આ ગુજરાતી સાંઢ છે બ્રાઝિલની 80ટકા ગાયોનો 'પિતા'

ફૂટબૉલ પ્રેમી બ્રાઝિલમાં ગુજરાતની ગીર ગાયોને સન્માનથી જોવામાં આવે છે.

બ્રાઝિલ અને ભારતના સંબંધોના તાર ગુજરાત સાથે અનોખી રીતે જોડાયેલા છે, જેનો પાયો 50ના દાયકામાં નંખાયો હતો.

એ સમયે ભાવનગરના મહારાજાએ બ્રાઝિલના એક ખેડૂતને સાંઢ ભેટમાં આપ્યો હતો.

આ ભેટના કારણે બ્રાઝિલમાં ઉત્તમ નસલની ગાયો પેદા કરવામાં ખૂબ જ મદદ મળી હતી.

આજે બ્રાઝિલમાં ગુજરાતની ગીર નસલની ગાયોને વિશેષ દરજ્જો મળ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો