પી. વી. સિંધુ બન્યાં બૅડમિન્ટનનાં વર્લ્ડ ચૅમ્પિયન

ભારતનાં બૅડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ વર્લ્ડ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે.

વિમૅન્સ સિંગલ્સની ફાઇનલ મૅચમાં જાપાનનાં નોઝોમી ઓકુહારાને 37 મિનિટમાં પરાજય આપીને ખિતાબ હાંસલ કર્યો હતો.

સ્વિટ્ઝરલૅન્ડમાં રમાયેલી ફાઇનલમાં શરૂઆતથી જ સિંધુનું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. તેમણે 21-7 અને 21-7થી હરિફ ખેલાડીને પરાજય આપ્યો હતો.

અગાઉ 2017 તથા 2018માં પણ સિંધુ ફાઇનલમાં પહોંચ્યાં હતાં, પરંતુ તેઓ વિજેતા બન્યાં નહોતાં અને બીજા ક્રમથી સંતોષ માનવો પડ્યો હતો.

અગાઉ સિંધુ વર્લ્ડ ચૅમ્પિયિનશિપમાં બે રજત અને ત્રણ કાંસ્ય એમ કુલ પાંચ પદક જીતી ચૂક્યાં છે.

આ પહેલાં વર્ષ 2016માં રિયો ઑલિમ્પિકમાં સિંધુએ રજતપદક જીત્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો