કઈ રીતે ચીનના જાસૂસોએ ઍપલ- અમેઝોનના ડેટાની ચોરી કરી?

વિમાન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અમેરિકાનું વિમાન

'બ્લૂમબર્ગ'ના દાવા અનુસાર, ઍપલ અને અમેઝોન સહિતની અમેરિકાની કંપનીઓનો ચીનના જાસૂસો દ્વારા ડેટા ચોરવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સુપર માઇક્રો કમ્પ્યૂટર નામથી ઓળખાતી કંપની દ્વારા બનાવવામાં આવતા સર્વરના સર્કિટ્સ બોર્ડમાં 'ચીપ્સ' લગાડીને ડેટાની ચોરી કરવામાં આવતી હતી.

એટલે કે મૅન્યુફૅક્ચરિંગ પ્રોસેસ દરમિયાન જ સર્વર સાથે છેડછાડ કરવામાં આવતી હતી અને જ્યારે સર્વર કામ કરવાનું ચાલુ કરે ત્યારે આ ચીપ સક્રિય થઈ જતી હતી.

જોકે, બીજી તરફ ઍપલ, અમેઝોન અને સુપર માઇક્રો કમ્પ્યૂટર કંપનીએ બ્લૂમબર્ગના આ દાવાને નકારીને તેને ખોટો ગણાવ્યો છે.

બીજી તરફ ઍપલે નિવેદન જાહેર કર્યું છે કે બ્લૂમબર્ગના દાવામાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

line

એક વર્ષનું ઇન્વેસ્ટિગેશન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બ્લૂમબર્ગે આ મામલે કહ્યું કે રિપોર્ટર રૉબર્ટ્સન અને માઇકલ રિલેને એક વર્ષના ઇન્વેસ્ટિગેશનમાં આ બાબતના પુરાવા મળી આવ્યા છે.

તેમાં કહેવાયું છે કે આ સાયબર હુમલાથી ચીન પાસે 30થી વધુ કંપનીઓ અને ઘણી ફેડરલ એજન્સીઓના ડેટા મેળવવા સક્ષમ બની ગયું હતું.

તેમાં કહેવાયું છે કે વર્ષ 2015માં અમેઝોને તેની સિક્યુરિટી કવાયત કરી હતી તે દરમિયાન જાસૂસી થતી હોવાની બાબત વિશેની પ્રથમ જાણકારી મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પૂર્વે કંપની અમેરિકાની એલેમન્ટલ કંપની પાસેથી સર્વર ખરીદતી હતી. આ સર્વર સુપર માઇક્રો કમ્પ્યૂટર કંપની દ્વારા ચીન ખાતે મૅન્યુફૅક્ચર કરવામાં આવતા હતા.

આ ઘટનાને કારણે બાદમાં લાંબા ગાળા માટે તપાસ શરૂ કરવામાં આવી. અમેરિકાની ઇન્ટલિજન્સ એજન્સીએ ગુપ્ત રીતે આ તપાસ શરૂ કરી હતી.

આ તપાસ અહીં શરૂ કરવામાં આવી હતી

  • ડિફેન્સના ડેટા સેન્ટર્સના વિભાગોમાં
  • યુદ્ધજહાજોમાં
  • સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટલિજન્સ એજન્સી) દ્વારા એકત્ર કરવામાં આવતા ડેટા સેન્ટરમાં
line

90 ટકા કમ્પ્યૂટર ચીનમાં તૈયાર થયેલા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ચીન આ પ્રકારના હુમલા હાથ ધરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હતું. તેનું કારણ એ હતું કે વિશ્લના 90 ટકા કમ્પ્યૂટર ચીનમાં તૈયાર થયેલા હતા.

આ સાયબર હુમલા હેઠળ પ્રોડક્ટની ડિઝાઇનની ઊંડાણપૂર્વકની સમજ વિકસાવવી, ફેક્ટરી લેવલે ઉપકરણોમાં છેડછાડ તથા ઇચ્છિત સ્થળે ચીપ લગાવેલ ડિવાઇસ પહોંચી જાય તેની ખાતરી કરવી તેવી બાબતોનો સમાવેશ થતો હતો.

અત્રે નોંધવું કે ઍપલ, અમેઝોન અને મુખ્ય બૅન્કો સહિતની અમેરિકાની કંપનીઓ સુપર માઇક્રો કંપનીએ બનાવેલા હાર્ડવેરનો ઉપયોગ કરતી હતી.

બ્લૂમબર્ગના દાવા અનુસાર, હૅકિંગની તપાસને પગલે કેટલીક કંપનીઓએ સુપર માઇક્રો દ્વારા બનાવવામાં આવેલા સર્વરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું તથા આ કંપની સાથે બિઝનેસ કરવાનું પણ બંધ કરી દીધું હતું.

અમેઝોન અને ઍપલ બન્નેએ બ્લૂમબર્ગના દાવાને ફગાવી દીધા છે. અને દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા.

અમેઝોન તેના નિવેદનમાં કહ્યું, "ચીપ્સ અથવા હાર્ડવેરમાં છેડછાડના દાવા સંબંધિત કોઈ પણ પુરાવા અમને મળ્યા નથી."

line

ચીનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

GETTY IMAGES

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, GETTY IMAGES

વળી ઍપલે નિવેદનમાં કહ્યું કે,"ઘણી વખત આવા દાવા થયા છે, કેટલીક વખત પાયાવિહોણા અને કેટલીક વખત વિગતો સાથે જેમાં કથિતરૂપે સિક્યુરિટી ઉલ્લંઘનની વાત કરવામાં આવી હોય."

"દર વખતે અમે તેમના દાવાના આધારે આંતરિક ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે. દર વખતે અમને આ દાવાને પુરવાર કરી શકે તેવા કોઈ પુરાવા મળ્યા નથી."

"વારંવાર અને સતત અમે સ્પષ્ટ સાચા પ્રત્યુત્તર આપ્યા છે. ઍપલ સંબંધિત તમામ દાવાઓને નકારતા જવાબ અમે તેમને આપ્યા છે."

તદુપરાંત સુપર માઇક્રો કમ્પ્યૂટરે નિવેદનમાં કહ્યું કે આ મુદ્દે કોઈ પણ પ્રકારની સરકારી તપાસની તેમની પાસે જાણકારી નથી અને તેમના એક પણ ગ્રાહકે હૅકિંગના ભયના કારણે પ્રોડક્ટ વાપરવાનું બંધ નથી કર્યું.

ચીનના વિદેશ મંત્રાલયે બ્લૂમબર્ગના અહેવાલને પાયાવિહોણા આરોપ ગણાવી છે અને કહ્યું કે સપ્લાય ચેનની સિક્યુરિટીને જાળવી રાખવું વ્યાપક અને પરસ્પર ચિંતાની બાબત છે.

બ્લૂમબર્ગે કહ્યું કે અહેવાલને નકારવા સામે છ વર્તમાન અને પૂર્વ નૅશનલ સિક્યુરિટી ઑફિસર સાથે વાત કરવામાં આવી હતી. વળી ઍપલ અને અમેઝોન બન્ને કંપનીમાંથી આંતરિક માહિતી મેળવાઈ હતી.

તેમણે ઇન્વેસ્ટિગેશન અને ત્યાર બાદની ઘટનાઓની વિગતો આપી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો