મોદી કહ્યું, 'દેશની અંદર અને બહાર લોકો એક ભારતથી ડરે છે, આ ડર સારો છે'

ઇન્ડિયા ટુડેના કાર્યક્રમમાં બોલતા મોદી

ઇમેજ સ્રોત, India today

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયા ટુડેના કાર્યક્રમમાં બોલતા મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં લોકોને ભારતની વિદેશ નીતિનો પરિચય થઈ ગયો હશે.

દિલ્હીમાં ઇન્ડિયા ટુડે કૉન્કલેવમાં મોદીએ કહ્યું કે આજનું ભારત નવું ભારત છે. બદલાયેલું ભારત છે. અમારા માટે એક-એક વીર જવાનનું રક્ત અનમોલ છે.

તેમણે કહ્યું, "આજનું ભારત નિડર છે, નિર્ભિક અને નિર્ણાયક છે."

"દેશ સવા સો કરોડ ભારતીયો સાથે આગળ વધી રહ્યો છે ભારતીયોની એકતાએ દેશની અંદર અને બહાર દેશ વિરોધી લોકોમાં ડર પેદા કર્યો છે."

તેમણે કહ્યું કે આ ડર સારો છે. જો દુશ્મનમાં ભારતના આક્રમણનો ડર હોય તો એ ડર સારો છે.

"જયારે 'મામા' બોલવાથી મોટા-મોટા પરિવાર બોખલાઈ જાય તો ડર સારો છે." તેમણે કહ્યું, "આ લોકો મોદીનો વિરોધ કરતાં કરતાં દેશના વિરોધ સુધી આવી ગયા છે. દેશને નુકસાન કરી રહ્યા છે.""હું આવા દરેક વ્યક્તિને પૂછવા માગુ છું કે આપણી સેના પર તમને વિશ્વાસ છે કે શંકા?"

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું, "વડા પ્રધાન આપને શરમ જેવું કાંઈ છે?" "તમે રૂ. 30 હજાર કરોડ ચોરીને તમારા મિત્ર અનિલને આપી દીધા. તમારા કારણે જ રફાલ વિમાન ભારતને મળવામાં ઢીલ થઈ છે.""તમારા કારણે ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદન જેવા બહાદુર પાઇલટ્સ જીવ જોખમમાં મૂકે છે."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

INDvsAUS : હૈદરાબાદમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું

ધોની અને જાધવ

ઇમેજ સ્રોત, Getty Images

મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાદવ વચ્ચેની 141 રનની અણનમ ભાગીદારીથી ભારતે ઑસ્ટ્રેલિયાને હૈદરાબાદ વન-ડેમાં છ વિકેટથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે.

પાંચ મૅચની વન ડે સિરીઝમાં પહેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે 237 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જેને ભારતે 48.2 ઓવરમાં 240 રનસાથે પાર કરી લીધું હતું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારતની ટીમમાંથી કેદાર જાધવે સૌથી વધુ 87 બૉલમાં 81 રન કર્યા, તેમજ 7 ઓવરમાં માત્ર 31 રન આપીને એક વિકેટ પણ લીધી, જેથી તે મૅન ઑફ ધ મૅચ રહ્યા.

જ્યારે ધોનીએ 72 બૉલમાં 59 રન કર્યા, કૅપ્ટન કોહલીએ 44 તેમજ રોહિત શર્માએ 37 રનનું પ્રદાન કર્યું હતું.

ઑસ્ટ્રેલિયન ખેલાડી ફિંચની આ 100મી વન ડે મૅચ હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ટ્રમ્પનું સૌથી મોટું ભાષણ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ વકીલ રૉબર્ટ મ્યૂલર ઉપર જબરદસ્ત પ્રહાર કર્યા હતા.

અત્યારસુધીની સૌથી સ્પીચ આપતાં ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર અભિયાન અને રશિયાની વચ્ચેનાં ગઠબંધનની તપાસ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

"જે લોકો ચૂંટણી નથી જીત્યા, એવા લોકોના રિપોર્ટની આપણે રાહ જોઈ રહ્યા છીએ. કમનસીબે તમે કેટલીક જગ્યાઓ ઉપર એવા લોકોને નીમો છે, જેઓ ત્યાં ન હોવા જોઈએ અને પછી તેઓ તમને હટાવી દેવાના પ્રયાસ કરવા લાગે છે.

લગભગ બે કલાકના ભાષણ દરમિયાન ટ્રમ્પે પૂર્વ ઍટર્ની જનરલ જૈફ સેશન્સ, એફબીઆઈ (અમેરિકાની ગુપ્તચર સંસ્થા, ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ના વડા જેમ્સ કોમી, ડેમોક્રેટિક પાર્ટી તથા ઉત્તર કોરિયા સાથેના સંબંધને સુધારવાના પ્રયાસની ટીકા કરનારાઓ ઉપર પણ નિશાન સાધ્યું હતું.

line

અંતરીક્ષ ક્ષેત્રે SpaceXની મોટી ઉડ્ડાણ

અવકાશયાત્રીની તસવીર

ઇમેજ સ્રોત, SpaceX

આજે અમેરિકાનું અંતરીક્ષયાત્રી કૅપ્સ્યૂલ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે જોડાણ કરવા પ્રયાસ કરશે.

શનિવારે કૅલિફૉર્નિયા સ્થિત કંપની SpaceXનું ડ્રૅગન વ્હીકલ ડમી (બનાવટી માણસ) અને તેની સાથે 90 કિલોનો સમાન છે.

આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે, સવારે અગ્યાર કલાકે યાન તથા સ્પેસ મથકનું આપોઆપ જોડાણ થશે.

કોઈ અવકાશયાન અંતરીક્ષયાત્રીને લઈ જાય તે પૂર્વે આ પ્રકારના અનેક પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે.

જોડાણ સમયે અવકાશમથક પર રહેલા અવકાશયાત્રીકો સતર્ક રહેશે અને સમગ્ર ઘટનાક્રમને ને અંદરથી નિહાળશે. જો યાન તેની અપેક્ષા પ્રમાણે કામ નહીં કરે તો ISS ઉપર રહેલા અવકાશયાત્રીઓ દખલ દેશે.

લાઇન

આપને આ પણ વાચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો