બ્રેક્સિટ : બ્રિટનની સંસદ ડીલ મોડી કરવાની તરફેણમાં, વડા પ્રધાન બોરિસ જોન્સનનો પ્રસ્તાવ ફગાવ્યો

બ્રેક્સિટ

બ્રિટિશ સાંસદોએ બ્રેક્સિટ ડીલને મોડી કરવાના પક્ષમાં મતદાન કર્યું છે.

આને લીધે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનનો બ્રેક્સિટ ડીલ પાસ કરાવાનો પ્રસ્તાવ પસાર ન થઈ શક્યો.

હવે વડા પ્રધાન બોરિસ જોન્સને બ્રેક્સિટ ડીલ માટે યુરોપિયન યુનિયન પાસેથી વધારાનો સમય માગવો પડશે.

જોકે, બોરિસ જોન્સને યુરોપિયન યુનિયન પાસેથી વધારે સમય માગવાનો ઇન્કાર કર્યો છે.

બ્રિટનને બ્રેક્સિટ ડીલ કરવી કે નહીં તે અંગે 31 ઑક્ટોબર સુધીમાં નિર્ણય લઈ યુરોપિયન યુનિયનને જાણ કરવાની છે.

line

સપ્ટેમ્બરમાં શું થયું હતું?

જેરેમી કૉર્બિન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, જેરેમી કૉર્બિન

આ અગાઉ સપ્ટેમ્બરમાં સત્તાપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના વિદ્રોહી સાંસદોએ વિપક્ષી સાંસદો સાથે હાથ મેળવીને સરકારને સંસદમાં હરાવી દીધી હતી.

જુલાઈમાં વડા પ્રધાન બન્યા પછી બોરિસ જોન્સનની સંસદમાં આ પહેલી પરીક્ષા હતી.

જોકે, બ્રેક્સિટ મુદ્દે એમના પ્રસ્તાવ પર એમને ફક્ત 301 સાંસદોનું સમર્થન મળ્યું અને 328 સાંસદોએ એમના પ્રસ્તાવનો વિરોધ કર્યો.

એમની આ હારનો અર્થ એવો છે કે સંસદ પર આવા સાંસદોનો પ્રભાવ થઈ ગયો છે અને તેઓ બ્રિટન કોઈ સમજૂતી વગર યુરોપિયન યુનિયનથી અલગ થઈ જાય એવી કે બ્રેક્સિટ ડીલ રદ થાય એનું સમર્થન કરી શકે છે.

જોકે, બોરિસ જોન્સનનું કહેવું છે કે ડીલ થાય કે ન થાય બ્રિટન 31 ઑક્ટોબરે યુરોપિયન યુનિયનથી અલગ થઈ જશે.

હવે આ સમયસીમાને ટાળવા માટે વિદ્રોહી અને વિપક્ષી સાંસદો બુધવારે એક બિલ લાવી શકે છે અને બેઉ ગૃહમાં તેને પસાર કરાવીને કાયદો ઘડી શકે છે.

હારથી નારાજ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે તેઓ સમયથી પહેલાં સામાન્ય ચૂંટણી કરાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરશે.

બોરિસ જોન્સને કહ્યું કે હું એમનો પ્રસ્તાવ નથી માનતો એટલે આપણે નિર્ણય કરવો પડશે. હું નથી ઇચ્છતો કે ચૂંટણી થાય, જનતા નથી ઇચ્છતી કે ચૂંટણી થાય પરંતુ જો કાલે આ બિલ પાસ થઈ ગયું તો 31 ઑક્ટોબરે આ મામલાને ઉકેલવા માટે અને દેશને આગળ લઈ જવા માટે બ્રસેલ્સ કોણ જશે એનો નિર્ણય જનતાએ કરવો પડશે.

બોરિસ જોન્સન જુલાઈમાં બ્રિટનના વડા પ્રધાન બન્યા હતા.

વિપક્ષ નેતા લેબર સાંસદ જેરેમી કૉર્બિને કહ્યું કે વડા પ્રધાને બુધવારે મતલબ આજે નો-ડીલનો વિરોધ કરનારા પ્રસ્તાવનું સમર્થન કરવું જોઈએ.

જેરેમી કૉર્બિને કહ્યું કે હું મતદાન પર આવેલા નિર્ણયનું સ્વાગત કરું છું. આપણે એક સંસદીય લોકશાહીમાં રહીએ છીએ, રાષ્ટ્રપતિવાળી લોકશાહીમાં નહીં.

વડા પ્રધાન હાઉસ ઑફ કૉમન્સની સહમતી સાથે શાસન ચલાવે છે, તેઓ જનતાના પ્રતિનિધિ છે. તેઓ સામાન્ય ચૂંટણી માટે પ્રસ્તાવ લાવવા માગે છે એનો કોઈ વિરોધ નથી પરંતુ પહેલાં તેમણે એ બિલને પાસ કરાવવું જોઈએ જે વગર કોઈ સમજૂતીએ યુરોપિયન યુનિયનથી અલગ થઈ જવાનો વિરોધ કરે છે.

વીડિયો કૅપ્શન, #100women નાસાના મિશન મંગળના પ્રોજેક્ટ લીડ મિમિ
line

21 ટોરી સાંસદોનો બળવો

સાંસદ ફિલિપ લી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, સાંસદ ફિલિપ લી

બ્રિટનમાં બ્રેક્સિટને લઈને બળવાખોર 21 સાંસદોએ પોતાની જ સરકારને હરાવવા માટે વિપક્ષનો સાથ આપ્યો. આમાં અનેક પૂર્વ કૅબિનેટ મંત્રી પણ સામેલ હતા.

અંતિમ મુકાબલા અગાઉ સત્તારૂઢ કન્જર્વેટિવ પાર્ટીના સાંસદ ફિલિપ લી દળ બદલીને લિબરલ ડેમોક્રેટ્સમાં સામેલ થઈ ગયા.

બોરિસ જોન્સન સંસદને સંબોધન કરી રહ્યા હતા તે વખતે જ બ્રેકનેલથી સાંસદ ફિલિપ ઉઠીને વિપક્ષમા જઈને બેસી ગયા.

સંસદમાં મતદાનનું પરિણામ આવ્યા પછી વડા પ્રધાનના કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે જે ટોરી સાંસદોએ બળવો કર્યો છે એમની પાસેથી વ્હિપ છીનવી લેવામાં આવશે.

એનો અર્થ એ થાય છે કે આ સાંસદો કન્જર્વેટિવ પાર્ટીના સંસદીય દળથી બરતરફ થઈ જશે.

સમગ્ર રીતે જોઈએ તો બ્રિટનમાં અત્યારે સંસદ અને સરકાર વચ્ચે આરપારની લડાઈ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

સંસદ નથી ઇચ્છતી કે બ્રિટન વગર કોઈ સમજૂતીએ યુરોપિયન યુનિયનથી નાતો તોડે અને સામે બોરિસ જોન્સન એ જ વચન આપીને વડા પ્રધાન બન્યા હતા કે સમજૂતી થાય કે ન થાય 31 ઑક્ટોબરે બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ પડી જશે.

line

બ્રેક્સિટ પર બ્રિટન વહેંચાયેલું

બ્રેક્સિટ

ઇમેજ સ્રોત, Getty Images

ગદત મહિને વડા પ્રધાન બોરિસ જોન્સને સંસદને ભંગ કરી દીધી હતી.

વિપક્ષના વરિષ્ઠ સાંસદોએ આનો વિરોધ કર્યો તો બોરિસ જોન્સને કહ્યું કે તેઓ નવો કાનૂન લાવવા માગે છે જેથી આમ કરે છે.

પછી એવી આશા રાખવામાં આવી હતી કે 10 સપ્ટેમ્બરે સંસદ ભંગ થઈ જશે અને 14 ઑક્ટોબર સુધી ફરી નહીં મળે. આ સમયમાં બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી નીકળવાનું હતું.

જોકે, સંસદ ભંગનો પ્રસ્તાવ અદાલતમાં ટકી ન શક્યો.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં બ્રેક્સિટના સમર્થન અને વિરોધનો માહોલ ચાલી રહ્યો છે. જે લોકો તેનો વિરોધ કરે છે તેઓ તેને આપદા ગણાવે છે અને કહે છે કે સંસદને ભંગ કરવાથી બ્રિટિશ લોકશાહીને હાનિ પહોંચશે.

આની સામે જે લોકો બ્રેક્સિટનું સમર્થન કરે છે એમને લાગે છે કે સરકાર સાંસદો નો બ્રેક્સિટ ડીલ દ્વારા બ્રિટિશ નાગરિકોની સલાહની ઉપેક્ષા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2016માં બ્રિટનમાં 52 ટકા લોકોએ બ્રેક્સિટનું સમર્થન કર્યું હતું અને 48 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો