અવકાશમાંથી આવી દેખાય છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, તમે જોઈ?

ઇમેજ સ્રોત, Twitter/Planetlabs
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતની સ્ટેચ્યૂ ઑફ યુનિટી અવકાશમાંથી કેવી દેખાય છે, તેનું દૃશ્ય બહાર આવ્યું છે.
સરદાર પટેલના સ્મારકની તસવીર સાન ફ્રાન્સિસ્કો સ્થિત પ્લેનેટ દ્વારા આ તસવીર બહાર પાડવામાં આવી છે.
પ્લેટેને તેના સત્તાવાર હેન્ડલ પરથી આ તસવીર ટ્વીટ કરી હતી.
તા. 31મી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પ્લેનેટને વિશ્વના સૌથી વિશાળ કોમર્સિયલ સેટેલાઇટ નેટવર્કમાંથી એક માનવામાં આવે છે, જે હોનારતો, પ્રસિદ્ધ ઇમારતોની તસવીરો જાહેર કરતું રહે છે.
વર્ષ 2010માં સ્થાપિત પ્લેનેટ દૈનિક ગ્લોબલ ડેટા રિલીઝ કરે છે અને તે ગૂગલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.
કંપની સાન ફ્રાન્સિસ્કો ઉપરાંત વૉશિંગ્ટન, વૉશિંગ્ટન ડીસી, બર્લિન, કૅનેડા અને નેધરલૅન્ડ્સમાં ઓફિસ ધરાવે છે.
કંપનીનો દાવો છે કે 100થી વધુ દેશના વપરાશકર્તાઓ તેના ક્લાયન્ટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


સ્ટેચ્યૂ ઑફ યુનિટી

ઇમેજ સ્રોત, STATUEOFUNITY.IN
ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સરદાર સરોવર ડેમ પાસે સાધુબેટ પર 182 મીટર ઊંચી આ પ્રતિમાએ આકાર લીધો છે.
તા. 31મી ઑક્ટોબરે ભારતના 'લોગપુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મ જયંતીએ વડા પ્રધાન મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું.
182 મીટર ઊંચી આ પ્રતિમા કાંસાની બનેલી છે, જે અમેરિકાની સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી (93મીટર) કરતા લગભગ બમણી જેટલી ઊંચાઈ ધરાવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












