થાઈલૅન્ડમાં રસ્તા પર લાશો બિછાવી દેનાર સૈનિકને ઠાર કરાયો

ઇમેજ સ્રોત, Getty Images
થાઈલૅન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કરી રસ્તા પર લાશો બિછાવી દેનાર સૈનિકને ઠાર કરવામાં આવ્યો છે.
સૈનિકે શનિવારે શરૂ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતા.
થાઈ પોલીસે જાણકારી આપી છે કે એ સૈનિકને સુરક્ષાદળોએ ઠાર કર્યો હોવાની માહિતી આપી છે
આ ઘટના થાઈલૅન્ડની રાજધાની બૅંગકૉકના ઉત્તર-પૂર્વમાં સ્થિત નકોન રેટચાસીમા શહેરમાં બની હતી.
પોલીસના કહેવા મુજબ સૈનિકે ગોળીબાર કરતા પહેલાં બેરેક સેનાનું એક વાહન ચોરી લીધું હતું.
આ સૈનિકે અનેક ફેસબુક પોસ્ટ પણ કરી હતી.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ બીબીસીને કહ્યું કે, જકરાપંત થોમ્મા નામના આ સૈનિકે બૌદ્ધમંદિર અને શૉપિંગ સેન્ટરમાં ગોળીબારી કરી તે અગાઉ તેમના કમાન્ડિંગ ઑફિસરની હત્યા કરી દીધી હતી અને બંદૂક અને દારૂગોળો ચોરી લીધાં હતાં.

ઇમેજ સ્રોત, Facebook
એ પછી તેમણે એક બૌદ્ધમંદિર અને શૉપિંગ સેન્ટર નજીક ફાયરિંગ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનાને પગલે સરકારે મીડિયાને જીવંત પ્રસારણ ન કરવાની અને લોકોને હથિયારો કે ગોળીબારીનાં દૃશ્યો નહીં બતાવવાની સૂચના આપી હતી.

સોશિયલ મીડિયા પર અપડેટ્સ

ઇમેજ સ્રોત, AFP
સ્થાનિક મીડિયાના ફુટેજમાં દેખાયું કે સંદિગ્ધ હુમલાખોર પોતાની કારથી શૉપિંગ સેન્ટરમાંથી બહાર નીકળે છે અને લોકો પર ગોળીબાર કરવાનું શરૂ કરી દે છે.
કેટલાક ફુટેજમાં ઇમારત બહાર આગ દેખાઈ હતી છે.
કેટલાક અહેવાલો પ્રમાણે ગોળી વાગવાથી એક ગૅસ-સિલિન્ડર ફાટ્યો, જેના કારણે આગ લાગી. સંદિગ્ધે એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે, જેમાં આગ જોઈ શકાય છે.
તંત્ર દ્વારા શૉપિંગ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું અને સંદિગ્ધને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંતે ઠાર કરાયો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













