એ કપલ, જેણે પોતાનો સંબંધ સુધારવા બીજા સાથે સંબંધ બાંધ્યો

- લેેખક, થિયા ડે ગેલ્લિયર
- પદ, બીબીસી થ્રી
તમારા જીવનસાથી કોઈની સાથે ડેટ પર જાય તો તમને કેવું લાગે? એટલું જ નહીં, તમારે તેનું સાક્ષી બનવાનું હોય તો કેવી લાગણી થાય?
બહુ કફોડી સ્થિતિ થાય એવી તમારી કલ્પના હશે, પરંતુ બીબીસીના એક કાર્યક્રમ 'જસ્ટ વન નાઇટ' (માત્ર એક રાત) હેઠળ છ દંપતીને આવી સ્થિતિમાંથી પસાર કરાયાં.
આ કાર્યક્રમમાં દરેક દંપતી જુદાજુદા કારણોસર જોડાયાં કે જેથી પોતાની વફાદારીનું પરીક્ષણ થઈ શકે.
કેટલાક માટે આ તેમનો પ્રથમ પ્રેમસંબંધ હતો અને તેઓ ખાતરી કરવા માગતાં હતાં કે પ્રેમીની તેમની પસંદગી કેટલી યોગ્ય છે. બીજા એ નિર્ધારિત કરવા માગતાં હતાં કે પોતે કેટલાં લાયક છે અથવા તો એક ડગલું આગળ વધીને સાથે જીવવાનું નક્કી કરવું કે કેમ તે નિર્ણય કરવા માગતાં હતાં.
પૉપ્પી અને ઍલિયટ માટે મહત્ત્વનો મુદ્દો હતો એકબીજા પરનો ભરોસો.
ભૂતકાળના પ્રેમસંબંધમાં પૉપ્પીને કડવો અનુભવ થયો હતો અને તેની અકળામણને કારણે ઍલિયટ સાથેના રોમાન્સમાં તે મુશ્કેલી અનુભવી રહી હતી. તેને લાગતું હતું કે પોતે ઍલિયટથી દૂર જઈ રહી છે.
શું બીજા સાથે આ રીતે ડેટ ગોઠવાઈ તેના કારણે તેમના સંબંધોમાં કોઈ અસર થઈ હતી ખરી? અમારો શો થઈ ગયો તેના થોડા મહિના પછી સ્થિતિ જાણવા અમે તેમને મળ્યા હતા.
પોતાનો અનુભવ કેવો રહ્યો તે પૉપ્પીએ અમને આવા શબ્દોમાં જણાવ્યું હતું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભૂતકાળની અસલામતી

"મને લાગે છે કે હું મારા જૂના પ્રેમસંબંધને કારણે પરેશાનીમાં હતી.
હું મારી જાતને અસલામત જોવા માગતી નથી, પરંતુ મારો નવો સંબંધ બંધાયો ત્યારે તે બધા વિચારો ફરી પરેશાન કરવા લાગ્યા હતા. ઍલિયટની બાબતમાં પણ મને પહેલાં જેવો જ અનુભવ થશે તો અમારો સંબંધ દસ ડગલાં પાછો જતો રહેશે.
ઍલિયટ બહુ ઇર્ષાળુ નથી અને હળવાશમાં રહેનારો માણસ છે. પણ એવી રીતનું વર્તન કરવાનું મારા માટે મુશ્કેલ હતું.
હું જાણું છું કે તે બહુ મળતાવડો છે અને પાર્ટીની મોજનો માણસ છે. જોકે મને મૂકીને તે બહાર ગયો હતો, ત્યારે તે રાતોમાં તે ભાગ્યે જ સૂઈ શક્યો હતો.
પ્રોગ્રામ પછી મને ભાન થયું કે મારે ચિંતા કરવાની જરૂર નથી અને તેના પર વધારે વિશ્વાસ રાખવાની જરૂર છે.
મારો જીવનસાથીને બીજા કોઈ સાથે જોઉં, ત્યારે દરેક વસ્તુનું અલગ પરિમાણ દેખાતું હોય છે. મને ખ્યાલ આવ્યો કે હું આ રીતે તેને બીજા સાથે જોવા માગતી નથી. જો હું તેને મારાથી દૂર કરતી રહિશ તો પછી તે બીજા સાથે જાય તેવું બને પણ ખરું.
ડેટની વાતના સાક્ષી થવું મુશ્કેલ હતું અને તમને થાય કે ક્યારેય આવું ના થવું જોઈએ. તેને જોઈને મારામાં લાગણીના ઊભરા આવતા હતા. હું વિચારવા લાગતી કે જો હું તેની સાથે જવાનું નક્કી કરું તો શુંશું થઈ શકે?
તેના કારણે આખરે અમે મજબૂત જ બન્યા. મને સ્પષ્ટતા થઈ કે બધું ઠીક થઈ રહેશે અને એ કે હું તેને ગુમાવવા માગતી નથી. હું એવી પરિસ્થિતિમાંથી ફરી પસાર થવા માગતી નથી.
મારે તેના પર વધારે ભરોસો મૂકવો પડે અને જે કંઈ થયું તે થયું. હું જેટલી તણાવમાં આવી જઈશ એટલા અમે એકબીજાથી દૂર થતા જઈશું.
એ અર્થમાં જુઓ તો હું મારા વિશે ઘણું જાણતી થઈ અને તેના કારણે મારા આત્મ સન્માનમાં પણ વધારો થયો.
મારી ડેટની વાત કરું તો હું તે સમય દરમિયાન સતત અકળાતી રહી હતી. જોકે હું આભારી છું કે તે સમજદાર હતો અને મારા સંબંધોમાં મારી શું સ્થિતિ છે તે સમજવા તૈયાર હતો.
હું હજી પણ તેના સંપર્કમાં છું અને ઍલિયટ તે છોકરીના સંપર્કમાં છે. જોકે હજી સુધી અમે ફરી મળ્યાં નથી.
શોમાં ભાગ લેતા પહેલા મને હતું કે મજા પડશે. પરંતુ અમે કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા અને પ્રોડક્શન ટીમ સક્રિય બની તે સાથે વાસ્તવિકતા સ્પષ્ટ થવા લાગી હતી. મને ટીવીમાં ફરી કામ કરવાનું ગમશે, પણ તે અમારા પ્રેમસંબંધોની બાબતમાં ના હોવો જોઈએ.
આ પ્રયોગ કરવા માટે અમને શો તરફથી દરખાસ્ત મળી હતી ત્યારે અમારો પ્રેમસંબંધ માત્ર બે મહિનાનો જ હતો. તેથી જ અમે નક્કી કર્યું હતું કે ચલો પ્રયોગ કરી જોઈએ અને જોઈએ કે શું થાય છે.
પાંચ મહિના પછી આજે અમે સાથે જ છીએ."

ઍલિયટનો અનુભવ કેવો રહ્યો?

"મેં પૉપ્પીને તેના ડેટ સાથે જોઈ ત્યારે મને આખી વાત ગાંડપણ જેવી લાગી હતી.
હું મારી સાથી સાથે ધ્યાન કેન્દ્રીત કરવા કોશિશ કરી રહ્યો હતો. તે મારી બાજુમાંથી પસાર થયો ત્યારે મેં જોયો તેને. લાંબા વાળ અને મારાથી દેખાવ એકદમ જુદો. મને થયું કે મામલો રસપ્રદ બનશે.
તે બીજા સાથે ડેટ પર હતી અને હું કોઈ બીજી યુવતી સાથે હતો. તે આખી વાત વિચિત્ર લાગતી હતી.
ડેટ પછી હોટલ પર રૂમમાં પાછા ફર્યા ત્યારે મને બહુ વિચિત્ર લાગણી થતી હતી. બહુ અનિશ્ચિતતા લાગતી હતી.
અમને ફોન પર વાત કરવાની છૂટ નહોતી અને સતત તેનો જ વિચાર આવ્યા કરતો હતો.
આ ટેલિવિઝન શો હતો, પણ એકદમ સાચૂકલો લાગતો હતો. થોડી વાર માટે તો હું ભૂલી ગયો હતો કે અમે ટીવી પર છીએ.
આ રીતે અમે ચાર મહિના અલગ રહ્યા. અમે તે દરમિયાન ઘણું કર્યું અને ખ્યાલ આવ્યો કે અમે ખરેખર શું ઇચ્છીએ છીએ.
અમને પ્રવાસ કરવો ગમે છે અને બંને બહુ ક્રિએટિવ છીએ. હું દુનિયાભરમાં ફરીને ફિલ્મ તૈયાર કરવા માગું છે. પૉપ્પી બહુ સારી કલાકાર છે અને અમે બંને એક બીજાને આ રીતે મદદરૂપ થવા માગીએ છીએ.
મને ખ્યાલ આવ્યો કે મને પૉપ્પી સાથે કેટલી સહજતાનો અનુભવ થાય છે. કેટલાક લોકોની હાજરીથી તમે અકળાવા લાગો, ખાસ કરીને ડેટ પર. મને થોડા સમયમાં ભાન થયું કે પૉપ્પીની હાજરીમાં મને એવી અકળામણ થતી નહોતી.
તેની સાથે રહેવાનું મને ખૂબ સારું લાગે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












