You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બુગાટીએ દુનિયાની સૌથી મોંઘી કાર લૉન્ચ કરી, 11 મિલિયન ડૉલરમાં ખરીદાઈ
- લેેખક, રશેલ હોટન
- પદ, બિઝનેસ રિપોર્ટર, જીનીવા મોટર શો
ફ્રાન્સની સુપરકાર મૅકર કંપની 'બુગાટી'એ દુનિયાની સૌથી મોંઘી ગાડી લૉન્ચ કરી છે.
જે એક ગ્રાહકે પોતાનું નામ જાહેર કર્યા વિના ટૅક્સ ઉમેર્યા વગર 11 મિલિયન ડૉલરની કિંમતમાં ખરીદી છે.
આ ગાડીની વાસ્તવિક કિંમત જાહર કરવામાં આવી નથી. પરંતું તેણે આગળની સૌથી મોંઘી ગાડી રૉલ્સ રૉયસ સ્વૅટૅઇલનો 8-9 મિલિયન પાઉન્ડનો રૅકૉર્ડ તોડ્યો હોવાનું માનવામાં આવે છે.
'બુગાટી'એ 110મી વર્ષગાંઠ નિમિત્તે ફૉર્ડ ફિએસ્ટાથી 20 ગણુ શક્તિશાળી ઍન્જિન ધરાવતી આ ગાડી બનાવી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે પૉર્શેના સ્થાપક ફર્ડિનાન્ડ પીચના પૌત્રએ આ ગાડી ખરીદી છે.
પીચ ફૉક્સવેગનના પૂર્વ ચીફ ઍક્ઝિક્યુટિવ છે, જે 'બુગાટી'ના માલિક છે.
તેમના કાર્યકાળ દરમિયાન તેઓ તેઓ કેટલાક સૌથી મોંઘા પ્રોજેક્ટને ટેકો આપવા માટે જાણીતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'બુગાટી'એ માત્ર એટલી જ માહિતી આપી છે કે આ ગાડીનો ગ્રાહક બ્રાન્ડ માટે ઉત્સાહિત વ્યક્તિ છે, જે ઑટો મોબાઇલ ઉદ્યોગ ક્ષેત્રે એક નોંધપાત્ર બાબત કહી શકાય.
બુગાટીના પ્રમુખ સ્ટીફન વિંકલમેને કહ્યું કે, આ કાળી 'લા વીચર ન્વાયર'માં આધુનિક ટેકનૉલૉજી, દેખાવ અને અત્યંત વૈભવનું મિશ્રણ છે.
આ કાર જેટ-બ્લૅક કાર્બન ફાઇબર બૉડી ધરાવે છે. જેમાં 1500 હોર્સ પાવરનું 16-સિલિન્ડર ઍન્જિન છે.
આપને આ પણ વાચવું ગમશે
જીનીવામાં યોજાતો સુપર કાર શૉ નવી ઇલેક્ટ્રિક સુપર કાર માટે જાણીતો છે. પરંતુ અવાજ, તાકાત અને દેખાવના ક્ષેત્રમાં 6 ઍક્ઝૉસ્ટ પાઇપ ધરાવતી બુગાટી ચર્ચામાં રહી.
બુગાટીએ એ જાહેર નથી કર્યું કે આ ગાડી ખરેખર કેટલી ઝડપે ચાલે છે. પરંતુ તેને બુગાટીની જ અન્ય કાર 'શિરોન' સાથે સામ્યતા ધરાવતી હોવાનું માનવામાં આવે છે.
'શિરોન' કલાકના 62 માઇલની ઝડપ ચાલે છે અને 204 સેકંડમાં જ આ ઝડપે પહોંચી શકે છે. તેની સૌથી વધુ ઝડપ 261 માઇલ પ્રતિ કલાક છે.
'બુગાટી'ના જણાવ્યા અનુસાર 'લા વીચર ન્વાયર' બુગાટીની 'ટાઇપ 57 એસસી ઍટલાન્ટિક'ની યાદમાં બની છે.
વર્ષ 1936થી વર્ષ 1938 વચ્ચે આવી માત્ર 4 જ ગાડી બની હતી. ફેશન ડિઝાઇનર રાલ્ફ લૉરૅન છેલ્લી ઍટલાન્ટિક ધરાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો