FATF સામે પાકિસ્તાન ચાર મહિનામાં પોતાને સાબિત ન કરી શક્યું તો શું થશે? - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
ઉગ્રવાદને મળતી આર્થિક મદદ પર નિયંત્રણ રાખતી એજન્સી ફાયનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)એ કડક કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનને ચાર મહિનાનો સમય આપ્યો છે.
આ આંતરરાષ્ટ્રિય એજન્સીએ ગયા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું.
ગ્રે લિસ્ટમાં એવા દેશો સામેલ છે, જેમણે મની લૉન્ડ્રિંગ અને ઉગ્રવાદી જૂથોને મળનારી આર્થિક મદદ પર નિયંત્રણ લાવવામાં બેદરકારી દાખવી હોય.
એજન્સીએ કહ્યું કે જો આવનારા ચાર મહિનામાં કોઈ પરિણામ નહીં આવે તો પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી થશે.
જો એફએટીએફ પાકિસ્તાનને બ્લૅક લિસ્ટ કરશે તો પહેલાંથી જ ડામાડોળ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખતરો વધી જશે, કારણ કે તેને આંતરરાષ્ટ્રિય સ્તર પર આર્થિક મદદ મળી શકશે નહીં.
આ ચેતવણી બાદ પાકિસ્તાન ચાર મહિનામાં લક્ષ્યો કઈ રીતે પૂરાં કરી શકશે અને તેમની સામે કયા પડકારો છે, આ અંગે બીબીસી સંવાદદાતા સંદીપ રાયે ઇસ્લામાબાદના વરિષ્ઠ પત્રકાર હારૂન રાશીદ સાથે વાત કરી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમેરિકા નહોતું ઇચ્છતું
એફએટીએફ તરફથી પાકિસ્તાનને જે સમય મર્યાદા મળી એ માત્ર ચીનના કારણે નહીં પણ તુર્કીએ પણ પાકિસ્તાનનો સાથ આપ્યો છે. તે ઉપરાંત અમેરિકા પણ નહોતું ઇચ્છતું કે હાલની ખરાબ આર્થિક સ્થિતિ બિલકુલ પડી ભાંગે.
જોકે, હાલ ચીન જ એફટીએફની આગેવાની કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એફએટીએફે પાકિસ્તાનને 29 લક્ષ્યાંકો આપ્યા હતા, જેમાંથી માત્ર પાંચ પૂરા થયા છે અને બાકીના પર આંશિક અથવા તો કોઈ પ્રગતિ થઈ નથી એટલે કે પાકિસ્તાનનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી.
હવે જોવાનું એ છે કે પાકિસ્તાન આવનારા ચાર મહિનામાં આ લક્ષ્યાંકો પૂરા કરે છે કે નહીં.
જોકે, જૂન મહિનામાં પાકિસ્તાનને ઑક્ટોબર સુધીની મુદ્દત આપવામાં આવી હતી, ત્યારબાદ સરકારે થોડી ગંભીરતા તો દર્શાવી છે.
કારણ કે એફટીએએફનું માનવું છે કે અર્થવ્યવસ્થામાં જે ખામીઓ દૂર કરવાની છે અથવા ફેરફાર કરવાના છે, પાકિસ્તાન એ દિશામાં પ્રયત્નો કરી રહ્યું છે.
પરંતુ કામ બહુ વધારે છે અને કહેવાય છે કે સરકાર અને સેનાનું નેતૃત્વ મળીને કામ કરે છે.
મુદ્દો એ છે કે શું પાકિસ્તાનમાં એટલી ક્ષમતા છે કે તેઓ યોગ્ય સમયે કામ પૂરું કરી શકે, કારણ કે તેમાં ઘણા ટેક્નિકલ અને આર્થિક પાસાઓ છે જે હલ કરવા માટે ઘણા નિષ્ણાતોની જરૂર છે.

પાકિસ્તાનની મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, FATF
સૌથી મોટી મુશ્કેલી છે કે આર્થિક લેવડ-દેવડ કરનારી પાકિસ્તાની ફાયનાન્શિયલ મૅનેજમૅન્ટ એજન્સીનું પ્રદર્શન બહુ સારું નથી.
ઉગ્રવાદી સંગઠનોને આર્થિક મદદ રોકવા બાબતે ભારતનું ઘણું દબાણ હતું અને તેઓ ઇચ્છતાં હતાં કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં પાકિસ્તાનમાંથી સંચાલિત થતાં જે ઉગ્રવાદી સંગઠન છે તેને બંધ કરી દેવાય.
જ્યા સુધી અમારી જાણકારી છે, પાકિસ્તાને આવા સંગઠનો પર કાર્યવાહી કરી છે. તેમની ઑફિસો બંધ થઈ ગઈ છે, જે સરકારી પૈસા મળતા તે બંધ થઈ ગયા છે.
તેનું મોટું કારણ છે કે જે બાબતો અંગે કાર્યવાહી કરવાની વાત પાકિસ્તાન કરી રહ્યું છે તે દરેકની એફએટીએફ રસીદ માંગે છે.
આર્થિક લેવડ-દેવડની પૂરી જાણકારી રાખવામાં આવી રહી છે. તેના પર પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અને પાકિસ્તાન આ અંગે કંઈ જ છૂપાવી શકે તેમ નથી.
એફએટીએફની સૌથી મોટી ચિંતા એ જ છે કે આ કાર્યવાહીમાં સજાની શક્યતા ઘણી ઓછી છે.
બીજી ચિંતા એ છે કે પાકિસ્તાને કોઈ મોટી લેવડ-દેવડ પકડી નથી, જેની રકમ અબજો-ખરબોમાં હોય. પૈસાની હેરાફેરીનો એવો કોઈ મોટો કેસ સામે આવ્યો નથી.
જોકે એજન્સીઓએ કેટલાક લોકોને પકડ્યા છે અને કેટલાક કેસો અદાલત સુધી પણ પહોંચ્યાં છે પણ બહુ ઓછા લોકોને સજા થઈ છે.
એફએટીએફના પ્રયત્નો તો એવા જ છે કે પાકિસ્તાનમાં જે આર્થિક અનિયમિતતા થઈ રહી છે તેને પકડાય અને કસૂરવારોને અદાલતોમાં સજા પણ મળે.

પ્રતિબંધોથી મુશ્કેલીઓ વધી જશે

જો જમાત ઉદ દાવાનું ઉદાહરણ લઈએ તો તેની સાથે જોડાયેલાં કેટલાંક લોકોની એજન્સીઓએ ધરપકડ પણ કરી છે અને કેટલાક મામલા અદાલતમાં પણ ગયા છે પરંતુ કોઈને સજા થઈ નથી.
પાકિસ્તાન માટે પહેલો લિટમસ ટેસ્ટ તો એ છે કે આર્થિક ગોલમાલ માટે કોને-કોને સજા થાય છે.
પાકિસ્તાન પર એક આરોપ તો ઘણી વખત લગાવવામાં આવ્યો છે કે તે આ ઉગ્રવાદી સંગઠનોનું સમર્થન કરે છે તેમજ તેમને આર્થિક મદદ પૂરી પાડતું હતું.
અમને સરકાર આવું બંધ કરતી જણાઈ રહી છે પણ આ સરકાર માટે પણ બહુ મોટો પડકાર છે.
પાકિસ્તાનમાં સક્રિય અલકાયદા, ઇસ્લામિક સ્ટેટ અથવા તાલિબાન સાથે જે લેણ-દેણ છે તેના પર નજર રાખવી અઘરી છે તે પણ એક કારણ છે. આ બધો જ વ્યવહાર રોકડાંમાં થાય છે અને દરરોજ ઓનલાઇન કે રોકડામાં કરોડોની લેવડ-દેવડ થતી હોય છે.
જોકે એફએટીએફે પાકિસ્તાનને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ તક આપી છે અને કહ્યું હતું કે જો આપેલા લક્ષ્યો તે પૂરા નહીં કરી શકે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે.
જો પાકિસ્તાન બ્લૅક લિસ્ટ થશે તો તેને આંતરરાષ્ટ્રિય મુદ્રા કોષ તરફથી જે મદદ મળી રહી છે તે નહીં મળી શકે, ચીન સાથે દ્વિપક્ષી વેપાર તો થશે પરંતુ આંતરરાષ્ટ્રિય લેવડ-દેવડ થઈ શકશે નહીં.

મુદ્દત વધવાની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન સાથે પાકિસ્તાન ગૅસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવા માગતું હતું પરંતુ પ્રતિબંધોના કારણે તે ઘણા વર્ષોથી લટકેલો પડ્યો છે.
પ્રતિબંધોના કારણે વેપાર પર પણ અસર થશે કારણ કે આંતરરાષ્ટ્રિય વ્યવહારો પર નજર રખાશે અને ઘણાં પ્રકારની મંજુરીઓ લેવાની જરૂર પડશે.
પરંતુ કેટલાક જાણકારોનું કહેવુ છે કે ચાર મહિનાનો સમય બહુ ઓછો છે અને પાકિસ્તાનને ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપવામાં આવશે.
તેથી એવું જ લાગે છે કે ફેબ્રુઆરીમાં કદાચ પાકિસ્તાનને વધુ મુદ્દત મળી જશે કારણ કે તે ભલે થોડી ધીમી ગતિએ પણ એફએટીએફને સહયોગ કરી રહ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













