જાપાનમાં ઍસેમ્બલીની ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય યોગેન્દ્ર પુરાણિક

યોગેન્દ્ર પુરાણિક

ઇમેજ સ્રોત, YOGENDRA PURANIK/FACEBOOK

ઇમેજ કૅપ્શન, યોગેન્દ્ર પુરાણિક
    • લેેખક, ઓંકાર કરાંબેલકર
    • પદ, બીબીસી સંવાદદાતા

મૂળ ભારતીય યોગેન્દ્ર પુરાણિક ઉર્ફે યોગી જાપાનમાં ઍસેમ્બલીની ચૂંટણી જીત્યા છે.

આ જીત મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. પુરાણિક ટોક્યોના ઇદોગાવા વૉર્ડમાંથી જીત્યા છે.

પુણેના યોગેન્દ્ર વર્ષ 1997માં અને 1999માં સરકારી સ્કૉલરશિપથી વિદ્યાર્થી તરીકે જાપાન ગયા હતા. ત્યારબાદ 2001માં તેમણે ત્યાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

જાપાનની રાજનીતિમાં તેઓ કેવી રીતે અને કેમ પ્રવેશ્યા, તેઓ આગળ શું કરવા માગે છે અને ભારતની સરખામણીએ જાપાનની રાજનીતિ કેવી છે? આ બધા જ પ્રશ્નોના યોગેન્દ્ર પુરાણિકે વિગતે જવાબ આપ્યા.

line

રાજનીતિમાં કેમ આવ્યા?

ચૂંટણી પ્રચાર

ઇમેજ સ્રોત, YOGENDRA PURANIK/FACEBOOK

ઇમેજ કૅપ્શન, ચૂંટણી પ્રચાર

યોગેન્દ્ર કહે છે કે તેમને રાજનીતિમાં પ્રવેશવાનો વિચાર ત્રણ વર્ષ પહેલાં જ આવ્યો હતો.

તેમણે કહ્યું, "મારા વૉર્ડે લિટલ ઇન્ડિયા નામથી એક કાર્યક્રમ શરૂ કર્યો હતો જે ખોટી દિશામાં જઈ રહ્યો હતો. મેં કહ્યું કે લોકો સાથે વાત કરીને અને પોતાનાં લક્ષ્યો પર પુનર્વિચાર કરીને તેને વ્યાવહારિક બનાવી શકાય."

"જોકે, તેનાથી કોઈ ફાયદો થયો નહીં. પછી મને લાગ્યું કે બેસીને વિનંતીઓ કરવાને બદલે જાતે પરિવર્તન કરવું જોઈએ."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

કેવી રીતે પોતાની જગ્યા બનાવી

યોગેન્દ્ર જણાવે છે કે તેઓ છેલ્લાં 15 વર્ષથી ટોક્યોના ઇદોગાવામાં રહે છે. તેમનું વ્યાવસાયિક જીવન અહીં જ વીત્યું છે અને એક પિતા તરીકેની જવાબદારી પણ અહીં જ નિભાવી છે.

તેમણે કહ્યું, "હું અહીંના પીટીએ જેવા સ્થાનિક સંગઠનમાં સક્રિય રહ્યો છું. ઇદોગાવા રહેવા માટે સારું સ્થળ છે, પરંતુ મને લાગ્યું કે તેમાં થોડા વ્યાવહારિક ફેરફારની જરૂર છે."

ત્યાંની સમસ્યાઓ અંગે તેમણે કહ્યું, "ક્રેશ અને કિંડર ગાર્ટન ન હોવા, સરકારી શાળાઓમાં કથળી રહેલું શિક્ષણ, નોકરીઓની ઘટતી તકો અને વડીલો માટે સુવિધાઓની ખામી જેવા મુદ્દા લાંબા સમયથી ચાલ્યા આવે છે."

"ઇદોગાવામાં ભારતીયો અને વિદેશીઓ ઘણી મોટી સંખ્યામાં રહે છે. ઇદોગોવાએ વિદેશીઓ માટે કે વિદેશીઓ અને સ્થાનિકો વચ્ચે અંતરને ઘટાડવા કોઈ નક્કર પગલાં લીધાં નથી."

પ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ યોગેન્દ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપવા માગે છે.

તેમણે કહ્યું, "શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું છે. તેમાં ઑફિસ, રેસ્ટોરન્ટ અને સિનેમા જેવી મલ્ટિ-પર્પઝ ઇમારતો નથી. હું આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રસ્તાવ મૂકીને જાપાન અને વિદેશી કંપનીઓને અહીં આમંત્રણ આપવા માગું છું."

યોગી કહે છે તેઓ ભવિષ્યમાં મેયર અને ધારાસભ્યની ચૂંટણી લડવા ઇચ્છુક છે, પરંતુ પહેલાં ઇદાગોવા માટે કંઇક કરવા માગે છે.

લાઇન
લાઇન
line

ભારતથી જાપાન અલગ કઈ રીતે?

જાપાન

ઇમેજ સ્રોત, Getty Images

યોગેન્દ્ર કહે છે કે જાપાન અને ભારતની ચૂંટણીપ્રક્રિયામાં ઘણું અંતર છે.

તેઓ કહે છે, "જાપાનમાં ચૂંટણીઓ સુવ્યવસ્થિત હોય છે. રાજનીતિમાં આવવા અને ચૂંટણી લડવા માટે નવી વ્યક્તિને ઘણી જાણકારી આપવામાં આવે છે. ઘણું બધું કાગળકામ કરવાનું હોય છે અને ફંડનો સ્પષ્ટ હિસાબ રાખવાનો હોય છે."

"પ્રચારઅભિયાન પણ બહુ શિસ્તબદ્ધ હોય છે. દરેક ઉમેદવાર એકબીજાનું માન જાળવે છે, તેઓ કોઈ પર કીચડ ઉછાળતા નથી. પોલીસ હંમેશાં સચેત રહે છે અને કોઈ ઉમેદવાર નિયમ ન તોડે એનું ધ્યાન રાખે છે. અભિયાન દરમિયાન લોકોના ઘરે આવવાની કે અંગત મુલાકાતો લેવાની મનાઈ હોય છે. વૉલન્ટિયર મફતમાં કામ કરી શકતા નથી."

શું મૂળ ભારતીય હોવાથી તેમના માટે ચૂંટણી લડવું મુશ્કેલ હતું? આ સવાલના જવાબમાં યોગેન્દ્ર પુરાણિક કહે છે, "ચૂંટણી લડવાનું કદાચ સરળ ન બનત."

"છેલ્લી ઘડી સુધી મને વિશ્વાસ નહોતો કે કેટલા લોકો મને મત આપશે. જોકે, સ્થાનિક સંગઠનોમાં મારી સક્રિયતા, ભારતીય સમુદાય માટે મારો સહયોગ, મારાં રેસ્ટોરાં, ઇદગોવા ઇન્ડિયા કલ્ચર સેન્ટર- બધાંએ મને લોકો સાથે જોડવામાં મદદ કરી. મેં હંમેશાં લોકોને મદદ કરવાની કોશિશ કરી છે."

"સાથે જ મારા માર્ગદર્શક અને હાલના સાંસદ અકિહીરો હત્સુશીકા અને મારી ટીમે બહુ સારું કામ કર્યું છે. મને લાગે છે કે મારાં ભાષણોથી લોકોમાં વિશ્વાસ પેદા થયો છે."

line

ભારત આવવા ઇચ્છુ નથી

ટોક્યો

ઇમેજ સ્રોત, TOKYO MARATHI MANDAL/FACEBOOK

શું તેઓ ક્યારેય ભારતી આવીને રાજનીતિમાં જોડાશે. આ અંગે તેમણે કહ્યું, "ના, હાલ તો મારી આવી કોઈ યોજના નથી. હું રાજનેતા નથી. હું તેને સુધારા કરનાર અધિકારીની નોકરી સમજું છું અને વિકાસ પર કામ કરવા માગું છું. હું ઍસેમ્બલીમાં રાજનીતિ કરવા જઈ રહ્યો નથી."

ભારતની રાજનીતિ પર વાત કરતા તેઓ કહે છે કે ભારતમાં પારદર્શકતા નથી અને તેમાં પરિવર્તનની પણ કોઈ શક્યતા દેખાતી નથી. તેમણે કહ્યું કે તેમાં હજી ઘણું કરવાની જરૂર છે.

જોકે, તેઓ ભારત અને જાપાનની રાજનીતિમાં કેટલીક સમાનતાઓ પણ ગણાવે છે.

તેઓ કહે છે, "વંશવાદના રાજકારણનું પ્રમાણ ઘણું છે. કૉંગ્રેસની જેમ અહીં એલડીપીનો મજબૂત આધાર છે અને પડદા પાછળ ધાર્મિક માન્યતાઓ પણ મહત્ત્વની હોય છે."

line

નરેન્દ્ર મોદીને યોગેન્દ્ર પુરાણિક કઈ રીતે જુએ છે?

આ અંગે તેઓ જવાબ આપે છે, "હું મારી જાતને કોઈ સાથે જોડતો નથી. હું પ્રયત્નો સાથે જોડાયેલો છું. હજી સુધી વડા પ્રધાન પદ માટે કોઈ સારા વિકલ્પો નથી."

"જો મોદીજી ફરી ચૂંટાય તો મારી અપેક્ષા રહેશે કે તેઓ વ્યાવહારિક રીતે અને પારદર્શકતા સાથે લોકોની અપેક્ષા પૂરી કરે. ઘણું બધું છે, જેના પર કામ કરવાનું બાકી છે."

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો