ICC World Cup: ઑસ્ટ્રેલિયા સામે જીત સાથે ભારતે નોંધાવ્યા આ ત્રણ રેકર્ડ

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

ઓપનર શિખર ધવનની શાનદાર સદી, વિરાટ કોહલીના 82 રન બાદ બૉલર્સે હરીફ પર અંકુશ જાળવી રાખતા ભારતે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની વિજયકૂચ જાળવી રાખીને રવિવારે ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું.

ઑસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથે લડાયક બૅટિંગ કરી હતી પરંતુ તેમનો પ્રતિકાર લાંબા સમય સુધી ચાલ્યો ન હતો કેમ કે, ભારતીય બૉલર્સે સતત દબાણ જારી રાખ્યું હતું.

વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતનો આ સળંગ બીજો વિજય હતો. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ભારતે પ્રથમ બૅટિંગ કરીને 50 ઓવરને અંતે પાંચ વિકેટે 352 રનનો વિશાળ સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 316 રન કર્યા હતા.

મૅચ જીતવા માટે 353 રનના કપરા લક્ષ્યાંક સામે રમતા ઑસ્ટ્રેલિયાએ 14મી ઓવરમાં કૅપ્ટન એરોન ફિંચની વિકેટ ગુમાવી હતી, જેઓ રનઆઉટ થયા હતા.

ત્યારબાદ ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ ખતરનાક બની રહ્યા હતા. ભારતને આ તબક્કે વિકેટની જરૂર હતી પરંતુ છેક 25મી ઓવરમાં ચહલે ડાબોડી ઓપનર ડેવિડ વોર્નરને આઉટ કર્યા. વોર્નરે 84 બૉલમાં 56 રન ફટકાર્યા હતા.

ઉસ્માન ખ્વાજા અને સ્ટિવ સ્મિથ રમતા હતા ત્યાં સુધી ઑસ્ટ્રેલિયાની વિજયની તકો હતી અને ભારત દબાણમાં હતું પરંતુ વિરાટ કોહલીએ રમત પર અંકુશ જાળવી રાખ્યો હતો.

37મી ઓવરમાં ખ્વાજા 42 રન કર્યા બાદ આઉટ થયા અને 40મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે સ્મિથ અને સ્ટોઇનિસ એમ બે વિકેટ ખેરવીને ભારતનો વિજયની મહોર મારી દીધી હતી.

line

ટૉસ જીતી બૅટિંગનો નિર્ણય

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ પોતાના સુકાનીના નિર્ણયને યથાયોગ્ય ઠેરવીને જોરદાર પ્રારંભ કર્યો હતો.

બંનેએ પહેલી વિકેટ માટે 22.3 ઓવરમાં 127 રનની ભાગીદારી નોંધાવી હતી.

શિખર ધવન આદત મુજબ બંને બૅટ્સમૅનમાં વધુ ઝડપી બૅટિંગ કરી રહ્યા હતા. તેમણે પ્રારંભમાં મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સના આક્રમણને ખાળીને ટીમનો સ્કોર આગળ ધપાવ્યો હતો.

ભારતે શરૂઆતમાં ખાસ ઝડપી રન કર્યા ન હતા પરંતુ બંને ઓપનર સેટ થઈ ગયા બાદ રન આસાનીથી આવવા લાગ્યા હતા.

આ દરમિયાન રોહિત શર્માએ એક સિક્સર ફટકારી હતી પરંતુ મોટા ભાગના રન ધવનના બૅટમાંથી આવવા લાગ્યા હતા અને રોહિતે તેના સહયોગીની ભૂમિકા અદા કરવાનું પસંદ કર્યું હતું.

અગાઉની મૅચમાં સાઉથ આફ્રિકા સામે રોહિતે સદી ફટકારી હતી તો આ વખતે ધવનનો વારો હતો.

તેમણે 95 બૉલમાં સદી પૂરી કરી હતી. વન-ડે કારકિર્દીમાં આ તેમની 17મી સદી હતી, તો રોહિત અને ધવને વન-ડેમાં સાતમી વખત અને ઑસ્ટ્રેલિયા સામે ચોથી વખત સદીની ભાગીદારી નોંધાવી હતી.

રોહિત શર્માએ તેમની 208 વન-ડેની કારકિર્દીમાં 42મી અડધી સદી નોંધાવી હતી.

આ દરમિયાન તેમણે ઑસ્ટ્રેલિયા સામે પોતાના બે હજાર રન પૂરા કર્યા હતા. આમ કરનારા તે સચિન તેંડુલકર બાદ બીજા ભારતીય બૅટ્સમૅન બન્યા.

જોકે, 50 રન પૂરા કર્યા બાદ તેઓ લાંબું ટક્યા નહીં અને કોલ્ટર-નાઇલના બૉલમાં આઉટ થઈ ગયા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

કોહલીનું આગમન

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

રોહિતની વિકેટ પડ્યા બાદ ઑસ્ટ્રેલિયાની તકલીફમાં જરાય ઘટાડો થયો ન હતો કેમ કે, કૅપ્ટન કોહલીએ આગમન સાથે જ રનરેટ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે ધવન સાથે મળીને 93 રન ઉમેરી દીધા હતા. ધવને એક ઝડપી સિંગલ લઈને સદી પૂરી કરી હતી.

મિચેલ સ્ટાર્કની બૉલિંગમાં ઇનિંગ્સની પ્રથમ સિક્સર ફટકારવાના પ્રયાસમાં તેઓ કૅચ આઉટ થઈ ગયા.

વિરાટ કોહલીએ પણ દમદાર બૅટિંગ કરી હતી. ઇનિંગ્સની અંતિમ ઓવર્સમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોનીએ ઝંઝાવાત સર્જ્યો હતો જેને કારણે કોહલી સદીથી દૂર રહી ગયા હતા.

ભારતીય સુકાનીએ માત્ર 77 બૉલમાં 82 રન ફટકાર્યા હતા તો હાર્દિક પંડ્યા તમામ કરતાં આક્રમક રહ્યા હતા અને 27 બૉલમાં ત્રણ સિક્સર સાથે 48 રન ફટકાર્યા.

બીજી તરફ ધોનીએ પણ બહુમૂલ્ય યોગદાન આપીને 14 બૉલમાં 27 રન નોંધાવ્યા હતા.

line

સ્ટ્રેલિયા સામે રોહિત શર્માના 2000 રન

ભારત અને ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયા સામે રવિવારે રમાયેલી વર્લ્ડ કપની ક્રિકેટ મેચ દરમિયાન ભારતના રોહિત શર્માએ એક સિદ્ધિ હાંસલ કરી હતી.

તેમણે વન-ડે ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા સામે 2000 રન પૂરા કર્યા હતા. ઑસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા તેની 37મી વન-ડે રમી રહ્યા હતા. આ સિદ્ધિ નોંધાવનારા તે માત્ર ચોથા બૅટ્સમૅન છે.

સચિન તેંડુલકરે સૌથી વધુ 3077 રન નોંધાવ્યા છે.

લાઇન
લાઇન

ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન નોંધાવનારા બૅટ્સમેન.

કોઈ પણ ટીમે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે નોંધાવેલો સર્વોચ્ચ સ્કોર

વર્લ્ડ કપમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ