વર્લ્ડ કપ 2019 : ભારતે સેમિફાઇનલ પહેલાં શું કરવું જોઈએ?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, લીડ્સથી, બીબીસી સંવાદદાતા

હેડિંગ્લે, લીડ્ઝમાં ભારત શ્રીલંકા વિરુદ્ધ પોતાની અંતિમ લીગ મૅચ રમવા જઈ રહ્યું છે.

ટીમ પહેલેથી સેમિફાઇનલ માટે પહેલાં જ ક્વૉલિફાઈ કરી ચૂકી છે એટલે કોહલીની ટીમને હવે હારવાની ચિંતા નહીં રહે.

પરંતુ હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મૅચ પહેલા થનારી ટીમ ઘોષણામાં નજર રવીન્દ્ર જાડેજા અને મયંક અગ્રવાલ પર રહેશે.

જી હા, હાલ ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાં ભારતીય ટીમમાં આ જ બે ખેલાડીઓ છે કે જેમને અત્યાર સુધી મૅચમાં રમવાની તક મળી નથી.

રવીન્દ્ર જાડેજા તો શરૂઆતથી જ ટીમનો ભાગ રહ્યા છે પરંતુ મયંક અગ્રવાલને ગત અઠવાડિયે જ ટીમનો ભાગ બનવા માટે ભારતથી બોલાવવામાં આવ્યા છે.

કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીના મનમાં હવે માત્ર સેમિફાઇનલની વ્યૂહરચના પર ચિંતા ચાલી રહી હશે.

રવિ શાસ્ત્રીની અંદર તો વધારે કેમ કે વર્ષ 2019ની જેમ જ 2015ના ઑસ્ટ્રેલિયા વિશ્વ કપમાં પણ ટીમ ઇન્ડિયાએ લીગ ગેમ્સમાં આવું જ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ સેમિફાઇનલમાં મેજબાન ટીમે ધૂળ ચટાવી દીધી હતી.

રવિ શાસ્ત્રીએ કોચ તરીકે સિડનીના ડ્રેસિંગ રૂમમાંથી એ હારને ખૂબ નજીકથી જોઈ અને અનુભવી હતી.

line

રોહિત શર્મા પર જવાબદારી

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

એ માટે ભારતીય ટીમ એ વિશે વિચારી શકે છે કે રવીન્દ્ર જાડેજા અને મયંક અગ્રવાલને એક મૅચની પ્રેક્ટિસ કરાવી દેવામાં આવે જેનાથી જો મોટી નૉકઆઉટ ગેમ્સમાં રમવાની જરૂર પડી તો તેમના પર ખોટું પ્રેશર કે તણાવ ન રહે.

સાથે જ દિનેશ કાર્તિકને પણ એક તક મળી શકે છે પોતાને સાબિત કરવાની.

આ સિવાય ભારતીય ટીમની કેટલીક મુશ્કેલીઓ બૉલિંગ અને બેટિંગ ડિપાર્ટમેન્ટમાં પણ છે.

સેમિફાઇનલ સુધીની સફરમાં ટીમ માટે સારી વાત એ છે કે રોહિત 'હિટમૅન' શર્મા સારા ફૉર્મમાં છે.

જોકે, શિખર ધવનને ઇજા પહોંચતા તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા ત્યારબાદથી રોહિતની બેટિંગ પર જવાબદારીનું દબાણ પણ જોવા મળ્યું છે.

પરંતુ જ્યારે જ્યારે રોહિતને નવા ઓપનિંગ પાર્ટનર રાહુલનું સમર્થન મળ્યું, રોહિતે ખૂબ લાંબી ઇનિંગ્ઝ રમી છે.

કૅપ્ટન કોહલી પણ લગભગ દરેક મૅચમાં 50 રન કરી રહ્યા છે, ભલે તેઓ પોતાના સારા ફૉર્મથી ઘણા દૂર હોય.

ઋષભ પંતને ટીમમાં સ્થાન આપવાની નીતિ પણ કામ કરી રહી છે અને ઓપનર તરીકે રાહુલે શિખરની જેમ ધમાકેદાર ઇનિંગ તો નથી રમી પરંતુ તેમણે સોંપાયેલી આ જવાબદારીને નિભાવી છે.

હવે એક સવાલ મહેન્દ્ર સિંહ ધોની પર આવે છે કે જેઓ આજે પણ દુનિયાના શ્રેષ્ઠ વિકેટકીપરોમાં સામેલ છે.

આ વિશ્વ કપમાં ધોનીએ ઘણી વખત બેટિંગનો ખૂબ સહારો લીધો છે પરંતુ તેમના શૉટ્સમાં એ ધાર જરા પણ જોવા મળી નથી જેના માટે ધોની 'ધ ફિનિશર' પ્રખ્યાત રહ્યા છે.

તેમની લગભગ દરેક ઇનિંગ ખૂબ ધીમી રહી છે, ભલે તે એક મહત્ત્વના સમયે રમવામાં આવી હોય.

તેમના ફેમસ હેલિકૉપ્ટર શૉટને તો છોડો, કેટલીક મૅચમાં તો તેમને સિંગ્લસ લેવા માટે પણ લોકોએ મહેનત કરતા જોયા છે.

પરંતુ તે છતાં ધોની પાસેથી ટીમના પૂર્ણ સહયોગની જરૂર છે કેમ કે તેઓ મોટા મૅચ પ્લેયર છે અને વિશ્વ કપ સેમિફાઇનલ જેવી હાઈ પ્રેશર ગેમ માટે આજે પણ સૌથી ઉપયુક્ત અને અનુભવી ખેલાડી છે.

line

જાડેજા અને મયંકને તક મળશે?

શિખર ધવન

ઇમેજ સ્રોત, Reuters

હવે સવાલ એ છે કે બેટિંગમાં બીજા કોની કોની પાસે આશા રાખવામાં આવે.

હાર્દિક પંડ્યાએ કેટલીક મૅચમાં ફૉર્મ તો બતાવ્યું પરંતુ તેમાં ક્યાંક નિરાશા પણ મળી.

કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને ન તો મોટી તક મળી છે, ન તેમણે ધારદાર બેટિંગ કરી છે.

આ બધાં સમીકરણોને ધ્યાનમાં રાખતા ટીમ ઇન્ડિયા રવીન્દ્ર જાડેજા અને મંયક અગ્રવાલને શ્રીલંકા વિરુદ્ધ એક તક આપવા માટે વિચારી શકે છે.

રહ્યો સવાલ બૉલિંગનો તો, આ વિશ્વ કપ પર ભારતીય સ્પીડ બૉલર્સે પોતાની સારી એવી છાપ છોડી છે.

બુમરાહ અને મોહમ્મદ શમીએ તો ઘણી ગૅમ જીતાવી છે, જ્યારે ઇજા બાદથી ભુવનેશ્વર કુમારનું ફૉર્મ પણ સારું રહ્યું છે.

ઇંગ્લૅન્ડનું વાતાવરણ અને હવામાં બૉલના મુવમેન્ટને જોતા આ ત્રણેયની આગામી દરેક મૅચમાં ટીમને જરૂર પડશે.

હા, સ્પિન વિભાગ હાલ થોડી ચિંતાનો વિષય ચોક્કસ છે કેમ કે ચહલની સિવાય બીજા કોઈ સ્પિનરની બૉલિંગમાં ન તો વિવિધતા જોવા મળી છે, ન તો મોટી વિકેટ ઝડપવાની ક્ષમતા.

જોકે, શ્રીલંકા વિરુદ્ધ મૅચમાં ચહલને આરામ આપીને કુલદીપ યાદવને લાવી શકાય છે.

જ્યારે આ વિશ્વ કપમાં અફઘાનિસ્તાને પોતાની સ્પિન બૉલિંગમાં નામ કમાવ્યું છે.

ભારત સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ અથવા ન્યૂઝીલૅન્ડ જેવી મજબૂત ટીમ સામે ટકરાય એવી શક્યતા છે.

એ માટે લીડ્ઝમાં શનિવારે યોજાનારી મૅચમાં ટીમ ઇન્ડિયા આ દરેક વાત પર ધ્યાન આપ્યા બાદ જ પ્લેયિંગ ઇલેવન પસંદ કરી શકશે.

આ તરફ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન કરવા સિવાય શ્રીલંકાએ આ વિશ્વકપમાં કંઈ ખાસ કર્યું નથી અને તે સેમિફાઇનલની રેસમાંથી બહાર છે.

line

શ્રીલંકાની ટીમ સામે પડકાર

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

તેમના ચીફ કોચ, ચંડિકા હથુરુસિંઘાએ બીબીસી સાથે ખાસ વાતચીતમાં કહ્યું, "અમારી ટીમ વિશ્વ કપમાં આવી તે પહેલાં ઘણાં પરિવર્તન થયાં જેના કારણે સ્થિરતા ન આવી શકી."

"તેમ છતાં જો અમે કેટલીક મૅચ જીતીને પરત જઈશું તો સારું રહેશે. તમે જ્યારે દેશ માટે રમો છો, તો ગર્વની વાત હોય છે અને અમે પૂર્ણ પ્રયાસ કરીશું આ અંતિમ મૅચને જીતવા માટે."

સ્પષ્ટ છે કે આગામી કેટલાક દિવસોમાં કૉલંબોની ફ્લાઇટ લેતા પહેલાં તે લોકો પોતાના સમર્થકો માટે કંઈક તો કરવાનો ઇરાદો ધરાવતા હશે.

સતત હારનો સામનો કરી ચૂકેલી શ્રીલંકાની ટીમ માટે ભારતને હરાવવા કરતાં સારો ઉપચાર શું હોઈ શકે છે.

શ્રીલંકાની ટીમના કૅપ્ટન ડી કરુનારત્ને

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શ્રીલંકાની ટીમના કૅપ્ટન ડી કરુનારત્ને

ઇંગ્લૅન્ડની ધરતી પર આ બન્ને ટીમો વચ્ચે ગત મુકાબલો 2017ની ચૅમ્પિયન્સ ટ્રૉફીના સમયે થયો હતો જ્યારે શ્રીલંકાએ ભારતને 321 રનના લક્ષ્યને માત્ર 3 વિકેટ ગુમાવીને પૂર્ણ કરી લીધો હતો.

પરંતુ હવે જ્યારે આ પ્રતિયોગિતામાં શ્રીલંકા માટે દરેક દરવાજા બંધ થઈ ગયા છે ત્યારે તેમની ટીમનું મનોબળ પણ તૂટતો જોવા મળી રહ્યો છે.

કદાચ એ જ કારણ છે કે શુક્રવારના રોજ હેડિંગ્લી ગ્રાઉન્ડ પર તેમની અડધી ટીમ નેટ્સ કરવા પહોંચશે.

બધાં સમીકરણો પર ધ્યાન આપ્યા બાદ ટીમ ઇન્ડિયા આ અંતિમ સ્ટેજ મૅચને જીતવા માગશે અને એ આશા કરશે કે દક્ષિણ આફ્રિકા છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયાને હરાવી દે.

આ રીતે ભારતીય ટીમ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી શકે છે અને ચોથા સ્થાન પર આવવાથી ભીડાઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો