ભારત વિ. ન્યૂ ઝિલૅન્ડ સિરીઝ : રોહિત શર્માની કપ્તાનીનો સામનો ન્યૂ ઝિલૅન્ડ કઈ રીતે કરશે?

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, AFP/Getty

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા
    • લેેખક, આદેશ કુમાર ગુપ્ત
    • પદ, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ન્યૂ ઝિલૅન્ડ સામે ચાલી રહેલી પાંચ મૅચની સિરીઝની પાંચમી અને અંતિમ મૅચ રમી રહી છે. 10 વર્ષ પછી ન્યૂ ઝિલૅન્ડની ધરતી પર ભારતે આ સિરીઝ જીતી લીધી છે, આજની મૅચ ભારત હારી જાય તો પણ તે સિરીઝ વિજેતા રહેશે.

હિટમૅનના નામથી જાણીતા ઑપનિંગ બૅટ્સમૅન રોહિત શર્મા આ મૅચના કૅપ્ટન રહેશે.

line

હિટમૅનની કૅપ્ટનશિપ

કોહલીને 5 મૅચમાં આરામ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી

સિરીઝની ચોથી, પાંચમી અને આ પછી શરૂ થનારી ત્રણ મૅચની ટી-20 સિરીઝ માટે કૅપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે.

આ પહેલાં વિરાટ કોહલીની કૅપ્ટનશિપમાં રમાયેલી ત્રણ શરૂઆતની મૅચમાં ભારતે ન્યૂ ઝિલૅન્ડને એક તરફી મૅચમાં હરાવ્યું છે.

ગત વખતે હૅમિલ્ટનમાં રોહિત શર્મા પોતાની 200મી મૅચ રમ્યા. 200 કે તેથી વધુ મૅચ રમનારા રોહિત શર્મા 14માં ખેલાડી છે.

સચિન તેંદુલકર સૌથી વધુ 463 વન ડે મૅચ રમી ચુક્યા છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

રોહિત શર્મા વન ડે ક્રિકેટમાં ત્રણ સદી બનાવનારા એક માત્ર ખેલાડી છે.

જો કૅપ્ટનશીપની વાત કરવામાં આવે તો રોહિત આઇપીએલ સિવાય પણ ઘણી મૅચમાં ટીમના કૅપ્ટન રહી ચુક્યા છે.

ગયા વર્ષે રોહિતની કૅપ્ટનશીપમાં જ ભારતે દુબઈમાં એશિયા કપ પોતાને નામ કર્યો હતો.

તે ઉપરાંત રોહિતની કૅપ્ટનશીપમાં ભારતે 2017માં ત્રણ વન ડે મૅચની એક સિરીઝ 2-1થી જીતી હતી.

રોહીત શર્માને વિરાટ કોહલીથી ઊલટું શાંત મગજના કૅપ્ટન માનવામાં આવે છે. જોકે, હવે કોહલી પણ પહેલાં જેવા ગરમ કૅપ્ટન નથી રહ્યા.

કદાચ સતત મળતી જીતથી તેમનો મિજાજ બદલાયો છે.

સૌથી અગત્યની વાત કે રોહિત શર્મા પાસે એ સાબિત કરવાની તક રહેશે કે દુનિયાના સૌથી શાનદાર બૅટ્સમૅન વિના પણ ટીમ જીતી શકે છે.

line

વર્લ્ડ કપની ટિકિટ

ભારતીય ક્રિકેટ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય ક્રિકેટ ટીમ

વિરાટ કોહલીની ગેરહાજરીમાં દિનેશ કાર્તિક, અંબાતી નાયડૂ અને કેદાર જાદવ પાસે પણ મૅચ જીતાડી શકે છે, તે દર્શાવવાની તક છે.

હજૂ પણ વર્લ્ડ કપ માટે ટીમમાં તેમનું સ્થાન નક્કી નથી.

વર્લ્ડ કપમાં માત્ર પંદર ખેલાડીઓ જ જઈ શકે છે.

આ અંગે ક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણ કહે છે કે હવે ભારતીય ટીમ સિરીઝ જીતી રહી છે, તો પહેલાં નથી રમ્યા એ ખેલાડીઓને તક મળવી જોઈએ.

અયાઝ મેમણ માને છે કે શુભમન ગિલને ભારત તક આપી શકે છે, કારણ કે હવે ભારત પાસે વર્લ્ડ કપ પહેલાં ખેલાડીઓને પરખવાનો બહુ વધારે સમય નથી.

મોહમ્મદ શમી સતત રમી રહ્યા છે, તેમના સ્થાને મોહમ્મદ સિરાઝ અથવા અલીલ અહેમદને ટીમમમાં સ્થાન આપી શકાય.

તે ઉપરાંત આગામી મૅચોમાં રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં લઈ શકાય છે.

અયાઝ જણાવે છે કે જો વિરાટ સાથે જો જાડેજાને પણ ભારત મોકલી દેવાયા હોત, તો તેઓ સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી ટ્રૉફીની ફાઇનલ રમી શક્યા હોત અને મૅચ જીતી શક્યા હોત.

જો કોઈ ખેલાડીને ટીમમાં સ્થાન નથી મળતું તો તેને સાથે પ્રવાસમાં લઈ જવાનો કોઈ અર્થ નથી.

line

નબળું કિવી

ન્યૂઝિ લૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂ ઝિલૅન્ડની વાત કરીએ તો, પહેલી મૅચમાં આઠ વિકેટથી, બીજી મૅચમાં 90 રનથી અને ત્રીજી મૅચમાં સાત વિકેટથી ભારતે મળવેલી જીતથી લાગતું હતું કે, ન્યૂ ઝિલૅન્ડ આ સિરીઝમાં ક્યાંય નથી.

જોકે ચોથી મૅચમાં ન્યૂ ઝિલૅન્ડે શાનદાર પુનરાગમન કર્યું.

માર્ટિન ગપ્ટિલ, કોલિન મુનરો, કૅપ્ટન કેન વિલિયમ્સ, રૉસ ટેલર, ટૉમ લેથમ, હેનરી નિકોલસ અને મિચેલ સેટનર જેવા ધૂરંધર બૅટ્સમૅનના કારણે ન્યૂ ઝિલૅન્ડ મજબૂત જણાતું હતું.

પણ પહેલી મૅચમાં 38 ઓવર, બીજીમાં 40.2 ઓવર અને ત્રીજી મૅચમાં 49 ઓવરમાં જ સમેટાઈ ગઈ.

સાથે ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી, ડગ બ્રેસવેલ, લોકી ફર્ગ્યૂસન, મિચેલ સૅંટનર અને ઇશ સોઢી જેવા ફાસ્ટ બૉલર્સથી ટીમ બૅલેન્સ્ડ લાગતી હતી.

પરંતુ ભારતીય બૉલરે તેમને નવા નિશાળીયા સાબિત કરી દીધા.

line
ઇન્ડિયા - ન્યૂઝિ લૅન્ડ વન ડે

ઇમેજ સ્રોત, Getty Images

હજુ સુધી એક પણ ઇનિંગમાં ન્યૂ ઝિલૅન્ડના બૉલર આખી ભારતીય ટીમને પેવેલિયન નથી પહોંચાડી શક્યા.

પોતાની તેજ અને સ્ફુર્તિલી ફીલ્ડીંગ માટે જાણીતી ન્યૂ ઝિલૅન્ડ ટીમ મેદાન પર સુસ્ત દેખાય છે.

એવું લાગે છે જાણે કોઈ ખેલાડી ડાઇવ મારીને આગળ આવીને કૅચ પકડવા જ નથી માગતા.

જ્યારે ભારતીય ટીમની ફિલ્ડિંગ જોઈને પૂર્વ કૅપ્ટન સુનિલ ગાવસ્કર પોતાની કૉમેન્ટરીમાં પણ ઘણી વાર કહી ચૂક્યા છે કે હવે કોઈ ભારતીય ખેલાડીને મેદાન પર છૂપાવવો નથી પડતો.

ન્યૂ ઝિલૅન્ડની આટલી ખરાબ સ્થિતી જોઈને અયાઝ મેમણ જણાવે છે કે સતત હારથી ટીમનું મનોબળ તૂટી ગયું છે.

જો કોઈ ટીમ ડ્રેસિંગ રૂમમાં જ હારી જાય તો એ મેદાન પર પલટવાર કઈ રીતે કરી શકે.

line

સારી શરૂઆતને મોટો સ્કોર ન બદલી શક્યો

ન્યૂઝિ લૅન્ડ ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝિ લૅન્ડ ટીમ

હવે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઑપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્માની જવાબદારી વધી ગઈ છે.

જોકે ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યાના પરત આવવાથી પાછળના બૅટ્સમૅનની સમસ્યા પણ હલ થઈ ગઈ છે.

રૉસ ટેલરે ગઈ મૅચમાં 93 રન કર્યા. જો તેઓ પીચ પર થોડી વધુ વાર રોકાઈ શક્યા હોત તો ન્યૂ ઝિલૅન્ડ 50 ઓવર પણ રમી શકી હોત અને સારો સ્કોર થઈ શક્યો હોત.

એવું પણ નથી કે ન્યૂ ઝિલૅન્ડના ખેલાડીઓને સારી શરૂઆત નથી મળી, પણ તેઓ તેને મોટા સ્કોરમાં ન બદલી શક્યા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ભારતીય બૉલર મહોમ્મદ શામી શરૂઆતની ઓવરમાં જ ન્યૂ ઝિલૅન્ડને એવો ઝાટકો આપે છે કે તેઓ તેમાંથી બહાર જ નથી આવી શકતા.

એટલું અધૂરું હોય તેમ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની જોડી બાકીની વિકેટ ખેરવે છે.

સિરીઝમાં અત્યારસુધીમાં યાદવ, શમી અને યુજવેન્દ્રે નોંધપાત્ર દેખાવ કર્યો છે.

ત્યારે હૅમિલ્ટનમાં જો ન્યૂ ઝિલૅન્ડ પાછળની મૅચની ભૂલોમાંથી કંઈક શીખે અને કંઈક કમાલ કરે તો ઠીક.

બાકી ભારત પોતાની દમદાર રમતથી તેને માત આપ્યા જ કરશે.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો