અફઘાનિસ્તાનમાં 17 વર્ષના સંઘર્ષ પછી અમેરિકા અને તાલિબાન શાંતિ સંધિને આરે

ઇમેજ સ્રોત, AFP
અમેરિકન પ્રતિનિધિ ઝલમય ખલિલઝદે કહ્યું છે કે અમેરિકા અને તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં 17 વર્ષ જૂના સંઘર્ષનો અંત કરવાની શાંતિ વાતચીતમાં 'મહત્ત્વપૂર્ણ પ્રગતી' થઈ છે.
ઝલમય ખલિલઝાદે વધારે જાણકારી તો ન આપી પણ સતત અનેક ટ્ટીટ કરીને કહ્યું કે 'કતારમાં બેમિસાલ છ દિવસોમાં એટલું બધું નીકળીને સામે આવ્યું છે જેટલું અગાઉ કદી નહોતું આવ્યું.'
એમણે કહ્યું કે તેઓ અફઘાન સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે કાબુલ જઈ રહ્યા છે.
આનાથી અગાઉ તાલિબાની સૂત્રોએ કહ્યું હતું કે બેઉ પક્ષોએ સમજૂતીના કરારને અંતિમ સ્વરુપ આપી દીધું છે.
સૂત્રોનું કહેવું છે કે આ સમજૂતીમાં વિદેશી સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત મોકલવાની અને અલ-કાયદા તેમજ ઇસ્લામિક સ્ટેટ સમૂહને અફઘાનિસ્તાનમાં અડ્ડો ન બનાવવા દેવાની વાતો સામેલ છે.
ઝલમય ખલિલઝાદે કહ્યું કે તાલિબાન સાથે સંવાદ ચાલું રહેશે અને હજી સુધી કંઈ નક્કી નથી કરવામાં આવ્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

શું થઈ શકે છે સમજૂતી?

ઇમેજ સ્રોત, AFP
તાલિબાન હજી સુધી અફઘાન અધિકારીઓ સાથે સીધી વાત કરવાનો ઇન્કાર કરી રહ્યું છે અને અફઘાન અધિકારીઓને કઠપૂતળી કહીને રદ જાહેર કરે છે.
તાલિબાનનું કહેવું છે કે અમેરિકન સૈનિકોના અફઘાનિસ્તાનથી જતા રહેવા અંગે ચોક્કસ તારીખ નક્કી થાય ત્યારે જ તેઓ સરકાર સાથે સમજૂતી અંગે વાત કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૉયટર્સ સમાચાર સંસ્થાએ તાલિબાન સૂત્રોના હવાલાથી લખ્યું છે કે વિદેશી સૈનિકોએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયાના 18 મહિનાની અંદર પરત ફરી જવું પડશે એ વાત પણ સમજૂતીની મુખ્ય વાતોમાં સામેલ છે.
આની સામે તાલિબાન એ આશ્વાસન આપે છે કે તેઓ અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટેને અમેરિકા પર હુમલો કરવા માટે અફઘાનિસ્તાનમાં અડ્ડો નહીં બનાવવા દે.
રૉયટર્સના અહેવાલ મુજબ બેઉ પક્ષ બંને તરફથી કેદીઓની અદલાબદલી માટે અને કેટલાક તાલિબાન નેતાઓ પર લાગેલા પ્રવાસ પ્રતિબંધ હટાવવા માટે પણ સહમત થઈ ગયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

યુદ્ધવિરામની સંભાવનાઓ કેટલી?

ઇમેજ સ્રોત, AFP
અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ અગાઉ કહ્યું હતું કે જો તાલિબાન યુદ્ધવિરામ માટે સહમત થઈ જાય છે અને દેશના બંધારણને માન્યતા આપે છે તો તેઓને એક રાજકીય દળ તરીકે માન્યતા આપવામાં આવશે.
ગત વર્ષે ડિસેમ્બરમાં અમેરિકા પોતાના 7000 સૈનિકોને પરત લઈ લેવાની યોજના બનાવી રહ્યું છે એવી ખબર આવી હતી. આ સંખ્યા અફઘાનિસ્તાનમાં કુલ બચેલા અમેરિકન સૈનિકોની અડધી છે.
વિશ્લેષકોના મતે અમેરિકાના આ પગલાને તાલિબાન પોતાની જીત તરીકે પ્રચાર કરી શકે છે.
આ વિશે બીબીસી અફઘાનિસ્તાન સંવાદદાતા સિકંદર કિરમાનીનું આકલન કંઈક આમ છે :
"બેઉ પક્ષો વચ્ચે છ દિવસ સુધી થયેલી વાતો મહત્ત્વપૂર્ણ રહી અને તે દર્શાવે છે સંઘર્ષનો શાતિંપૂર્ણ ઉકેલ કાઢવા માટે તેઓ કેટલા ગંભીર છે."
"એવું લાગે છે અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનથી પરત મોકલી દેવાની તાલિબાનની મુખ્ય માગણીને લઈ પ્રગતી સધાઈ છે અને આની સામે તાલિબાન એ ખાતરી આપે કે તેઓ આંતરરાષ્ટ્રીય જેહાદીઓને અફઘાનિસ્તાનમાં અડ્ડો નહીં બનાવવા દે."
"જોકે, તાલિબાન છેલ્લા થોડા સમથી આવી રજૂઆત કરી રહ્યું હતું પરંતુ જોવાનું એ છે કે તેઓ અન્ય શું છૂટ આપે છે."
"યુદ્ધવિરામની સંભાવનાઓ બનતી દેખાય છે કે નહીં એ અફઘાનો માટે મુખ્ય સવાલ છે કેમ કે યુદ્ધથી ત્રસ્ત જનતા માટે આ ખૂબ મોટી રાહતની વાત હશે."
"હાલ ધ્યાન હિંસા પૂરી કરવા પર અને તાલિબાનને અફઘાન સરકારની સામે વાતચીત માટે બેસાડવા પર છે પરંતુ એના પછી અનેક ચર્ચાઓ અને ભાવતાલ થશે જે હજી બાકી છે. આ ચર્ચાઓમાં અફઘાનિસ્તાનમાં પત્રકારાત્વની આઝાદી, મહિલાઓના અધિકારો અને લોકશાહી પર વાતચીત મુખ્ય હશે."


શું છે તાલિબાન?

ઇમેજ સ્રોત, Getty Images
1990ના દસકાની શરુઆતમાં જ્યારે સોવિયત સેનાના વિઘટનની અગાઉ અફઘાનિસ્તાથી હટી ત્યારે તાલિબાન ઉભર્યા હતા.
લડવૈયાઓના આ સંગઠને અફઘાનિસ્તાન પર 1996થી 2001 સુધી રાજ કર્યું અને શરિયા કાનૂનનો ક્રૂર અમલ કર્યો.
સાર્વજનિક રીતે મૃત્યુદંડ આપવો, અંગો કાપી નાખવા અને મહિલાઓને સાર્વજનિક જીવનમાંથી હટાવી દેવી જેવા કામો કરવામાં આવ્યા.
9/11ના હુમલા માટે અમેરિકાએ તાલિબાનની શરણમાં રહેલા અલ-કાયદાના ચરમપંથીઓને જવાબદાર ગણ્યા હતા. એ પછી અમેરિકન નેતૃત્વવાળી સેનાએ કરેલી કાર્યવાહીમાં તાલિબાનને સત્તાથી હટાવી દેવામાં આવ્યા.
2014માં વિદેશી સૈનિકોના પરત જવાનો સિલસિલો શરુ થયા બાદ તાલિબાનની તાકાત અને પહોંચ વધી છે.
એક અંદાજ મુજબ દોઢ કરોડ લોકો યાને કે અફઘાનિસ્તાનની અડધી વસતિ એ વિસ્તારોમાં રહે છે જેના પર તાલિબાનનું નિયંત્રણ છે અથવા તો તાલિબાન ત્યાં શક્તિશાળી છે. ત્યાં આંતરે દિવસે તાલિબાનો હુમલા કરતા રહે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














