રોહિંગ્યા : બાંગ્લાદેશ હવે મ્યાનમારના રૅફ્યૂજીને નહીં સ્વીકારે

લગભગ 740000 રોહિંગ્યા બાંગ્લાદેશના કૅમ્પમાં આશરો લઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લગભગ 740000 રોહિંગ્યા બાંગ્લાદેશના કૅમ્પમાં આશરો લઈ રહ્યા છે.

બાંગ્લાદેશે યૂએન સિક્યોરિટી કાઉન્સિલને કહ્યું છે કે તેઓ મ્યાનમારથી આવતા રોહિંગ્યા મુસ્લિમોને સ્વીકારશે નહીં.

બાંગ્લાદેશના વિદેશ મંત્રી શાહિબુલ હકે મ્યાનમાર ઉપર આ લોકોના પાછા ફરવાની વાટાઘાટોમાં છીછરા વાયદાઓ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

2016-2017 દરમિયાનની સૈન્યની કાર્યવાહી બાદ મ્યાનમારના રાખાઇન પ્રાંતમાંથી આ રોહિંગ્યા મુસ્લિમોને હાંકી કાઢવામાં આવ્યા.

આજે લગભગ 7,40,000 રોહિંગ્યા બાંગ્લાદેશના કૅમ્પ્સમાં રહે છે.

યૂએનેએ આ ઘટનાને સ્થાનિક નરસંહાર ગણાવ્યો હતો અને મ્યાનમારે લઘુમતી સમુદાયનાં આ લોકોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

જાન્યુઆરી 2018માં બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં મ્યાનમાર દર અઠવાડિયે 1500 રોહિંગ્યાને સ્વીકારવા માટે સહમત થયું હતું.

બાંગ્લાદેશે આ લોકોને બે વર્ષની અંદર પોતાના દેશ પરત મોકલવાની વાત કરી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
બાંગ્લાદેશ, મ્યાનમારનો વિસ્તાર

ગુરુવારે યૂએન સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં હકે કહ્યું કે, તેમનો દેશ વધુ રોહિંગ્યાને સ્વીકારી શકશે નહીં.

તેમણે કહ્યું કે રાખીનમાં સુરક્ષાની સ્થિતી ન અનુભવાતા એક પણ રોહિંગ્યાએ સ્વેચ્છાએ રખાઇન જવાની તૈયારી બતાવી નથી.

હકે કહ્યું, "શું બાંગ્લાદેશ પાડોશી દેશનાં લોકો પ્રત્યે સહાનુભૂતિ અને જવાબદારી દર્શાવવાની સજા ભોગવી રહ્યું છે?"

યૂએનમાં રહેલાં મ્યાનમારના દૂત હોઉ દો સૂઆને ધીરજની અપીલ કરતા કહ્યું કે ભારે શારીરિક તેમજ માનસિક પીડાને કારણે રોહિંગ્યાઓ અચકાય છે.

"રાખીનમાં વિવિધ સમાજના લોકો વચ્ચે ભરોસો અને આત્મવિશ્વાસ ઊભા કરવા એ ભારે હિંમતનું કામ છે, જેના માટે ધીરજ અને સમયની જરૂરિયાત છે."

યૂએનમાં મ્યાનમારના પ્રતિનિધી એ આ ઘટનાને ધીમી ગણાવીને મ્યાનમાર તરફથી યૂએન એજન્સીઓને મળતા વિપુલ સહકારની પણ વાત કરી હતી.

line

ટ્રમ્પની ટીકા

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઉત્તર કોરિયાની જેલમાં મૃત્યુ પામનારા અમેરિકન વિદ્યાર્થી ઓટો વૉર્મબિયરના પરિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે.

તેમના કહેવા પ્રમાણે, ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન તથા ડોનાલ્ડ ટ્રમ્પની શિખર મંત્રણા પૂર્વે 'સન્માન'ને કારણે તેમણે મૌન સેવ્યું હતું.

વૉર્મબિયર પરિવારના કહેવા પ્રમાણે, 'કિમ તથા તેમના શયતાની શાસન'ને કારણે તેમના પુત્રનું મૃત્યુ થયું.

પોતાની બેઠક દરમિયાન ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસકની ભારોભાર પ્રશંસા કરી હતી.

આ નિવેદન બાદ ટ્રમ્પે ટ્વિટર ઉપર લખ્યું, 'ટ્રમ્પ તથા ત્રણ અન્યોને ભારત પરત લાવવામાં મેં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.'

'અગાઉની સરકારોએ કંઈ નહોતું કર્યું. ઓટો સાથે થયેલાં દુર્વ્યવહાર તથા તેમના મૃત્યુ માટે હું ઉત્તર કોરિયાને જવાબદાર માનું છું.'

અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે વૉર્મબિયર પરિવારની પ્રશંસા કરી અને ઉમેર્યું, 'હું ઓટોને પ્રેમ કરું છું અને ઘણીવખત તેના વિશે વિચારું છું.'

ટ્રમ્પ અને કિમ વચ્ચેની બીજી મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સીરિયામાં અંત તરફ IS

સીરિયામાં પીડિત બાળકોની તસવીર

ઉગ્રપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો દબદબો હવે સીરિયાના શહેર બાગહૂઝ પૂરતો મર્યાદિત થઈ ગયો છે.

પાંચ વર્ષ અગાઉ કથિત ઇસ્લામિક સ્ટેટ તેના ચરમ પર હતું, ત્યારે તેના કબજામાં 88 હજાર વર્ગ કિલોમીટરનો વિસ્તાર હતો. જે પૂર્વ ઈરાકથી પશ્ચિમ સીરિયા સુધી ફેલાયેલું હતું.

આજે તેનો કબજો માંડ અડધા વર્ગકિલોમીટર વિસ્તાર પૂરતો મર્યાદિત રહ્યો છે.

ISના ઉગ્રપંથીઓ, ઘાયલ ઉગ્રપંથીઓ આત્મસમર્પણ કરી રહ્યા છે, મહિલાઓ અને બાળકો શહેર છોડી રહ્યા છે.

line

અમેરિકાને સોંપાશે ખ્વાવેના અધિકારી?

ખ્વાવેના અધિકારી મૅગ

ઇમેજ સ્રોત, Reuters

કૅનેડાના કહેવા પ્રમાણે, ખ્વાવે (Huawei)ના ચીફ ફાઇનાન્સિયલ ઑફિસર મૅંગ વાંગ્ઝુના અમેરિકાને પ્રત્યાર્પણ અંગે કોર્ટે અંતિમ નિર્ણય લેવાનો છે.

કોર્ટે નક્કી કરશે કે પ્રત્યાર્પણ માટે અમેરિકાની વિનંતીએ બંને દેશો વચ્ચે થયેલા કરારને અનુરૂપ છે કે નહીં? જો સંધિને અનુરૂપ હશે તો કોર્ટ તેનું પ્રત્યાર્પણ અટકશે નહીં.

અમેરિકાના કહેવાથી ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં મૅગની ધરપકડ કરવામાં આવી હતી.

વિશ્વની બીજા ક્રમાંકની કંપની ખ્વાવે તથા મૅંગ ઉપર અમેરિકાએ એક ડઝનથી વધુ કેસ દાખલ કર્યાં છે, જેમાં બૅન્ક સાથે ઠગાઈ, ટેકનૉલૉજીની ચોરી, ન્યાયવ્યવસ્થામાં અવરોધ ઊભા કરવા વગેરે સામેલ છે. જોકે, કંપનીએ આ આરોપોને નકાર્યા છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો