કર્ણાટક : ટ્રેન પર ઉગ્રવાદી હુમલાની અફવા ફેલાવનારની ધરપકડ

ઍલર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દક્ષિણ ભારતમાં ફફડાટ મચાવી દેનારા હૉક્સ કૉલ મામલે બેંગલુરુની ગ્રામ્ય પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર 65 વર્ષના એક પૂર્વ સૈનિકે શુક્રવાર સાંજે બેંગલુરુ શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવ્યું હતું કે રામનાથપુરમાં ઉગ્રવાદીઓ પ્રવેશ્યા છે.

પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરનારાએ જણાવ્યું હતું કે ઉગ્રવાદીઓ દક્ષિણ ભારતમાં ટ્રેનને નિશાન બનાવી શકે છે.

આ ફોન કૉલના આધારે કર્ણાટકના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ નીલમણી રાજુએ તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા સહિત મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ઍલર્ટની સૂચના આપી દીધી.

નીલમણી રાજુએ પોતાના સંદેશમાં લખ્યું કે ટ્રકના ડ્રાઇવરે અધકચરી તમિલ અને હિન્દીમાં વાત કરી અને એવું પણ કહ્યું કે તે બેંગલુરુની સરહદ પરના ગામ હોસુર તરફ જઈ રહ્યો હતો.

ડ્રાઇવરે પોતાની ઓળખ સ્વામી સુંદરમૂર્તિ તરીકે આપી હતી અને રામનાથપુરમમાં કથિત રીતે પ્રવેશેલા ઉગ્રવાદીઓની સંખ્યા 19 ગણાવી હતી.

બેંગલુરુના વરિષ્ઠ અધિકારીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અમે તેને અવલાહલ્લીમાંથી પકડ્યો છે અને આગળની કાર્યવાહી માટે સિટી પોલીસને સોંપી દીધો છે."

આ ઘટનાના પગલે કર્ણાટકની ટ્રેન અને રેલવે સ્ટેશનમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તાજેતરમાં જ શ્રીલંકાના થયેલા બૉમ્બવિસ્ફોટોમાં 11 ભારતીયોનાં પણ મૃત્યુ થયાં હતાં અને તેમાંથી 10 બેંગલુરુના હતા.

આ ઉપરાંત એક ઈજાગ્રસ્તને સારવાર માટે બેંગલુરુમાં લવાયા હતા. જેને પગલે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો