You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાની અભિનેત્રીએ કહ્યું, 'જન્નત સળગી રહ્યું છે, આપણે આંસુ સારી રહ્યા છીએ'
રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે.
આ સાથે જ હવે પાકિસ્તાનમાંથી પણ મોદી સરકારના આ નિર્ણય અંગે પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે આ નિર્ણય લઈને ખતરનાક રમત રમી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પાકિસ્તાનની ન્યૂઝ ચૅનલ 'દુનિયા ન્યૂઝ'ને કહ્યું કે ભારત એક ખતરનાક રમત રમી રહ્યું છે, જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર પરિણામ લાવશે.
કુરૈશીએ કહ્યું, પાકિસ્તાનના વડા પ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આ બાબતે સમાધાન શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ભારતે આજે આ મુદ્દાને વધારે ગૂંચવી નાખ્યો છે.
તેમના કહેવા મુજબ પાકિસ્તાન આ મુશ્કેલ સમયમાં કાશ્મીરી ભાઈઓ સાથે ઊભું છે અને તેમને ક્યારેય એકલા નહીં છોડી દે.
અમે રાજનીતિક અને કૂટનીતિક રીતે કાશ્મીરીઓને સમર્થન આપતા રહીશું. હું આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સમુદાયને ભારતની નિંદા કરવા માટે કહીશ.
માહિરા ખાને શું કહ્યું?
પાકિસ્તાનનાં અભિનેત્રી માહિરા ખાને આ મામલે પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ટ્વીટમાં લખ્યું, "જેના પર અમે ચર્ચા કરવા માગતા નથી, તેના પર અમને ખૂબ જ આસાનીથી ખામોશ કરી દેવામાં આવ્યા છે."
"આ રેતી પર ખેંચવામાં આવેલી લકીર જેવું છે, જન્નત સળગી રહ્યું છે અને અમે ખામોશીથી આંસુ સારી રહ્યાં છીએ."
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પણ ભારતના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે.
મીરે કહ્યું છે, "ભારતની સરકારે તેના બંધારણમાંથી કલમ 370 દૂર કરીને યુનાઇટેડ નેશન્સ સામે ખુલ્લું યુદ્ધ છેડ્યું છે."
"મારા વાત નોંધી લો જમ્મુ-કાશ્મીરમાં માર્શલ લૉ લાદીને તથા જનરલ ડાયર, જેમણે જલિયાવાલા બાગના આદેશ આપ્યા હતા, તેમની જેમ વર્તન કરીને નરેન્દ્ર મોદી ભારતના ગોર્બાચોવ બનશે."
આ ઉપરાંત નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝ શરીફે પણ કહ્યું છે કે તેઓ કાશ્મીરના લોકો સાથે ઊભાં રહેશે અને વિશ્વ સમુદાય સમક્ષ ભારત થતા માનવ અધિકાર ભંગને ઉઘાડા પાડશે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતના કબજા વાળા કાશ્મીરમાં અત્યાચાર સતત ચાલુ છે. ભારતના કબજાવાળા કાશ્મીરમાં દમનને જોતાં કટ્ટરવાદી ભારતીય સરકારના ઇરાદા સ્પષ્ટ છે. રાષ્ટ્રપતિએ સંસદનું સંયુક્ત સત્ર બોલાવવું જોઈએ.
કામરાન યુસુફે લખ્યું કે કાશ્મીરની પરિસ્થિતિ જાણતા હોવા છતાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી સાઉદી અરેબિયામાં હજ માટે જતા રહ્યા. આ દર્શાવે છે કે પાકિસ્તાનની તૈયારી કેટલી ગંભીર હતી અને ભારતના આ પગલાં વિશે પહેલાંથી અંદાજ લેવામાં પાકિસ્તાન પૂર્ણ રીતે અસફળ રહ્યું છે. વિદેશ મંત્રીને ઘરે રહેવું જોઈતું હતું જ્યાં તેમની સૌથી વધુ જરૂર છે.
ગુલરેઝ યાસીને ટ્વીટ કર્યું છે કે આપણે થોડી વાર માટે #ક્લીન કરાચી ભૂલી જઈએ અને કાશ્મીર માટે કંઈક કરીએ નહીં તો આપણે માત્ર ટ્વીટ કરતા રહી જઈશું અને તે લોકો કાશ્મીર લઈ જશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો