બ્રિટનમાં પાઉન્ડની નવી નોટ પર ભારતીય વૈજ્ઞાનિક બોઝની તસવીર છાપવાનો પ્રસ્તાવ કેમ મુકાયો?

જે ભારતીય વૈજ્ઞાનીકે દુનિયાને એ જણાવ્યું હતું કે વૃક્ષ-છોડમાં પણ જીવ હોય છે, તેમની તસવીર હવે બ્રિટનના ચલણ પર છપાઈ શકે છે.

બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે આ વાતની જાહેરાત કરી છે કે તેમની પાસે 50 પાઉન્ડની નોટ ઉપર જગદીશચંદ્ર બોઝની તસવીર છાપવાનો પ્રસ્તાવ આવ્યો છે.

આવનારા વર્ષોમાં નવી નોટ પ્રકાશિત કરવામાં આવશે. જેની ઉપર કોની તસવીર હોવી જોઈએ તે માટે બૅન્કે લોકો પાસે સલાહ માંગી હતી.

પહેલાં સપ્તાહમાં બૅન્કને એક લાખ 14 હજાર પ્રસ્તાવો મળ્યા છે, જેમાં ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનું નામ સામેલ છે.

સૂચનોમાં સ્ટીફન હૉકિંગ, ઍલેકઝાન્ડર ગ્રૅહામ બૅલ, પૅટ્રિક મૂરેનું નામ પણ સૂચવવામાં આવ્યું છે.

બૅન્કે લોકોને એ વૈજ્ઞાનિકનું નામ સૂચવવા કહ્યું હતું જેમણે વિજ્ઞાન ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હોય.

સૂચન બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની વેબસાઇટ ઉપર 14 ડિસેમ્બર, 2018 સુધી આપી શકાશે.

શરત એ મૂકવામાં આવી છે કે એ વૈજ્ઞાનિક હયાત ના હોય અને તેણે બ્રિટનને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ રહેવામાં મદદ કરી હોય.

નવી નોટ પ્રકાશિત કરવાનો નિર્ણય શા માટે?

બૅન્કનું કહેવું છે કે 50 પાઉન્ડની લગભગ 3.3 કરોડ નોટો ચલણમાં છે.

એક વર્ષ પહેલાં આ વાત સામે આવી હતી કે આ નોટોનો વધુ પડતો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિના લોકો કરી રહ્યા છે.

ઑક્ટોબરમાં સરકારે નવી નોટ છાપવાની જાહેરાત કરી, જે પ્લાસ્ટિકની હશે.

હાલમાં 50 પાઉન્ડની નોટ પર જૅમ્સ વૉટ અને મૅથ્યુ બૉલ્ટનની તસવીરો છે. જૅમ્સ વૉટે સૌ પહેલાં વરાળની શક્તિ પારખી હતી અને તેના થકી એન્જિન બનાવ્યું હતું.

પોતાના સમયથી 60 વર્ષ આગળ હતા બોઝ

30, નવેમ્બર, 1858ના દિવસે અવિભાજિત ભારતના બંગાળ (હવે બાંગ્લાદેશ)માં જન્મેલા જગદીશચંદ્ર બોઝ પહેલા એવા ભારતીય વૈજ્ઞાનિક હતા, જેમણે અમેરિકન પૅટન્ટ મેળવ્યા હતા.

વનસ્પતિશાસ્ત્રમાં તેમના અસામાન્ય યોગદાન ઉપરાંત ભૌતિક ક્ષેત્રની તેમની મહારથને પણ દુનિયા માને છે.

સામાન્ય રીતે નોબલ પુરસ્કાર વિજેતા એંજિનિયર અને સંશોધનકર્તા માર્કોનીને રેડિયો પ્રસારણના જનક માનવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે આ પહેલાં મિલીમીટર રેન્જ રેડિયો તરંગ માઇક્રોવેવ્સનો ઉપયોગ ગન પાવડરને સળગાવવા અને તેની બેલ વગાડવામાં કર્યો હતો.

એના ચાર વર્ષ પછી લોહા-પારા-લોહા કોહિરર ટેલિફોન ડિરેક્ટર તરીકે આવ્યા અને આ વાયરલેસ રેડિયો પ્રસારણના આવિષ્કારના અગ્રદૂત બન્યા.

1978માં ભૌતિકના નોબલ વિજેતા સર નૅવિલ મોટે કહ્યું હતું કે બોઝ પોતાના સમયથી 60 વર્ષ આગળ હતા.

બોઝે વીસમી સદીની શરૂઆતમાં ક્રૅસ્કોગ્રાફની શરૂઆત કરી હતી, જે વનસ્પતિના વિકાસને માને છે.

ભેદભાવનો સામનો કરવો પડ્યો

બોઝે પોતાનું પ્રારંભિક શિક્ષણ બંગાળમાં લીધું હતું, એ પછી તેઓ કલકત્તા આવી ગયા. અહીં તેમણે સૅંટ ઝૅવિયર્સ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો.

અહીં તેમને વંશીય ભેદભાવનો સામનો પણ કરવો પડ્યો.

અંગ્રેજ બોઝને પ્રયોગશાળા જતાં અટકાવતા હતા. જોકે, બોઝ તેમની સામે ઝૂંક્યા નહીં અને વિજ્ઞાનના પ્રયોગ ઘરે જ કરવા લાગ્યા.

22 વર્ષની ઉંમરે ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે બોઝ લંડન ગયા. પણ સ્વાસ્થ્ય બગડવાને કારણે પરત ફર્યા.

ભારત પરત આવ્યા બાદ તેઓ કૉલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા.

બ્રિટન સાથેનો સંબંધ

નવેમ્બર 1984માં તેમણે પહેલીવાર કોલકાતા ટાઉન હૉલમાં માઇક્રોવેવ્સનું પ્રદર્શન કર્યું.

તેમણે રેડિયો તરંગ માઇક્રોવેવ્સનો ઉપયોગ ગન પાવડરને સળગાવવા અને બૅલ વગાડવામાં કર્યો હતો.

તેમણે વાયરલેસ સિગ્નલ મોકલવા માટે પહેલી વાર સેમીકંડકટરનો ઉપયોગ કર્યો હતો.

બોઝે એનાં પેટન્ટ મેળવવાનો ઇન્કાર કરી દીધો, કારણકે તેઓ ઇચ્છતા હતા કે વિજ્ઞાનનો ઉપયોગ લોકોની ભલાઈ માટે થાય.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ એમ માનતા હતા કે વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ પૈસા બનાવવા માટે થવો જોઈએ નહીં.

જોકે, પોતાના મિત્રોના દબાણવશ તેમણે અમેરિકામાં પેટન્ટ માટે અરજી કરી અને 29 માર્ચ, 1904ના દિવસે તેઓ પહેલા એવા ભારતીય બન્યા, જેમને અમેરિકન પેટન્ટ પ્રાપ્ત થયા.

તેઓએ એ સિદ્ધ કરી બતાવ્યું કે તાર વગર ફક્ત હવાના માધ્યમથી સંદેશા મોકલી શકાય છે.

જોકે, આ દરમિયાન જ તો પોતાની શોધ પૂર્ણ કરીને યુરોપ ચાલ્યા ગયા અને શ્રેય માર્કોનીને મળ્યો.

વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવેલા બોઝના યોગદાનો માટે તેમને ઘણાં સન્માનો અને પદવી મળ્યા.

બ્રિટીશ સરકારે તેમને 'નાઇટ'ની ઉપાધી આપી. આ જ કારણ છે કે બ્રિટનના લોકોએ 50 પાઉન્ડની નોટ માટે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો