વૅસ્ટમિનસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી

પીએનબી કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ બાદ અદાલતે એમની જામીન અરજી ફગાવી દીધી છે.
વૅસ્ટમિનસ્ટર કોર્ટે નીરવ મોદીની જામીન અરજી નકારી કાઢી છે.
ભારત તરફથી સરકારી વકીલે કહ્યું હતું કે નીરવ મોદી ભારતની તપાસ સંસ્થાઓને સહયોગ નથી કહી રહ્યા અને ભાગી જાય તેનું જોખમ છે.
સ્કૉટલૅન્ડ યાર્ડે ધરપકડ કર્યા બાદ પ્રથમ અપીલમાં નીરવ મોદીને જામીન આપવામાં નહોતાં આવ્યાં.
અગાઉ નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા એ વખતે મેટ્રૉપોલિટન પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.
તેમણે વેસ્ટ મિનિસ્ટર્સ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમણે જામીન માટે અરજી કરી હતી. જોકે, એને ફગાવી દેવાઈ હતી.
કોર્ટમાં મોદીએ કહ્યું કે તપાસમાં તેમણે પૂર્ણ સહકાર દર્શાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે કર અને પ્રવાસન સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.
ગત ઑગસ્ટ મહિનામાં ભારતે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટન સમક્ષ માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત દ્વારા કરાયેલી પ્રત્યાર્પણની માગને યુકેના ગૃહસચિવ સાજિદ જાવિદે સ્વીકારી લીધી હતી, એવી અધિકારીઓએ પુષ્ટિ આપી છે.
મોદી 2 બિલનય ડૉલર (ભારતીય ચલણમાં રૂપિયા 1,37,66,70,00,00) પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડના આરોપી છે. ભારતીય બૅન્કિંગ ઇતિહાસનું આ સૌથી મોટું કૌભાંડ છે. વર્ષ 2018ની શરૂઆતમાં તેમણે ભારત છોડી દીધું હતું અને એ બાદ તેઓ ક્યારેય ભારત પરત નથી ફર્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી પર શો આરોપ?

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ નેશનલ બૅન્ક(પીએનબી) ભારતની બીજા નંબરની બૅન્ક છે. 2 બિલિયન અમેરિકન ડૉલરના કૌભાંડમાં સામેલગીરીનો નીરવ મોદી પર આરોપ છે.
જોકે, મોદીએ તમામ આરોપોને ફગાવી દીધા છે. મોદી લંડનમાં 1 કરોડ ડૉલર કરતાં વધારેની કિંતમના ફ્લૅટમાં રહેતા હોવાનું બ્રિટિશ અખબાર 'ધ ટેલિગ્રાફ'ના જણાવ્યા બાદ તેમનો કેસ ફરીથી ચર્ચાસ્પદ બન્યો હતો.
ઑક્સફૉર્ડ સ્ટ્રીટ ઍપાર્ટમૅન્ટની નજીક અખબારે તેમને ઓળખી કાઢ્યા હતા.
ગત જૂન મહિનાથી મોદી લંડનમાં રહી રહ્યા હોવાનું મનાય છે. મોદીએ લંડન, ન્યૂ યોર્ક અને હૉંગકૉગમાં મોટાપાયે હીરાનો વેપાર જમાવ્યો હતો.
ફૉર્બ્સના આંકડા અનુસાર તેમની કુલ મિલકત 1.75 બિલિયન ડૉલર આંકવામાં આવી હતી.
તો આ દરમિયાન કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, "એમણે(ભાજપ) જ તેમને દેશ છોડીને જવા માટે મદદ કરી હતી અને તેઓ જ તેમને પરત લાવી રહ્યા છે. તેઓ ચૂંટણી પહેલાં તેમને પરત લાવી રહ્યા છે. ચૂંટણી પછી પરત મોકલી દેશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












