કોરોના વાઇરસ : શું ઇટાલી અને સ્પેન બાદ અમેરિકાના માટે ભયાનક સાબિત થશે?

કોરોના વાઇરસ તથા રસીની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓએ સ્પ્ટેમ્બર મહિનામાં એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે કોરોના વાઇરસથી અડધો મિલિયન અમેરિકનો મૃત્યુ પામી શકે છે. તેમજ અમેરિકાની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.

ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં, જેમજેમ કોરોના વાઇરસ મહામારી ચીનથી બાકીના વિશ્વમાં ફેલાવા લાગી, ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકારોએ યુ.એસ.ના અર્થતંત્ર અને જાહેર સ્વાસ્થ્ય માટેનાં વાઇરસથી ઊભાં થનાર જોખમો વ્યક્ત કર્યાં હતાં.

2019ના અધ્યયનમાં ચેતવણી આપવામાં આવી હતી, જેમાં ખાસ કરીને અમેરિકનોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે આ રોગચાળાને લાક્ષણિક ફ્લૂની જેમ ન ગણે.

line

વાઇરસનો અર્થતંત્રને ચેપ

કોરોના વાઇરસ

અભ્યાસમાં કરેલી ચેતવણી યુ.એસ.ના વહીવટી અધિકારીઓની એ દલીલને ખોટી પાડે છે કે વાઇરસ અર્થતંત્રને નુકસાન પહોંચાડતો નથી. નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલે આ અભ્યાસ કરાવ્યો હતો.

આ અધ્યયનમાં સામેલ એક લેખક કહે છે કે કોરોના વાઇરસની અસરને ધીમી કરવા માટે સાતથી આઠ મહિના સુધી મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિ અસરકારક રીતે બંધ રાખવી જોઈએ.

કોરોના વાઇરસ યુનાઇટેડ સ્ટેટ્સમાં ખૂબ ઝડપથી ફેલાયો છે અને 5000થી વધુ અમેરિકનોનો ભોગ લીધો છે. તદુપરાંત અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ જે આગાહી કરી છે કે અમેરિકા મહામંદી તરફ આગળ વધી રહ્યું છે. તેને પગલે પગલે બેકારી પણ વધી રહી છે.

યુ.એસ.ના વિવિધ સ્ટેટ્સ ગવર્નરો અને સ્થાનિક અધિકારીઓએ મોટી સંખ્યામાં જે તે રાજ્યની આર્થિક પ્રવૃત્તિને બંધ કરાવી દીધી છે અને લોકોને મોટા ભાગની પરિસ્થિતિઓમાં પોતાનાં ઘરોમાં રહેવા આદેશ આપ્યો છે, જેથી સંક્રમણ ઓછું ફેલાય અને હૉસ્પિટલો ઉપરનો સ્ટ્રેસ ઘટાડી શકાય.

line

કોરોનારૂપી કાળનો કોળિયો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ઍડમિનિસ્ટ્રેશન અધિકારીઓએ જાહેર આરોગ્ય મૉડલ બહાર પાડ્યું, જેમાં કોરોનાના ચેપનો દર રાષ્ટ્રીયસ્તરે અને સ્થાનિક વિસ્તારોમાં કેટલો થઈ શકે છે તે અંગેના અંદાજો આપવામાં આવ્યા છે.

સરકારી અધિકારીઓએ એવો અંદાજ લગાવ્યો હતો કે આ જીવલેણ કોરોના વાઇરસથી 100,000થી માંડીને 240,000 અમેરિકનો ભોગ બની શકે તેમ છે.

અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે ક્યારે દેશના ઉદ્યોગો પોતાનાં શટર ખોલશે? જોકે તે અસ્પષ્ટ છે, કારણ કે વ્હાઇટ હાઉસ આ સંબંધે કેવી રીતે નિર્ણય લે છે તેના પર બધો આધાર છે.

ફોક્સ ન્યૂઝ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મ્નુચિને કહ્યું હતું કે "મને લાગે છે કે આગામી ક્વાર્ટરમાં, તબીબી પરિસ્થિતિ શું વળાંક લે છે તેના ઉપર ઘણું નિર્ભર છે."

રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડિરેક્ટર, લેરી કુડલોએ એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે "આર્થિક પ્રવૃત્તિ ફરી શરૂ થાય. ચાર અઠવાડિયાં પણ લાગે કે આઠ અઠવાડિયાં પણ હોઈ શકે છે."

તેમણે કહ્યું, "હું આસ્થાપૂર્વક કહું છું અને હું તે પ્રાર્થનાથી કહું છું."

અર્થતંત્રને અસર

બહારના અર્થશાસ્ત્રીઓ લગભગ દરરોજ લૉકડાઉનની મહત્તમ લંબાઈ પર વિશ્લેષણો બહાર પાડતા હોય છે.

વ્હાઇટ હાઉસની અંદર અધિકારીઓ સાથે જે શૅર કરવામાં આવ્યું છે તે અન્ના શેર્બીના તરફથી આવતું હતું. જે હવે 2019થી બ્રાન્ડિસ યુનિવર્સિટી અને અમેરિકન ઍન્ટર્પ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી અધ્યયનના એક લેખક છે.

અન્ના શેર્બીનાએ તેમના સ્ટડીમાં ચોક્કસપણે બંધ કેટલા દિવસ રહેશે તે વ્યાખ્યાયિત કર્યું નથી.

એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે શાળાનાં બંધનો સમાવશે, ઘણા વ્યવસાયોને બંધ કરશે અને ઘણાંબધાં રાજ્યોને અલગઅલગ બંધના ઑર્ડર આપી શકે છે.

અન્ના શેર્બીનાએ તેમના પેપરમાં વાઇરસ સામે લડવા માટે બિઝનેસ અને આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડશે તેનું મૂલ્યાંકન કર્યું છે. તેમણે પેપરમાં જણાવ્યુ હતું કે લૉકડાઉનને કારણે નુકસાન થશે પણ તે વધારાના લાભોને સંતુલિત કરશે.

તેમનું માનવું છે કે કોરોનાના ચેપને દૂર કરવા ઓછામાં ઓછાં સાત અઠવાડિયાંનું લૉકડાઉન જરૂરી છે. સ્ટડીના અનુમાન મુજબ લૉકડાઉનથી અમેરિકાને અઠવાડિયાનું 36 અબજ ડૉલર જેટલું નુકસાન જશે.

line

રસીએ રસ ઉતાર્યો

કોરોના વાઇરસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સ્ટડીમાં કહેવાયું છે કે અઠવાડિયે આના કરતાં વધુ નુકસાન થાય તો પણ આ સમયગાળો જાળવી રાખવો જરૂરી છે. અન્ના શેર્બીનાએ કહ્યું હતું કે સાત અઠવાડિયાંના લૉકડાઉનથી 20 મિલિયન લોકોના જીવ બચશે.

કુ. શેરબિનાનો અંદાજ છે કે કંઈ ન કરવાથી અર્થતંત્ર પર 13 ટ્રિલિયન ડૉલરનો ખર્ચ થશે- આ વરસે વાઇરસનો હુમલો આવે તે પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા જે આર્થિક પ્રવૃત્તિ થવાની સંભાવના હતી તેના લગભગ બે તૃતીયાંશ જેટલી છે.

કુ. શેર્બીનાએ (જેઓ પહેલા આર્થિક સલાહકાર પરિષદના વરિષ્ઠ અર્થશાસ્ત્રી હતા અને સપ્ટેમ્બરના પેપરના લેખક, "Mitigating the Impact of Pandemic Influenza Through Vaccine Innovation") અમેરિકામાં કોરોના વિનાશક રૂપ લેશે અને આ રોગચાળાને કારણે આર્થિક નુકસાન થશે તેવી ચેતવણી આપી હતી.

કોરોના વાઇરસની અર્થતંત્ર પર અસરની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

2019માં કરવામાં આવેલા વ્હાઇટ હાઉસના અધ્યયનમાં કોઈ પણ વાઇરસ સામે નવી રસી ઝડપથી વિકસાવવા માટે પ્રયત્નો કરવાની હાકલ કરવામાં આવી છે.

આ અધ્યયનમાં કોરોના વાઇરસના ઉદભવ વિશે ખાસ આગાહી કરી નથી. 1918ના સ્પેનિશ ફ્લૂ અથવા 2009ના સ્વાઇન ફ્લૂને આધારે અમેરિકા ઉપર થનારી સંભવિત અસરનું મૉડલ તૈયાર કર્યું છે.

તેમના અધ્યયન મુજબ અમેરિકામાં ફેલાતો ફ્લૂ તેની ઉચ્ચ તીવ્રતાએ પણ કોરોના જેટલો ખતરનાક નથી. પેડેમિક ફ્લૂથી અમેરિકાના અડધો મિલિયન લોકોના મોતનો ભય છે અને અંદાજે 3.8 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થઈ શકે છે.

ઉંમર અને અર્થાપત્તિ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે વ્યક્તિદીઠ ઇકૉનૉમિક વૅલ્યૂ કાઢતા 18થી 49 વરસના લોકો માટે 12.3 મિલિયન ડૉલર જેટલી થવા જાય છે, ત્યારે 65 વરસથી ઉપરના માટે આ વૅલ્યૂ 5.3 ટ્રિલિયન ડૉલર થવા જાય છે.

તે જોતાં કોરોનાથી થતા આર્થિક નુકસાન કરતાં આ નુકસાન ઘણું બધું વધારે છે. અમેરિકામાં અત્યારે (તા: 7-4-2020) 3,67,695 લોકો સંક્રમિત છે અને 10,943 જેટલાં લોકોનાં મૃત્યુ થયાં છે. સૌથી વધુ પ્રભાવિત ન્યૂ યૉર્ક છે.

અમેરિકન પ્રૅસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાનો આંકડો ત્રણ લાખને પાર કરતાં ચેતવણી ઉચ્ચારી હતી કે મૃત્યુઆંક વધી શકે છે.

આમ, કોરોનાને સામાન્ય સિઝનલ ફ્લૂ સાથે સરખાવવું ઘાતક નીવડી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો