You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : મહામારી સામે જંગ જીતનારી 21 દિવસની બાળકીની કહાણી
સ્કૉટલૅન્ડનાં ટ્રેસી મૈગ્વાયર એ સમયને યાદ કરે છે જ્યારે તેઓએ પોતાની ત્રણ અઠવાડિયાંની બાળકીના નાકમાં કોરોના વાઇરસની ચકાસણી માટે સ્વેબ નાખતા જોઈ હતી. તેઓ કહે છે કે આ જોવું બહુ પીડાદાયક હતું.
તેઓ કહે છે, "પહેલી વાર મેં મારી બાળકીની આંખમાં આંસુ જોયાં હતાં. મેં તેને પકડી રાખી હતી. હું રોતી હતી. અમે એ સ્થિતિમાં જાણે કે એકબીજાને સહારો આપી રહ્યાં હતાં."
અધૂરા મહિને જન્મ થવાને કારણે બાળકીનું વજન માત્ર દોઢ કિલો હતું. તે માત્ર ત્રણ અઠવાડિયાંની હતી જ્યારે તેને કોરોના પૉઝિટિવ થયો.
26 માર્ચે તેનો જન્મ થયો હતો. તે સમય પહેલાં આઠ અઠવાડિયાં પહેલાં આ દુનિયામાં આવી હતી. પરિવારના લોકોની બધી તૈયારીઓ એમની એમ રહી ગઈ હતી.
સ્વસ્થ હોવા છતાં ટ્રેસીને કહેવાયું કે તેને પ્રી-એક્લેમપ્સિયા થઈ શકે છે અને તેને લંકાશાયરની હૉસ્પિટલમાં મોકલી દેવાઈ છે.
જ્યારે ખબર પડી કે તેમની બાળકીને કોરોના છે
શરૂઆતમાં નહાતી વખતે તેમની બાળકીને સામાન્ય લક્ષણો દેખાયાં હતાં, જે એટલાં સામાન્ય હતાં કે ઓળખવાં મુશ્કેલ હતાં
ટ્રેસીએ બીબીસી રેડિયો સ્કૉટલૅન્ડના પ્રોગ્રામ મૉર્નિંગ્સ વિથ કેઈ એડમ્સને કહ્યું કે તેમની બાળકી દેશની સૌથી નાની ઉંમરની કોરોના દર્દી બની ગઈ છે. આ સમાચાર દર્દભર્યા હતા.
ટ્રેસીએ જણાવ્યું, "તેઓએ (ડૉક્ટરો) મને કહ્યું કે મારી બાળકી સ્વસ્થ છે. ગભરાવાની જરૂર નથી, પણ તેને કોરોના પૉઝિટિવ છે. મને સાંત્વના આપવાની કોશિશ કરતાં હતા, પણ હું બધું સમજી રહી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તે એટલી સ્વસ્થ લાગતી હતી કે મને વિચાર આવતો હતો કે કેવી રીતે અને ક્યારે વાઇરસનો ચેપ લાગી ગયો? તે આટલી નાની છે, કેવી રીતે તેનો મુકાબલો કરી શકશે?"
પેટૉનનાં (બાળકીનું નામ) ફેફસાં મજબૂત કરવા સ્ટેરૉયડ આપવામાં આવ્યું હતું. નર્સોએ તેની ખૂબ સારસંભાળ રાખી.
જોકે ઑપરેશન બાદ ટ્રેસીને જણાવાયું હતું કે તેઓએ ઘરે જવું પડશે અને 14 દિવસ સુધી બાળકીથી અલગ રહેવું પડશે.
ટ્રેસી જણાવે છે, "મેં ફોન પર ડૉક્ટરોને વિનંતી કરી કે હું મારી બાળકીથી દૂર રહેવા માગતી નથી."
"કોઈ ગમે તેટલી તેની સારસંભાળ રાખે, પણ હું તેની માતા છું. જો તેને શરદી થઈ હોય તો પણ હું તેની સાથે રહેવા માગતી હતી."
ડૉક્ટરોએ વિશ્વાસ અપાવીને ટ્રેસીને તેની સાથે રહેવાની અનુમતિ આપી છે, પરંતુ તેમના પતિ ઍંડ્રિઆનને ઘરે પરત ફરીને આઇસોલેસન પિરિયડ પૂરો કરવાનું કહેવાયું છે.
જેમજેમ દિવસો વીતતાં ગયા તેમ સ્કૉટલૅન્ડમાં મૃતકોની સંખ્યા વધતી ગઈ, પરંતુ પેટૉન સાજી થતી ગઈ.
ટ્રેસીનું કહેવું છે કે ઍંડ્રિઆનના નજરે જોઉં તો હું વિચારું છું કે તે પોતાને અસહાય અનુભવતો હતો. એક તો એ કે તેમની બાળકી સમય પહેલાં જન્મી અને બીજું કે તેની પત્ની પણ સ્વસ્થ નથી. અને તે બંને પાસે રહી પણ શકતો નથી.
'ડૉક્ટરો અને નર્સ પર વિશ્વાસ રાખો'
ટ્રેસી પોતાની બાળકી સાથે ઘરે આવી ગયાં છે. તેઓ અને તેમનો પરિવાર ડૉક્ટરો અને નર્સોનાં વખાણ કરે છે.
ટ્રેસી કહે છે, "તેઓ સાચે જ અવિશ્વસનીય કામ કરે છે. તેઓ તમામ સાવધાની રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તેઓએ તમામ જોખમ ઉઠાવીને એ ધ્યાન રાખ્યું કે મારી બાળકી ભૂખી ન રહે."
"તમે ક્યારેય સમજી નહીં શકો કે કેવી રીતે તેમનો આભાર વ્યક્ત કરવો. પેટૉન (તેમની બાળકી) મારા માટે દુનિયાની સૌથી અણમોલ ભેટ છે અને મેં તેની સારસંભાળ માટે તેમના પર વિશ્વાસ મૂક્યો. કોઈ પણ માતા માટે આ મુશ્કેલ છે, પરંતુ નર્સો પર વિશ્વાસ રાખવો જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો