વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને ચૅમ્પિયન બનાવનારો એ હીરો જેના પિતાને પડી રહી છે ગાળો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
લૉર્ડ્ઝના મેદાન પર ઇંગ્લૅન્ડની જીતમાં ભલે ભાગ્યની મહત્ત્વની ભૂમિકા રહી હોય પરંતુ ટીમને જીતની મંઝિલ સુધી પહોંચાડનારા બેન સ્ટોક્સ હતા.
જ્યારે ન્યૂઝીલૅન્ડના બૉલરો ઇંગ્લૅન્ડના ટૉપ ઑર્ડરને પેવેલિયનમાં મોકલી ચૂક્યા હતા ત્યારે બેન સ્ટોક્સે ધમાકેદાર બેટિંગ કરી હતી.
તેમની 84 રનોની નોટ આઉટ ઇનિંગને કારણે જ વર્લ્ડ કપની ફાઇનલ ટાઇ સુધી પહોંચી શકી હતી.
જે બાદ થયેલી સુપર ઓવરમાં ઇંગ્લૅન્ડે બનાવેલા 15 રનોમાં સ્ટોક્સે આઠ રનનું યોગદાન આપ્યું હતું. જોકે, સુપર ઓવરમાં પણ પણ મૅચ ટાઇ થઈ હતી.
એવામાં વર્લ્ડ કપના ચૅમ્પિયનનો નિર્ણય બાઉન્ડ્રીના આધારે થયો, આ મૅચમાં બેન સ્ટોક્સના બૅટથી બે સિક્સ અને ચાર બાઉન્ડ્રી વાગી હતી.
એ વાત જાહેર છે, ઇંગ્લૅન્ડને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં બેન સ્ટોક્સનું સૌથી વધારે યોગદાન રહ્યું છે.
એટલે તો ઇંગ્લૅન્ડના કપ્તાન ઓઇન મોર્ગને કહેવું પડ્યું કે સ્ટોક્સ ઑલમોસ્ટ સુપર હ્યૂમન જેવા છે.
એ વાત પણ દિલચસ્પ છે કે બેન સ્ટોક્સનો જન્મ પણ ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં થયો હતો અને તેમના પિતા ન્યૂઝીલૅન્ડની રગ્બી ટીમ તરફથી પણ રમી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પિતા પર લોકો કેમ છે નારાજ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટોક્સ જ્યારે 13 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ઇંગ્લૅન્ડ આવીને વસી ગયો હતો.
એ સમયે કદાચ એમના પરિવારે પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ એવો આવશે જ્યારે સ્ટોક્સને લઈને ન્યૂઝીલૅન્ડે વર્લ્ડ કપમાં હારનો સામનો કરવો પડશે.
તેમના પિતા ગેર્રાડ સ્ટોક્સે તો કદાચ આવું નહીં જ વિચાર્યું હોય કે તેમનો પુત્ર જ ન્યૂઝીલૅન્ડને હરાવવામાં સૌથી આગળ હશે.
તેમના પિતા કેટલાંક વર્ષો ઇંગ્લૅન્ડમાં રહ્યા બાદ ફરીથી પોતાના દેશ, પોતાના શહેર ક્રાઇસ્ટચર્ચ આવી ગયા.
જ્યાં રવિવારે તેઓ પોતાના ઘરે ટીવી પર ફાઇનલ મૅચ જોઈ રહ્યા હતા અને ન્યૂઝીલૅન્ડ જીતે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા.
જેનો ઉલ્લેખ ટીવી કૉમેન્ટેટર નાસિર હુસેન પણ વારંવાર કર્યો હતો કે પિતા ન્યૂઝીલૅન્ડને જિતાડવા માગતા હશે પરંતુ પુત્ર ઇંગ્લૅન્ડને જિતાડવા તરફ આગળ વધી રહ્યો છે.
બેન સ્ટોક્સના પિતાને પણ પોતાના પુત્રની શાનદાર રમત પર ગર્વ છે પરંતુ ન્યૂઝીલૅન્ડની વેબસાઇટ સ્ટફમાં એક દિલચસ્પ કહાણી છપાઈ છે કે કેવી રીતે બેન સ્ટોક્સના પિતા ફાઇનલ મુકાબલા બાદ ન્યૂઝીલૅન્ડમાં સૌથી વધારે નફરતથી જોવાઈ રહેલા પિતા બની ગયા છે.
આમ તો ફાઇનલ એ કોઈ પ્રથમ મૅચ નહોતી જેમાં બેન સ્ટોક્સે મૅચ જિતાડનારી ઇનિંગ રમી હોય, આ પહેલાં વર્લ્ડ કપમાં ઓછામાં ઓછું પાંચ વાર એવું બન્યું છે કે ઇંગ્લૅન્ડને જ્યારે જરૂર હતી ત્યારે વિકેટ પર ટકીને તેમણે બેટિંગ કરી છે.
ક્રિકેટને તેના મૂળ સ્વરૂપથી જોનારા કેટલાક વિશ્લેષકોની નજરમાં બેન સ્ટોક્સ સાચા અર્થમાં ક્રિકેટના ઓલરાઉન્ડર છે.
28 વર્ષના સ્ટોક્સ જમણેરી ફાસ્ટ બૉલર છે પરંતુ મિડલ ઑર્ડરમાં ડાબેરી બૅટ્સમૅન છે. 52 ટેસ્ટ મૅચમાં બેન સ્ટોક્સના નામે 172 વિકેટની સાથે 6 સદીઓ નોંધાયેલી છે.
જ્યારે 95 વન-ડેમાં 70 વિકેટની સાથે-સાથે ત્રણ સદીઓ પણ તેઓ બનાવી ચૂક્યા છે. ટેસ્ટ મૅચમાં તેમનો સૌથી વધારે સ્કોર 258 રનનો છે.

મારામારીએ અપાવી ઓળખાણ

ઇમેજ સ્રોત, Getty Images
હવે દિલચસ્પ વાત એ છે કે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ કાલની ઇનિંગ પહેલાં તેઓ ઇંગ્લિશ ક્રિકેટના બૅડ બૉય હતા.
2016માં બ્રિસ્ટલની એક નાઇટ ક્લબ બહાર તેમના એક મારામારીના વીડિયોએ તેમની ઓળખાણ બનાવી. આ મામલે ધરપકડ પણ થઈ અને મામલો અદાલત સુધી પહોંચ્યો.
કોઈ પણ ઇંગ્લિશ અને ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટર માટે એશિઝ સિરીઝ સૌથી મહત્ત્વની હોય છે પરંતુ આ વિવાદને કારણે તેમને એશિઝમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.
2016ના જૂન મહિનામાં બેન સ્ટોક્સને ચાર વખત ઇંગ્લૅન્ડમાં ઝડપથી ગાડી ચલાવવા મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
જોકે, તે પ્રથમ વખત નહોતું બન્યું. આ પહેલાં 2011માં પણ તેમને દારૂના નશામાં ડરહમમાં ટ્રાફિક પોલીસ સામે બોલાચાલી થઈ હતી.
2012માં પોલીસે તેમને નશાની હાલતમાં પકડ્યા હતા, પરંતુ ત્યારે તેમને ચેતવણી આપીને છોડીને દેવામાં આવ્યા હતા.
2013માં મેટ કૉલ્સ સાથે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં અધવચ્ચેથી તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
તેમના પર આરોપ હતો કે દારૂના નશામાં તેમણે ટીમના અનુશાસનનો ભંગ કર્યો હતો.
ક્રિકેટના મેદાનમાં પણ તેઓ સામેની ટીમના ખેલાડીઓ સામે બોલાચાલી કરતા રહે છે.
ભારતના કપ્તાન વિરાટ કોહલી અને બાંગ્લાદેશી ક્રિકેટર સબ્બીર રહેમાન સાથે તેમનો વિવાદ ક્રિકેટપ્રેમીઓ ભૂલી નહીં શકે.
એટલું જ નહીં 2015માં લૉર્ડ્ઝમાં ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ રમાયેલી વન-ડેમાં તેમણે મિશેલ સ્ટાર્કના એક થ્રોને હાથથી રોકી લીધો હતો.
વર્લ્ડ કપની ફાઇનલ બાદ બેન સ્ટોક્સ ઇંગ્લિશ ક્રિકેટના નવા સુપરસ્ટાર બની ગયા છે.
નાઇટ ક્લબની બહાર મારામારીએ ભલે તેમને એક ઓળખ અપાવી હોય પરંતુ ઇંગ્લૅન્ડને ક્રિકેટમાં વિશ્વ વિજેતા બનાવીને તેમણે એવો જાદુ કર્યો છે કે જેની મિસાલ હંમેશાં અપાતી રહેશે.
ક્રિકેટના જન્મદાતા ઇંગ્લૅન્ડની વર્લ્ડ કપ જીતવાનો 44 વર્ષનો લાંબી ઇંતેજારી બેન સ્ટોક્સે ખતમ કરી દીધી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














