You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એકાઉન્ટ હૅક થવા પાછળ મહદંશે આ પાસવર્ડ જવાબદાર
ભારતીય સમય પ્રમાણે, શુક્રવારે સાંજે ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ હૅક થયું હતું અને ગણતરીની કલાકો બાદ તેને 'રિકવર' કરી લેવાયું હતું. ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ હૅક થવા પાછળનું કારણ તો બહાર નથી આવ્યું, પરંતુ સમાન્ય નાગરિકોના એકાઉન્ટના હૅકિંગ પાછળ 'નબળો' પાસવર્ડ મહદંશે જવાબદાર હોય છે.
તાજેતરમાં બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં માલૂમ પડ્યું કે દુનિયામાં લાખો લોકો તેમનાં સંવેદનશીલ ખાતાઓ માટે સરળતાથી સમજાય કે ધારી શકાય તેવો પાસવર્ડ રાખે છે.
બ્રિટનની નેશનલ સાયબર સિક્યૉરિટી સેન્ટર (એનીએસસી)ને જાણવા મળ્યું કે હૅક થયેલાં મોટા ભાગનાં ખાતાઓનો પાસવર્ડ 123456 હતો.
આ અધ્યયન મારફતે સાયબર જ્ઞાનની ઊણપ જાણવા મળી જે ખતરનાક સાબિત થઈ શકે છે.
સેન્ટર દ્વારા કહેવામાં આવ્યું કે મજબૂત પાસવર્ડ બનાવવા માટે લોકોએ સરળતાથી યાદ રાખી શકાય તેવા ત્રણ અલગ-અલગ અક્ષરનો ઉપયોગ કરવો જોઈએ.
સંવેદનશીલ ડેટા
પ્રથમ સાયબર સરવેમાં એનસીએસસીએ હૅક થયેલાં ખાતાઓના પાસવર્ડનો અભ્યાસ કર્યો અને જાણ્યું કે તેમાં કયા શબ્દો તથા આંકડાઓનો મોટાભાગે ઉપયોગ થયો હતો.
જાણવા મળ્યું કે 123456 પાસવર્ડની સંખ્યા સૌથી વધુ હતી લગભગ બે કરોડ 30 લાખ જેટલી વધુ.
બીજો સૌથી લોકપ્રિય પાસવર્ડ 123456789 હતો, જેને સમજવો ખૂબ જ મુશ્કેલ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ યાદીમાં 'qwerty' (કી-બોર્ડમાં આવતી અક્ષરની હરોળ), 'password' અને '1111111'નો પણ સમાવેશ થાય છે.
પાસવર્ડમાં સૌથી સામાન્ય 'એશ્લે','માઇકલ','ડેનિયલ', 'જેસિકા' અને 'ચાર્લી' જેવાં નામો હતાં.
બ્રિટનમાં પાસવર્ડ માટે પ્રીમિયર લીગ ફૂટબૉલ ટીમનું નામ રાખવાની વાત આવે, તો 'લીવરપૂલ' નામ સૌથી ઉપર હતું.
સંગીત સંબંધિત પાસવર્ડમાં 'બ્લિંક-182' મુખ્ય હતું.
એનસીએસસીના ટૅક્નીકલ ડાયરેક્ટર ડૉ. ઇયાન લેવી અનુસાર જે લોકો સૌથી સામાન્ય પાસવર્ડ વાપરતા હતા તેઓ હૅકિંગ માટે સૌથી સરળ શિકાર હતા.
મુશ્કેલી પાસવર્ડની પસંદગી
ડૉ. લેવી કહે છે, "કોઈએ પણ ડેટા સુરક્ષિત રાખવા માટે સરળ પાસવર્ડ ના વાપરવો જોઈએ, જેમ કે, પોતાના નામનો પ્રથમ શબ્દ, સ્થાનિક ફૂટબૉલ ટીમ અથવા મનપસંદ બૅન્ડ."
આ સરવેમાં એનસીએસસીએ સુરક્ષા માટે લોકોની સતર્કતા અંગે પણ સવાલ કર્યો છે.
આ સરવેમાં જાણવા મળ્યું કે 42 ટકા લોકોને પૈસા ચોરાઈ જવાનો ડર છે, જ્યારે 15 ટકા લોકોને સુરક્ષાને લઈને સવાલ છે.
હૅકિંગ કરેલા ડેટા પર નજર રાખનારા સિક્યૉરિટી એક્સપર્ટ ટ્રૉય હંટનું કહેવું છે કે 'ઑનલાઇન સિક્યૉરિટીનો એકમાત્ર ઉપાય મજબૂત પાસવર્ડ છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો