તમે બિમાર છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે જ્યારે તમે સંક્રમિત કોષિકાઓને જુઓ છો તો તે જરાય સંક્રમિત નથી લાગતી પરંતુ જ્યારે તમે લૅબમાં ટેસ્ટ કરાવો છો ત્યારે, ખબર પડે છે કે આમા ઘણા બધા વાઇરસ હાજર છે.
આ વાઇરસ એક એવા ડ્રાઇવર જેવો છે જે ગાડી અથડાવીને તરત ભાગી જાય છે. જ્યારે આપણા શરીરમાં હાજર વાઇરસનો લોડ પીક પર પહોંચી જાય છે. ત્યારે આપણે બિમાર પડતા દેખાવા લાગીએ છીએ. લક્ષણો ન દેખાય છતાં વાઇરસ શરીરમાં હાજર રહે છે. અને એકથી બીજી વ્યક્તિમાં પ્રસરી શકે છે.

ઇમ્યુન સિસ્ટમને ઝટકો

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર લેહનર કહે છે કે, આ વાઇરસને કારણે દર્દીએ તરત જ હૉસ્પિટલ નથી જવું પડતું. પરંતુ, તે દર્દીને હરવા-ફરવા દે છે. જેથી આ વાઇરસ અન્યોમાં પણ ફેલાઈ શકે. વળી આ વાઇરસ દર્દીના સાજા થવા અને મૃત્યુ પામતા પહેલા બીજા દર્દીમાં જતો રહે છે.
આ પૂર્વે આવેલો H1N1 પણ આના જેટલો ઘાતક નહોતો. આવા બીજા ચાર પ્રકારના કોરોના વાઇરસ હોય છે, જેમાં સામાન્ય શરદી જેવા લક્ષણો જોવા મળે છે.
યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરથી પ્રોફેસર ટ્રેસી હસલ કહે છે કે આ એક નવા પ્રકારનો વાઇરસ છે. આથી લોકોમાં તેનાથી લડવાની ઇમ્યૂનિટી નથી. તેની અસરો તમારી ઇમ્યૂન સિસ્ટમ માટે એક ઝટકો સાબિત થઈ શકે છે. તેની તુલના યુરોપમાં જોવા મળેલા સ્મૉલ પૉક્સ સાથે કરી શકાય છે. એની રોગપ્રતિકારક શક્તિ પણ લોકોમાં પહેલાં નહોતી.
એક નવા વાઇરસનો સામનો કરવા માટે રોગપ્રતિકારક શક્તિએ વિવિધ ફેરફારોમાંથી પસાર થવું પડે છે. જોકે ઉંમર વધવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વના એવા ટી-સેલ ઘણાં ઓછા બને છે. આથી રોગ પ્રતિકારકશક્તિ ઓછી પેદા થાય છે. વળી કોરોના વાઇરસ ફેફસાઓને પ્રભાવિત કરતા આખાય શરીરમાં ફેલાઈ જાય છે.

અજબ પ્રકારનું સંક્રમણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કિંગ્સ કૉલેજ લંડનમાં પ્રોફેસર મારો ગાકા કહે છે કે કોવિડના ઘણા પાસા અનોખા છે. એ બીજી વાઇરલ બિમારીઓ કરતા અલગ છે.
તેઓ કહે છે કે આ માત્ર ફેફસામાં હાજર કોષિકાઓને મારે છે, સાથે જ તેમને ખરાબ પણ કરી દે છે. આનાથી ખરાબ થઈ ગયેલી કોષિકાઓ પોતાની આસપાસની સ્વસ્થ કોષિકાઓથી જોડાય છે અને તેમને પણ બિમાર કરીને, મોટું રૂપ ધારણ કરી લે છે.
પ્રોફેસર ગાકા કહે છે કે ફ્લૂ બાદ તમારા ફેફસાં પૂર્ણ રીતે સ્વસ્થ થઈ શકે છે પરંતુ કોવિડમાં એવું નથી થતું. આ એક અજબ પ્રકારનું સંક્રમણ છે. તેમાં લોહીના ગઠ્ઠા જામવા લાગે છે, ઘણી વાર ડૉક્ટર દર્દીઓની નસ પણ નથી શોધી શકતા.

દરેક અંગ સુધી પહોંચવાની ક્ષમતા
શરીરમાં હાજર ACE2 રિસ્પેક્ટર, જેના દ્વારા કોરોના વાઇરસ શરીરના કોષોને સંક્રમિત કરે છે. ACE2 રિસ્પેક્ટર એક પ્રકારનું પ્રોટિન છે, જે રક્ત કોષિકાઓને, ફેફસાં, લિવર અને કિડની સહિત આખાય શરીરમાં ફેલાઈ જાય છે. અને એટલે જ કોરોના વાઇરસ દરેક અંગ સુધી પહોંચી શકે છે.
જો તમે મેદસ્વી છો તો કોરોના વાઇરસ તમને વધુ નુકસાન પહોંચાડી શકે છે. કોરોના વાઇરસ વિશેની આવી અનેક અજાણી વાતો આગામી સમયમાં સામે આવશે, અને આ માહિતી સામે આવવાની સાથે સાથે માનવશરીર આ વાઇરસનો સામનો કરવા માટે વધુ તૈયાર થશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















