ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને પૂછ્યું, 'આવા પત્રકારો ક્યાંથી લાવો છો?'

ઇમેજ સ્રોત, Reuters
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકાના પ્રવાસે છે.
'હાઉડી મોદી' કાર્યક્રમ બાદ મંગળવારે મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મુલાકાત થઈ અને આ મુલાકાત બાદ ટ્રમ્પ અને મોદી પત્રકારોને પણ મળ્યા.
જેમાં એક ભારતીય પત્રકારે મોદીની હાજરીમાં ટ્રમ્પને કેટલાક પ્રશ્નો પૂછ્યા.
ટ્રમ્પે આ સવાલોના જે જવાબ આપ્યા, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
એક દિવસ પહેલાં જ્યારે ટ્રમ્પ અને ઇમરાન ખાન એક પત્રકારપરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે પણ આવું જ કંઈક બન્યું હતું અને ભારતમાં પાકિસ્તાની પત્રકારોની ખૂબ મજાક પણ ઉડાવાઈ હતી.
એ વખતે ટ્રમ્પે પાકિસ્તાનના પત્રકારો માટે જેવી વાત કરી હતી કંઈક એવી જ વાત ભારતીય પત્રકારો માટે પણ કરી છે.

ભારતીય પત્રકારોના પ્રશ્નો, ટ્રમ્પના જવાબ

ઇમેજ સ્રોત, AFP
ભારતીય પત્રકારનો સવાલ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સ્વીકાર્યું છે કે આઈએસઆઈએ જ અલ-કાયદાને તાલીમ આપી હતી. આ અંગે તમે શું કહેશો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ : મેં આવું કંઈ જ સાંભળ્યું નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પત્રકાર : શું કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને જવાબ આપવા માટે કોઈ રોડમૅપ છે?
ટ્રમ્પ : અમે કાશ્મીર મામલે સમાધાન કરવાના પ્રયત્નો કરીશું. અમે બધા એવું જ ઇચ્છીએ છીએ.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પત્રકાર : પરંતુ મહાશય, શું આતંકવાદ મોટો મુદ્દો નથી?
પાકિસ્તાન સરકાર પ્રાયોજિત આતંકવાદની સમસ્યાના નિરાકરણ માટે કોઈ રોડમૅપ છે?
ટ્રમ્પ મોદીની તરફ જોઈને કહે છે, "તમારી પાસે સારા પત્રકારો છે. કાશ મારી પાસે પણ આવા પત્રકારો હોત."
"તમે અન્ય પત્રકારો કરતાં સારું કામ કરી રહ્યા છો. તમે આવા પત્રકારો ક્યાંથી શોધો છો?"
"જુઓ, મુશ્કેલીઓના નિરાકરણ માટે તમારી પાસે મહાન વડા પ્રધાન છે. આ વાતને લઈને મારા મનમાં કોઈ શંકા નથી."

પાકિસ્તાનના પત્રકાર અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
તારીખ 23 સપ્ટેમ્બર, 2019.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સામૂહિક પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.
એ વખતે પાકિસ્તાની પત્રકારે કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રના વટહુકમ અંગે ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ટ્રમ્પે ઇમરાનની તરફ જોઈને કહ્યું હતું, "મને આ પત્રકાર ગમ્યા. શું તમે ઇમરાન ખાનની ટીમમાં છો?"
ત્યાર બાદ વધુ એક પાકિસ્તાની પત્રકારે ટ્રમ્પને પ્રશ્ન કર્યો, "50 દિવસથી કાશ્મીર બંધ છે. ન ઇન્ટરનેટ છે ન તો ફોન. કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે."
"તમે કાશ્મીરના લોકો માટે શું કરી રહ્યા છો?"
ટ્રમ્પ, ઇમરાનને પૂછે છે, "તમે આવા પત્રકારો ક્યાંથી શોધી લાવો છો? આ લોકો અદ્ભુત છે."

અમેરિકન પત્રકારો સાથે ટ્રમ્પની કડવાશ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન પત્રકારો અને ટ્રમ્પ વચ્ચે કેટલીય વાર બોલાચાલી થઈ ગઈ છે.
તેઓ મીડિયા સંસ્થાનો અને પત્રકારો પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ પણ લગાવી ચૂક્યા છે.
વર્ષ 2017માં બીબીસીના જૉન સૉપલની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બોલાચાલી થઈ હતી.
બીબીસીના જૉન સૉપલ જ્યારે પ્રશ્ન પૂછવા માટે ઊભા થયા ત્યારે ટ્રમ્પે તેમને વચ્ચે જ અટકાવી પૂછ્યું, 'તમે ક્યાંથી છો?'
જ્યારે પત્રકારે કહ્યું કે તેઓ બીબીસીના પત્રકાર છે ત્યારે ટ્રમ્પે કટાક્ષ સાથે કહ્યું હતું, "વધુ એક..."
બીબીસીના જૉન સૉપલે આ કટાક્ષને પ્રશંસા ગણી અને કહ્યું કે "આ સારું છે... "
કોઈ પણ જાતના ભેદભાવ કે નિષ્પક્ષપણે સૉપલ પ્રશ્ન પૂછી રહ્યા હતા ત્યારે ટ્રમ્પે તેમને વચ્ચે જ અટકાવી દીધા.
ટ્રમ્પ અને સીએનએન ચેનલના પત્રકાર વચ્ચે થયેલી બોલાચાલી પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી.
કેબલ ન્યૂઝ નેટવર્ક (સીએનએન)ના વ્હાઇટ હાઉસના મુખ્ય સંવાદદાતા જિમ ઍકોસ્ટા પાસેથી તેમનું 'પ્રેસ-કાર્ડ' પરત લઈ લેવાયું હતું.
આ અંગે વ્હાઇટ-હાઉસનાં પ્રેસ-સચિવ સારા સૅન્ડર્સ તરફથી કહેવાયું હતું, "જો કોઈ પત્રકાર આ પ્રકારનો વ્યવહાર કરશે તો આવી પરિસ્થિતિમાં વ્હાઇટ-હાઉસ વ્યવસ્થિત અને નિષ્પક્ષ પત્રકારપરિષદ નહીં યોજી શકે."
"આવું વર્તન એક વ્યાવસાયિક માટે સારું ન કહેવાય."
ટ્રમ્પે વર્ષ 2018માં એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે મીડિયાને 'લોકોનું દુશ્મન' ગણાવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












