INDvsNZ : ન્યૂઝીલૅન્ડને હરાવી ભારત પાંચ મૅચની ટી-20 સિરીઝ એકતરફી જીતનારો પ્રથમ દેશ

બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની ટી-20 મૅચની સિરીઝની પાંચમી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 7 રને પરાજય આપીને સિરીઝ એકતરફી 5-0થી પોતાના નામે કરી લીધી.

ન્યૂઝીલૅન્ડની સામે જીત માટે 164 રનનું લક્ષ્ય હતું. પણ તે અનુભવી રૉસ ટૅલરના 53 રન અને ટિમ સૅફર્ટના 50 રન છતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 156 રન જ બનાવી શક્યું.

માઉન્ટ મૉગનૉમાં રમાયેલી આ મૅચ ભારતના વિરાટ કોહલીના ન રમતાં તેમના સ્થાને રોહિત શર્મા કૅપ્ટન બન્યા હતા. ચાલુ મૅચે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થતાં કૅપ્ટનશિપ લોકેશ રાહુલને સોંપવામાં આવી હતી.

ભારતે પહેલાં બૅટિંગ કરતાં 3 વિકેટે 163 રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલૅન્ડ 9 વિકેટ ગુમાવી 156 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ભારત તરફથી 60 રન બનાવ્યા હતા.

બૉલિંગમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહના બીજા સ્પૅલે મૅચને પલટી નાખી હતી.

News image

ભારતની ઇનિંગ્સ

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ભારત તરફથી ઇનિંગની શરૂઆત લોકેશ રાહુલ અને સંજુ સેમસને કરી હતી. સંજુ સેમસન 2 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ લોકેશ રાહુલ અને રોહિત શર્માએ ઇનિંગને સંભાળી હતી.

ટીમના 96 રને લોકેશ રાહુલ આઉટ થયા હતા.

લોકેશ રાહુલે 33 બૉલમાં 4 બાઉન્ડ્રી અને 2 સિક્સની મદદથી 45 રન બનાવ્યા હતા.

16 ઓવરમાં ભારતની ટીમ 138 રને રમી રહી હતી ત્યારે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયા હતા. રોહિત શર્માએ 41 બૉલમાં ત્રણ સિક્સ અને ત્રણ બાઉન્ડ્રીની મદદથી 60 રન બનાવ્યા હતા.

ત્યારબાદ શિવમ દુબે 5 રન બનાવીને આઉટ થયા હતા. ઐય્યર(33 રન-નૉટાઉટ) અને મનીષ પાંડે(11 રન-નૉટાઉટ)ની ઇનિંગની મદદથી ભારતે 163 રન બનાવ્યા હતા.

ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્મા(60 રન-નૉટાઉટ) અને શ્રેયસ ઐય્યરે(33 રન-નૉટાઉટ) બનાવ્યા હતા. ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલર કુગ્ગેલેજીને બે વિકેટ લીધી હતી.

line

ન્યૂઝીલૅન્ડનો દાવ

જસપ્રીત બુમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂઝીલૅન્ડે ઇનિંગની શરૂઆતમાં જ 17 રને ત્રણ વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલૅન્ડના માર્ટિન ગુપ્ટિલને બીજી ઓવરમાં જસપ્રીત બુમરાહે એલબીડબ્લ્યૂ આઉટ કર્યા હતા.

ત્યાર બાદ ત્રીજી ઓવરમાં વૉશિંગટન સુંદરે મુનરોને બૉલ્ડ કર્યા હતા. ત્યારબાદ સીફર્ટ અને ટૅલરે ઇનિંગ્સ સંભાળી હતી.

સીફર્ટ અને ટૅલરે મૅચ 99 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં સીફર્ટે 30 બૉલમાં 50 રન અને ટૅલર 40 બૉલમાં 48 રન બનાવ્યા હતા.

સીફર્ટ અને ટૅલર જે રીતે બૅટિંગ કરતા હતા, તે જોતાં એવું લાગતું હતું કે ભારત મૅચ હારી જશે. પરંતુ જસપ્રીત બુમરાહ અને શાર્દૂલ ઠાકુરે મૅચની બાજી બદલી નાખી હતી.

સૈનીએ સીફર્ટને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યાર બાદ મિચલ આવ્યા હતા. જસપ્રીત બુમરાહે તેમને બૉલ્ડ કરતાં ન્યૂઝીલૅન્ડે 119 રને પાંચ વિકેટ ગુમાવી હતી.

સૅન્ટનર અને ટૅલરે ત્યારબાદ ન્યૂઝીલૅન્ડની ઇનિંગને સંભાળી હતી.

ન્યૂઝીલૅન્ડને ચાર ઓવરમાં 34 રન બનાવવાના હતા ત્યારે 17મી ઓવરના ત્રીજા બૉલે શાર્દુલ ઠાકરે સૅન્ટનરની વિકેટ લીધી હતી. સૅન્ટનર 6 રન બનાવીને આઉટ થયા હતા.

ત્યાર બાદ ઓવરના પાંચમાં બૉલે કુગ્ગલેજીન પુલ શોટ મારતાં આઉટ થયા હતા.

ભારતને 18મી ઓવરમાં મહત્ત્વની સફળતા મળી હતી. સૈનીએ રૉસ ટૅલરને આઉટ કર્યા હતા. રૉસ ટૅલરે આ મૅચમાં 47 બૉલમાં 53 રન બનાવ્યા હતા.

મૅચની છેલ્લી ઓવરમાં ઘણી 21 બનાવવાના હતા ત્યારે બે બૉલમાં સિક્સ વાગતાં ન્યૂઝીલૅન્ડને 2 બૉલમાં 9 રન કરવાના હતા.

પરંતુ શાર્દૂલ ઠાકુરે ચોથો બૉલ ડૉટ નાખતાં અને પાંચમાં બૉલે એક રન લેતાં ભારત મૅચ જીત્યું હતું.

ન્યૂઝીલૅન્ડે 20 ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવતાં ભારતનો 7 રને વિજય થયો હતો.

ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં એક ઓવર મેડન નાખીને 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. સૈની અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો