Abhinandan : IAF પાઇલટ અભિનંદન વાઘા-અટારી સરહદથી ભારત પરત ફર્યા

ઇમેજ સ્રોત, Ptv
ભારતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ. પાકિસ્તાની સેનાના કાફલા સાથે વિંગ કમાન્ડર અભિનંદન આવી પહોંચ્યા છે.
ભારતીય પાઇલટ વિંગ માન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે વાઘા-અટારી સરહદથી ભારત પરત આવ્યા.
વડા પ્રધાન મોદીએઅભિનંદનના આગમન અંગે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે 'તમારી હિંમત પર દેશને ગર્વ છે.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કરતા ટ્વીટ કર્યું, "વિંગ કમાન્ડર અભિનંદન તમારી ગરિમા, શૌર્ય અને વીરતાએ આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ગૃહમંત્રી રાજનાથ સિંહે અભિનંદનના પરત ફરવા અંગે ટ્વીટ કર્યું, "વેલકમ હોમ. આખા દેશને વિંગ કમાન્ડર અભિનંદન પર ગર્વ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
27 ફેબ્રુઆરીએ અભિનંદનને પાકિસ્તાનની સેનાએ હિરાસતમાં લીધા હતા અને ઘટનાના એક દિવસ બાદ તેમને મુક્ત કરવાની જાહેરાત પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારથી જ વાઘા-અટારી સરહદ પર અભિનંદનના આગમનને વધાવી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને દેશભરમાં ઉજવણી કરાઈ હતી.
ભારતીય વાયુસેનાના ઍર વાઇસ માર્શલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "અભિનંદનને પાકિસ્તાને ભારતને સોંપી દીધા છે. અમે પ્રોટોકૉલ અંતર્ગત તેમને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહ્યા છે. અમને આનંદ છે કે અભિનંદન હવે અમારી વચ્ચે પરત આવી ચૂક્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ જણાવ્યું હતું કે અભિનંદનને હવાઈ માર્ગે દિલ્હી લઈ જવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના સૂચના મંત્રાલયે પોતાના ટ્વિટર હૅન્ડલ પર જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબુબા મુફ્તીનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ પાકિસ્તાની સરકારના સંબંધિત નિર્ણયના વખાણ કરી રહ્યાં છે.
સૂચના મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકની એક ટ્વીટ પણ પોસ્ટ કરી.
ટ્વીટમાં મીરવાઇઝે લખ્યું છે, "આશા છે કે સંભવિત યુદ્ધનાં વાદળો હટશે અને કાશ્મીર સમસ્યાનો ઉકેલ શાંતિથી નીકળશે."
અભિનંદનના સ્વાગત માટે મોટા પ્રમાણમાં ભારતીયો તિરંગા સાથે વાઘા સરહદ પર એકઠા થયા છે.

વાઘા સરહદ પર લોકો શું કહી રહ્યા છે?
#Abhinandan ને મળવા હનીમૂન છોડી સપોર્ટ કરવા અમદાવાદી દંપતી પહોંચ્ય્યું વાઘા બૉર્ડર પર
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

જુઓ, વાઘા બોર્ડર પર ઉત્સાહનો માહોલ, વિંગ કમાન્ડર અભિનંદનના સન્માનમાં 'હિંદુસ્તાન ઝિંદાબાદ'ના નારા

અભિનંદનના પરત ફરવાની જાહેરાત પર ભારતના લોકો શું કહીં રહ્યા છે?
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ, 2

અભિનંદનના પરત ફર્યા બાદ શું થશે?

અભિનંદનને ભારત સોંપાયા બાદ કઈકઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ અંગે બીબીસીના સંવાદદાતા ગુરપ્રીત સૈનીએ મેજર જનરલ રાજ મહેતા સાથે વાત કરી.
મેજર જનરલના જણાવ્યા અનુસાર 'જીનિવા કન્વૅન્શન' અંતર્ગત યુદ્ધકેદીઓને એક સપ્તાહની અંદર મુક્ત કરવા પડે. આ માટેની એક નિર્ધારીત પ્રક્રિયા હોય છે.
સૌથી પહેલાં ઇન્ટરનેશનલ રૅડ ક્રૉસ સોસાયટી અભિનંદનને પોતાની સાથે પરત લઈ જશે અને તેમની સંપૂર્ણ તપાસ કરશે.
તેમના દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ભારતીય વાયુસેનાના સોંપવામાં આવશે.
ભારત પર આવ્યા બાદ વાયુસેના પોતાની મેડિકલ ટીમ દ્વારા તેમની 100 ટકા તપાસ કરાવશે.

જો કંઈ આપત્તીજનક લાગ્યું તો?

બાદમાં વિંગ કમાન્ડર સાથે વાતચીત થશે. ઈન્ટેલિજેન્સ ડીબ્રીફ્રિંગ થશે કે તમારી સાથે શું થયું, કેવી રીતે થયું, વગેરેની સંપૂર્ણ તપાસ કરાશે.
પાકિસ્તાનમાં કેવો વ્યવહાર થયો, તેમને શું પૂછવામાં આવ્યું અને શું વાતચીત થઈ, આ સૌથી મોટી કાર્યવાહી હશે. પછી સરકારને રિપોર્ટ કરવામાં આવશે.
જો ભારતને એવું લાગશે કે કંઈક આપત્તિજનક ઘટનાઓ ઘટી છે તો તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર તેને રજૂ કરશે.

વાઘા પહોંચ્યા અમરિન્દર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દરસિંઘે ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા માટે વાઘા સરહદ પર પહોંચ્યા છે.
તેમણે લખ્યું, "મોદીજી, હાલમાં હું પંજાબના સરહદી વિસ્તારોની મુલાકાતે છે. મને પાકિસ્તાન સરકાર તરફથી જાણવા મળ્યું કે તેઓ અભિનંદનને વાઘા સરહદ પર ભારતને સોંપી દેશે."
"અભિનંદન, તેમના પિતા અને મે એનડીએમાંથી અભ્યાસ કર્યો છે, એ સંબંધે હું વાઘા જઈશ."

આઈઓસીની બેઠકમાં પાકિસ્તાન ભાગ નહીં લે
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉ-ઑપરેશન(આઈઓસી)ની બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજના સામેલ થવાને કારણે હવે પાકિસ્તાન આઈઓસીની બેઠકમાં ભાગ નહીં લે.
આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આબુ ધાબીમાં ઓઆઈસીના વિદેશ મંત્રીઓના સંમેલનમાં 'ગેસ્ટ ઑફ ઑનર' તરીકે આમંત્રિત કરાયાં.
સ્વરાજ ઓઆઈસી સંમેલનમાં કહ્યું, "જો આપણે માનવતાને બચાવવી હોય તો આંતકવાદીઓને આશ્રય અને નાણાં પૂરા પાડતાં દેશોને આવું કરતા અટકાવવા પડશે."
પાકિસ્તાના વિદેશ મંત્રીએ પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં શુક્રવારે કહ્યું કે તેઓ ઓઆઈસીની બેઠકમાં ભાગ નથી લઈ રહ્યા
સુષમા સ્વરાજે એવું પણ કહ્યું, "હું મહાત્મા ગાંધીના દેશમાંથી આવું છું જ્યાં દરેક આરાધના શાંતિની પ્રાર્થના સાથે પૂરી થાય છે."
"હું લોકો અને દુનિયા માટે સ્થિરતા, શાંતિ, સૌહાર્દ, આર્થિક વિકાસ અને સમૃદ્ધિની કામના કરું છું."

ઈમરાન ખાને કરી હતી જાહેરાત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં પાકિસ્તાનની સંસદમાં દેશના વડા પ્રધાન ઈમરાન ખાને 'શાંતિના પ્રતીક'ના ભાગરૂપે અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. તો ભારત સાથે પાકિસ્તાનને વાતચીત કરવાની તૈયારી દર્શાવતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ જિયો ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું,
"ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તૈયાર છે."
આ અગાઉ ગુરુવારે ભારતીય સૈન્યની ત્રણેય પાંખના વડાઓ દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરાઈ હતી.
જોકે, પાકિસ્તાન દ્વારા ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડવાની જાહેરાત કરવામાં આવતાં આ પત્રકાર પરિષદને મોકૂફ રાખવામાં આવી હતી.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો